Ascent Descent - 27 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 27

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 27

પ્રકરણ - ૨૭

બીચ પાસે પહોંચીને ગાડીમાંથી ચારેયને ઉતારીને પેલો ડ્રાઈવર તો જતો. ત્રણેય જણાં આધ્યાને લઈને ત્યાં એક જગ્યાએ સાઈડમાં જઈને બેઠાં. રાતનો સમય હોવાથી થોડીક લાઈટો બાકી કોઈ માનવ વસ્તી તો છે જ નહીં. દરિયાનું મંદ મંદ રીતે વહી રહેલું પાણી અત્યારે તો એ પણ નિર્જીવ થઈને આરામ ફરમાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યાં જઈને આધ્યાને થોડો ઠંડો પવન આવતાં ખુલ્લી હવામાં શ્વાસ લેવાતાં થોડું સારું લાગ્યું. એનાં શરીરમાં જાણે એક ચેતનાનો સંચાર થયો. એણે બંધ આંખોએ જ ક્હ્યું, " પ્લીઝ મારે ત્યાં નથી જવું. મને બચાવી લે. પ્લીઝ કોઈ મલ્હારને મારી પાસે બોલાવો ને? એ કદાચ મારું જીવન બચાવી શકશે. પણ મારે ફરીવાર એ શકીરાની કેદમાં નથી જવું."

સોના અને નેન્સી જો ચોંકી જ ગયાં કે આ મલ્હાર કોણ છે? પણ અકીલાને એ દિવસે આવેલાં એ છોકરાનું નામ મલ્હાર હતું એ તો નથી ખબર પણ એનાં આવ્યાં પછીની આધ્યાની સ્થિતિ જોઈને એને શંકા નહીં પણ વિશ્વાસ થઈ ગયો કે આ એ જ મલ્હાર હશે.

સોનાએ અકીલાની સામે જોઈને કહ્યું, " તુજે કુછ પતા હે એસા મુજ કુછ લગતા હે ? આધ્યા કિસ મલ્હાર કી બાત કર રહી હે? હમેં તો કુછ સમજ નહીં આ રહા હે"

અકીલા ધીમેથી બોલી, " દીદી મુજે સચ તો પતા નહીં વો તો મેમ હી બતા શકતી હે. પર મુજે જિતના પતા હે વો ભી ઉનકી પરમિશન કે સિવા મેં આપકો નહીં બતા શકતી...સોરી."

સોનાને કદાચ એ આધ્યાની કોઈ પર્સનલ લાઇફની વાત હશે એવું વિચારીને એણે અકીલાને કંઈ વધારે પૂછ્યું નહીં. સોનાએ આધ્યાને ઉઠાડવા મથામણ કરી એણે એનાં પર્સમાંથી થોડું પાણી કાઢીને એનાં પર છાંટ્યું. આધ્યાએ પરાણે આંખો ખોલી. એ આજુબાજુ જોવાં લાગી. શીતળ પવન મંદ મંદ લહેરાઈ રહ્યો છે. ખુલ્લું આસમાન જાણે એને નીરખી રહ્યું છે. કદાચ પરોઢિયુ હવે થવાં માટે આતુર બન્યું હોય એવું લાગી રહ્યું છે.

આધ્યા જાણે એક રાહત અનુભવતી હોય એમ બોલી," હું ક્યાં છું? એક બંધિયાર વાતાવરણની જગ્યાએ આવી ખુલ્લી હવા? નવી જગ્યા આટલી સરસ શોધી છે શકીરાએ? હું સ્વપ્ન તો નથી જોતી ને?"

સોનાએ આધ્યાનો હાથ પકડીને કહ્યું, " આ હકીકત છે. આપણે અહીં જ છીએ."

" પણ હું તો રસ્તામાં જ ફસડાઈ પડેલીને? અહીં કેવી રીતે? અને તમે બધાં? મને કંઈ સમજાતું નથી."

સોના "પણ તું ત્યાં કેવી રીતે પહોંચેલી? કોણે તને એ વેરાન જગ્યા પર જવાં મજબૂર કરેલી? "

આધ્યાએ એ ત્યાં કેવી રીતે પહોંચી એની બધી વાત કરી. પણ સોનાએ એને કહ્યું એ મુજબ એક ખૂણા પરની જગ્યાએ કેવી રીતે પહોંચી એ તો આધ્યાને પણ કંઈ જ ખબર નથી.

સોનાએ બધી જ વાત કરી. આધ્યાની આંખોમાંથી આંસુ આવી ગયાં.

