The door slammed shut - 14 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 14

Featured Books
Categories
Share

બારણે અટકેલ ટેરવાં - 14

|પ્રકરણ – 14|

 

સવારે એલાર્મ tone થી ઉઠ્યો ને મોબાઈલ પર એમ જ નજર નાખી તો બે મેસેજ. એક અનન્યાનો કન્ફરમેશનનો અને બીજો શિવાનીનો Whatsapp – સાચવીને જજે અને રહેજે !! 

 

બરાબર નવ વાગે સુગમ નીચે પહોચ્યો ને ગાડી લેવા આવી રહી હતી. નેચરલી શોફર ડ્રીવન હતી. પાછળની સીટ પર અનન્યા હતી. પ્રોટોકોલ પ્રમાણે સુગમ પણ એની બાજુમાં ગોઠવાયો. ને બંન્ને નિયત assignment પર ઉપડ્યા.. થોડેક આગળ ગયા અને હાઈ વે પર ચડ્યા.. સુગમથી એમ જ પુછાઈ ગયું “આપણે મુંબઈ – પુના એક્સપ્રેસ વે થી નથી જઈ રહ્યા ?” 

 

“ પુના કે પાસ હૈ એ સાઈટ but the route is different. વો રોડ સે નહી જા સકતે... We can see the site from that road. but can’t go. “

સુગમે સાંભળ્યું અને સાથે કૈંક રમવા લાગ્યું મનમાં. શું એ તો એ જ જાણે. 

 

**** ***** ******  

 

ગાડીમાં બેઠો ત્યારથી અનન્યા ને જોઈને મને એમ થઇ ગયું કે ‘વાઉ – આ પરણેલી અને એક છોકરાની મા હોય એવું આજે તો સાવ નથી લાગતું. જીન્સ અને ટોપ, ખુલ્લા વાળ.. કોઈ જ ખાસ મેક અપ નહિ.. રીઅલ બ્યુટી. એક પોટ્રેટ તો બનતા હૈ ! પછી, એ બોસ પણ છે એનું ભાન થતા વાતો એ વળગ્યા. આ હાઈ વે પણ સારો જ હતો અને આસપાસની નેચરલ બ્યુટી તો સતત ચાલુ. 

 

“અરે મેને સુના – તું paintings ભી કરતા હૈ !”

“હા વો મેરા પેશન હૈ.. જબ ભી કોઈ અચ્છા નઝારા દેખતા હું, યા ઝેહન મેં કુછ બસ જાતા હૈ તો બેઠ જાતા હું કેનવાસ લેકે... “:

 

“ બહોત અચ્છી બાત હૈ યે તો... મેરા પોટ્રેટ બનાયેગા ?”

 

“બીલીવ મી મેડમ ! આપને બોલા તો અબ બોલને કી હિમ્મત હો રહી હૈ.. મેને સુબહ દેખા તબ સે એ ખ્યાલ આ રહા હૈ “

 

“તો બોલ દેને કા. do it for me. હા લેકિન એક શર્ત હૈ”

“શર્ત - ?”

“yes. જબ હમ અકેલે હોં તો ડોન્ટ કોલ મી મેડમ – અનન્યા – just અનન્યા. you are my young freind“

“ઓહ.. ok. “ 

 

મને આવી વ્યક્તિ અને સંબંધ બહુ ગમે. જે સાવ નિખાલસ હોય અને દરેક શબ્દો કોઈ વજન કે વિશેષ અર્થ વગર બોલાતા હોય. 

 

અમે લગભગ બે – અઢી કલાકથી રોડ પર હતા. એક point પર ઉભા રહ્યા 

ચા –નાસ્તો કરી ને નીકળ્યા. અનન્યા એ કહ્યું કે એણે મોક્લેલ લોકેશન મારે પણ જોવું અને ડ્રાઈવરને સુચના આપી કે ગાડી નું GPS on કરે ને લોકેશન મેમરીમાંથી લોડ કરે. 

 

મેં લોકેશન GPS ને સોંપ્યું હજી ૪૫ કિલોમીટર અને એટલી જ મિનીટ થશે એમ કહ્યું ગુગલ દેવે. પણ, જેમ જેમ આસપાસના લોકેશન્સ દેખાતા હતા મને કૈંક બહુ પરિચિત નામ લાગતા હતા આસપાસના લેન્ડમાર્ક. હિન્દી ફિલ્મો યાદ આવી અચાનક – પુનર્જન્મ પર આધારિત. ક્યાંક મને પણ ત્યાં પહોંચીને આમ ભણકારા ન વાગવા માંડે કે કોઈ ખંડેર જેવું ઘર કે હવેલી... ઓહ માય ગોડ... શું વિચારું છું !! ? વધુ કરપ્ટ થાય એ પેલા મેં પાછું આજુબાજુ જોવાનું શરુ કર્યું.. કાર નું GPS સુચના આપી રહ્યું હતું કે turn right after five kilometeres. 

