Sapna Ni Udaan - 35 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 35

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 35

પ્રિયા તરત કંઈ પણ વિચાર કર્યા વગર , ગાડી લઈ રોહન ના ઘર તરફ ના રસ્તા પર નીકળી પડી... તે રોતા રોતા ફાસ્ટ ગાડી ચલાવતી હતી. અચાનક તેને બ્રેક મારવી પડી કેમ કે આગળ ખૂબ ભીડ લાગેલી હતી... પ્રિયા તરત ગાડી માંથી ઉતરી બધા લોકો ની વચ્ચે થી નીકળી ને ત્યાં ગઈ તો આગળ નું દ્રશ્ય જોઈ તેના હોંશ ઊડી ગયા... અમિત ની ગાડી ઊંધી પડી હતી.. અને ગાડી ના કાચ માંથી અમિત નો લોહીલુહાણ હાથ બહાર હતો... પ્રિયા દોડતી ગઈ અને ગાડી માં જોયું તો તે અમિત જ હતો... તે ત્યાં પગ વાળી ને જોર જોરથી રડવા લાગી... અને પછી બોલી ...."સમબડી પ્લીઝ કૉલ ટુ ધ એમબ્યુલેન્સ... "

ત્યાં રહેલા થોડાક વ્યક્તિ પ્રિયા ની મદદ કરવા આવ્યા અને તેમણે મળીને અમિત ને ગાડી માંથી બહાર કાઢ્યો .. તે અમિત નું માથું પોતાના ખોળામાં લઈ બેસી ગઈ . તે રડતા રડતા અમિત ને ઉઠાડવાની કોશિશ કરતી હતી... થોડીક વાર માં એમબ્યુલેન્સ આવતા પ્રિયા તેની સાથે હોસ્પિટલ જતી રહી.. પ્રિયા એ રોહન અને ઘરે મહેશભાઈ ને ફોન કરી કહી દીધું હતું...

હોસ્પિટલ માં અમિત ની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી. બહાર પ્રિયા, અમિત ના મમ્મી પપ્પા , વિશાલ , પરી , રોહન , મહેશભાઈ બધા હાજર હતા.. બધાની આંખો માંથી આંસુ સરી રહ્યા હતા. સાથે બધા એકબીજાને હિંમત આપી સંભાળી રહ્યા હતા. એકદમ ડોક્ટર બહાર આવ્યા... આ સાથે બધા આવીને ડોક્ટર ને અમિત વિશે પૂછવા લાગ્યા...
ડોક્ટર : જુવો... હજી કંઈ પણ કહી શકાય નહિ મી.અમિત ની હાલત ખૂબ કોમ્પ્લિકેટેડ છે. અમે અમારો પૂરો પ્રયત્ન કરીએ છીએ.
આમ કહી ડોક્ટર ત્યાંથી જતાં રહ્યા..

પાંચ છ કલાક થઈ ગઈ હતી. અમિત ને હજુ હોંશ આવ્યો નહોતો.. બહાર બધા અમિત ના ભાન માં આવવાની વાટ જોઈ રહ્યા હતા અને તેને ઠીક કરી દેવા માટે ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા હતા... અચાનક અમિત નો હાથ ધીમેથી થોડોક થોડોક હલવા લાગ્યો.. અને તે બોલ્યો.. " પ્રિયા... "
આ સમયે ત્યાં ઉપસ્થિત નર્સ એ તે સાંભળ્યું એટલે તે તરત ડોક્ટર ને બોલાવી લાવી.. અમિત હજી પ્રિયા નું નામ લઈ રહ્યો હતો.. ડોક્ટર એ તરત બહાર આવી કહ્યું,
" ડૉ.પ્રિયા મી.અમિત ને હોંશ આવી રહ્યો છે તે તમારું જ નામ લઈ રહ્યા છે.. જલ્દી અંદર આવો. "