"મારાં માટે આટલું મોટું જોખમ ઉઠાવ્યું તમે? પણ હવે શું કરશું આપણે?"

" કંઈક તો થશે જ."

" પણ તમે લોકો પાછાં ફરશો તો એ બધાની શું હાલત કરશે?"

" પાછાં જવું જરૂરી છે આધ્યા? આપણને કુદરતે એક મોકો આપ્યો છે તો આપણે ઝડપી ન શકીએ? આપણી નવી જિંદગી શરું ન કરી શકીએ? ફરી એ જ શકીરાની ખદબદતી કાદવ કીચડની જિંદગીમાં સબડવા જવું છે. સાચું કહું તો અમે ફક્ત તને શોધવા નીકળ્યા હતા એ વખતે ભાગવાનો મનમાં વિચાર સુદ્ધાં નહોતો. પણ હવે કુદરતનો કોઈ સંકેત હોય કે કંઈ પણ, પણ આપણે ચારેય એકસાથે અહીં મળી ગયાં તો મને થાય છે કે ફરીવાર એ જગ્યાએ નથી જવું." સોનાએ પોતાનાં મનની વાત કરી.

આધ્યા: " તમે લોકોએ પણ મારી જેમ મક્કમ નિર્ધાર કરી જ દીધો છે ને?"

નેન્સી હસીને બોલી, " પણ તમે તો મલ્હાર સાથે જશો ને? અમારી સાથે તો નહીં આવો ને?"

આધ્યા ચોંકી ગઈ કે આ લોકો કેમ આવું કહી રહ્યાં છે‌. મારાં સિવાય આ નામ સુદ્ધાં કોઈને ખબર નથી. અકીલાને પણ પૂરી વાતની કે નામની પણ ખબર નથી.

આધ્યાના ચહેરાં પર સહેજ શરમનો શેડો દેખાયો પણ એને ખબર છે કે મલ્હાર એ એક કાલ્પનિક પાત્ર જેવું છે એ ન તો વર્તમાન છે કે ન ભવિષ્ય!

એને થયું આ લોકો મારાં સારાં મિત્ર છે એમનાથી શું છુપાવીશ? છતાં પણ મલ્હારે કહેલી વાત યાદ આવી કે આ વાત અત્યારે કોઈને ન કહીશ.

આધ્યા : " પણ તમને કેવી રીતે ખબર પડી?"

" તું ઉંઘમાં તો બબડતી હતી." આ સાંભળીને આધ્યાને થયું ખબર નહીં કે ખબર નહીં શું શું બબડી દીધું હશે મેં તો?"

આધ્યા અટકી ગઈ. પણ હવે કશું ન કહેવું એ પણ યોગ્ય નથી.

આધ્યાએ થોડીક વાત કહી પણ એણે બેડરૂમમાં એણે એની સાથે કંઈ પણ નથી કર્યું છતાં એનાં માટે બહું કરીને એનું મન જીતી લીધું છે એવું કોઈ વાત ન કરી. થોડી અછડતી વાત કરીને કહ્યું.

બધાં એમ જ બેસીને ત્યાં ખુલ્લી હવાને માણી રહ્યાં છે. ત્યાં સોના બોલી," અહીં નજીકમાં કોઈ હોસ્પિટલ શોધવી પડશે. પહેલાં આધ્યા તારે બતાવવા જવાનું છે. પછી આગળનું કંઈ વિચારીશું."

અકીલા : " વેસે ભી યહાં સે નીકલના હી સેફ રહેગા. ઉસ ડ્રાઇવરને વેસે તો નહીં બોલા હોગા ફિર ભી...યે જમાના એસા હે...શાયદ મજબૂરી મેં ઉસે ભી શકીરા કો બોલના પડે...પૈસા કુછ ભી કરવા શકતા હે."

ચારેયને વાત બરાબર લાગતાં હવે સવાર પડતાં જ કોઈ સારી નજીકની જગ્યાએ આધ્યાને બતાવવા પહોંચી જવા માટે રાહ જોવા લાગ્યાં...!

**********

શકીરા થોડાં કામકાજમાંથી નવરી થઈને એણે ફટાફટ કરેલી ગોઠવણ મુજબ બધાંને રૂમ આપવાનું કામ પરોઢિયે જ શરું કરી દીધું. જે વ્યક્તિએ બધી ગાડીઓની વ્યવસ્થા કરી આપી હતી એણે કહ્યું કે એક ગાડીનો ડ્રાઈવર કંઈ ઈમરજન્સી આવતાં પૈસા લીધા વિના જ જતો રહ્યો છે. પૈસાની ભૂખી શકીરા પૈસા બચ્યાં એમ વિચારીને ખુશ થઈ ગઈ.

