Ascent Descent - 30 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 30

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 30

પ્રકરણ - ૩૦

શકીરાની રાત તો પહેલેથી જ બગડી હતી અને હવે સવારથી અત્યારે બપોર સુધી બરાબર અકળાઈ ચૂકી છે કારણ કે હજું સુધી એને આધ્યા કે સોના કોઈનો કંઈ જ પત્તો મળ્યો નથી.‌ એક નહીં પણ ચાર ચાર જણાનું આ રીતે ગાયબ થવું? વળી, આધ્યા અને સોના એ લોકો સાથે જ છે કે એ પણ કંઈ ખબર જ નથી. સવારથી એનું મગજ કંઈ કામ નથી આપી રહ્યું. એનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે.

એ અત્યાર સુધી કેટલાંય ફોન કરી કરી ચૂકી છે. પણ ક્યાંકથી કોઈ પત્તો નથી મળી રહ્યો. ત્યાં જ એણે ફરી એક ફોન લગાડીને કહ્યું, " મુજે અભી તક વો ડ્રાઈવર કા પતા નહીં ચલા. સબ ક્યા કર રહે હો સુબહ સે? ઈતના ભી નહીં કર શકતે મેરે લિયે?"

ત્યાં જ સામેથી એને શાંત પાડતો અવાજ આવ્યો," ડાર્લિગ કુલ ડાઉન... તું ઉસ ડ્રાઇવર કે પીછે ભી ક્યું પડી હે? ઉનમેં સે કિસી કે પાસ ન પેસે હે ન પરિવાર...વાપિસ તેરે પાસ હી આયેગી. કોન ઈનકો રખેગા?"

" ન જાને મેરા શક વહી ડ્રાઇવર પે જાકે અટક જાતા હે."

"તુ એસે બોલ રહી હે જેસે ઉસકે સાથ વો લોગ ભાગ ગઈ હો."

શકીરાનો પિત્તો ગયો એ બોલી, " એસા મેને નહીં બોલા હે. વો ભાગને મેં મદદ તો કર શકતા હે ના? વરના ઉસકા ફોન અભી તક ક્યું બંધ આ રહા હે? તુમ્હારે પાસ ઉસકા એડ્રેસ તક નહીં હે. તું કિસી કામ ઠીક સે નહીં કર શકતે. અબ મેરે સે બાત મત કરના " કહીને ફોન કટ કરી દીધો.

ફરી એ જ નંબર પરથી ત્રણ ચાર વાર ફોન આવ્યો પણ એણે ઉઠાવ્યો નહીં આખરે એણે ફોન ઉઠાવીને કહ્યું, " બોલો અબ ક્યા હે? તું જો મેરે પાસ માંગતા હે મેં દેતી હું ના? તું ઈતના ભી નહીં કર શકતા?"

" તું મેરી રાની હે ડાર્લિગ. પર મુજે યે સમજ નહીં આ રહા હે કિ અગર ચાર લડકિયા ગઈ તો મે તેરે પાસ દૂસરી દસ લડકિયા લા દૂગા. વો ભી એક સે એક બઢકર..."

શકીરા બોલી, " યે સબ સે જિતની કમાઈ હોતી હે ઉસસે ચાર ગુના કમાઈ સિર્ફ ઈન દોનોં સે હોતી હે. ઉસમેં ભી વો આધ્યા તો મેરા હુકમ કા એક્કા હે."

"ચલ ઠીક હે કુછ કરતા હું. તું ચિંતા મત કર. અભી તક મેરે અચ્છે વાલે આદમીયો સે કામ કરનારા હે ઓર અબ મેરે દૂસરે આદમિયો સે કામ કરવાના પડેગા. પર તું મેરે સે નારાજ હો જાયે વો મુજે જરાં ભી પસંદ નહીં પડેગા."

શકીરા થોડી હળવી બનતાં બોલી," મેરે સાથ મેરી કમાઈ ભી તું ખાતા હી હે ના? ઓર તેરે બિના તો મેં ભી ક્યા જી શકતી હું? ચલ રખતી હું...કુછ કામ આ જાયે બાદ મેં હી ફોન કરના." ને ફોન મુકાઈ ગયો.

