Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૮

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૮

લોહી લુહાણ હાલતમાં પડેલ વિક્રમ ને પોલીસ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પીટલ ખસેડે છે. અને ત્યાં ઉભેલા માણસો ને પૂછે છે.
શું થયું હતું અહી..?
વિક્રમ ને કોણે માર માર્યો..?

ઉભેલા બધા માણસો જાણે કે કઈ જાણતા ન હોય તેમ ચૂપ રહ્યા. બે ત્રણ વાર પોલીસે કહ્યું. આપ કઈ જાણતા હોય તો કહો..?
તો પણ કોઈ કઈ બોલ્યું નહિ, પણ દૂર ઊભેલો એક યુવાન પોલીસ પાસે આવી ને કહે છે.

સાહેબ પાકું તો કહી નહિ શકુ પણ હું જ્યારે આ બિલ્ડિંગમાં આવી રહ્યો હતો ત્યારે મને એક યુવાન મારી સાથે દાદર ચડતી વખતે ટકરાયો હતો. તેનું મો આખું કપડાં દ્વારા ઢંકાયેલી હતું. પણ કપડાં જોતા એવું લાગ્યું તે સામાન્ય ઘરનો યુવાન હશે. તેનું ઝડપથી જવું અને શ્વાસ ચડી ગયેલો જોઈને મને લાગ્યું કઈક તો ગડબડ હશે. પણ પછી વિચાર આવ્યો કે છેલ્લા માળે થી તે યુવાન નીચે ઉતરી રહ્યો હશે એટલે તેની આવી હાલત થઈ હશે. પણ જ્યારે આ માણસ ને મે ગંભીર હાલતમાં જોયો એટલો ખ્યાલ આવી ગયો કે આ માણસ ને ઘાયલ કરનાર પેલો યુવાન જ હશે.

મારા અહી આવ્યા પહેલા બે માણસો આ લોહી લુહાણ પડેલ માણસ ને જોઈ રહ્યા હતા. તેમાંનો એક માણસે પોતાનો ફોન પોકેટ માંથી કાઢીને તમને કર્યો. બસ આથી વિશેષ મે કઈ જોયું નથી.

પેલા યુવાન ની વાત સાંભળી પોલીસ એટલું તો સમજી ગઈ કે વિક્રમ પર હુમલો થયો છે. પણ તે અહી સુધી કેવી રીતે પહોંચ્યો તે જોવું રહ્યું.

પોલીસે તે યુવાન ને કહ્યું.
તું આ કેસ નો સાક્ષી થઈશ..?

પેલા યુવાન ને તરત ના પાડી અને પોલીસ હજુ કઈ પૂછે તે પહેલાં તો ત્યાં થી વા વેગે રફુચક્કર થઈ ગયો. પોલીસ આમ તેમ તેને શોધતી રહી પણ તેને શોધી શકી નહિ.

વિક્રમને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સાથે આવેલી પોલીસે રસ્તા માં જ વિક્રમ ના પપ્પા ને ફોન કરીને જાણ કરી. અને કહ્યું તમે સિટી હોસ્પિટલ માં તાત્કાલિક આવી જાવ.

વિક્રમ ની સાથે આવેલી પોલીસ ને જોઈને ડોક્ટરે તરત તેની સારવાર શરૂ કરી.

સારવાર કર્યા પછી ડોક્ટર સાહેબ જેવા બહાર આવે છે કે તરત પોલીસ વિક્રમ ની હાલત પૂછે છે અને ક્યાં ક્યાં અને કેવી વાગ્યું છે. તે ડોક્ટર સાહેબ પાસે જાણે છે.

માથા સિવાઈ કોઈ જગ્યાએ ઇંજરી નથી, બસ માથા પર કોઈ એ લાકડી થી પ્રહાર કર્યો હોય તેવું ઘાવ પરથી લાગે છે. એમ કહું તો લાકડી ના પ્રહાર થી તે ઘાયલ થયો છે. પણ સંજોગે તેને માથા પર ગંભીર ઇજા નથી થઈ. એટલે તે ખતરા થી બહાર છે. બે ત્રણ કલાકમાં તેને હોશ આવી જશે, પછી આપ તેને મળી શકો છો.

પોલીસ અને ડોક્ટર સાહેબ બંને વાતો કરી રહ્યા હતા ત્યાં છાયા અને વિક્રમ ના પપ્પા ત્યાં આવી પહોંચ્યા.

ક્યાં છે મારો દીકરો...? શું થયું છે તેને..? તેને કોણે માર્યો... ?
ઊંચા અવાજે ડોક્ટર ને વિક્રમ ના પપ્પા કહેવા લાગ્યા.

પોલીસ ના એક ઇશારા થી ડોક્ટર તેના કેબિન માં જતા રહ્યા.
તમારો દીકરો સુરક્ષિત છે.બસ તેના માથા પર થોડી ઈંજરી છે. આટલું કહી પોલીસે તે બંને ને ત્યાં પડેલ બાકડે બેસાડ્યા.

છાયા ના ચહેરા પર એક બાજુ ખુશી હતી. કે વિક્રમ મળી ગયો છે. પણ તે ગંભીર છે તે વાત થી તે અંદર દુઃખી હતી. પણ તે ત્યાં એક શબ્દ બોલતી ન હતી બસ ચૂપ રહી જોઈ રહી હતી.

થોડા કલાકો પછી ડોક્ટર સાહેબ પોલીસ ને સમાચાર આપે છે કે વિક્રમ ને હોશ આવી ગયો છે આપ તેને મળી શકો છો. ડોકટર ની આ વાત સાંભળી છાયા પણ દોડી, પણ પોલીસ તેને રોકે છે.

મેડમ તમે અહી બેસો. વિક્રમ પર હુમલો થયો છે એટલે પહેલા અમે તેની પૂછપછ કરી લઈએ પછી આપ તેને નિરાંતે મળજો. પોલીસ ની વાત માની ને છાયા ફરી તે બાકડે બેસી ગઈ.

વિક્રમ ને જે રૂમમાં રાખવામાં આવ્યો હતો તે રૂમ ની પોલીસ અંદર દાખલ થઈ. વિક્રમ બેઠો હતો. પોલીસ ને જોઈને વિક્રમ ના ચહેરા પર કોઈ ફર્ક ન પડ્યો. ઊલટાનું વિક્રમે કહ્યું. બોલો સાહેબ હું તમારી શું મદદ કરી શકું..

તું કહીશ તારા પર કોણે હુમલો કર્યો છે..? અને તને છેલ્લો કોલ કોણે કર્યો હતો.?
તે કોલ આવવાથી તું તરત ઘરે થી કેમ ભાગ્યો હતો.

શું વિક્રમ પોલીસ ને કહી દેશે કે છેલ્લો કોલ કોનો આવ્યો હતો.? તે જોશું આગળના ભાગમાં.

વધુ આવતા ભાગમાં....

ક્રમશ....