The door slammed shut - 4 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 4

Featured Books
Categories
Share

બારણે અટકેલ ટેરવાં - 4

| પ્રકરણ – 4 |

 

સરરરર.. ! વધુ એક ઉડાન, સમુદ્ર નું ઊંડાણ...અહી મળે છે સફળતાની તક અફાટ... અને વાગી શકે અણધારી થપાટ.. બંને માટેની પૂર્વતૈયારી અશક્ય પણ પૂરી તૈયારી સાથે.. નીકળી પડ્યો. 

 

 **** **** ****

 

સુગમ. આપણો સુગમ, નાયક છે કથાનો. એની સફર. આપણે નીકળ્યા છીએ એ જાણવા કે એણે ક્યા ક્યા પડાવ પસાર કર્યા. લગભગ અરબી સમુદ્રના એક છેડેથી નીકળ્યો ને આ છેડે પહોંચ્યો સીધો મુંબઈ. એના પડાવ દરમિયાનના અનુભવો,અનુભૂતિ વગેરેની વાત કરી એણે પોતાની ઢબે.

 

થોડા અંતરાલે એ પોતાના ગામ, કુટુંબ, ભેરુઓને મળવા જતો, એની વાત એ કદાચ કરશે. એને યાદોમાં સરકવું અને લપસવું ગમે. એટલે મૂડ બનશે ત્યારે એ મોડ પર લઇ જશે. 

 

 હાલ તુરત તો એના મુંબઈ પહોચ્યાનુ, Workplace અને રહેવાની જગ્યા વગેરેની વાત કરીએ. કામ મળ્યું એક રેપ્યુટેડ ડીઝાઇન ફર્મમાં. રહેવાનું એક દુરના સગાના ફ્લેટમા ગોઠવાયું. સાથે એનાથી બે-ત્રણ વર્ષ સીનીયર એવા કઝીન રહે. એ બાબતના સુગમ નસીબદાર રહ્યો, બાકી આ મોહમયી નગરીમાં ઓરડી, ચાલી, ખોલી કે ઇવન ફૂટપાથ પણ દુષ્કર. હા, 8:10 ની ચર્ચગેટ ફાસ્ટ, અનિવાર્ય. એમાં કોઈ રાહત નહોતી. 

- તો ચાલો સુગમ એના કિચનમાં બને એટલી ઝડપથી ધસ્યો, ફટાફટ કૈંક બનાવ્યું ને ટીફીન ભરીને લગભગ ભાગ્યો દાદરે. 

**** **** **** **** **** **** **** ***** 

 

સુગમ ચાય ? – કઝિને બુમ નાખી 

સ્ટેશન પર. બાય. 

 

આ શહેરમાં બીજું બધું ઠીક છે, આ ઘડિયાળના કાંટા, ચુભે છે. પણ અત્યારે કોઈ વિકલ્પ નથી આ જાતને ફંગોળ્યા વગર. માત્ર એક મોટીવેશન ગોતવાનું હતું આ કરવા માટે. ટ્રેન આવે એ પહેલા પ્લેટફોર્મ પર નજર દોડાવી. બધા જ મારી જેમ હતા પણ થોડા રીલેક્સ લગતા હતા. ટેવ હશે કે મોનોટોની એ જજ કરવું મુશ્કેલ હતું. ટી સ્ટોલ પરથી ફટાફટ ચા લીધી. ને પીધી નહિ ગટગટાવી. એક ઘૂંટડે. ટ્રેન આવી. રોજની જેમ. માણસો ચડે ને ઉતરે નહિ. ઠલવાય ને ભરાય. મીકેનીકલ હતું કે સિસ્ટમેટીક એનો તાગ મેળવતો હતો. અહી ઘણી કેટેગરીના લોકો હતા. ઘણા વખતથી રોજ જનારા, મારી જેવા નવા-સવા, કેટલાક છૂટક, અને વૈવિધ્યસભર હોકર્સ. આહ્હા. આપણને જ્ઞાન થાય અને માન થાય એવી નેશનલ અને ઇન્ટરનેશનલ વસ્તુઓ આ ‘લોકલ’ માર્કેટમા વેચાવા આવે. વિન્ડો સીટ એક લકઝરી જાણે. 

