The door is locked - 6 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 6

Featured Books
Categories
Share

બારણે અટકેલ ટેરવાં - 6

|પ્રકરણ – 6 |

તો આ રીતે હું સુગમ મુબઈમાં આવ્યો. થોડો સેટલ થયો ને શિવાની સાથે.. પરિચય અને મુલાકાત ને થોડો સમય થયો. આજે પહેલીવાર લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ. અમે વિચારોથી અને શોખથી નજીક આવ્યા. બન્નેને એકબીજાને મળવું ગમવા લાગ્યું છે. પણ, ક્યારેક આવો સાવ નિખાલસ સંબન્ધ...નક્કી ન ક્રરવા દે કે ખરેખર કોઈ ખાસ ફીલિંગ્સ છે કે પછી. ઈમોશનલી કનેક્ટ થયા છીએ કે હજી એ તબક્કો નથી આવ્યો.. ખબર નહિ પણ એક વસ્તુ ચોક્કસ છે કે એકબીજાની કમ્પની ગમે છે,. તો મળવાની તાલાવેલી ય ખરી – જો આ રીંગ વાગી – રાહ જોવાય છે ખરી. 

 

આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધા રે ! 

 

હલ્લો ! ડીઅર બસ આ ગાડીમાં બેઠો – સેલ માર્યો અને ફોન મુક એટલે હું માઝા મુકું ને ફટાફટ આવી જાઉં. 

 

.... .... ઓહ ! બહુ જલ્દી પહોચી ગયો ને તું. ચલાવી કે ઉડાવી ! ?

 

અરે ! ટ્રાફિક સાવ જ નહિ કારણ છે હજી વહેલી સવાર.. ને એમાં થઇ મીલનની ધખના સવાર !

 

રોમાન્સના ઇન્જેક્શન લઇ ને આવ્યો છે કે શું ! પણ હા, સાચું કહું તો મને ય થોડી ઉત્કંઠા તો રહી આખી રાત – કે કેવી હશે આપણી આ સફર……

 

સફર – થાય સફળ – જો હોય મસ્ત હમસફર – નહિ તો કરવું પડે બહુ સફર.

 

હમસફર હમારા તો ચાર્મિંગ હૈ, ઔર હમ તો ખુદ હી એક ચાર્મ હૈ. 

 

સહી મેં તુમ એક ચાર્મ હો, ખુબસુરતી કા ફાર્મ હો.

 

**** **** **** ****  

 

તો આ રીતે આ ચાર્મિંગ કપલ પોતાની પહેલી ડેઈટ પર નીકળ્યું. જગ્યા પણ સરસ પસંદ કરી છે. મુંબઈ – પુના હાઈ વે પર. આમ તો એ હાઈ વે નો પણ ક્રેઝ છે લોકો ને. બહુ જ મહેનત અને એન્જીનીયર્સ અને પ્લાનર્સની આગવી કુશળતા સમાયેલી છે એના બનવામાં. બાકી ઘાટીઓમાંથી રસ્તા કાઢવા અને એ પણ ફોર લેન, વચ્ચે આવતી ટનલ્સ. એનો તો નજારો જ અલગ. સમાન્ય રીતે ટનલ એટલે અંધારું, પણ આ ટનલ્સમાં ફૂલ લાઈટ્સ છે.... સુગમ શિવાની પણ જાણે રોમાન્સના ફોર લેન હાઈ વે પર છે.... ક્યારેક સ્પીડ લેનમાં જાય એમનો પ્રેમ તો ક્યારેક મંદ ગતી – એટલે કે સહેલાવવા માટે, એને અનુકુળ લેનમાં જતા રહે. એકબીજાને આસપાસની પહાડી અને ખીણો દેખાડે.,.. ને વાઉ આ ટનલમાંથી પસાર થાય ત્યારની થ્રિલ – એમના જ શબ્દોમાં સાંભળીએ.

 

**** **** **** **** 

 

 

‘આ તે કેવા બોગદા બનાવ્યા છે ?!’ – સુગમ

 

‘ગુજરાતી બોલવું સારું છે, પણ આવો બોગદા જેવો જાડો શબ્દ તો ના જ બોલ તું. અને હા,આવી સરસ ટનલમાં આપને શું ખામી દેખાઈ ? કટિંગ કે શેપીન્ગમાં કોઈ ભૂલ છે ? ડીઝાઇન બરાબર નથી ? 

