The door slammed shut - 5 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 5

Featured Books
Categories
Share

બારણે અટકેલ ટેરવાં - 5

| પ્રકરણ – 5 |

 

બદલેલા stance થી નવેસરથી વાત શરુ કરી. 

 

તો શિવાની... અહીં મુંબઈ ના જ કે પછી સફર ખેડી ને મારી જેમ અહીં થયા સ્થિર 

 

ના મુંબઈ માં જન્મ - સ્ટડી અને કામ બધૂ  જ અહીં.. પેરેન્ટ્સ નું રહેવાનું પહેલા ગુજરાતમાં હતું  પછી એ લોકો અહીં આવ્યા પપ્પાની આઈ,ટી. કમ્પની છે. ડોમેસ્ટિક અને ઓફ શોર પ્રોજેક્ટ્સ લે છે. એક પાર્ટનર / ડાયરેકટર યુ.એસ. ઓફીસ માં છે. સો.. હું ફુલ્લી મુંબઈ ગરી છું.. પણ કાંઈક ખાસ કારણસર મને ગુજરાતી ગમે 

 

એટલે ભાષા જ કે માણસ પણ - સુગમ પ્રશ્નવત કૂદ્યો 

 

ભાષા તો ખરી જ... માણસ એના વ્યાકરણ પ્રમાણે 

 

વાહ - ઠીક ઠીક સાચવી છે ભાષા ને - બાકી અહીં તો ગુજરાતી - હિન્દી -  ઈંગ્લીશ નું મિક્સ ચવાણું બોલાય છે 

 

સાચી વાત છે. મારુ પણ એવું થાત પણ મેં વાંચવાનું ડેવલપ કર્યું ને એમાંથી ઘણું શીખવાનું મળ્યું...ભાષા જળવાઈ... ભાષાઓ વચ્ચે નું Balance પણ.

 

- અચ્છા, તો મારુ વ્યાકરણ નું રિઝલ્ટ શું આવ્યું ?

- અ મમ... નામ પ્રમાણે જ સુગમ છે - શિવાની હસી પડી. 

 

“થાય ટાણું કળીઓને મહેક જ્ડવાનું 

ત્યારે ઉજવે એ પર્વ હસી પડવા નું “

 

અરે વાહ ! કવિતાઓ સરી પડે આમ – સાહિત્યમાં ય રસ ધરાવો એમને ? લખો ખરા કવિતા ?

 

દોરું.. શબ્દોની પંક્તિઓ જે કહે એવું જ કૈંક.. કેનવાસ પર લાઈન્સ ખેંચીને અભિવ્યક્ત કરું. 

 

આ જ કામ કે પછી ? 

 

અરે હજી આ શોખ તરીકે જ પોષવો છે. વ્યવસાયે એક ડીઝાઇન કમ્પનીમાં કામ કરું છું. આર્કીટેક્ચર ભણ્યો. 

 

આ બહુ સરસ વ્યવસાય અને શોખ બન્નેમાં drawing કોમન. 

હા ઓફીસમાં drawing કરું ને draw ય કરું !

 

બન્ને એક જ ને. 

 

કમ્પ્યુટર પર જે drawing કરું.. એને કારણે Salary draw કરું. 

 

યુ કેન પન વેલ !

ઇવન – ઓન વરલી સી ફેઈસ – પનવેલ. 

 

**** **** **** ***

 

ને આ રીતે ઉછળતા મોજાઓ ની સાખે શરૂ થયેલું સખ્ય આગળ વધ્યું બન્ને જણા મૂળ કલાભિમુખ હોવાને કારણે. એની આનંદમયતા અપાર હતી 