પ્રિયા અંદર ગઈ. તે તરત અમિત પાસે જઈ તેનો હાથ પકડી ને બેસી ગઈ. આ સાથે અમિત ના મમ્મી પપ્પા , વિશાલ , પરી , રોહન અને મહેશભાઈ પણ અંદર રૂમ માં આવી ગયા. અમિત એ હવે ધીમેથી આંખ ખોલી.. તેની સામે પ્રિયા હતી. તેને જોઈ તેની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા.. તે પ્રિયા ને જોઈ તેને કંઇક કહેવાની કોશિશ કરી રહ્યો હતો પણ તે બોલી શકતો નહોતો.. તેનો બ્રિધિંગ રેટ વધતો જતો હતો.. સાથે તેનો શ્વાસ પણ ફૂલવા લાગ્યો હતો.. પ્રિયા એ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું..

પ્રિયા : જસ્ટ રિલેક્સ અમિત...

આમ છતાં તે કંઇક કહેવા ની કોશિશ કરતો હતો. તેણે ધીમેથી આંગળી રોહન તરફ કરી..
પ્રિયા : રોહન ! હા અમિત રોહન આવે છે તારી પાસે .. રોહન જલ્દી આવ..
રોહન : હા..

રોહન અમિત પાસે આવ્યો અને તેનો હાથ પકડી ઉભો રહી ગયો...
રોહન : હા.. ડૉ અમિત હું અહીં જ છું..

અમિત ની આંખો માંથી એકધારા આંસુ વહી રહ્યા હતા તેણે ધીમેથી પ્રિયા નો હાથ પકડી રોહન ના હાથ માં મૂકી દીધો અને તે કંઇક બોલવા જતો હતો ત્યાં.. તેને એકદમ શ્વાસ ચડવા લાગ્યો.. પ્રિયા એ તરત રોહન ના હાથ માંથી પોતાનો હાથ લઈ લીધો અને ફરી અમિત નો હાથ પકડી તેને સંભાળવા લાગી.. અચાનક અમિત ના શ્વાસ બંધ થઈ ગયા.. અને વેન્ટિલેટર પર એકદમ સીધી લાઈન આવવા લાગી... પ્રિયા એ તેના હાથ ની નાડી તપાસી તો તે જોર જોરથી રડવા લાગી..

અમિત ના મમ્મી : ડોક્ટર શું થયું મારા અમિત ને ? તે કેમ કંઈ જવાબ નથી આપતો..?
ડોક્ટર : આઇ એમ સોરી બટ હી ઇઝ નો મોર..

આ સાંભળી બધા જોર જોરથી રડવા લાગ્યા.. પ્રિયા રડતા રડતા અમિત સાથે વાતો કરતી હતી જાણે અમિત તેને સાંભળી રહ્યો હોય... પણ વિધાતા ના લેખ ને કોણ બદલી શકે... કદાચ અમિત નો અને પ્રિયા નો સાથ અહીં સુધી જ હતો.. બધા એ દિવસે ખૂબ રડ્યા... અમિત ની અંતિમવિધિ પતાવી... બધા એકદમ તુટી ગયા હતા.. પ્રિયા એ તો ખાવા પીવાનું મૂકી દીધું હતું. બધા તેને ખુબ સમજાવતા પણ તે કોઈનું માનતી નહોતી... માટે કલ્પના બહેન એ રોહન ને ફોન કરી જણાવ્યું. રોહન પ્રિયા પાસે ગયો.

રોહન : પ્રિયા .. થોડું જમી લે....
પ્રિયા : ના.. પ્લીઝ તું અહીંથી જતો રહે...
રોહન : જતો રહીશ પણ પહેલાં તારે થોડુક ખાવું પડશે...
પ્રિયા : ના કીધું ને..
રોહન : જો પ્રિયા . .. અમિત તને જોવે જ છે... તું જમીશ નહિ તો તેને કેટલું ખોટું લાગશે.. તને અમિત ની કસમ ...