 

અરે એક મિનીટ ! સામાન્ય રીતે બોગ – ટનલ – ટ.. ન.. લ એટલે ‘પીચ ડાર્ક’ – સઘન અંધારું હોય. એમાંથી પસાર થાવ એટલે ચીસો પાડવાની હોય...ને એની મજ્જા હોય – જે આમાં નથી. ટનલ વીથ ફૂલ લાઈટ્સ. 

 

વાત સાચી = હજી રેલ્વે ટ્રેકસ પર એ મજ્જા છે જ પણ, યુ નો આ જરા મોડર્ન અને મોડેલ રોડ છે – એટલે ટ્રેડીશનલ ને બદલે ટ્રેન્ડી કર્યું છે, 

 

ઓકી ડોકી. અહ્હાં ! કેટલું પિક્ચરસ છે. !! 

ક્યા જુએ છે.. મહાશય,.આપની સામે જે આ ગોળ વ્હીલ જેવું છે એ ગાડીનું સ્ટિઅરીંગ છે. 

 

ઓહ હા નહી ! મહોતરમા પહેલી વાત કે ડ્રાઈવિંગ ઘણા વખતથી કરું છું. સાવ સિંગલ ટ્રેકસ પર પણ ચલાવી છે કાર. અને ખાસ અગત્યનું કે આ રસ્તે સામેથી આવનારનું ધ્યાન નથી રાખવાનું. આપણી લેન સંભાળવાની છે. એટલે.. થોડુક આજુબાજુ જોઈ લેવામાં વાંધો નહિ.. સાવ બાજુમાં નજરો ફેરવવાની ને આજુબાજુમાં નજારો જોવાનો.

 

નજરો તો બરાબર – નજારો શું છે ?

જો.. સામે લીલ્લાછ્મ પહાડોની અદભૂત રેંજ છે.. નીચે ખીણ છે.. ને જો સામે પેલી કન્યા ઘેટા બકરા લઈને જઈ રહી છે. 

 

છેવટે કન્યા તો આવે જ. એની વે પણ યેસ... અમેઝિંગ છે. 

 

થોડીક મારી બાજુ સરકીને જો –

- હમમમ ! વાઉ.. બ્યુટી લુક્સ મોર બ્યુટીફૂલ. 

- સેમ હિઅર. તારી ઝુલ્ફ ઉડીને મારી ગરદન પર ને ગાલ પર. ને આ કશુક આહ્લાદક સ્પર્શે છે મારા ખભાને – 

- રીઅલ ચાર્મ. પહેલીવાર કોઈની આટલી નજીક સરકી છું. સ્નેહની સુગંધ છે કે સ્પર્શની મહેક !!

- જયારે કોઈ વાત વ્હીસ્પરીંગ બને,... ત્યારે કાન પણ હ્રદયની જેમ ધબકે છે. અને યેસ્સ આ હોઠ – કેમ સરકી પાછી એ બાજુ

 

સરકવા સુધી બરાબર છે. લપસવા આવીએ એ પહેલા સંભાળી લેવું. 

અને હા આપણે અહી પનવેલ ના આઇકોનિક પાવ વડા ખાવા ઉભા રહેવું છે, ભૂખ લાગી છે.

 

ઓહ સ્યોર. મને પણ કોઈએ કહ્યું હતું કે આ જગ્યાએ પાવ વડા ખાવા જ, લો ૫૦૦ મીટર જ દુર છે, GPS પ્રમાણે. 

