સાપસીડી 16….
સુપ્રીમે લગ્ન ને સાધુ થવાના રિવાજો ની સાથે સાથે તીન તલાકના રિવાજ સામે પણ લાલ આંખ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા જુદા સમlજોના ધર્મને નlમે ચાલતા રિવાજો સામે દેશની સર્વોચ્ચ અદાલતે દંડો ઉગામ્યો હતો.
તે પ્રમાણે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને તીન તલાક પર પ્રતિબંધ મુકવા અને વૈકલ્પિક સુધારાત્મક કાયદો ઘડવા આદેશ કર્યો હતો.
1990 થી આર્થિક સુધારા તરફ આગળ વધી રહ્યા હતા . જેમાં 2000 થી વધુ ગતિ આવી હતી. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા સામાજિક સુધારાઓ પ્રત્યે પગલાં લેવાઈ રહ્યા હતા. લગ્નના ,નાની ઉંમરે સાધુ થવાના અને આવા બીજા અસંખ્ય કુરિવાજો સામે સુપ્રીમ દ્વારા આકરા પગલાં લેવાઈ રહ્યા હતા.
દહેજ પ્રથા નાબુદી એનો જ ભાગ હતો. જેની સામે બે દસકાથી અદાલત વધારે આકરી થઇ હતી. જો કે આ તમામ કુરિવાજો સામે વ્યક્તિગત ફરિયાદો અને દાદ અદાલતમાં કરવામાં આવી હતી. વર્ષોથી આવા અનેક કેસો અદાલતમાં છે એના સામે હવે સુપ્રીમે લાલ આંખ કરી છે.
તીન તલાકનો રિવાજ પણ આવો જ હતો. કેટલીક મહિલાઓએ તેમના પતિ દ્વારા જે રીતે તેમને તલાક અપાયl તેની ફરિયાદો કરી અદાલતમાં દાદ માંગી હતી.
આજે આ પ્રથા ઉપર સદંતર પ્રતિબંધ મૂકી સજા કરવા સુધી અદાલતે કાયદો ઘડવા કેન્દ્રને આદેશ કર્યો હતો. મુસ્લિમ મહિલાઓ ખુશ હતી અને જશન મનાવી રહી હતી.
નરોડા અને સરસપુરમાં તેમજ અમદાવાદ સહિત ગુજરાત ના બીજા શહેરોમાં પણ મુસ્લિમ મહિલાઓએ ઠેક ઠેકાણે સમૂહમાં આવી આ આદેશનું સ્વાગત કર્યું.
રહેના નો પતિ તેને વોટ્સઅપ પર તલાક આપી દીધા હતા અને બીજા નિકાહ કરી લીધા હતા . ત્રણ બાળકો જાણે
રેહlનાની જ એકલા ની જવાબદારી હતી.એણે પણ અદાલતમાં ભરણપોષણની અને એના પતિની આ હરકત સામે દાદ માંગી હતી.આવી તો અનેક સ્ત્રીઓ હતી.
રેહlનlની મદદ તો પ્રતિકે જ કરી હતી. આવા તો અનેક પ્રકારના કેસોમાં પ્રતીક કે તેના પાર્ટીને સંઘ ,સમાજના સાથીઓ અવારનવાર મદદરૂપ બધી રીતે થતા હતા.
હજુ તો બીજા અનેક કુરિવાજો સામે મુસ્લિમ મહિલાઓ અદાલતમાં ગઈ હતી. મુખ્ય માંગ કહો કે અભિયાન દેશમાં એક જ સિવિલ કોડ ની માંગ નું ચાલી રહ્યું હતું. ઇનડિયl પાર્ટી અને સેવક સમાજ વરસો થી દેશમાં એક સિવિલકોડ માંગી રહ્યા હતા.
environment એવું બની રહ્યું હતું કે
ગમે ત્યારે ખુદ સુપ્રિમકોર્ટ કેન્દ્ર સરકારને આ દિશામાં નિર્દેશ આપે.
જોકે સેક્યુલર પાર્ટીને મિલિઝુલી સરકાર દ્વારા મહિલાઓને બે દાયકા થી સ્વરાજની ચૂંટણીઓમાં અનામત આપી જે રીતે રાજકારણમાં આગળ કરવામાં આવી તેના પરિણામે દેશમાં મહિલાઓની સ્થિતિમાં બહુ મોટો સુધારો થયો.
