Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૩

Featured Books
Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૩

પોલીસ દોરી અને સિગારેટ એક પ્લાસ્ટિક બેગમાં ભરીને ફોરેન્સિક લેબમાં લઈ ગઈ અને તે ડિપાર્ટમેન્ટ ના અધિકારી ને કહ્યું આપ આ બંને નું તથ્ય જલ્દી કહો. હાથમાં બંને વસ્તુ લઈને તે અધિકારીએ કહ્યું સાહેબ આપ ને કાલે રિપોર્ટ મળી જશે.

પોલીસ ઇન્સ્પેકટર તે સિગારેટ નો ફોટો લઈને એક હોલસેલર સિગારેટ ના વેપારી પાસે ગયા અને તેને ફોટો બતાવી કહ્યું આ સિગારેટ આપ રાખો છો.? અને જો રાખતા હો તો આપ મને જલ્દી કહો કે આપ તેને ક્યાં ક્યાં વેચો છો.? ત્યારે તે હોલસેલર વેપારી એ પોતાની રોજિંદી ડાયરી જોઈને કહ્યું સાહેબ સિટી ના મધ્યમ માં એક પાન પાર્લર છે જેનું નામ "મોર્ડન પાન" પાર્લર છે બસ ત્યાં જ આ સિગારેટ નું વેચાણ થાય છે. બાકી આ સિગારેટ મારી સિવાઈ કોઈ વિદેશ થી મંગાવતું નથી. આપ ને ત્યાં થી જ માહિતી મળશે કે આ સિગારેટ શહેરમાં કોણ કોણ પીવે છે.

પોલીસ ઇન્સ્પેકટર મોર્ડન પાન પાર્લર પાસે પહોંચ્યા અને તે કંપની ની સિગારેટ માંગી એટલે પાન પાર્લર વાળાએ આ સિગારેટ અહી ઉપલબ્ધ નથી . પોલિસ
ઇન્સ્પેકટર વધુ કઈ કહ્યું નહિ બસ એટલું કહ્યું 'તુ થોડી વાર પછી પોલીસ સ્ટેશન માં હાજરી આપી જજે.'
પાન પાર્લર પર બેઠેલા માણસે સવાલ કર્યો.
સાહેબ.. મારે ત્યાં હાજરી આપવાનું કારણ કહેશો..?

તારી ભલાઈ માટે કહુ છુ. અત્યારે તે કારણ પૂછવાનું રહેવા દે. તું પ્રેમ થી આવી જજે.
નહિ આવીશ, તો તને ગાડી લેવા મોકલીશ કહીને પોલિસ ઇન્સ્પેકટર નીકળી ગયા.

પાન પાર્લર પર બેઠેલો માણસ ને ખબર જ ન પડી કે આવું વર્તન સાહેબ મારા પર કેમ કર્યું. મને કેમ પોલિસ સ્ટેશન આવવાનું કહ્યું. ત્યારે તેને થયું સિગારેટ ની ના પાડી હશે એટલે તેઓ ગુસ્સે થયાં હશે.

પાન પાર્લર માણસ હાથમાં તે વિદેશ કંપની ની સિગારેટ લઈને પોલિસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ઇન્સ્પેકટર સાહેબ ને મળીને કહ્યું લો સાહેબ તમારે આ કંપની ની સિગારેટ જોઇતી હતી ને હું લાવ્યો છું.

કડક વલણ થી પોલિસ ઇન્સ્પેકટર સાહેબ એક જ સવાલ કર્યો.
આ કંપની ની સિગારેટ તું કોને કોને વેચે છે.?

પાન પાર્લર વાળો માણસ સમજી ગયો. તેણે ત્યાં ટેબલ પર કાગળ પડ્યો હતો તેમાં સિગારેટ પીનારા ચાર લોકો ના નામ લખી આપ્યા ને કહું સાહેબ આ માહિતી ગુપ્ત રાખજો. મારું નામ બહાર ન લાવતા, નહિ તો મારો ધંધો ચોપટ થઈ જશે.
રાજુભાઈ બિલ્ડર નો છોકરો ધીરેન, વજુભાઈ સ્ક્રેપ વાળા, કુમનભાઈ વકીલ અને ચોથા છે ઇમરાનભાઈ ભંગાર વાળા.
આ ચાર લોકો મારી પાસેથી મોંઘી સિગારેટ ખરીદે છે.

ચારેય ના નામ લખીને ઇન્સ્પેક્ટર સાહેબ પેલા પાન પાર્લર ના માણસ પાસે થી આ ચારેય ના ફોન નંબર અને એડ્રેસ માંગે છે.
તે માણસ પાસે એડ્રેસ ન હતા, તેમની પાસે ફોન નંબર હતા તે પોલિસ ઇન્સ્પેકટર સાહેબ ના આપ્યા. વધુ પૂછપરછ કરી ને તે પાન પાર્લર ના માણસ ને પોલિસ ઇન્સ્પેકટરે જવા દીધો.

પહેલા પોલીસ વજુભાઈ સ્ક્રેપ વાળા, કુમનભાઈ વકીલ, ઇમરાન ભાઈ ભંગાર વાળા ને પોલીસ સ્ટેશન માં બોલાવી તેની પૂછપરછ કરે છે પણ કીર્તિ ના ખૂન ની એક પણ કડી આ ત્રણ સાથે જોડાયેલી હોય એવું પોલીસ ને લાગ્યું નહિ. ચોથો રહ્યો ધીરેન. એટલે બધો સક તેની ઉપર જાય છે. જ્યારે પોલીસ ચારેય ના એડ્રેસ મેળવી રહી હતી ત્યારે ધીરેન સિવાય આ ત્રણેય ના એડ્રેસ મળ્યા હતા. એટલે તે ત્રણેય ને પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પણ ધીરેન નું કોઈ એડ્રેસ ન મળતા તેને પોલીસ સ્ટેશન હાજર કરી શકાયો નહિ.

હવે પોલીસ નો સક ધીરેન પર હતો એટલે તેને શોધવા એક ટીમ તૈયાર કરી અને કામ પર લગાવી દીધી. ટીમે પહેલા ધીરેન જે ફોન નંબર વાપરી રહ્યો હતો તે નંબર કંપની પ્રોવાઇડર ને મોકલી તેની પાસે થી ધીરેન નું એડ્રેસ મેળવે છે. તે એડ્રેસ પર આખી ટીમ ધીરેન ના ઘરે પહોંચે છે. ધીરેન ના મકાન પર તાળું જોઈને પોલીસ એટલું તો સમજી ગઈ કે ધીરેન જ કીર્તિ ના ખૂન નો સસ્પેકટ છે.

હવે પોલીસ બજુનમાં રહેતા પાડોશી ને ધીરેન વિશે પૂછે છે. તો પાડોશી પોલીસ ને એટલું કહ્યું, અહી ધીરેન રહેતો, પણ તેનો ઘણો સમય થઈ ગયો. હવે ધીરેન ચાર મહિના થી અહી રહેતો નથી.

ધીરેન ક્યાં ગયો હશે ને ક્યાં રહેતો હશે.? આ માહિતી શું પોલીસ મેળવી શકશે. જોશું આગળ...

વધુ આવતા ભાગમાં....

ક્રમશ.....