 

ભીડુ, ચર્ચગેટ લેફ્ટ સાઈડ આયેગા. મારી નિરીક્ષણ-યાત્રા સાથે જોડાયેલી વિચારયાત્રા પર એક બ્રેક લાગી. આ ભીડુની મારી વિશેની માહિતી ને ક્યા ભાવથી લેવી એ બાબતે ગૂંચવાતો, થેંક યુ કહીને ઉતર્યો.

 

ચર્ચગેટ. ઘણાબધા લોકોનું વર્ક હબ. સ્ટેશનમાંથી બહાર નીકળો એટલે – કેબ કતાર જોવા મળે. ચાર ચાર ના ગ્રુપમાં લોકો ગોઠવાતા જાય ને એક પછી એક કેબ સરકવા લાગે. પહેલા થોડા દિવસો તો એમ લાગ્યું કે આ બધાને ગાડી લેવા આવતી હશે,.... કોઈ કંઇ સુચના જ ન આપે ડ્રાઈવરને છતાંય એ લોકો યોગ્ય જગ્યાએ હંકારી કેમ જતા હશે. ? - પછી જાતને જોડી ત્યારે વધુ એક જ્ઞાન થયું કે નરીમાન પોઈન્ટ. એ જ બધાનો છેલ્લો પોઈન્ટ છે વર્ક સાઈટ રીચીંગનો. 

 

હું પણ રીચેલો આવી રીતે ઓફીસમાં. 2202. ઓફીસ નમ્બર. એટલે કે 22 માં માળે ઓફીસ. હા – ઓફીસની આદમકદની ગ્લાસ વિન્ડો નો પડદો સહેજ સરકે – ને અહ્હાં અફાટ દરિયો ને દરેક દિશા, દરેક ખૂણો ફેસીનેટિંગ લાગે – સ્કાય સ્ક્રેપર્સ – દરિયા પછીતનો પ્રદેશ. સાવ ઝીણા દેખાતા રંગબેરંગી માણસો. અમેઝિંગ. ટૂંકમાં આટલે ઉંચેથી ગ્રાઉન્ડ રીઆલીટી પર હાઈ ફેન્ટસી હાવી થઇ જાય. 

 

“કમ બેક ટુ સ્ક્રીન ડીઅર ચેપ. – “

 આ રણકતો અવાજ. મસ્ત પરફ્યુમ ની લહેર – મારા કાન અને નાક ઓફિસમાં પાછા આવી ગયા. ને આંખ માંડી મીસીસ અનન્યા પાલેકર પર, હા એ છે અમારી બોસ. આ ડીઝાઇન કમ્પની એમણે લગભગ 5 વર્ષ પહેલા જ કરેલી. મી. આલોક પાલેકર – એમના હસબંડ. મુંબઈના આગળ પડતા બિલ્ડર. એમની ઓફીસ આજ બિલ્ડીંગમાં 25માં માળે હતી. 

 

આંખથી હસીને. યેસ મેમ કહી ને કામે લાગ્યો. ઓફીસ સ્પેસ મોટી પણ કામ કરનારા અમે બધું મળીને 25 જણા. આર્કિટેક્ટની જ કમ્પની હતી તે અમારા બધાના ડેસ્ક બહુ જ અલગ અલગ ડીઝાઇનના હતા. ઓફીસમાં એન્ટર થાઓ અને એક પેનોરમા વ્યુ લો તો જાણે એક આર્ટ ડીરેક્શન થી બનેલો સેટ હોય એવી અનુભૂતિ થાય. ટૂંકમાં ચીલાચાલુ સેટઅપ નહિ જ. 

 

“ડોન્ટ સર્વ હિઅર. ફિલ લાઈક ડિવાઈન પ્લેસ.. – કામ કરના ભી એક સ્પીરીચ્યુઆલીટી હૈ. – આ વાક્ય મને ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થયા પછી અનન્યા એ કહેલું.

