Sapna Ni Udaan - 33 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 33

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 33

આજે બધાના ચહેરા પર આનંદ અને ઉત્સાહ હતો. કેસ જીતવાની ખુશીમાં મહેશ ભાઈએ ઘરે એક નાની એવી પાર્ટી રાખી હતી. પ્રિયા ના માતા પિતા પહેલેથી જ ત્યાં આવેલા તો હતા જ. પરી , વિશાલ અને તેમનો આખો પરિવાર આવેલો હતો. રોહન પણ આવ્યો હતો. પરી અને પ્રિયા એ મળીને સજાવટ પણ ખૂબ સરસ કરી હતી. બધા પરિવાર ના આવીને પ્રિયા ને શુભકામના આપી રહ્યા હતા.

બધા પાર્ટી નો આનંદ માણી રહ્યા હતા. કેટલાક ડીજે ઉપર ડાંસ પણ કરી રહ્યા હતા. અમિત કંઇક વિચારી રહ્યો હતો. એટલામાં રોહન તેની પાસે આવ્યો , " ડૉ અમિત શું વિચારી રહ્યા છો ? "

અમિત : અરે યાર રોહન મને સમજાતું નથી કે હું પ્રિયા ના પપ્પા સાથે અમારા સંબંધ ની કઈ રીતે વાત કરું ? " . આ સાંભળતા રોહન થોડોક ઉદાસ થઈ ગયો . પછી આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ લઈ ફરી ચહેરા પર મુસ્કાન લાવી અમિત ને કહ્યું , " બસ એટલી જ વાત ! તમારા મન માં જે લાગણી છે બસ એ કહી દેવાની પણ હા તેમાં એક સચ્ચાઈ દેખાવી જોઈએ અને દરેક શબ્દ એકદમ દિલ થી બોલાવા જોઈએ. ".
અમિત : હા , પણ મને થોડોક ડર લાગે છે. શું આ સાચો સમય છે આ વાત કરવાનો ?
રોહન : વાત કરવા માટે કોઈ સારો સમય નથી હોતો , બસ એ વાત પ્રેમ થી કરવામાં આવે તો એ સમય સારો થઈ જ જાય છે.

એટલા માં પરી ત્યાં આવી ગઈ. તે તેમની વાતો સાંભળી રહી હતી . તે તરત બોલી
" એકદમ સાચી વાત રોહન ! અને હા , દેવરજી આ જ સારો સમય છે આ વાત કરવાનો. પરિવાર ના બધા સદસ્ય અહીં હાજર છે. અને એમ પણ પ્રિયા ના મમ્મી પપ્પા કાલે જતા રહેવાના છે તો પછી ખબર નહિ ક્યારે આવો સમય ફરી વાર મળે ! "
અમિત : હા.

અમિત ના હા કહેતા જ પરી તરત સ્ટેજ પર જતી રહી અને માઇક લઈ બોલી,
" સુનો સુનો સુનો.........."
આમ કહેતા જ બધા નું ધ્યાન પરી પર ગયું.
પરી : તો લેડીસ એન્ડ જેન્ટલમેન મારા પ્રિય દેવર ડૉ.અમિત આપ સૌને કંઇક કહેવા માગે છે અને ખાસ કરીને અંકલ આંટી તમને.
( તેણે પ્રિયા ના મમ્મી પપ્પા તરફ જોતા કહ્યું )

આ સાંભળી તેઓ પ્રશ્ન ભરી નજર થી પરી ની તરફ જોતા રહ્યા.

પરી : તો બિગ ક્લેપ્સ ફોર અમિત.......

આ સાંભળતા જ અમિત ચકીત થઈ ગયો. તેણે આશા કરી નહોતી કે પરી સ્ટેજ પર જઈ આવું કંઇક કહેશે. તેના માથા પરથી પરસેવો વહેવા લાગ્યો. તે થોડો અચકાતા અચકાતા સ્ટેજ પર આવ્યો. તે પરી પાસે જઈ ધીમેથી બોલ્યો, " અરે ! ભાભી પહેલાં મને કહ્યું તો હોત , હું કંઇક બોલવાની તૈયારી કરી રાખેત ! "
પરી : અરે ! અમિત ભાઈ આ માટે કઈ તૈયારી ના હોય જે તમારી લાગણી છે એ બોલી જવાની હોય. ઓલ ધ બેસ્ટ !