સુગમ જે સહજતા થી કેનવાસ પર પીંછી ફેરવતો એ જ સહજતાથી શિવાની ના ઝુલ્ફને સંવારી લેતો.... તો શિવાની પોતાના શબ્દરંગથી સુગમના વ્યક્તિત્વ ને ઉપસાવતી.. અરસ - પરસ વ્યક્તિત્વ સ્વીકાર થઇ ગયો.... . મળવાનું વધતું ચાલ્યું  પહેલા જે વીક એન્ડ માં જ મળતા  એ હવે વીક  એન્ડ થવા દેતા ન હતા. અને ન મળાયું હોય ત્યારે " આ એક બીજા વગર ગમતું  નથી !!! " એવો ભાવ જાગતો મનમાં બન્ને ના - ને તરત મળતા।.. સમય સીમા વેધી ને પણ।.. મળી લેતા... તો આવો સુગમ – શિવાનીની મુલાકાતો નું લાઇવ સ્ટ્રીમીંગ જોઇએ. સુગમ એની ઓફિસમાં છે. શુક્રવારની સાંજ છે. ફોન રણકે છે. 

 

**** **** **** **** 

 

હાઈ ! ચાર વાગ્યાથી રીંગ સેરેમની ચાલે છે આપણી વચ્ચે. તું કરે તો હું ક્યાંક રોકાયેલો.. ને મારા ફોન વખતે તું ક્યાંક ભરાયેલી હોઈશ.

 

સાવ એવું જ થયું. મળવાનું નક્કી કરવા વાઈબ્રેટ તો બહુ થયા.. પણ સાઈલેંટ રહેવું પડ્યું. બોલ શું કરવું છે વિકેન્ડમાં.

 

એ નક્કી કરવા આજ સાંજે મળીએ સાડા છ ના સુમારે. ફેવરીટ કામથમાં. ઈડલી –વડા ને વાતો ના વડા – આવી રહેજે સ્વીટી ! 

 

- ઓહ બોય ! મુંબઈ આયા ઔર ડેટિંગ શુરુ ! – 

અરે નો નો – યેસ મેડમ ! આપને કેસે ! મતલબ આપકો કેસે ?

અબ ! ઇસ ઉમ્રમેં તુમ કિસ કો સ્વીટી કહોગે ઓર શામ કો બુલાઓગે !? – 

 

હા ! સહી અંદાઝ લગાયા ! યે બસ અભીતો ફ્રેન્ડશીપ હે ! 

 

ઐસા હી હોતા હૈ ! વૈસે ભી તુમ ગુજરાતી ઇસ મામલે મેં માહિર હો ! મીઠા ખાતે હો ! મીઠા બોલતે હો ! કામ બન જાતા હૈ

 

બુરા મત લગાના, આપ તો મીઠા ન ખાતે હુએ ભી કિતની સ્વીટ હૈ ! 

 

ઓહહ ! થેન્ક્સ ફોર ધેટ ! બોસ કો ભી પટાને કા ઈરાદા હૈ – i also love you. but ક્યાં કરું અબ તો ક્મીટેડ હું આલોક કે સાથ, અગલે જનમ મેં શાયદ મિલેંગે. ફિલહાલ દોસ્ત કે લિયે નીકલો. 

 

થેન્ક્સ. દિલ મેં ઇક લહેર સી ઉઠી હૈ અભી, 

કોઈ તાઝા હવા ચલી હૈ અભી... ચલતા હું લહર કો પકડને. બાય.

 

**** **** **** **** **** **** ***** 

 

 

એક ઈડલી. એક વડા. દો કોફી, આરામ સે. 

 

હવે એને આરામ સે એવું કહેવાની શું જરૂર. આપણે ઉતાવળ નથી. પણ એણે આ ટેબલ આપણને લીઝ પર નથી આપ્યું.

 

 હા. પણ તો ય એ ફૂટાડે નહિ ત્યાં સુધી બેસીશું. વિકેન્ડ plan છે બનતા વાર તો લાગે ને. 

 

એટલે જનાબ એવી કોઈ મોટી સ્વપ્નસૃષ્ટિમાં મ્હાલતા નહી હો. આપણે લીમીટ માં – એટલે BMC ની લીમીટમાં રહેવાનું. 