 

ને આ રીત ચાલી મારી કર્મ યાત્રા. સાંજે ઓફીસથી નીચે ઉતરીને ક્યારેક ચાલીને સ્ટેશન જતો. વચ્ચે બધું નજારાથી ખચિત. ફેશન સ્ટ્રીટ. એ નકશીદાર ગેટ્સ – સળંગ અવનવી દુકાનો. નાની મોટી ફૂડ ચેન્સ. કપડાની લેટેસ્ટ ફેશનની આ ગંગોત્રી છે જાણે. એમાંથી બહાર આવો (આવી શકો તો) એટલે બીજી બાજુ.. વાહ તાજ ! સ્ટાર હોટેલ્સ ની ભારતની ઓળખાણ, ને – ભારતમાં આવવાનો દરવાજો – યેસ્સ Gateway of India. – સાઈમન ગો બેક – ઈતિહાસનો પાઠ યાસ્દ આવ્યો. ગાંધીની હાકલ ને લાલા લજપતરાયને પડેલ લાઠીમાર. ભાન થયું કે આપણે જે મનોહર લહેર માણી શકીએ છીએ એ આ બધાની ભેટ છે. બાકી અંગ્રેજો તો શ્વાસ પણ એમનું ચાલે તો પોતાની મરજીથી લેવડાવે એવી ગુલામી ઇચ્છતા. 

 

ને આખરે હું જોતો અફાટ દરિયાને. અરબી સમુદ્રના સૌન્દર્યને. એની પર આથમતા સૂર્યની ગરિમાને. પાનીએ અડતી મોજાની લહેર, છેક આંખ સુધી પી જતો. નક્કી કર્યું કે હવે નવા કેનવાસ ને રંગ લેવા જ રહ્યા. 

 

**** **** ****  

 

અરે ! આ સુગમ હજી દરિયે જ ઉભો છે ! એણે નક્કી કરેલું કે સવારે ભલે ઘડિયાળના કાંટે ચાલીએ – ક્યારેક સાંજે તો મખમલી રેત પર જ ચાલશું. ને આ રીતે મુંબઈના મોહમાં આગળ વધ્યો. નસીબજોગે કામ, કામ કરવાની જગ્યા અને બોસ બધા જ અનુકુલનના હિમાયતી હોવાથી અને મુંબઈને મનથી માણવાની તૈયારી હોવાથી એને આ શહેર હાડમારી કે દોડધામ વાળુ નથી લાગતું હજી. ને પછો શોખે ચિત્રકાર.. તે રંગ સૃષ્ટિ માં જીવ્યા કરે.. ચિતરે ક્યારેક મનભાવન સ્નેપ....  તો કયારેક કોઈનો સ્કેચ - પોટ્રેટ... કહો કે રંગીલો માણસ.... એટલે પછી રંગદર્શી તો હોવાનો જ.. તો એવી જ એક રંગદર્શિતાપણાની સફરમાં મળી એને શિવાની... સુગમજી એ ટાણે વરલીના દરિયે એક જગ્યા ગોતી ત્યાં બેઠા દરિયાના મોજાની વેરાયટીઝ  ચીતરતા હતા.... એવા જ એક ઉછળતા મોજાને આંખમાં ઝીલી.. પીંછી ઉપાડે એ પહેલા, કોઈક ઝબકયું, સહેજ ઝાંખું અને પછી સ્પષ્ટ. ઝબકાર તીવ્ર હતો પણ, સંગીતના D શાર્પ જેવો, તીણો અને મધૂર. કોણ હતું એ ? - શિવાની. સુગમ – જો નાયક તો આ નાયિકા ? એ જ કહેશે, પહેલા પૂછશે. 

 

પહેલા સ્વગત : ઓહો સો બ્યુટી ફૂલ.. ગોર્જીયસ.. પછી કહ્યું હેલો સુગમ નામ મારુ।.નામ એવા ગુણ હોવા સબબ સીધો જ વાત શરૂ કરું છું - ત્તમે કોણ ? 

 

- તે હું પણ કાંઈ શાયો  નારી નથી।... શિવાની છું 

-સુગમ : એ શું શાયો નારી .... શા।.યો.. નારી ઓહ હો વ્હોટ આ કોઈન વર્ડ શાય - નારી હા હા હા આપણું જામશે 

 

તમારે સીધી જમાવટ જ કરવી છે કે સજાવટ કરશો પહેલા ?

 

સ્વગત સુગમ : આ કેસ અઘરો લાગે છે. જરા સંભલકે. રોમાંચ છે, રોમીયોગીરી નથી. ને લાગવા પણ નથી દેવી. stance બદલો. તે બદલ્યું.