આ સાંભળતા પ્રિયા એ એકદમ રોહન ની સામું જોયુ...
રોહન એ થાળી માંથી એક બટકું લઈ તેને ખવડાવવા નો પ્રયત્ન કર્યો.. પણ પ્રિયા એ મોઢું ખોલ્યું નહિ..
રોહન : પ્રિયા... તું અમિત માટે આટલું ના કરી શકે...

આ સાંભળી પ્રિયા એ હા માં માથું હલાવ્યું અને ખાઈ લીધુ. રોહન પ્રિયા ને પોતાના હાથ વડે જમાડતો હતો. પરિવાર ના બધા સભ્યો ને આ જોઈ આનંદ થયો....

ધીમે ધીમે સમય જતા બધું પહેલાં જેવું થવા લાગ્યું હતું.. રોહન પ્રિયા ને ખુશ કરવાની ખૂબ કોશિશ કર્યા કરતો પણ પ્રિયા રોહન ની ખાતર થોડું હસતી પણ મન થી તે હજુ ખૂબ ઉદાસ હતી. પ્રિયા એ હોસ્પિટલ ફરી જોઈન કરી લીધી હતી. તે અને રોહન ફરી કેમ્પ પણ કરવા લાગ્યા હતા. રોહન દરેક વાત માં પ્રિયા નો સાથ આપતો. તેઓ એ એનજીઓ નું કામ પણ શરૂ કરી દીધું હતું. પ્રિયા પોતાનું દુઃખ બહાર આવવા દેતી નહિ. તે બધા ની સામે નોર્મલ રહેવાનો પ્રયત્ન કરતી. પણ રોહન બધું સમજતો હતો કે પ્રિયા બસ ખુશ રહેવાનું નાટક કરે છે , એટલે તે હંમેશા તેને હસાવવાનો પ્રયત્ન કર્યા કરતો.

હવે અમિત ને ગયા ને ૨ વર્ષ થઈ ગયાં હતાં. એકદિવસ પ્રિયા ના પપ્પા હિતેશ ભાઈ પ્રિયા પાસે આવ્યા.
હિતેશભાઈ : બેટા પ્રિયા !
પ્રિયા : હા , પપ્પા.
હિતેશભાઈ : બેટા હવે તો બે વર્ષ થઈ ગયાં છે , તારે હવે નવી શરૂઆત કરવી જોઈએ...
પ્રિયા : પપ્પા તમે કહેવા શું માંગો છો ?
હિતેશભાઈ : જો બેટા મને ખોટો ના સમજતી , હું બસ તારી ભલાઈ માટે કહું છું.. કે તારે હવે લગ્ન કરી લેવા જોઈએ..
પ્રિયા : વોટ ! ના પપ્પા હું લગ્ન કરવા નથી માંગતી. હું આમ જ ખુશ છું.
હિતેશભાઈ : જો બેટા હજી તારી ઉંમર નાની છે.. તારી પાસે હજી આખી જિંદગી પડી છે અને જીંદગી આમ એકલા ન નીકળે.. અમે તો તારી સાથે છીએ જ પણ જીવન માં એક એવો જીવન સાથી જોઈએ જે હંમેશા તારી સાથે રહે, તને પ્રેમ કરે , તારી કેર કરે.. બેટા અમે તો આજ છીએ કાલ નથી...
પ્રિયા : પપ્પા એવી વાત ના કરો.. મારે કોઈ જીવનસાથી ની જરૂર નથી.. હું એકલી જ ખુશ છું...

આમ કહી પ્રિયા ત્યાંથી જતી રહી..પ્રિયા આખો દિવસ કામ માં વ્યસ્ત રહેવા લાગી હતી. તેં કોઈ સાથે કામ વગર બોલતી પણ નહિ. રોહન સાથે તેની વાતો થતી રહેતી પણ એ કેમ્પ અને એનજીઓ ને લગતી જ.. રોહન પણ પ્રિયા ને આવી રીતે જોઈ ઉદાસ થઈ જતો. તેને સમજાતું નહોતું કે તે પ્રિયા ને કઈ રીતે ખુશ કરે..

To Be Continue...