પણ અડધીરાતે જ બધાંને રૂમની ગોઠવણ માટે ભેગા કરતાં ખબર પડી કે એનો ડાબો જમણો એવી સોના અને આધ્યા દેખાઈ નથી રહી. એણે એક તીક્ષ્ણ નજર માર્યા બાદ જોરથી કહ્યું કે યે આધ્યા ઓર સોના કહાં હે?

કોઈ કશું બોલ્યું નહીં. ઘણાંને તો કંઈ ખબર જ નથી કે એ લોકો નથી એ લોકોને તો હાલ જ ખબર પડી. બે ચાર જણાં ખબર હોવાં છતાં ચૂપ રહ્યાં.

શકીરાએ એનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું ત્યાં જ એક છોકરી બોલી, " મેમ હમ અંદર આયે તબ આધ્યા ગાયબ થી. બાદ મેં આપ લોગોં કે આને કે બાદ સોનામેમને આધ્યા કે બારે મેં પૂછા. લેકિન ઉસકે બાદ વો ભી કહાં ઓર કબ ગાયબ હુઈ પતા હી નહીં ચલા."

શકીરાને જાણે એનાં બે હુકમના પત્તા ગાયબ થઈ જતાં એવું મગજ વિચારે ચઢી ગયું. બહારથી તો એણે કોઈને જરાં પણ કંઈ વર્તાવા ન દીધું પણ એનું જોમ એક ઝાટકે તૂટીને કકડભૂસ થઈ ગયું. મારી હાજરીમાં આવું કેવી રીતે બની શકે? એનું મન વિચારે ચઢી ગયું.

ત્યાં જ બીજી છોકરી બોલી, " ઓર વો નેન્સી ઓર અકીલા ભી ગાયબ હે. થોડે દિન સે વો લોગ સાથ મેં જ્યાદા રહતે થે."

શકીરાની જાણ બહાર શું થયું એને કંઈ સમજાયું જ નહીં એને ભણક સુદ્ધાં ન આવી. એક સાથે ચાર ચાર છોકરીઓનું આ રીતે ગાયબ થવું એનું મગજ જ જાણે કામ આપતું બંધ થઈ ગયું.

એણે ફટાફટ એ વિશાઉ, બંગલા તથા કમ્પાઉન્ડમાં પરોઢિયે જ તપાસ કરાવી કોઈ મળ્યું નહીં. અચાનક એનાં મગજમાં કંઈક ઝબકારો થયો એણે તરત પેલાં ગાડીઓ લાવનાર વ્યક્તિને કહ્યું કે એ પેલો જે ડ્રાઈવર પૈસા લીધાં વિના ગયો છે એનો નંબર આપે એને પૈસા આપવા છે.

એ ભાઈને નંબર તો આપ્યો પણ એનો ફોન બંધ આવી રહ્યો છે એ સાંભળતા એની શંકા મજબૂત બની.

એની ઉંઘ હરામ થઈ ગઈ. કોઈ અહીં અંદર એવું વ્યક્તિ પણ નથી કે જેને એ પોતાની વ્યથા કહી શકે. ઘણાં મનોમંથન બાદ એણે બાકીનાં લોકોને તો સૂવા માટે મોકલી દીધાં પણ એ એક મટકું પણ ન મારી શકી. એણે ફટાફટ એક નંબર પર ફોન કર્યો અને સીધો હુકમ ફરમાવતી હોય એમ કહ્યું," મુજે યે ચાર લડકિયા ચાહિયે કિસી ભી હાલ મેં ઔર વો ભી જિંદા...કુછ ભી કરો... મેં વેસે ભી બહોત લોસ કરકે યહાં આઈ હું ઓર વો લોગ નહીં મિલે તો મેરા યે ધંધા બંધ કરીને કી નોબત આ જાયેગી‌..." ને ફટાક કરતો ફોન મૂકીને બહાર બારીએ ઉભાં ઉભાં કંઈ વિચારમાં એનું મગજ ઉછાળા મારવા લાગ્યું....!

શકીરા આધ્યા અને સોના એ લોકોને ફરી પાછાં લાવીશ શકશે? આધ્યાને ડૉક્ટરને બતાવવાનું કામ સફળ થશે? શું એ ચારેય નવું જીવન શરું કરી શકશે? મલ્હાર અને આધ્યા હવે ફરી ક્યારેય મળશે ખરાં? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૮