મહિલાઓ શિક્ષણમાં પણ આગળ વધવા લાગી.. નોકરીઓમાં બધી જ જગ્યાઓ પર સ્થાન મળવા લાગ્યું હતું.
20મી સદીના છેલ્લા દાયકામાં દેશમાં સ્ત્રીઓની સ્થિતિમાં અને લોકોની આર્થિક સ્થિતિમાં બહુ મોટો સુધlરો દેખાયો છે. કારણ સરકારના પરિવર્તન શીલ અને પ્રગતિશીલ આર્થિક નીતિઓ.. ..
નરોડા અને સરસપુર બને વિસ્તારોમાં લોકોમાં આર્થિક પ્રશ્નો તો હતા જ પણ સામાજિક સમસ્યાઓ પણ મોટી હતી.
પાણી, કચરા, પ્રદુષણ કે ટ્રાફિકની શહેરી સમસ્યાઓ તો હતીજ .રાજકારણીઓને લોકોની આ બધીજ સમસ્યાઓ સાથે માથાકૂટ કરવી પડે છે. તો જ તે લોકપ્રિય થઇ શકે અને આગળ આવી શકે કે ટકી શકે.
શહેરની આખી ટીમ, મેયર સહિતના મુખ્ય હોદેદારો ની મોટા સાહેબની સાથે બેઠક હતી. એ જ દિવસે શરૂઆતમાં સાહેબે પ્રતિક ને કોઈ કામ માટે અલાયદી રીતે મીટીંગ ગોઠવી..સાથે વિદુરભાઈ પણ હતા. જોકે આખી જ વાત અડધા કલાકમાં જ પ્રતીકની ચાલાકીથી પુરી થઈ ગઈ. મોટા સાહેબ કોઈ ખાસ વાત કરવા માંગતા હતા. પણ આ વાત થઈ ન શકી. એક તો સાહેબ પર બહારથી જ કોઈ ફોન આવ્યો હતો. પ્રતિકે
પણ સાહેબની કેટલીક વાત પર પોતે હજુ પુરી વિગત ને માહિતી મેળવશે કહી ટૂંકમાં પતાવી .
પ્રતિક નહોતો ઈચ્છતો કે મોટlસlહેબ
કોઈ ખાસ પ્રીતિ તેના પ્રત્યે દેખાડે...ખબર નહિ કેમ પણ એ ક સમય હતો જયારે તે મોટlસlહેબની નજદીક જવા અને તેમના પ્રીતિપlત્ર થવા બહુ પ્રયત્ન કરતો હતો …
રાત દિવસ આ માટે શુ કરવું જોઈએ તેની ચર્ચા પણ સેવા સમાજના ને પાર્ટીના તેના અંગત મિત્રો સાથે કરતો ,પત્રકારો સાથે પણ કરતો ...પણ હવે તેને લાગ્યું કે આ બહુ જરૂરી નથી . કામ અને ધ્યેય સાથે નિષ્ઠા વિશેષ મહત્વની અહીં છે.
સાહેબને આમ પણ ચમચાઓ સાથે બહુ મેળ નથી .અને બહુ પસંદ પણ નથી.
સાહેબને બહુ નહિ તો થોડા થોડા સમજી શકયો હતો .એ પ્રમાણે હવે એમની નજદીક જવાના કે કોર કમિટીમાં રહેવાના પ્રયત્નો એણે છોડી દીધા હતા.
જે કઈ મોભો ને મlન મળ્યા હતા તેને અનુસાર કામ અને ફરજ બજાવવા જ તે હવે ધ્યાન આપવા માંગતો હતો. આ એનો નિર્ણય હતો. જે તેણે સ્વંય લીધો હતો. થોડા સમયમાં એનામાં પોતાનlમાં પણ બહુ મોટું આંતરિક પરિવર્તન આવ્યું હતું .તે પોતે પણ અનુભવી શક્તો હતો..
પ્રતિકે નરોડlમાં અને સરસપુરમાં અર્બન સેન્ટરના એક રૂમમાં લાયબ્રેરીઓ શરૂ કરlવી .આમ તો લગભગ દરેક વોર્ડમાં લાયબ્રેરી ઓ હતી જ પણ પુસ્તકોની બહુ અછત દેખાતી હતી. રેર બુક કે
અપ્રાપ્ય પુસ્તકો ની આ વિશિષ્ટ લાયબ્રેરી ઓ હતી. મહત્વનું એ હતું કે એમાં પુસ્તકથી માંડી ને કબlટો સુધ્ધા માં લોક ભાગીદારી હતી.
