31 Decemberni te raat - 3 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 3

Featured Books
Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 3

'શું ? સર તમને કેવી રીતે લાગે છે કે કોઈ એ જબરદસ્તીથી કેશવને આત્મહત્યા માટે ફોર્સ કર્યો છે?' પાંડેએ વિરલ સાહેબ ની વાત સાંભળી આશ્ચર્ય થી પૂછ્યું.

'એક કામ કર રાવ ને અંદર લઇ આવ ' વિરલ સાહેબ ચિઠ્ઠી પકડીને ઊભા થતા થતા પાંડેને આદેશ આપ્યો.

પાંડે રાવને અંદર લઇ આવ્યો.

વિરલ સાહેબ ને સૌથી વધારે ભરોસો પાંડે અને રાવ પર જ હતો કારણ કે કઈ વાત ક્યારે લીક થઈ જાય બીજા કોન્સ્ટેબલો થી કશું કહી ના શકાય.

"આ ચિઠ્ઠી મા અમુક વર્ડ્સ ના પહેલા અક્ષર પર એક ટપકું કરેલું છે. એક પર થાય ભૂલથી અથવા બીજા પર થાય પરંતુ અહીંયા કુલ 6 વર્ડ્સ પર થયું છે. " વિરલ સાહેબે તે ચિઠ્ઠી પોતાના ટેબલ પર રાખતા પાંડે અને રાવ ને સમજાવતા કહ્યું.

હવે આ ટપકા કરેલા વર્ડ્સ ને જો હું જોઇન્ટ કરું તો

" મેં આ પગલું ભર્યું નથી
- કેશવ. " વિરલ સાહેબે બાજુ મા કોરા કાગળમાં લખતા કહ્યું.

'વાહ...! સાહેબ તમારી નજર અને મગજ ની દાત દેવી પડે ' રાવે વિરલ સાહેબ ના આ પગલાં થી એક ખુશી સાથે વિરલ સાહેબ ને કીધું.

" બકા કીધું તો છે કે મારી કમજોરી છે ના જોવાની વસ્તુ જોઈ લેવાની " વિરલ સાહેબે ચિઠ્ઠી પાંડે ને આપતા કહ્યું.

વિરલ સાહેબે બંને ને ચોખ્ખા શબ્દ મા કીધું કે આ વાત ના તો બીજા કોન્સ્ટેબલો ના તો કેશવ ના મિત્રો ને ખબર પડવી જોઈએ.

******************************************

8 ને 5 થઈ હશે અને જૈમિન,રીંકુ,રાકેશ,રચના, અવધ,નિશા અને ત્રિશા પોલીસ સ્ટેશનમાં હાજર થયા.

'રાવ બધાને બહાર બેસાડ અને જૈમિન તમે ચાલો મારી સાથે.' વિરલ સાહેબે ફટાફટ કામ શરૂ કરતાં જૈમિન ને ઇન્ટરોગેશન રૂમ મા લઇ જતા કહ્યું.

રૂમ મા એક લાકડાની ખુરશી ખૂણામાં અને એક લાકડાંની ખુરશી જરાક હાથ મુકતા ઉંદર અવાજ કરે એવા ઢીલા થયેલા પાયા વાળા એક ટેબલની પાછળ મુકેલી હતી.

જૈમિન તે ટેબલ ના પાછળ ખુરશીમાં જઈને બેઠો અને વિરલ સાહેબ તેની સામે ઉભા રહ્યા અને તેમની જરાક પાછળ વિરલ સાહેબ નો સબ - ઇન્સ્પેક્ટર
"લ્યુક "

આ કેસ મા લ્યુક નું હમણાં જ આગમન થયું. તે વિરલ સાહેબ સાથે આ કેસમાં કામ કરશે. જ્યારે પાંડે અને રાવ બીજા નાના કામો કરશે.

'તો શું જૈમિન ચૌહાણ શું કરો છો તમે અને તમારા વ્યવહાર કેશવ શાહ સાથે કેવા હતા? ' વિરલ સાહેબે એક ટેપ રેકોર્ડર ની સ્વીચ ઓન કરતા જૈમિન ને પહેલો સવાલ કરતા પૂછ્યું.

