Prem Pujaran - A Crime Story - Part 20 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૦

કીર્તિ ત્યાં થી બધાના ફોટા મેળવી ને હોટલ પર પહોંચી. ત્યારે તે માણસ ત્યાં ડયુટી પર હતો નહિ એટલે હોટલના મેનેજરે તે માણસ ના ઘર નું એડ્રેસ કીર્તિ ને આપ્યું. કીર્તિ તે એડ્રેસ પર તે માણસ ના ઘરે પહોંચી.

એક નાનું મકાન હતું. તે માણસ સાથે તેની પત્ની અને ત્રણ બાળકો તે એક જ રૂમમાં રમી રહ્યા હતા. કીર્તિ મકાન ની અંદર પ્રવેશી એટલે તે માણસે તેના છોકરા ને બહાર રમવા મોકલી દીધા અને કહ્યું મેડમ બોલો "હું તમારી શું મદદ કરી શકું."!!

કીર્તિ એ પર્સ માંથી થોડા ફોટા કાઢીને તે માણસ ને બતાવવા લાગી. તે માણસ બધા ફોટા ને જોઈને એક પછી એક એમ ત્રણ ફોટા ને ઓળખી ગયો હોય તેમ કીર્તિ ને કહ્યું મેડમ આ જુવાન માણસ ત્યાં રોડ પર ઉભો હતો. તે ફોટા ના દેખાતો માણસ ને કીર્તિ ઓળખી ગઈ કે આ તો સાગર છે. બીજો ફોટો બતાવતા કહ્યું આ જુવાન માણસ કાર ચલાવી રહ્યો હતો. અને આ જુવાન છોકરી પણ કાર માં બેઠી હતી. બાકીના બે ફોટા પાછા આપતો તે માણસ બોલ્યો મેડમ બસ આ ત્રણ હતા બાકી ના મે જોયા ન હતા.

કીર્તિ એ તે બંને ફોટા નીરખી ને જોયા. ત્યારે તેને યાદ આવ્યું કે એક જુવાન છોકરો તો છાયા ને મળવા ગઈ હતી તે મકાન ની દીવાલ પર છાયા ની સાથે ઊભેલો જુવાન હતો તેને લાગ્યું તે વિક્રમ જ હોવો જોઈએ. પણ બીજી જુવાન છોકરી તેને જીનલ લાગી રહી હતી. કીર્તિ ને સાગર નો કેસ અને તેની સાથે બનેલી ઘટના સ્પસ્ટ દેખાવા લાગી.

કીર્તિ એ પર્સ માંથી સો સો ની ત્રણ નોટ કાઢી ને પેલા માણસ ને આપતા કહ્યું. લો.. તમે મને થોડી મદદ કરી એટલે હું તમારા દીકરાઓ માટે આપુ છું.

તે માણસે એક પણ રૂપિયા લીધા નહિ. અને કહ્યું મેડમ અમે પરસેવા ના રૂપિયાથી ઘર ચલાવીએ છીએ નહિ કે કોઈના મદદ થી ..!

તમે મારી મદદ કરી એટલે હું પણ તમારી મદદ કરવા માંગુ છું. લો લઈ લો તમારે કામ આવશે. કીર્તિ એ કહ્યું.

ખોટું ન લગાડશો મેડમ આજે હું તમારા રૂપિયા લઈશ તો કાલે મને લાલસ થશે. એટલે કૃપા કરી તમારા રૂપિયા તમારી પાસે રાખો. હાથ જોડી ને માણસ વિનંતી કરવા લાગ્યો.

કીર્તિ ત્યાં થી નીકળી ગઈ અને છાયા અને વિક્રમ ના આવવાની રાહ જોવા લાગી.

હનીમૂન પર ગયેલા છાયા અને વિક્રમ ભરપૂર આનંદ લઇ રહ્યા હતા. આખો દિવસ બહાર પોતાની કાર લઇને ફરતા અને સાંજ થાય એટલે એક હોટલ માં રાતવાસો કરતા. ઘણા દિવસો સુધી ફર્યા પછી તેમને તેમનું ઘર યાદ આવ્યું. પણ સાગર કે જીનલ વિશે તેના મનમાં કોઈ જ વિચાર આવ્યો નહિ. હા એક વાત છાયાએ જીનલ વિશે વિક્રમ ને પૂછ્યું તો વિક્રમ તે વાત ટાળી દીધી અને તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો.

કીર્તિ હવે બસ વિક્રમના આવવાની રાહ જોવા લાગી. ચાર દિવસ પછી વિક્રમ આવી ગયો છે તેવા સમાચાર મળતા કીર્તિ વિક્રમ ના ઘરે પહોંચી.

ઘર ની અંદર કીર્તિ પ્રવેશી એટલે વિક્રમના પપ્પા કીર્તિ ને જોઇને બોલ્યા. "વિક્રમ ઓ વિક્રમ" તને ન્યૂઝ રિપોર્ટર કીર્તિ મેડમ મળવા આવી છે તું નીચે આવ.

ન્યૂઝ રિપોર્ટર નું નામ સાંભળતા વિક્રમ ને થોડી ગભરામણ થઈ પણ હિંમત કરી નીચે આવ્યો. તેની પાછળ છાયા પણ આવી. બંને નીચે આવ્યા એટલે વિક્રમ ના પપ્પા એ કહ્યું કીર્તિ મેડમ હું બહાર જાવ છું. તમારે જે સવાલ કરવા હોય તે કરી શકો છો. મારો દીકરો દરેક સવાલ નો જવાબ આપશે. કહીને તે નીકળી ગયા.

બધા સોફા પર બેઠા. વિક્રમે ન્યૂઝ રિપોર્ટર કીર્તિ સામે જોઈને કહ્યું બોલો મેડમ...! હું શું મદદ કરી શકું.? તમે કોઈ સવાલ પૂછવા માંગતા હતા ને.!!!

કીર્તિ એ પેલી કાર નો ફોટો બતાવતા કહ્યું તમે આ કાર ને ઓળખો છો.?
ફોટો જોઇને વિક્રમે ના કહી.

જીનલ નો ફોટો બતાવતા કીર્તિ એ કહ્યું તો આને તો તમે ઓળખતા હશો ને. ?

ત્યાં વચ્ચે છાયા બોલી આ જીનલ છે મારી બેસ્ટ ફ્રેન્ડ. મારા કારણે વિક્રમ તેને ઓળખે છે. બાકી તેમની વચ્ચે ફ્રેન્ડ શીપ પણ નથી. આપ આ વાત કરવાનો કોઈ હક નથી આપ જઈ શકો છો.!!

ગુસ્સે થયેલી કીર્તિ બોલી. વિક્રમ આપ જ કાર લઈને સાગર સાથે ગયા હતા તે પુરાવા મારી પાસે છે. હવે સાચું નહિ કહો તો જેલ ની હવા ખાવા તૈયાર રહેજો.!!!

શું વિક્રમ બધું જીનલ ને સાચું કહી દેશે.? જોશું આગળ...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...