Prem Pujaran - A Crime Story - Part 20 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૦

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૦

બીજા દિવસે જીનલ ને ઑપરેશન થિયેટર માં લાવવામાં આવે છે. ડોકટર સાહેબ ઓપરેશન ની બધી તૈયારી કરી ચૂક્યા હતા.
ડોકટર સાહેબ ઓપરેશન થિયેટર માં બે નર્સ સાથે ત્યાં આવે છે. જીનલ ની પહેલા તપાસ કરે છે. તો જીનલ ની તબિયત નોર્મલ દેખાઈ છે. એટલે ઓપરેશન કરવું ડોક્ટર સાહેબ ને યોગ્ય લાગ્યું.

ડોકટર સાહેબ જેવા જીનલ ના પેટમાં ચેકો મારવા જાય છે ત્યાં તેના હાથ રોકાઈ જાય છે. આ પહેલા ડોક્ટર હતા, જેનો હાથ ઑપરેશન કરવા રોકાઈ રહ્યો હતો. આ તેની જીનલ પ્રત્યે લાગણી નહિ પણ એક માસૂમ બાળક ના જીવ લેવાની વાત હતી. સતત ડોક્ટર સાહેબ નો હાથ ધ્રુજતા જોઇને નર્સ બોલી શું થયું સાહેબ..?
આપના હાથ કેમ કાપી રહ્યો છે..?

ચહેરા પર જાણે ઉદાસી છવાઈ ગઈ હોય તેમ ધીરગંભીર બનીને નીચા અવાજે ડોક્ટર સાહેબ બોલ્યા.
નર્સ...એક માસૂમ બાળક ને હું પહેલી વાર મારવા જઈ રહ્યો છું. અહી સૂતેલી જીનલ મને મારી દીકરી લાગી રહી છે. હું મારી દીકરી ના આવનાર ના બાળક ને કેમ મારી શકું..!!!
મારું મન ના કહી રહ્યું છે. હું શું કરું....!!!

સાહેબ એક બાજુ જિંદગી છે તો એક બાજુ મોત છે. તમારે કોઈ એક ની જીંદગી બચાવવાની છે. અને સાહેબ તમે તો નિમિત્ત છો. બચાવવા વાળો અને મારવા વાળો તો ઉપર બેઠો છે. તમે તમારું કામ નિષ્ઠા થી નિભાવો. જાણે કોઈ શુભ ચિંતક ડોક્ટર સાહેબ ને સલાહ આપી રહી હોય તેમ નર્સે ડોક્ટર સાહેબ ને કહ્યું.

નિમિત્ત પાત્ર બનીને ને ડોક્ટર સાહેબે ઓપરેશન કરવાનું મન બનાવી લીધું. અને હાથમાં ઓપરેશનું ધારદાર સાધન વડે ડોક્ટર સાહેબે જીનલ પેટમાં એક નાનો ચેકો માર્યો. ત્યાં તો લોહી ની ધાર થઈ અને જીનલ ના શરીર માં જીવ આવ્યો હોય તેમ તેના શરીર માં કંપન શરૂ થયું. ડોકટર સાહેબ ની નજર ત્યાં થી હટી ને જીનલ ના ચહેરા પર પડી તો જીનલ ની બંધ રહેલી આંખો જાણે ધીરે ધીરે ખુલી રહી હોય તેવું લાગ્યું. આ જોઇને ડોક્ટર સાહેબે જ્યાં ચેકો માર્યો હતો ત્યાં નર્સ ને કહ્યું જલ્દી અહી પટ્ટી કરવામાં આવે. ઓપરેશન કેન્સલ.....

નર્સ મલમ પટ્ટી કરવા લાગી તો ડોક્ટર સાહેબ દૂર રહી જીનલ ના હોશમાં આવવાની રાહ જોવા લાગ્યા. જીનલ ધીરે ધીરે તેની આંખો ખોલી રહી હતી. તેના શરીર પર થઈ રહેલું કંપન હવે શાંત થઈ રહ્યું હતું.

ધીરે ધીરે ખુલી રહેલી જીનલ ની આંખ ને ધૂંધળું ધૂંધળું દેખાવા લાગ્યું. જીનલ જે દિશામાં જોઈ રહી હતો તે દિશામાં ડોક્ટર સાહેબ ઊભા હતા. ડોકટર સાહેબ થોડા દૂર ખસી ગયા તેને થયું જીનલ ની નજર પહેલા મારી પડવા કરતા જો દિવાલ પર રાધા કૃષ્ણ ની છબી પર પડશે તો તેના મનમાં એક સારા વિચારો આવશે. અને જો રાધા કૃષ્ણ ની કૃપા તેની પર વર્સી તો જીનલ પહેલા જેવી જ થઈ જશે.

જીનલ ની આંખો ખુલતાની સાથે તેની નજર દિવાલ પર રાધા કૃષ્ણ ની છબી પર પડી. આ જોઈને ને તેના ચહેરા પર થોડી રોનક આવી. ત્યાં થી તેણે થોડીક ડાબી બાજુએ નજર કરી તો ડોક્ટર સાહેબ હતાં. ડોકટર સાહેબ ને જોઈને જીનલે ચીસ પાડી.
હું ક્યાં છું....?
મને શું થયું છે...?

ડૉક્ટર સાહેબ પાસે આ સવાલ નો જવાબ તો હતો પણ તે એ વિચારી ને કહ્યું નહિ કે જો સાચું કહીશ તો કદાચ જીનલ ફરી બેહોશ થઈ જશે. એટલે માથા પર હાથ ફેરવતા ડોક્ટર સાહેબ બોલ્યા. દીકરી જીનલ તને માથા પર થોડી ઈજા થઈ હતી એટલે તને હોસ્પિટલ લાવવામાં આવી હતી. હવે તું એકદમ સ્વસ્થ છે.

જીનલે ફરી આજુબાજુ નજર કરીને એ નોટિસ કર્યું કે હું હોસ્પિટલ માં જ છું ને..! પછી તેનો ડાબો હાથ માથા પર ફેરવ્યો તો માથા પર કઈ મલમ પટ્ટી હતી નહિ પણ એક ઘાવ નું નિશાન હોય તેવું લાગ્યું. તેણે તેના બંને હાથ ઊંચા કરીને જોયા અને નીચે મૂક્યા. પછી તેણે તેના બંને પગ જોવા પગ તરફ નજર કરી તો તેનું પેટ ફુલાયેલું જોયું. તરત તેના હાથ પેટ પર ગયા. ત્યાં તેને મહેસૂસ થયું કે મારા પેટમાં તો બાળક રમી રહ્યું છે.

જીનલ ડોક્ટર સામે ગુસ્સે થતા બોલી.
હું માં બનવાની છું...?
ડોકટર ના મો માંથી "હા" નો શબ્દ નિકળ્યો
ત્યાં તો જીનલ ફરી બેહોશ થઈ ગઈ.

શું જીનલ ફરી કોમા માં જતી રહી કે પાછી હોશ માં આવી જશે..? જોશું આગળ ના ભાગમાં....

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....