નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 06.
મિત્રો, આજની સપ્તરંગી સવાર ... આજે નવરાત્રીનો પ્રથમ દિવસ. જેનો આપ સૌને ઇન્તજાર રહે તેવું સોહામણું પર્વ. સોપાન 05માં આપણે જોયું કે શાળાઓની પરીક્ષા પૂરી થઈ. આપણે બધા જ જાણીએ છીએ કે કિશોર - યુવાન હૈયા બે મહિનાથી આની તૈયારીઓ શરૂ કરે છે. "પાટીદાર રમઝટ"ના પાસ પણ આવી ગયા છે. ભવ્ય સમારોહની શરૂઆત ઉદધાટનથી શરૂ થાય પછી રમઝટ રમવા સૌ આતુર છે. આપ સૌ પણ આ ભવ્ય રમઝટને માણવા આતુર છો. ઉતાવળા ના કરશો, રાત્રે રમઝટ પહેલાં આજના દિવસના આ ત્રણેયના મનોભાવ નિરખી રમઝટમાં મળીએ. તો હવે આજના આ સોપાન તરફ આગળ વધીએ જાણીએ રમઝટને.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 06 .
સવારમાં શાળામાં જઈ આવી, બપોરે જમી પરવારી હરિતા પરિતાની રાહ જુએ છે. હરિતા પર પરિતાનો ફોન આવે છે કે અડધી કલાકમાં આવે છે. આથી તે પોતાના રૂમમાં આરામથી સૂઈ જાય છે, પણ
એમ કંઈ થોડી ઊંઘ આવે. આમેય હરિતાને બપોરે
સૂવાની ટેવ જ નથી.
પરિતા રાહ જોવડાવવામાં એક કલાક પસાર કરી દે છે. લગભગ ચાર વાગે તે આવતાની સાથે જ
હરિતાની રૂમમાં જાય છે. હરિતા પણ તૈયાર થાય છે.
આ પછી બંને ચેતનાબહેન પાસે આવે છે. હર્ષ હજુ
ક્લાસમાંથી આવ્યો નથી તેથી હરિતા મનમાં ઉચાટ અનુભવે છે. પરંતુ એટલામાં હર્ષ આવી જાય છે. હર્ષ તેની મમ્મી સાથે કેટલીક વાત કરે છે. ચેતનાબહેન હર્ષને ₹ 2,000 આપે છે. હર્ષ ચેતનાબહેનનો એકનો
એક દીકરો હોવાથી ખૂબ લાડકો છે. ચેતનાબહેન અને હરેશભાઈ તેની આશાઓના પૂરક છે. તેઓ તેની દરેક વાત માને છે. જો કે હર્ષ પણ માતા-પિતાની ખુશીઓનું એટલું જ ધ્યાન રાખે છે.
ત્યારબાદ હર્ષ હરિતા અને પરિતાને પોતાની સ્કૂટી પર બરોડા પ્રિસ્ટેજ જાય છે. ત્યાં આવેલી શિવમ વસ્ત્રાલયમાં હર્ષ પોતની સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થી તરીકેની ઓળખ આપે છે. હરિતા અને પરિતાને તે પોતાની પડોશમાં રહેતી તેની પિતરાઈ બહેનો છે તેમ જણાવે છે.
દુકાનના માલિક સુમનભાઈ વિવિધ પ્રકારના ડ્રેસ
બાબતે ચર્ચા કરે છે તેમજ ભાડાની સમજ આપે છે. તેઓ જણાવે છે કે એક દિવસનું એક જણના ડ્રેસનું ભાડું અંદાજે ₹ 700 થશે પણ ભાઈની ઓળખ તથા તમે ત્રણ ભાઈ-બહેનો છો માટે ₹ 500 લેખે એક દિવસના ત્રણેયનું ભાડું ₹ 1500 ગણીશું. અહીં હરિતા થોડી ગુંચવાય છે. આટલો મોંઘો ડ્રેસ તેને પરવડી શકે પણ નહિ. પરંતુ હર્ષ તેને મનાવી લે છે.
નવરાત્રીનો પહેલો દિવસ એટલે માતા શૈલપુત્રીનો દિવસ એટલે આ દિવસે જો પીળા રંગનું વસ્ત્ર ધારણ કરવામાં આવે તો તે ઘણું જ શુભ રહેશે. આમ પીળો રંગ દર્શાવતા વિવિઘ ડ્રેસ બતાવે છે. હરિતા અને પરિતા પીળા રગનો વિવિધ ભાત અને આભલાવાળા ચણિયા-ચોળી અને ઓઢણું પસંદ કરે છે. હર્ષ પણ એજ રંગનું કેડિયું અને સફેદ પાયજામો પસંદ કરે છે. હર્ષ સુમનભાઈને ₹ 1500 ચૂકવી તેનાં ત્રણેય ડ્રેસની પાવતી લે છે.