************

કર્તવ્ય ફટાફટ ઓફિસ પર પહોંચ્યો ત્યાં એનું મગજ વિચારે ચઢી ગયું. એટલામાં જ એક જુનો પ્યુન એક કોલ્ડ કોફી લઈને આવ્યો.

પ્યૂનને કર્તવ્ય માટે સારી એવી માન અને લાગણી. એ કર્તવ્યને જોતાં જ બોલ્યો, " સાહેબ આજે મોડું થયું? કંઈ ચિંતામાં હોય એવું કેમ લાગે છે?"

કર્તવ્ય : " અરે કંઈ નહીં થોડાં કામમાં અટવાયો છું. થેન્કયુ ફોર કોલ્ડ કોફી." કહેતાં પ્યૂન નીકળી ગયો કેબિનમાંથી. પણ કર્તવ્ય વિચારવા લાગ્યો કે આ રાઘવમાં માણસની લાગણી અને મૂડ પારખવાની એક જોરદાર ખૂબી છે. જ્યારે પણ હું ચિંતામાં હોઉં છું એને પહેલાં ખબર પડી જાય છે, ભલે કદાચ હું એની સાથે કોઈ વાત શેર નથી કરતો...ભગવાન દરેકને કંઈ ને કંઈ વિશેષતા તો આપે જ છે...પણ ક્યાંક...?

વિચારોમાં જ એણે એક ફોન લગાડીને કહ્યું," ડૉ માનવ, કેવું છે એ પેશન્ટને? એનાં રિપોર્ટ?"

"અરે થોડું કોમ્પ્લિકેશન જેવું લાગે છે મિસ મિતાલીના રિપોર્ટમાં. બસ બીજાં રિપોર્ટ મોકલ્યા છે. હોપ સો... કંઈ એવું મેજર ન આવે."

કર્તવ્ય: " પૈસાની ચિંતા ન કરતાં. પણ એ વ્યક્તિને સાજી કરવાની છે. મને ખબર છે તમે કોઈ ખોટું બિલ તો નહીં જ બનાવો‌. હું સંસ્થાનાં ફંડમાંથી એડજેસ્ટ કરાવી લઈશ."

" એક વાત પૂછું કર્તવ્ય? આજ સુધી આ રીતે આપણી અમૂક દર્દીઓ માટેની મુલાકાત પછી તું મારો એક સારો મિત્ર બની ગયો છે. મને ખબર છે આજે સુધી કોઈ પેશન્ટ માટે તે એવું રાખ્યું નથી સંસ્થા દ્વારા બધાં જ જરૂરિયાતમંદને મદદ કરાઈ છે. પણ તું કે તારાં પપ્પા કે બીજું કોઈ વ્યક્તિ આવીને દરેક પેશન્ટને મળે છે એનું બધું માહિતી ચેક કરીને જ એનાં માટે આગળ વધો છો કે જેથી સંસ્થાનાં પૈસા કોઈ અયોગ્ય હાથમાં ન જાય. પણ આ પેશન્ટ માટે મને જે પ્રમાણે માહિતી મળી એ મુજબ તું રૂમ સુધી જઈને અંદર ગયાં વગર પાછો આવી ગયો સાથે જ એડવાન્સ પેમેન્ટ પણ કરી દીધું છે. કોઈ ખાસ કારણ? તું પેશન્ટને ઓળખે છે?"

કર્તવ્યને શું બોલવું સમજાયું નહીં. પહેલાં 'હા' પછી ના કહેતાં અટવાયો.

"ઠીક છે તને યોગ્ય લાગે તો. બાકી એ પેશન્ટ કે એની સાથેનાં રિલેટિવ પાસે કોઈ ફોન નથી કે નથી બીજું કોઈ રિલેટિવ. મને લાગે છે કે લખાવેલુ એડ્રેસ પણ ખોટું જ છે. આ જમાનામાં યુવાન છોકરીઓ પાસે મોબાઈલ સુદ્ધાં ન હોય એ જરાં ઓકવર્ડ લાગ્યું. પણ પૈસાની તે વાત કરી એટલે મેં બહું માથાકૂટ કરી નથી."

"સોરી, માનવ તે મને દોસ્ત માન્યો છે તો એનાં પર વિશ્વાસ રાખ. જેની પાસે પૈસા, પરિવાર હોય છે એની પાસે બધું જ હોય છે પણ કેટલાક એવાં કમનસીબ લોકો હોય છે જેની પાસે એવું કંઈ હોતું જ નથી. બસ વધારે કંઈ ન વિચારીએ તો સારું. ઓકે બેસ્ટ લક..." કહેતાં જ ફોન મુકાઈ ગયો.

