Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૪

ધીરેન ને વધુ શોધવા પોલીસ આખા શહેરમાં ફરી વળી. આખરે તેને ધીરેન ના માતા પિતા નું એડ્રેસ મળ્યું. મળેલ એડ્રેસ પર પોલીસ પહોંચે છે ત્યાં દરવાજા પર ધીરેન ના પિતા ઊભા હોય છે. પોલીસ તેમની પાસે જઈને એટલું પૂછે છે.
ધીરેન તમારો દીકરો છે..?
ધીરેન ક્યાં છે.?

આંખ પરના ચશ્મા સરખા કરીને બોલ્યા. સાહેબ ધીરેન મારો જ દીકરો છે. પણ અત્યારે તે મારો રહ્યો નથી જ્યાર થી તેણે મારા ઘરે ચોરી કરી ત્યાર થી મે તેને ઘરે થી કાઢી મૂક્યો છે. અને મારી મિલકત નો તે વારસદાર નથી તેવું મે સ્ટેમ્પ પેપર પર લખાણ કરી લીધું છે. આપને તે લખાણ જોવું હોય તો બતાવું.

વૃદ્ધ થઈ ગયેલા ધીરેન ના પિતા પર પોલીસ ને દયા આવી અને કહ્યું કાકા અમારે નહિ જોવું. આતો ધીરેન અહી છે કે નહિ તે અમે લોકો જોવા આવ્યા હતા. અહી નથી તો અમે બીજે શોધીશું. કહીને પોલીસ ત્યાં થી ચાલતી થઈ.

પોલીસ આખા શહેરમાં ધીરેન ની તપાસ કરી પણ ધીરેન નો કોઈ પતો મળ્યો નહિ. ફોન પર નું તેનું લાસ્ટ લોકેશન જોયું તો પાન પાર્લર હતું. ફરી પોલીસ ત્યાં જઈ આજુબાજુ ના સીસીટીવી પુરાવા એકત્રિત કરીને ધીરેન ની ભાળ મેળવવાની ભરપૂર કોશિશ કરી પણ તેને કોઈ નાનો સુરાગ પણ હાથમાં આવ્યો નહિ. આખરે ઘણા દિવસ ની મહેનત પછી કીર્તિ ની ફાયલ પણ સાગર ની જેમ પોલીસ સ્ટેશનના ખૂણા માં ધૂળ ખાવા લાગી.

જીનલ હજુ કોમા માં હતી. ડોકટર આઠ દિવસે તેની તપાસ માટે આવતા અને સારવાર આપી જીનલ ના પપ્પા ને આશ્વાસન આપીને નીકળી જતા. પણ એક દિવસ જીનલ ની સામાન્ય તપાસ કરતા તેં થોડા ચોંકી ઉઠયા. ડોકટર સાહેબે જીનલ ના પપ્પા ને પાસે બોલાવી એટલું પૂછ્યું.
શું તમારી દીકરી ના લગ્ન થઈ ગયાં છે.??

ડોકટર નો સવાલ સાંભળી ને જીનલ ના પપ્પા ના ચહેરા ની રોનક જતી રહી.

આપ શું કહો છો ડોક્ટર સાહેબ મારી દીકરી જીનલ તો કુંવારી છે. તેની સગાઈ પણ નથી કરી.!!!!
પણ આપ કેમ આવો સવાલ કર્યો.??

ફરી જીનલ ની તપાસ કરીને જીનલ ના પપ્પા ને ડોક્ટર સાહેબે કહ્યું. તમારી દીકરી ગર્ભવતી છે એવું લાગી રહ્યું છે.

ગર્ભવતી શબ્દ સાંભળતા જ જીનલ ના પપ્પા ને ચક્કર આવવા લાગ્યા.
ડોકટર સાહેબે તેને સંભાળ્યા અને પલંગ પર બેસાડી ને થોડુ પાણી આપ્યું.

થોડો સમય આરામ કર્યા પછી તે બોલ્યા મારી દીકરી ગર્ભવતી હોય જ ન શકે.!
તમારી કોઈ ભૂલ થતી હશે. ડોકટર સાહેબ...

ભૂલ તો મારી થાય નહિ પણ કાલે હું જીનલ ની સંપૂર્ણ સોનોગ્રાફી દ્વારા તપાસ કરીશ એટલે ખબર પડી જશે જીનલ સાચે ગર્ભવતી છે કે તેને પેટમાં કોઈ તકલીફ છે.

એક ચિંતા હતી ત્યાં બીજી ચિંતા આવતા જીનલ ના પપ્પા તો જાણે મૃત અવસ્થા ની હાલતમાં આવી ગયા હોય તેમ તેના શરીર નું પણ ભાન ભૂલવા લાગ્યા. તે તેનું માનસિક સંતુલન ગુમાવી બેઠા હોય તેમ એક નજરે જે બાજુ જુવે તે બાજુ બસ જોવા લાગ્યા. ડોકટરે તેને પણ માનસિક તાણ અનુભવે નહિ એ માટે જીનલ ના પપ્પા ને દવા આપી અને કહ્યું આપ જરા પણ ચિંતા કરશો નહિ. તમારી દીકરી સ્વસ્થ છે એટલે તે વહેલી હોશ માં આવી જશે.

બીજે દિવસે ડોકટર સાહેબે જીનલ ને સોનોગ્રાફી કરવા માટે તેની હોસ્પિટલ માંથી એક ગાડી મોકલી. જીનલ ને તે ગાડીમાં હોસ્પિટલ લાવવામાં આવી અને સોનોગ્રાફી કરાવવામાં આવી. ગાડીમાં જીનલ ના પપ્પા પણ આવ્યા હતા એટલે તે એક બાજુ બેસીને આ બધું જોઈ રહ્યા.

જીનલ નો સોનોગ્રાફી રિપોર્ટ ડોક્ટર સાહેબ ના હાથમાં આવતા. ડોકટર સાહેબ સમજી ગયા કે જીનલ ગર્ભવતી છે અને તેના પેટમાં ચાર મહિના નું બાળક છે. હવે આ સમાચાર જો જીનલ ના પપ્પા ને આપવામાં આવે તો તે વધુ માનસિક બીમાર થઈ શકે છે એટલે ડોક્ટર સાહેબ વિચારમાં પડી ગયા કે આખરે શું કરવું. ત્યાં તેને યાદ આવ્યું કે જીનલ ની ફ્રેન્ડ છાયા ઘણી વખત જીનલ ને મળવા આવતી અને તે હંમેશા તેનો ખ્યાલ રાખતી. એટલે જીનલ ની ફાઈલ માં લખેલ છાયા ના મોબાઈલ નંબર પર ડોક્ટર સાહેબ છાયા ને ફોન કરે છે.

છાયા...હું જીનલ ના ડોક્ટર સાહેબ બોલું છું. જીનલ ની વધુ તપાસ માટે હું તેને હોસ્પિટલ લાવ્યું છે. રિપોર્ટ માં તે ગર્ભવતી આવી છે. તમે જલ્દી અહી આવી જાવ. ડોકટર ના આ શબ્દો સાંભળીને છાયા બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ.

શું છાયા હોસ્પિટલ જઈ જીનલ ની સાંભળ લેશે.? શું જીનલ ના પપ્પા ને જીનલ ગર્ભવતી
એ વાત ની જાણ થશે..!

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....