તેઓ ડ્રેસ લઈને ઘેર પહોંચી જાય છે. પરિતા તો હરિતાના ઘેર જ રોકાય છે. તેઓ ઘેર પહોંચ્યા ત્યારે સાંજના લગભગ 6:30 થવાની તૈયારી છે. ત્રણેય ભારે ઉત્સાહમાં છે. નવારાત્રી ગરબા મહોત્સવ શરુ થવાની હજુ શરૂ થવામાં બે થી ત્રણ કલાકની વાર છે.
બંને બહેનો તૈયાર થવાની તૈયારી કરવામાં લાગી હોવાથી જમવાની ઉતાવળમાં છે. સરસ્વતીબહેન બંને જમવાનું આપે છે. વાતો કરતાં કરતાં જમી લે છે. જમીને હરિતા અને પરિતા રૂમમાં તૈયાર થવા માટે જાય છે. લગભગ સાડા આઠનો સમય થવા આવ્યો છે. બંને તૈયાર થઈ રૂમની બહાર આવે છે. હરિતાનાં મમ્મી બંનેને તૈયાર થયેલી જોઈ ઘણા ખુશ થાય છે.
બંને સામે હર્ષના ફ્લેટમાં ચેતનાબહેન પાસે જાય છે. ચેતનાબહેન હરિતા અને પરિતાને આ ડ્રેસમાં જોતાં જ ચકિત થઈ જાય છે. સાક્ષાત રૂપની પરીઓ જ જોઈલો. તેમના મલકતા હોઠ,ગાલનું ખંજન અને આંખોમાં નમી ભરેલી એવી અમારી નીલપરીઓને કોઈની નજર ના લાગે એટલે સળીથી ગાલે નીચેના ભાગે કાજળનું ઝીણું ટપકું કરે છે. જે તેમના સૌદર્યમાં ઔર વધારો કરે છે. બંને બહેનો નમીને ચેતનાબહેનને ચરણસ્પર્શ કરે છે.
આ દરમિયાન હર્ષ પણ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવે છે. તે તેના મમ્મીને ચરણસ્પર્શ કરે છે. હરિતા હર્ષને જોઈને અચંબિત થાય છે. હર્ષમાં તે સાક્ષાત કાનજીનો અહેસાસ અનુભવે છે. હરિતા પોતાને રાધાનું સ્વરૂપ માની રહી છે. તે મનોમન આનંદ માણે છે પરંતુ વ્યક્ત નથી થતો.
હર્ષ પણ આવા ડ્રેસમાં ભાળીને તે બંનેને જોયા જ કરે છે. તે બંનેના ખૂબ વખાણ કરે છે ઘણી ખુશી અનભવે છે. જો કે તેની અપલક નજર ઘણી વાર પરિતાની આસપાસ જ વીંટળાઈ જતી ભાળી પરંતુ પરિતાને તેનો અહેસાસ નથી. આ પછી એ ત્રણેય હર્ષના રૂમમાં જાય છે. હર્ષ ફ્રીજમાંથી ડેરીમિલ્ક લઈને મોઢું મીઠું કરાવે છે અને પછી વાતોએ વળે છે.
સમય થતાં હરેશભાઈ હરિતાના મમ્મી-પપ્પા, તેનો ભાઈ અને પરિતાને લઈને ગરબા મેદાન પર જઈ તેમને બેસાડવા જાય છે તો રવિન્દ્રભાઈ, તેમનાં પત્ની અને પરિતાની નાનીબહેન આવે છે. ચાર જગ્યાઓ રોકવાનું કહી ચેતનાબહેન ને લેવા જાય છે. હર્ષ, તેના મમ્મી અને હરિતા નીચે આવી ફ્લેટના ઝાંપા આગળ ઊભા રહે છે. હરેશભાઈ તેમને લઈને ગરબા મેદાનમાં પહોંચે છે. તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે છે.
માઈક પર વિવિધ ગીતો અને ગરબાનો ગુંજારવ ગાજી રહ્યો છે. આખુંય મેદાન માનવમહેરણથી ઉભરાયેલું છે. કડક બંદોબસ્ત હેઠળ બાહાર પોલીસ અને મેદાનમાં સ્વયંસેવકો ફરજ બજાવે છે. અહીં હાજર સૌ રમઝટ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. લગભગ 9:30નો સમય થઈ ચૂક્યા છે અને કાર્યક્રમ શરૂ થવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આ વિલંબ પણ કોઈ કારણસર હોઈ શકે.
સંચાલકો આ બાબતે મૌન સેવે છે. પણ મને મળેલી
જાણકારી મુજબ ગરબા ગાયકવૃંદ જે વડોદરાથી આવે છે તેને અંકલેશ્વર પાસે અકસ્માત થયો છે. અહીં થી બીજી ગાડી તેમને લેવા મોકલાઈ છે. જો કે આ વાતની સચ્ચાઈ મને માલુમ નથી. લોકમુખે સાંભળેલી વાત છે. ઠીક છ, એ આવે ત્યાં સુધી હું જરા મારી રાધાના હાથની ચાય પીતો આવું અને તેને તથા મારી લાડકી નીલપરીને લેતો આવું. મારી જગ્યા રાખજો. આમ ગયો નથીને ફટ આવ્યો. ધીરજ રાખજો. પછી તો મજા જ આવશે.
💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