 

મેં તો જોવાનું બંધ જ કર્યું. અનન્યા પણ આજુબાજુ જોવામાં પડી હતી. લગભગ ૧૦ મિનીટ પછી take turn on next right એવી સુચના આવી. ડ્રાઈવરે એને ફોલો કર્યું. હવેનો રસ્તો સિંગલ ટ્રેક જેવો હતો ને થોડો હિલી પણ. ગાડી ધીમે ધીમે જઈ રહી હતી. હજી 10 કિલોમીટર બાકી હતા. કાર ની સ્પીડ ઓછી થઇ પણ લેન્ડસ્કેપ બમણા થતા ગયા.. મેં અને અનન્યા એક સાથે મોબાઈલ કેમેરા ને એક્ટીવ કર્યો. 

 

લગભગ ૨૫ મિનીટ આ ધીમી પણ મસ્ત સફર ચાલી. ને your destination on left – કાર ઉભી રહી. અમે નીચે ઉતર્યા. લગેજ હજી અંદર જ રાખેલો. 

 

આઈ થીંક ધેટ ગ્રીનીશ બિલ્ડીંગ ઈઝ સાઈટ. કલાયન્ટ આ રહા હૈ. લેટ અસ વેઇટ. મેં પણ ત્યાં સુધી આજુબાજુ નજર નાખી અને થોડે જ દુર... લગભગ 1 કિલોમીટર જમણી બાજુ... એક આલીશાન વિલા જોયો... આસપાસ બધું ખૂલ્લુ હોવાને લીધે આમ દુર હોવા છતાં સ્પષ્ટ દેખાતું હતું ને.. ને...આંખો પહોળી થઇ ગઈ... !!! આ તો આ તો.. એ જ !!! 

 

********* ******** 

 ok લેટ્સ ગો. સોરી, વિ કેપ્ટ યુ વેઈટીંગ. રાસ્તે મેં થોડા રુકના પડા. 

 

ઓહ ! ઇટ્સ ઓલરાઈટ. ઇતની અચ્છી જગહ પે વેઈટીંગ ફિલ નહી હોતી, લેટ્સ મુવ.. સુગમ ! સુગમ, ક્યા દેખ રહા હૈ, anything special ? ચલો – 

 

અરે હા ! સોરી સોરી ! મેં જરા હૈરાન રહ ગયા થા ! બાદ મેં બતાઉંગા ઇસકી વજહ.. પહેલે cllient ઔર સાઈટ ! આટલું કહીને અમે આગળ સાઈટ તરફ ગયા. અમારા કલાયન્ટ વાગલે બ્રધર્સ હતા. મૂળ પુનાના ત્યાં બીઝનેસ શરુ કર્યો ને હવે તો અનેક શહેરોમાં પ્રસાર છે. અહી એક મોટો બંગલો બનાવ્યો છે. એનું Interior, બહારના ઓપન એરિયાની સજાવટ, બાજુમાં જ ખાલી પ્લોટમાં નવા બંગલોની ડીઝાઇન. ઘણું જોવાનું સમજવાનું હતું. અમે ધીરે ધીરે ફરતા ફરતા, વાતો –ચર્ચા કરતા આગળ વધતા હતા. પણ, રહી રહી ને એ આલીશાન વિલા મગજમાંથી ખસતો નહોતો. બહુ તીવ્ર થાય એની છબી એટલે હું અટકતો. 

 

ચલો ચલો ! અબ બ્રેક્ લેતે હૈ. આઈ થીંક બહાર વો વેન આ ગઈ હૈ જિસમેં ખાના ભી આ ગયા હૈ.. લેટ્સ હેવ લંચ ! – અમોલ વાગલે. 

 

ઓહ ! યે ઈંતઝામ કબ કર લિયા.વેરી નાઈસ ઓફ યુ – અનન્યા 

 

મેડમ, ઇસ પહાડી મેં ખાના તો કૌન ખીલાયેગા અભી., આપ એક બાર ઇસ ઘર કો અચ્છી શોભા દે દો.. હમ યહા ખાના બનાયેંગે, અભી તો હમ પુના કી એક હોટેલ કો બોલ દિયે થે તો વહીં સે આયા હૈ લંચ. ચલો ન્યાય દેતે હૈ ઉસકો. – અભિજિત વાગલે 

 

યેસ થેન્ક્સ અ લોટ વાગલે સર. હમ પૂરે દિલ સે આપ કા ઘર સજાયેંગે. ચલો સુગમ.. ઔર રાઝ બતા હી દો, મેં નોટીસ કર રહી થી તુમ ખો જાતે થે કહીં. શિવાની કો લેકર યહીં આયે થે ક્યા ? 