 

**** **** **** **** 

 

હા GPS તો એવું જ કહે છે. કેવું અજીબ છે આ બધું. એક તરફ સમગ્ર જીવન અનિશ્ચીતતા અને અનેક સંભાવનાની વચ્ચે ચાલે છે, ડેસ્ટીન નક્કી છે પણ ક્યાં અને ક્યારે એનો કોઈ તાગ નથી અને આમ આપણે ક્યાંક પહોચવા માટે આવા સાવ ભૌતિક સાધન પર આધાર રાખીએ છીએ. અલબત્ત એ મોટે ભાગે સચોટ હોય છે. તમને યોગ્ય જગ્યાએ પહોચાડે એ. બહુ રસપ્રદ છે આ ટેકનોલોજી. આમ જોવા જાવ તો સાવ અજાણી વ્યક્તિ ના માર્ગદર્શન પર આપણે ચાલવાનું, હવે આગળ 200 મિટર થી left પછી સીધા જઈ 200 મિટર થી રાઈટ... અવાજ અજાણ્યો પણ અંદરથી આવે છે, કદાચ એટલે ફોલો કરીએ છીએ. 

 

યેસ, હવે થોડી મને ફોલો કરો. હું શિવાની, હવેનો દોર સંભાળીશ. બહુ બોર નહી કરું. જે ઝડપે આ સુપર એક્સપ્રેસ હાઈ વે પર ઝુઉબ્બ્બ ! ઝૂઉબબ્બ ! કરતી કાર્સ પસાર થાય છે કૈંક એ જ ઝડપે અમારો આ સંબન્ધ શરુ થયો અને આગળ વધે છે. અનિશ્ચિતતા અને સંભાવનાની વાત કરતા હતા આપણે, ક્યાં હું મુબઈમાં જન્મીને ઉછરેલી શિવાની ને ક્યાં આ આટલે દુરથી અલગ અલગ પડાવ પસાર કરીને આવેલો સુગમ. અમારું ભેગા થવું એ બહુ મોટો કો-ઇન્સીડંસ. પણ, એ એક ચિત્ર કરી રહ્યો હતો નો કોઈ અગમ લસરકે અમારી નજર મળી, ને બસ જેમ એક લસરકો ચિત્રને અનેક સંભાવનાઓ અને અર્થોમાં લઇ જઈ શકે એમ જ અમારામાં કશુક દોરાવાનું શરુ થયું અને હવે એક સ્નેહના રંગો પુરતું પુરતું આગળ વધે છે... 

... અમે નીકળી પડ્યા છીએ.. આમ જોઈએ તો કોઈ નામ આપી શકાય એવો સંબન્ધ તો નથી તો ય – બસ પલકાર,ધબકારના વિશ્વાસે ચાલી રહયા છીએ. પનવેલમાં પાવ વડાની લિજ્જત લઇ, ત્યાં અસંખ્ય ફોટોસ લઇ આગળ વધ્યા. જે જગ્યાએ જવાનું હતું એ જગ્યા હજી ૪૦-૪૫ કિમી દુર હતી. નિસર્ગની મોહક ચાદર અનેક ડીઝાઇનમાં જોવા મળતી હતી. ઓહ્હ આ દુર ટેકરી પર આલીશાન બંગલો છે. full size glass છે ચારે બાજુ. કોઈ રહેતું હશે અહી ?.... .

 

... ટેકરીઓ, પહાડો પરથી ઉતરતી પગદંડીઓ, ઝરણાઓ, ખીણ,.. ઓં વધુ એક ટનલ... ને આ ડાબી બાજુની એક્ઝીટ પર રિસોર્ટ. અમે પહોચી ગયા. 

 

.... કારમાંથી ઉતરીને સુગમ ગાડી પાર્ક કરીને આવે ત્યાં સુધી એક નજર મારી રિસોર્ટ પર. બહુ વિશાળ જગ્યામાં પથરાયેલ પણ બહારથી સહેજપણ આમ લક્ઝુરીયસ ના લાગે એવી જગ્યા, સાવ છુટા છવાયા ઝૂંપડી આકારના જ નહિ પણ બનાવટમાં ય એવા જ કોટેજીઝ. ટીપીકલ મહારાષ્ટ્રીયન પોશાકમાં ફરતા સ્ટાફ મેમ્બર્સ. ઓહ્હ આ થોડી ઉપરની બાજુએ તળાવ જેવું કર્યું છે. એમાં હોડીઓ છે. અરે વાહ ! નેતર અને ઘાસના પુળા, વાંસથી બનેલી આ રેસ્ટોરાં. એકદમ નેચરલ જગ્યા પસંદ કરી છે આ સુગમે.