આમ કહી પરી ત્યાંથી જતી રહી. અમિત એ માઇક હાથ માં લીધું . પ્રિયા પણ વિચારી રહી હતી કે "આ ડૉ અમિત શું કહેવાના હશે ? એ પણ મારા મમ્મી પપ્પા ને ! ક્યાંક એ વાત તો નથી કહી રહ્યા ને ! હે ભગવાન બચાવી લેજો ! " પ્રિયા ને ચિંતા થઈ રહી હતી. આ બાજુ અમિત માઇક પકડી ઉભો હતો તેને સમજાતું નહોતું કે તે બોલવાની શરૂઆત ક્યાંથી કરે! હવે તેણે બોલવાની શરૂઆત કરી,

" હેલ્લો એવરીવન ! આ સમય ખૂબ આનંદ નો છે. અમે ખૂબ મુશ્કેલી થી આ કેસ ને જીત્યો છે. એમાં ખૂબ મહત્વ નો ફાળો ડૉ.પ્રિયા નો છે. તેમની સમજદારી અને મહેનત ના લીધે જ અમે અહીંયા છીએ. પ્રિયા સાચેજ ખૂબ પ્રેમાળ સ્વભાવ ના છે. વળી તેઓ સમાજ સેવા માં પણ તેમનું યોગદાન આપતા રહે છે. તેમને જોઈ કોઈને પણ તેમનાથી લગાવ થઈ જાય. અને તેમાંથી એક હું પણ છું. મમ્મી પપ્પા અને અંકલ આન્ટી હું તમને એક વાત જણાવવા માંગુ છું. એ વાત છે કે હું ડૉ.પ્રિયા ને ખૂબ જ પ્રેમ કરું છું. અને પ્રિયા પણ મને પ્રેમ કરે છે. અમે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ. ( તે તેના મમ્મી પપ્પા અને પ્રિયા ના મમ્મી પપ્પા પાસે જાય છે ) અંકલ હું પ્રિયા સાથે લગ્ન કરવા માંગુ છું. હું તેમને ખૂબ જ ખુશ રાખીશ. ક્યારેય તેમના પર કોઈ મુસીબત આવવા નહિ દવ. અમે બંને આ માટે આપની પરવાનગી માંગીએ છીએ. જો તમારી હા હશે તો જ અમે આ સંબંધ આગળ વધારીશું. "

અમિત ની વાત સાંભળી બધા જ આશ્ચર્ય ચકીત થઈ ગયા હતા. તેમના બંને ના માતા પિતા એકબીજાની સામું જોઈ રહ્યા હતા. પ્રિયા તો આંખ બંધ કરી ભગવાન નું નામ લઈ રહી હતી. અમિત ના પિતા ખુશી સાથે બોલ્યા , " બેટા હું તો તારી સાથે છું. તારી પસંદ એકદમ સરસ છે. પ્રિયા જેવી દીકરી આપણા ઘર ની વહુ બને તો આપણા તો અહો ભાગ્ય ! " . આ સાથે અમિત ના મમ્મી પણ બોલ્યા , " હા , પ્રિયા મને પહેલેથી જ ખૂબ પસંદ છે હું તો પહેલાં જ તારા અને પ્રિયા ના સંબંધ માટે મહેશ ભાઈ ને કહેવાનું વિચારી રહી હતી. મારી તો ઈચ્છા જ પૂરી થઈ ગઈ. ". આમ કહી તે બંને ખુશી સાથે અમિત ને ભેટી પડ્યા. પ્રિયા પણ સાંભળી ખૂબ જ ખુશ થઈ પણ તેને ચિંતા તેના મમ્મી પપ્પા ની હતી.

હવે અમિત પ્રિયા ના પિતા હિતેશ ભાઈ ની તરફ જોવે છે. તે અમિત ને જ પ્રેમથી જોઈ રહ્યા હતા. અચાનક તેની આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા. આ જોઈ અમિત તરત તેની પાસે ગયો.
"અરે ! અંકલ શું થયું ? "
હિતેશભાઈ : " બેટા ! અમે ઓલા જન્મ માં કંઇક સારા કર્મ કર્યા હશે કે અમને આ જન્મ માં તમારા જેવા જમાઈ મળી રહ્યા છે. હું પણ પહેલેથી આ વાત આપ સૌને કહેવા માંગતો હતો પણ કહી શકતો નહોતો. મને પૂરો વિશ્વાસ છે કે તમે મારી દીકરી ને મારાથી પણ વધારે પ્રેમ કરશો. "

આ સાંભળતા પ્રિયા દોડી ને આવી ને તેના પિતા ને ભેટી રડવા લાગી. આ સમયે પ્રિયા ના મમ્મી કલ્પના બહેન બોલ્યા , " હા બેટા અમિત પ્રિયા ખૂબ ભાગ્યશાળી છે કે તેને તમારા જેવો પરિવાર મળશે".

