Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૯

કીર્તિ ઘર ની બહાર નીકળી. પાછી વળીને જીનલ ના પપ્પા ને હાથ જોડી ને વિનંતી કરવા લાગી. અંકલ હું એક મદદ માટે જીનલ પાસે આવી હતી. એક ખોવાયેલ દીકરા ના પિતા ની મદદ માટે આવી છું. તે દીકરો કોઈ નહિ પણ જીનલ નો ફ્રેન્ડ સાગર છે. જે ઘણા મહિના થી ગાયબ છે. અને તેના પિતા ના આશુ મારાથી જોવાયા નહિ એટલે સાગર ની શોધખોળ માં હું જીનલ પાસે મદદ લેવા આવી છું. અંકલ પ્લીઝ એક પિતાના દુઃખ ને ધ્યાન માં લો અને મને થોડી માહિતી આપો.

કીર્તિ ના દુઃખ ભર્યા વહેણ થી જીનલ ના પપ્પા પીગળી ગયા અને તેને ઘરની અંદર લઇ ગયા. ને જીનલ પાસે બેસાડી ને કહ્યું બેટી કીર્તિ મારી દીકરી જીનલ સાથે એક ભયંકર એકસીડન્ટ થયું જેમાં તે કોમાં માં જતી રહી છે. જો તે હજુ પણ પથારી વસ છે એટલે તે તો તારા કોઈ સવાલ નો જવાબ આપી નહિ શકે પણ. જીનલ ની એક ફ્રેન્ડ છાયા છે. જેની પાસે થી તને બધી માહિતી મળી રહેશે. એટલે તું છાયા ને મળી જો.

કીર્તિ છાયા નું એડ્રેસ લઈ છાયા ના ઘર પાસે પહોંચી. ત્યાં છાયા ના મમ્મી પપ્પા એ કહ્યું કે છાયા તો સાસરે જતી રહી છે. ત્યાં થી કીર્તિ છાયા નું હાલ નું એડ્રેસ લઈને ત્યાં પહોંચી.

એડ્રેસ પર કીર્તિ પહોંચી. જોયું તો એક આલીશાન મકાન હતું. કીર્તિ ને લાગ્યું મોટા માણસો લાગે છે કદાચ મારા સવાલો ના જવાબ અહી થી ન પણ મળે, પણ હિમ્મત કરી દરવાજા નો બેલ વગાડ્યો ત્યાં નોકરે દરવાજો ખોલ્યો.
આપ કોણ..?

મારે છાયા મેડમ ને મળવું છે. મેડમ ઘરે છે.? નોકર ને ઉતર આપતા કીર્તિ બોલી.

છાયા મેડમ તો ઘરે નથી પણ સાહેબ ઘરે છે. તમારે સાહેબ ને મળવું હોય તો હું સાહેબ ને તમારા વિશે કહીને નીચે બોલવું.

હવે અહી સુધી કીર્તિ આવી હતી એટલે મનમાં થયું કે જે જાણકારી મળે તે મેળવી લવ. પણ એક બાજુ વિચાર આવ્યો આ બધી એક દુઃખ ખાતર આટલી બધી માથાકૂટ કરવી યોગ્ય નથી. પણ એક પિતાના આશુ કીર્તિ ની સામે દેખાતા ફરી તેણે હિમ્મત કરી.

નોકર ને કીર્તિ એ કહ્યું આપ સાહેબ ને કહો કોઈ કીર્તિ મેડમ આપને મળવા માંગે છે. નોકર જઈ ને તરત પાછો આવીને કીર્તિ ને વિક્રમ ના પપ્પા પાસે લઈ ગયો.

વિક્રમ ના પપ્પા કામ માં વ્યસ્ત હતા એટલે સામે બેઠેલી કીર્તિ ને એટલું જ કહ્યું બોલ બેટી તારે શું કામ છે..?

આવા પ્રેમ વગરના શબ્દો સાંભળી ને કીર્તિ તો હંમેશા નિરાશ થતી આવી હતી. આ વખતે પણ તે નિરાશ થઈ તેને એમ લાગ્યું કે કોઈ આવકાર જ નહિ. સાહેબ હું છાયા મેડમ ને મળવા માંગુ છું. ? આપ કહેશો તે ક્યાં મળશે.

છાયા તો મારા દીકરા વિક્રમ સાથે હનીમૂન માં ગઈ છે. અને તેને આવતા હજુ બે ત્રણ દિવસ લાગશે. ફરી કીર્તિ નિરાશ થઈ. હું ચાર દિવસ પછી આવીશ. આટલું કહી કીર્તિ નીકળી ગઈ.

કીર્તિ જે સમજ પડતી ન હતી કે આખરે સાગર ના તાર ક્યાં જોડાયેલા છે. તો પણ તે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતી રહી.

કીર્તિ ત્યાં થી પરફેક્ટ હોટેલ પહોંચી અને હોટલ ના મેનેજર સાથે વાત કરી. આ તારીખે અને આ સમયે રોડ પર વોચમેન ની ડયુટી કોણ કરી રહ્યું હતુ.? હોટલના મેનેજરે ફાઈલ જોઇને સીસીટીવી પર નજર કરીને કહ્યું મેડમ તે માણસ અત્યારે તો ડયુટી પર નથી. તેની ડયુટી રાત ની છે આપ રાત્રે આવો. કીર્તિ રાત્રે હું આવું છું કહીને તે ત્યાંથી નીકળી ગઈ.

રાત થઈ એટલે કીર્તિ ફરી તે પરેફ્ટ હોટેલ પહોંચી. અને હોટેલ ના મેનેજર ને મળી. કીર્તિ ને જોઇને હોટલ ના મેનેજરે કોલ કરીને પેલા માણસ ને ત્યાં બોલાવ્યો. અને કહ્યું મેડમ તે આ માણસ છે જે આપ તે તારીખ અને તે સમય પર હોટલ બહાર ડયુટી કરી રહ્યો હતો.

કીર્તિ એ પેલા માણસ ને એક બાજુ બોલાવી ને કહ્યું તમે મને આ તારીખ અને આ સમય પર એક કાર હોટલ ની બહાર ઊભી રહી હતી. તેના વિશે મને કહેશો.!?

તે માણસે કહ્યું મેડમ એક માણસ પહેલે થી ત્યાં ઉભો હતો અને એક કાર ત્યાં આવી તે કાર માં એક જુવાન માણસ અને એક જુવાન છોકરી બેઠા હતા. તે માણસ કઈક કાર માં બેઠેલી છોકરી સાથે વાત કરીને બેસી ગયો. અને કાર જતી રહી પણ પાચ કલાક પછી તે કાર ત્યાં થી નીકળી પણ કારમાં પેલો માણસ ન હતો.

હું તને થોડાક ફોટા બતાવું તો તું ઓળખી શકીશ કે તે આમાંથી કોણ કોણ હતું.??

તે માણસે હા પાડી.

કીર્તિ બધા ના ફોટા એકઠા કરી ને પેલા વોચમેન ને બતાવી શકશે.? તે જોશું આગળ...

વધુ આવતા ભાગમાં..

ક્રમશ ..