"સર હું એક મલ્ટીનેશનલ પ્રાઇવેટ કંપની મા જોબ કરું છું. મારા કેશવ સાથે ના સંબધો પહેલે થી જ ભાઈ જેવા રહ્યા છે. અમે જ્યારે પહેલી વખત કૉલેજમાં મળ્યા હતા ત્યાર થી લઈને આજ સુધી અમારો સંપર્ક એવો જ હતો." જૈમિને શાંતિ થી વિરલ સાહેબ ને કહેતા કહ્યું.

" કેશવ ની કોઈ ગર્લ ફ્રેન્ડ અથવા કોઈ ખાસ મિત્ર અથવા તો કોઈના સાથે તેની દુશ્મની કે ના બનતું હોય તેવી કોઈ બાબત યાદ આવે છે અને તમે લોકો કેવી રીતે મળ્યા હતા અને કેવી રીતે ફ્રેનડશીપ ગાઢ બની?" વિરલ સાહેબે જૈમિને ભૂતકાળમાં જવાના સંદર્ભમાં જમણો હાથ હલાવતા કહ્યું જેમ એક સારી પર્સનાલિટીવાળા માણસો વાત કરે તેમ.

"સર... એતો 7-8 વર્ષ પહેલાં ની વાત છે... યાદ કરવું પડશે ખાસુ.!" જૈમિને થોડું ઢીલા અને નિરાશ મોઢે વિરલ સાહેબ ને કીધું.

"અરે .. શાંતી થી વિચારીને કહો... ખાસો સમય છે આપણી પાસે." વિરલ સાહેબે બાજુ માં પડેલી એક્સ્ટ્રા ખુરશી ઘસેડીને એક પગ પર બીજો પગ વાળીને બેસતા જૈમિન ને કીધું.

******************************************

8 વર્ષ અગાઉ,
2005, જી.એસ જેવિયરસ કૉલેજ, અહમદાબાદ

'અરે સાચું કઉ છું, પૂછ નિશાને તે છોકરી ક્યારની તને જ જોઈ રહી હતી ' અવધ હસતા હસતા એક ગમ્મત સાથે જૈમિન ને કહેતા કહેતા નિશા અને રચના જી. એસ જેવિયરસ કૉલેજ ના કોરિડોરમાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા.

'હેલ્લો... શું તમે મને પ્રિન્સિપાલ ની ઓફીસ બતાવી શકો ? ' કેશવ જે હજુ અહમદાબાદમાં નવો આવ્યો હતો તેણે સામેથી આવતા અવધ અને તેમના મિત્રો ને રોકતા પૂછ્યું.

"હા.. અહીંયાં આગળ થી લેફ્ટ " અવધે કેશવ ને હાથ લાંબો કરીને રસ્તો બતાવતા કહ્યું.

'આભાર ' કેશવ આભાર માનતા પ્રિન્સિપાલ ની ઓફીસ તરફ જતો રહ્યો.

આ હતી કેશવ ની જૈમિન અને બાકી મિત્રો સાથે ની પહેલી મુલાકાત.

'કંઇક નાસ્તો કરીએ યાર... ચાલો !' રચના એ નિશા નો જોર થી હાથ ખેંચતા કહ્યું.

કૉલેજ ના દરવાજા ની બહાર મોટી 4-5 સળંગ ફાસ્ટ ફૂડ ની દુકાનો હતી ત્યાં એક દુકાને બધા નાસ્તો કરવા લાગ્યા.

"ઓય.. જો જૈમિન પેલી છોકરી જે તને જોતી હતી વારંવાર. " નિશા એ એક હાથ માં ડીશ અને બીજા હાથ માં ગ્રિલ સેન્ડવીચ પકડી ને જૈમિન અને બધાને ધીમા અવાજે હસતા હસતા કહ્યું.

'બસ હવે તો બંધ કરો માર ખવડાવશો એક દિવસ તમે બધા ' જૈમિને પણ ધીમેથી જવાબ આપતા કહ્યું.