આમ તો આખો જ પ્રોજેક્ટ સંસ્કારકેન્દ્ર ખાતે એક રૂમ ફાળવી તેમાં આ વ્યવસ્થા કરવાની તૈયારીઓ હતી .અને જરૂરી મજુરી પણ સ્ટે કમિટીમાં લઈ લેવામાં આવી .મેળવી લીધી. પ્રચાર એ રીતે થયો કે લોકોની ભાગીદારીથી બનાવાઈ રેર બુક લાયબ્રેરી . આઝાદીના વરસો આસપાસ પ્રકાશિત થયેલા પુસ્તકો લોકોની પાસેથી જ મેળવવામાં આવ્યા.
આ હજુ શરૂઆતજ હતી. એટલે અર્બન સેન્ટરોમાં કામચલાઉ વ્યવસ્થા વધારાની પણ કરવામાં આવી. અને મજાની વાત કે આમાં વોલિયન્ટરો ની મદદ લેવાઈ .જેઓ વિદ્યાર્થીઓ કે પ્રાધ્યાપકો મહદઅંશે હતા અને બહુ હોંશથી આખાય પ્રોજેકટમાં જોડાયેલા.
આમ તો શહેરની વિદ્યાપીઠ અને એમ જે લાયબ્રેરી ખૂબ સમૃદ્ધ કહી શકાય તેવી છે. તો બીજી ખાનગી લાયબ્રેરીઓ બ્રિટિશ કાઉન્સીલ કે AMA ,Imm ની વાત પણ થાય તેમ નથી. અહીં પુસ્તકો નો ખજાનો છે. ધાર્મિક લાયબ્રેરીઓ માં કોબl ની કે સ્વામિનારાયણની કે બોડકદેવની પણ જોવા જેવી છે.ગુજરાત યુનિ ની લાયબ્રેરી પણ બહુ સમૃદ્ધ થઈ ગઈ છે.
એટલું જ નહીં આ પુસ્તકોને ડિજિટલાઇજ કરવાની આખી જ સિસ્ટમ પણ કેટલાક નિષણlતોની મદદથી શરૂ થઈ. પ્રતિક ખાસ તો સેવા સમાજના કેટલાક વડીલોની મદદ થી અને તેમના રસના વિષય તરીકે અlખાજ પ્રોજેકટને ગતિ આપી હતી.
હજુ સ્થળની બાબતમાં વિવાદ હોઈ કામચલાઉ સ્થાન તેને સંસ્કારકેન્દ્રમાં જ એક રૂમમાં વ્યવસ્થા કરાઈ. જો કે શહેરના વિવિધ વૉર્ડ નરોડા ,બોપલ ,સરસપુર વગેરે માં પણ કામચલાઉ રૂમ લાયબ્રેરીઓમાં કે અર્બન સેન્ટરમાં શરૂ કર્યું. આ રેર બુકની લાયબ્રેરીમાં મોટlસાહેબ તો અંગત રસ લેતા જ હતા પણ વિદુરભાઈ પણ ખાસ રસ લેતા હતા.
ખાસ ઉદેશ્ય તો લોકોના ઘરોમાં રહેલા દુર્લભ પુસ્તકો ની સાચવણી નો હતો.
સામાન્ય રીતે વ્યક્તિ અવસાન પામે ત્યારે જો તેની પાસે પુસ્તકો ની લાયબ્રેરી હોય તો તેના જ સગા ઓ સો પ્રથમ તો અl પુસ્તકો પસ્તીના હવાલે કરતા હોય છે.
એવું મોટા ભાગના કેસમાં થતું જોવા મળે છે. વળી અવસ્થા થlય ત્યારે પણ વડીલો ઘણીવાર પોતેજ પુસ્તકો દાન કરી પોતાની હાજરીમl જ લોકો તે વાંચે અને સચવાય તેમ ઈચ્છતા હોય છે.
આથી આ પ્રોજેકટનો આ ઉદેશ્ય પણ છે કે પુસ્તકો સચવાય ,આવનારી પેઢીને એનો લાભ મળે અને ડોનર ના નામ ની ક્રેફિટ સાથે સચવાય. ખરાબ થઈ ગયેલા પુસ્તકો ડીઝીટલાઇજ કરવામાં આવે.