Ishk in different way...(tedha hai par mera hai) - 2 in Gujarati Fiction Stories by Bhumi Gohil books and stories PDF | ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 2

Featured Books
Categories
Share

ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 2

(પ્રેમાળ વ્રત-લાગણીનો વરસાદ-ભાગ 2)




આગળના ભાગમાં આપણે જોયું કે દાઢીવાળા બાવાએ રાધીને ચેલેન્જ આપી છે કે એ વ્રત નહિ કરી શકે....અને રાધી એ પણ ચેલેન્જ એક્સેપટ કરી છે...પણ દાઢીવાળા બાવાએ કોઈ કસર છોડી નથી રાધીને હેરાન કરવામાં જોઈએ હવે આ ભાગમાં રાધીનું વ્રત...😅😅😜😜😁😁)




(સવારે 7 વાગ્યે...)


he:દિકુ ચા આપજે!!
TV ચાલુ કરતા એ બોલ્યા...અને મ્યુઝિકની ચેનલ ચાલુ કરી.એ સાથે જ એમનું ફેવરીટ song આવ્યું....

તલબ હૈ તું,તું હૈ નશા...ગુલામ હૈ દિલ યેહ મેરા...
ખુલકે જરા જીલું તુજે...આજા મેરી સાંસો મેં આ...

મરીઝ-એ-ઇશ્ક હું મેં...કર દે દવા...હાથ રખદે....
તું દિલપે જરા....હો..ઓ.. હાથ રખદે તું દિલપે જરા..


me:હા હા લાવી...નાસ્તો શું બનાવું તમારા માટે અને તમે કેમ નિરાંતે બેઠા છો ઓફીસ નથી જવું...🙄

he:ના આજે શરત જીતવાની છે...સો આજે રજા..😎

me:હુહ..સપના જુઓ...😏😤

he:ઓહકે...ચાલ મારા માટે ખમણ બનાવી દે... સેવવાળા...😋

me:હો....😱મારે વ્રત છે અને તમે???

he:હા તો તું પણ ખાજે હું ના નઈ પડું તારા જેમ!!!
હું આપીશ તને....સેવવાળા ખમણ...😜😜😋😋

me:નઈ જોઈએ અને હું નઇ બનાવી દેવ...હુહ😤

he:ઓકે તો તને ક્યાંની સેવખમણી ભાવે છે??શું નામ એ શોપ નું.....

me:👀🙄😟

he:એ હા જો જલારામ ફરસાણ...ત્યાંની સેવખમણી બેસ્ટ....આખા ભાવનગર માં ક્યાંય ના મળે આહા.. શુ એનો સ્વાદ...વાહ મજા આવી જશે આજે તો!!!અને મારામાં કોઈ ભાગ પણ નઇ પડાવે આજે તો વાહ...😋😋😋🤩

me:તમે જાણી જોઈને એવું કરો છોને હેને..ખડૂસ હસબન્ડ છો તમે હુહ...😤😤😤


he:વાહ મજા આવી ગઈ હજુ તો આખો દિવસ છે!!😎

me:હુહ...તમે જન્મ જ મને હેરાન કરવા અને મારા સાથે જગાડવા લીધો છે....

he: બેફામ વરસવું જ પડે, ઝાકળથી પુર ના આવે !!

me:હુહ...બહુ વાયડા થઈ ગયા છો હમણાં...હુહ કરી હું રૂમમાં આવી.

રૂમમાં જઈને મેં ન્યુઝ ચાલુ કર્યા અને જોઈને મારો મગજ એકદમ ઉકળતી ચાની જેમ ગરમ થઇ ગયો.અને ન્યુઝ મૂકીને મોબાઈલ લીધો હજુતો પ્રતિલિપિ ખોલી જ હતી.અને એ આવ્યા અને બોલ્યા.

he:આ ટીવી તો તું બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે જ ચાલુ રાખતી લાગે...🤨

me:લે કેમ?🤨

he:ડાચુ તો મોબાઈલમાં જ હોય તારું!!😏

me:બહુ સારું લ્યો...😏આજે હું બહુ ડિસ્ટર્બ છું.😐

he:લે કેમ વળી???🤔

me:એક તો ભૂખ લાગી હતી અને ન્યુઝ જોયા...😏હુહ મારુ મગજ ના તપાવો જાવ અહીંયાંથી!!!😤

he:ઓય સામે જો તો પરાણે મોઢું તેમના તરફ ફેરવતા.🧐

me:શું છે?!!🤨

he:શું જોયું તે આજે?🤨

me:હે હે ન્યુઝ...😁

he:અને શું જોયું તે ન્યુઝમા?!!!🤨

me:સરકાર પણ કેવી છે યાર!!વર્ષોથી યુગો-યુગોથી સ્ત્રી સાથે અન્યાય જ થતો આવ્યો છે ભારતવર્ષમાં... હુહ...ઝાંસીની રાણી જેમ ટીવી નો રિમોટ હવામાં ઉછાળતા હું બોલી.😜

પગ સોફા પર લેતા એ બોલ્યા.🥶

he:અરે બાપ રે હવે શું અન્યાય થયો નૌટંકી તારી સાથે અને આ શું નાટક શરૂ કર્યા તે સીધે સીધું ગુજરાતી માં બોલતો કંઈક સમજાય અહીંયા.🥴😵🤯

me:પાન-માવાની છૂટ તો પાણીપુરી ની કેમ નહીં???જવાબ આપવો જ પડશે સરકારએ...નારિસન્માનની અવગણના...અમે તો પ્લેટમાં પાણી હોય તે પણ પાછા પી જઈએ. રોડ પર થૂંકીને ગંદકી નથી ફેલાવતા તો અમને પણ ન્યાય મળવો જોઈએ નહીં તો લોકડાઉન નો ભંગ કરીશું...😤🏌️‍♀️

he:શાંત દેવી શાંત....થોડા દિવસ ખમી જા...હું વાત કરીશ સરકાર સાથે બસ....😜

me:બસ લ્યો ફેંકવાનું બંધ કરો!!!😏

he:શરૂઆત કોણે કરી??!!😒

me:તમારા સાથે વાત કરવી જ બેકાર છે...હુહ...😤

he:હજુ તો આખો દિવસ કાઢવાનો છે મારા સાથે😜

~_~_~_~_~_~_~_


Master stroke👇

મારો વિચાર તારી હાજરી થી ધારદાર છે
તું એમાં પ્રેરણારૂપે તો જ એ જોરદાર છે.

~_~_~_~_~_~_~_~_~_~_

કેમ છો વાંચકમિત્રો???

કેવો લાગ્યો આ ભાગ??


પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો.


To Be Continued...

Next Part Will Publish Soon...