 

ઓહ રીઅલી !.. વિચાર તો મેં ગોવાનો કરી રાખેલો. પણ એની વે, બે ડગલા હું પાછો આવું – બે ડગલા તું આગળ આવ. એટલે આપણે ક્યાંક ભેટી પડીશું. !!

 

ભેટી પડીએ નહી – ભેટો થઇ જશે એમ કહેવાનું. 

 

હા એટલે એમ જ. બહુ શબ્દસ: ના લઇ લેવું. તો જગ્યા છે મુબઈ – પુના હાઈ વે પર ખપોલીથી થોડે આગળ. 

 

વેલ. કાલ સવારે વહેલા નીકળીશું. સાંજ સુધીમાં બેક. 

 

નાઈટ સ્ટે ની વ્યવસ્થા છે ત્યાં. 

 

ત્યાં હશે મારામાં એ વ્યવસ્થા નથી. 

 

જેસી આપકી મરજી. તો નક્કી. કાલે સવારે તને તું કહે ત્યાંથી પીક અપ કરી લઈશ. 

 

અરે હા ! કેવી રીતે જઈશું ? પીક અપ કરી લઈશ એટલે ?

 

શિવાની જી ! આ સુગમબાબા મુંબઈમાં આવ્યા પછી સાવ કામ ટુ કામ નથી રહ્યા. થોડા નેટવર્ક હમારા ભી હૈ. છે એક મિત્ર, ‘કલર ફીલર્સ’ નામનું એક નાનકડું ગૃપ છે. એમાં મળીએ અમે ક્યારેક. એની એક ગાડી સ્પેર છે. માલેતુજાર ફેમીલીથી છે પણ ડાઉન ટુ અર્થ. એ આપશે કાર. 

 

સો નાઈસ of હિમ અને યુ એઝ વેલ. સરખું ચાલવતા આવડે છે કે અઠ્ઠે – ગઠ્ઠે ? 

 

 અરે લાઇસન્સ છે એનું પણ. જો જે તો ખરી જેમ કેનવાસ પર હાથ સરકે એમ જ સરકશે – 

 

હાથ સ્રરકાવવા કેનવાસ ઉત્તમ રહેશે. બીજે કૌશલ્ય ના અજમાવવું. 

 

અરે ! વાક્ય પૂરું તો થવા દે. જેમ કેનવાસ પર હાથ સરકે એમ કાર સરકશે હાઈ વે પર. સ્મુધલી. એવું કહેતો હતો. તારા મનમાં બીજું કૈંક હોય તો હું શું કરું ! 

 

બસ હવે અહી અટકીએ ! આ ભાઈ બીલ ક્યારના મૂકી ગયા છે. 

 

ઓહ ! માય ફ્રેન્ડ કમ હિઅર અને લો. કીપ ધ ચેન્જ,.,.. 

 

**** **** **** 

 

અરે સુગમ ! આજ તો રજા છે તારે અત્યારમાં કેમ ઉઠીને ડીસ્ટર્બ કરે છે – એક ફ્લેટમાં રહીએ એટલે થોડા નિયમો પાળો. 

 

સોરી ! સોરી ! દાદા – પણ ઓફીસમાં રજા છે. પણ આજની ખાસ મજા છે. જાઉં છું – ડેટ પર.

 

ઓહ્હો ! હું પાંચ વર્ષથી અહી છું – હજી કશું ગોઠવી નથી શક્યો – તું જબરો ભાઈ !

 

તમે આંખ કાન જ ખુલા રાખ્યા છે, થોડા ધબકાર પણ ખુલ્લા મુકો – તો બીજે ક્યાંક સંભળાય ને !

 

થેંક યુ ! માસ્ટર જી ! હવે તમે ઉપડો એટલે હું પાછો આંખ કાન બંધ કરી આરામ ફરમાવીશ. 

 

ઓકે. બાય.. લેટ નાઈટ મળીશું.