***********

સાંજનો સમય થઈ ગયો છે. શકીરા નવી જગ્યા પર આંટા ફેરા કરી રહી છે‌. નવી જગ્યા હોવાને કારણે થોડું અટવાયેલું મન સાથે જ ચાર લોકોનું ગાયબ થવું. એનાં રોજ મુજબ બાથ માટેનો સમય થયો પણ એનું મન જરાં પણ ઉત્સુક નથી.

એટલામાં જ ફરી ફોન આવ્યો," વો ડ્રાઈવર કા પતા મિલ ગયા હે."

શકીરાએ હાશકારો અનુભવ્યો. એનાં ચહેરા પર સ્મિત આવી ગયું. "આખિર તુને મારાં કામ તો કરી દીયા. લવ યુ જાન...તો વો આધ્યા,સોના વો લોગ કહાં પે હે? મેં અભી ઈન લોગો કો વાપિસ બુલા દેતી હું."

"બહુત મારને પર ઉસને ઈતના બોલા કી વો દો લડકિયો કો બીચ પર છોડકે આયા થા. યહાં સે સીધા બીચ પે લે ગયા થા એસા બોલા. મેને બોલા કી તું ક્યું યહાં સે ઉન લોગો કો લે ગયા? તો ઉસને બોલા કી વો દો લડકિયાને કુછ ઈમરજન્સી કામ બોલા તો વો લે ગયા. બાકી કા કુછ ઉસે પતા નહીં."

શકીરા : " યે તો જ્યાદા કન્ફ્યુઝન હો ગયાં કી ચાર મેં સે દો લડકિયા કો વો લે ગયા હે મતલબ બાકી દો? ઓર વો દો કોન હોગી ચાર મેં સે?"

"તું ને બતાયા ઉસ હિસાબ સે તો વો અકીલા ઓર નેન્સી હો શકતી હે. ઓર મુજે નહીં લગતા કી વો દોનો અકેલી ઈતના રિસ્ક લે શકતી હે‌. તો ફિર આધ્યા ઓર સોના? યહાં સે મિલી ઇન્ફોર્મેશન કે બાદ પતા ચલા હે કિ આધ્યા તો પહેલે સે હી ગાયબ થી. કુછ સમજ નહીં આ રહા હે. ઓર સુન આજ કે લિયે કસ્ટમર કોઈ મિલેગા કી નહીં?કોઈ બોર્ડ ભી નહીં લેવા શકતી યહાં પર ભી તો."

"તું ચિંતા મત કર. મેં વો પુરાને કસ્ટમર્સ જો મેરે થ્રુ આ રહે છે ઉનકો બતા દેતા હું. હો જાયેગા ચિંતા મત કર..."

શકીરા : "ઠીક હે. પર બાકી લડકિયો કે લિયે કુછ કરના પડેગા. અગર યે લોગ મિલે નહીં, ઓર હમ કુછ નહીં કર પાયે તો બાકી કે લોગ ભી કભી ભી ભાગ શકતે હે. ઓર વો આધ્યા કી તો તબિયત ભી ઠીક નહીં હે, ઉસકી ટ્રીટમેન્ટ કરવા થી હોતી તો અચ્છા હોતા. વો ચારે મેં સે સબસે હિંમતવાળી વો સોના હે પર ઉસને તો કુછ મુજે જરાં સા ભી એસા અનસાર નહીં આને દિયા. એક દિન મેં ક્યા બહાર રહી...યે સબ હો ગયા."

"ચલ...અબ તું બહાર નહીં નીકલેગી મેં આ રહા હું. તેરે પાસ રહેના જરુરી હે."

"મત આઓ યહાં પે ઠીક નહીં રહેગા..." પણ શકીરાની વાત સાંભળ્યા વિના જ ફોન મૂકાઈ ગયો...!

શકીરાનો એ આશિક કોણ હશે? કર્તવ્ય શું આધ્યા એ લોકોને ઓળખતો હશે? આધ્યાને શું તકલીફ હશે? આધ્યાને મલ્હાર મળશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૩૧