અહી હું તમારી સમક્ષ હોળી ના અલગ અલગ બે કાવ્યો, ચકલી ઉપર નુ કાવ્ય, જીંદગી ડગલે ને પગલે એક કસોટી, અને કોરોના ને લીધે વિધાર્થી ના મન ની વાત, ફુલ ની આત્મ કથા ... મારા કાવ્ય થકી કહેવા નો પ્રનાનો યાસ કરું છું.... આશા રાખુ કે આપ સૌને દરેક કાવ્યો પસંદ આવશે
કાવ્ય 01
ચાલ ને દોસ્ત હોળી રમીએ...
હતો એક્બીજા માટે અનહદ પ્રેમ
રહી નહોતાં શકતાં એકબીજા વગર
નાની દુન્યવી વાતો માં ગુચવાઈ ગયા એવાં
પ્રેમ ભુલી બન્યા એકબીજા ના જાનીદુશ્મન
હોળી છે રંગો ને પ્રેમ નો તહેવાર
ચાલ ને આ હોળી ઊઝવીએ કાઇક અલગ રીતે
ચાલ આપણી નફરત ની હોળી પ્રગટાવી ને
આપણે દુશ્મન માંથી પાક્કા દોસ્ત બની જઈએ
વર્ષો ની દુશ્મનાવટ નો છેદ ઉડાડી
ચાલ ને એક્બીજા ઊપર ગુલાલ ઉડાડી એ
તું મારા ઉપર પીળો દોસ્તી નો રંગ ઉડાડજે
હું તારા ઉપર પ્રેમ નો ગુલાબી રંગ ઉડાડીશ
નફરત ને દુશ્મનાવટ ભૂલી
ચાલ ને દોસ્ત આપણે ફરી
આજે ગુલાલ થી હોળી રમીએ...
કાવ્ય 02
હોળી....રંગો નો તહેવાર..
ઋતુરાજ વસંતઋતુ નાં પ્રારભે
ફાગણ સુદ પૂનમે આવે હોળી
ગામ ના ચોરે ચૌટે હોળી પ્રગટાવી
ઊઝવાય છે રંગો નો તહેવાર હોળી...
ઈર્ષા,નફરત ને હોળી ની આગ માં બાળી
રંગ બેરંગી રંગો થી ખેલાય છે હોળી
ગુલાલ, કેસુડો, પાંકા રંગ ને પાણી
એક્બીજા ઉપર છાંટી રમાય છે હોળી
રંગો ની વચ્ચે જોબન છલકાઈ
પ્રેમ ના રાગ થી રંગાઈ ને રમાઈ છે હોળી...
કાવ્ય 03
ચકલી....
ઉડતી ઉડતી ક્યાક થી
આવી એક ચક્લી
ચી... ચી.. ચી... કરી
બોલાવે એક ચકલી
ચોખા ને પાણી આપો એવું
કઈક કહી ગઇ એક ચકલી
ઘણા સમયે જોઈ મે એક ચકલી
પ્યારી પ્યારી લાગી ઍક ચકલી
છોકરાઓ ને ગમે ચકલી
ભગવાન ને પણ પ્યારી છે ચકલી
માનવી ના ઔધોગિકરણ માં
ખોવાઈ ગઈ ક્યાક ચકલી...
કાવ્ય 04
જીંદગી ... એક કસોટી..
એક પછી એક પડેલી ગાંઠો ને ઉકેલતો રહ્યો
જીંદગી ના કોયડા ઓ ને સુલઝાવતો રહ્યો
આવી પડેલ મૂશ્કેલીઑ નો સામનો કરતો રહ્યો
અને બે પાંદડે થતા નીરાત નો શ્વાસ લીધો
વિચારું કે જાણી ને શીખી લીધું છે બધું
હવે ક્યાં મારે જરુર છે નવું શીખવા ની
ત્યા જ કાઇક અણધાર્યું કરી જાય છે જીંદગી
નવા દાખલા ને કોયડાઓ આપતી જાય છે જીંદગી
ક્ષણે ક્ષણે અનોખું શીખવાડતી જાય છે જીંદગી
હું કાયમ રહેવાનો જીંદગી નો વિધાર્થી
એવુ કહી નવું શીખવાડતી જાય છે જીંદગી
નવી નવી કસોટી ઓ આપતા
તું પણ થાકતી નહીં એ જીંદગી....
મારો પણ વાયદો છે તને
મારા અંતિમ શ્વાસ સુધી...
હાર માનીશ નહી...
તારા થી એ જીંદગી....
કાવ્ય 05
તું જા હવે કોરોના... જા
બાળકો ના કલબલાટ વગર
સુના પડ્યા બાલમંદિર ના આંગણા
વિદ્યાર્થીઓ ની ધિંગામસ્તી વગર
સ્કૂલો ની ઇમારતો ભાસે ભૂતાવળ ને ખંડેર
કૉલેજ નાં ક્લાસ લાગે ખાલીખમ ભેંકાર
છતાં છલકાતું નથી યૌવન કૉલેજ કમ્પાઉન્ડ માં
કૉલેજ ની કેન્ટીનો માં ચા જોડે ગપ્પાં મારતાં
મિત્રો નાં ટોળાં હવે મળતા નથી જોવા
પ્રેમ પાંગરવા નું પણ ભુલી ગયો છે હવે
કોરોનાં કાળ માં કોલેજ ના મેદાન માં..
બાળકો નો ગોલ્ડન પીરીયડ તું છીનવી રહ્યો છે
હવે તો દરેક હદ ની મૂકી છે માઝા
ભણવા ની જે મજા સ્કૂલ કોલેજ માં આવે
એવી ક્યાં મજા આવે ઓનલાઇન ભણતર માં
કહે "હિરેન" બિરબલ ની ખીચડી ના પાકે ઝાડ
ઉપર એમ ભણતર ના ચડે ઓનલાઇન ઉપર
મહેરબાની કર અમારા બાળકો ઉપર
અને તું જા ...હવે કોરોના .. જા...🙏🙏
કાવ્ય 06
એક ફૂલ ની ... આત્મકથા...
ફુલ બની ને બાગ માં મહેકવું અમને
પસંદ છે પણ જોડે કાંટા મંજુર નથી
ફુલ બની પ્રભુ ના ચરણો મા રહેવું પસંદ છે
પણ કોઠા ની શોભા બનવું મંજુર નથી
ફુલ નો હાર બની પ્રભુ ના ગળા માં રહેવું પસંદ છે
પણ હાર બની ને તસ્વીર ઉપર લટકવું મંજુર નથી
ફુલ બની યુવતીના માથાની સુંદરતા બનવુ પસંદ છે
પણ કોઈના પગ નીચે કચડાવવું મંજુર નથી
ફુલ ની સુગંધ લેતાં પતંગિયા પસંદ છે
પણ ડંખ મારતા ભમરા મંજુર નથી
ફૂલ બની ને બગીચા માં ખીલવું પસંદ છે
પણ સંઘ્યાએ મૂર્જાઈ જવું મંજુર નથી
ફુલ બનવા ની વ્યથા તું શું જાણે "હિરેન"
અહી કૈક ફુલ "ગુમનામ" થયા ખીલ્યા ને મૂર્જાયા
કાવ્યો ની સુવાસ ફેલાવવા ખાતીર ......
"ગુમનામ"