 

ને પછી મારાથી પણ આ ખાસ વાત રોકાય એમ ન હતી. મને બીજી પણ એક શક્યતા દેખાયેલી કે આ વાગલે બ્રધર્સ ને કદાચ જાણ હોય, અહીં બંગલો છે તો. એટલે જે ઈમારત મારા મગજમાં ફરી રહી હતી એની વિષે જણાવવાનું શરુ કર્યુ. 

 

અહી ઉતર્યો ને તરત જ મને થોડે દુર જે વિલા દેખાયો, જુઓ કદાચ આ મોટી વિન્ડોમાંથી દેખાશે.. સામે.. જઓ... પેલો વિલા દેખાય છે.? એ.. એ વિલા.. બહુ રહસ્યમય છે. ‘મલ્લિકા મેન્શન’ નામ છે એનું. એમાં,એમાં બે સ્ત્રીઓ રહે છે – જોવા મળે છે – માત્ર રાત્રે – 

 

ક્યા બોલતા હૈ યે સબ ? કોઈ કહાની બતા રહા હૈ ક્યા ? – અનન્યા

 

અબ કહાની હૈ યા સચ યે તો પતા નહિ. લેકિન, જગા બહોત interesting હૈ. આપકો યાદ હૈ ના મેડમ મેં last સેટરડે બહાર ગયા થા. મેં ઉસ સાઈડ ગયા થા, મુંબઈ –પુના એકપ્રેસ વે પર. ઔર વહાં જાતે વક્ત શિવાની ને યે વિલા દેખા. she just mentioned that while we were having lunch in the restaurant in the resort. ઔર મેનેજર સબ સુન રહા થા. જૈસે હી શિવાનીને બોલા કી ‘વહાં જાના ચાહિયે કભી’ તો મેનેજર આ ગયા હમારે પાસ ઔર એસા બતાયા કી જાને કી બાત તો દુર, સોચના ભી મત ઉસ જગહ કે બારે મેં. યે બહોત અજીબ જગહ હૈ. પુરા દિન કુછ નહિ હોતા યહાં. રાત કો દો સ્ત્રી દિખતી હૈ. એક white dress મેં ઔર દુસરી red મેં. પુરા મકાન રોશન હોતા હૈ ઔર સુબહ સબ બંધ. !! 

 

વાઉ ! યે તો સહી મેં બહોત અજીબ હૈ. મેનેજર ને દેખા હૈ યે ? – અનન્યા 

 

નહીં, ઉસને ભી કુછ ગાંવ વાલોં સે સુના હોગા.. ! અરે હાં, વાગલે સર આપકો કુછ માલુમ હૈ...યે મલ્લિકા મેન્શન કે બારે મેં ?

 

નહીં યાર, યે તો હમારે લિયે ભી નયી બાત હી હૈ. યે જગહ દેખી કઇ બાર જબ હમારા બંગલો બન રહા થા. લેકિન story પહેલી બાર સુની – અમોલ 

 

હવે વાત વધારે ઘેરી બની મારામાં ને બીજા લોકોમાં ફેલાણી. જો કે, લંચ પતાવી થોડો આરામ કરી અમે કામે લાગ્યા. ફેર એટલો પડ્યો હવે મારી જ નહિ બીજા ત્રણ જણાની જીજ્ઞાસા, ઉત્કંઠા, શંકાનું કેન્દ્ર બન્યું મલ્લિકા મેન્શન. અભિજિત વાગલે તો બહાર વોચમેનને પૂછી પણ આવ્યો. એણે પણ રહસ્યનું અનુમોદન કર્યું ને દુર રહેવા જણાવ્યું. 

 

આમ ને આમ સાંજ પડી. સુર્યાસ્ત થયો. અમારું કામ પતવાને હજી વાર હતી. રૂબરૂ મળવાનું બહુ થવાનું ન હતું અને પ્રોજેક્ટ્સ બન્ને મોટા હતા એટલે દરેક વાત પર ચીવટથી કામ થતું હતું. 

 

સહેજ અંધારું થયું, બધાની નજર અનાયાસ મલ્લિકા મેન્શન પર પડી.,.. ને વધુ એક આશ્ચર્ય ! મલ્લિકા મેન્શન એકાએક રોશનીથી ઝળહળી ઉઠ્યું,.. અમારી સહુની આંખમાં એના અલગ અલગ પ્રતિબિંબ દેખાયા.