આ સાંભળી અમિત તે બંને ને પગે લાગ્યો. હિતેશ ભાઈ તો અમિત ને ભેટી પડ્યા. બધા ખૂબ ખુશ હતા. મહેશભાઈ અને સંગીતા બહેન નો પણ હરખ માંતો નહોતો. સૌથી વધુ ખુશ તો પરી હતી , કેમકે તેની બેસ્ટ ફ્રેન્ડ તેની દેરાણી બનવાની હતી. વિશાલ તો તરત બહાર જઈ મીઠાઈ લેતો આવ્યો અને બધાનું મોઢું મીઠું કરાવ્યું.

આ સમયે મહેશ ભાઈ બોલ્યા , " મારી પાસે એક સરસ સુઝાવ છે . જો આપ સૌને મંજૂર હોય તો . "
હિતેશભાઈ " હા કહો ને ! "
મહેશભાઈ , " હું શું કહું છું કે અત્યારે બધા પરિવાર ના હાજર છે જ તો આપણે સગાઈ ની તારીખ પણ નક્કી કરી લઈએ તો ? "
બધા બોલ્યા , " હા ખૂબ સરસ વિચાર છે. "
અમિત ના પપ્પા , " હું વિચારું છું કે હિતેશભાઈ અને કલ્પના બહેન પણ અહી આવ્યા જ છે તો આપણે આ બે ત્રણ દિવસ ની અંદર જ સગાઈ નક્કી કરી લઈએ તો ? "
હિતેશ ભાઈ , " હા , વાત તો સાચી પણ આટલી જલ્દી બધી તૈયારી કેવી રીતે થશે ? "
મહેશભાઈ , " અરે એની ચિંતા ના કરો એ બધું થઈ જશે બસ આપ હા કહી દો ! "
હિતેશભાઈ , "ઠીક છે તો આપણે એમજ કરીએ. "

આ સમયે અમિત ના પપ્પા પંડિતજી ને ફોન લગાવી સગાઈ નું મુહૂર્ત જોવા કહે છે. પંડિતજી આ માટે ૩ સપ્ટેમ્બર નો દિવસ શુભ હોવાનું જણાવે છે. અમિત ના પપ્પા રાકેશ ભાઈ આ વાત બધા ને જણાવે છે.
હિતેશભાઈ : ૩ તારીખ ? આજે ૧ તારીખ તો થઈ એકદિવસ માં આપણે કેટલી તૈયારી કરીશું ? બધી ખરીદી પણ કરવી પડશે ને ?
મહેશભાઈ : તેની આપ બિલકુલ ચિંતા ના કરો. બધું સારી રીતે થઈ જશે.
હિતેશભાઈ : હા. આપ નો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. તમે અમારા માટે આટલું બધું કરી રહ્યા છો.
મહેશભાઈ : અરે તું મારા મિત્ર કરતાં પણ વધુ મારા ભાઈ જેવો છો. હવે તારે આભાર વ્યકત કરવાની જરૂર નથી હો.

બંને મિત્રો ભેટી પડે છે. સંગીતા બહેન અને કલ્પના બહેન પણ એકબીજાને ગળે મળે છે.

આ બધામાં અમિત અને પ્રિયા તો ખૂબ જ ખુશ હતા . તેમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે એક દિવસ રહીને તેમની સગાઈ થવાની છે . બધા ખૂબ જ ઉત્સાહિત હતા. પણ શું બધું એકદમ સારી રીતે થઈ જશે ? કે પછી કોઈ રંગ માં ભંગ પડવાનો છે ? કંઇક તો થવાનું છે જે બધાને હલાવી દેવાનું છે . કંઇક ખૂબ ભયાનક.....તો જાણવા માટે વાચતા રહો સપના ની ઉડાન.. અને આપનો પ્રતિભાવ જરૂર જણાવજો..

To Be Continue......