'અરે છૂટા નથી ? ' પેલા કેસ કાઉન્ટર પર એક માણસે પેલી છોકરી ના પૈસા પાછા આપતા કહ્યું.

અવધ સીધો ત્યાં જઈને ઉભો રહ્યો અને કીધું " ચિંતા નઈ કરો હું આપી દઉં છું પછી બહાર નીકળી કરીએ હિસાબ "

"લો આ અમારા અને આ છોકરી ના કુલ " અવધે બધાના પૈસા આપતા કહ્યું.

બહાર નીકળતા નીકળતા અવધે ધીમેથી પેલી છોકરી ને નામ પૂછ્યું.

'હું રીંકું ...' પેલી છોકરી એ જવાબ આપતા કહ્યું.

પાછળ ચાલતા જૈમિન ,નિશા અને રચનાના મોઢાં પર હળવી હસી હતી.

"જૈમિન વેડ્સ રીંકું " નિશા એ ધીમે રહી જૈમિનની મશ્કરી કરતા કહ્યું અને ત્રણેય હસવા લાગ્યા.

આ બધાનો પ્લાન ફિલ્મ જોવા જવાનો હતો . અવધે
રીંકુંને પણ તૈયાર કરી દીધી.

ત્યાંજ કેશવ મુઝવણમાં હોય તેમ જૈમિન સાથે ટકરાયો.

'અરે દોસ્ત શું થયું કોઈ તકલીફ ' જૈમિને આમ કેશવને ટકરાતાં પૂછ્યું.

'અરે... હું અહમદાબાદમાં નવો છું. મારે સ્કાય બ્લુ..
એસ. જી હાઇવે જવું છે. ' કેશવે પોતાના ઘરનું એડ્રેસ કહેતા કહ્યું.

જૈમિને તેને બસના માર્ગનો રસ્તો બતાવ્યો.

"પણ તારું નામ ? બીજી વખત મળ્યા પણ નામ નથી ખબર. " જૈમિને હસતા હસતા કેશવ ને પૂછ્યું.

"કેશવ...કેશવ શાહ " કેશવે પોતાનું નામ બતાવતા કહ્યું.

"જો તને મોડું ના થતું હોય તો અમે બધા ફિલ્મ જોવા જઈએ છીએ. તારા મિત્રો પણ બની જશે અને અમારા ગ્રુપમાં એક મિત્ર પણ ઉમેરાઈ જશે."જૈમિને કેશવ ને ફિલ્મ જોવા આવવા કહેતા કહ્યું.

આ રીતે ધીરે ધીરે બધા ખાસ મિત્રો બનતા ગયા. કેશવ,રાકેશ, ત્રિશા અને રીંકું સિવાય બધા સ્કૂલ ના મિત્રો હોવાથી કોલેજમાં પણ એજ ગ્રૂપ હતું.

હરતાં ફરતાં પહેલું વર્ષ પુરું થવા આવ્યું હતું. બધા હવે ખાસ મિત્રો થઈ ગયા હતા.

"ચાલો... યાર કોઈ પ્લાન બનાવીએ ફરવા જવાનો લાઈક દીવ? " જૈમિને સૂપની એક સિપ લેતા કહ્યું.

બધા એક હોટેલમાં ડિનર કરવા બેઠા હતા.

"હા... ચલો ખૂબ મજા આવશે આપડે ક્યારે લોંગ ટ્રાવેલ નો પ્લાન બનાવ્યો નથી . " રીંકું એ જૈમિનના પ્લાનમાં હા.. મિલાવતા કહ્યું.

બધા હાં.. ના... હાં ...ના કરતા તૈયાર થઈ ગયા.

જૈમિને તેના પિતા એટલે રામજીભાઈની કાર લઇ લીધી.

ઉનાળા નો સમય. બધા દીવ જવા નીકળી ગયા...

( ક્રમશ: )

(વ્યાકરણની થોડી ભૂલ છે તેને નજઅંદાજ કરજો અને માફ કરજો કારણ કે ગુજરાતી નવલકથા લખવાની ફક્ત શરૂઆત છે.)

- Urvil Gor