Ascent Descent - 12 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 12

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 12

પ્રકરણ -૧૨

આધ્યાને સાંત્વના આપવાને બદલે શકીરાનાં મોઢે જાણે એઈડ્સ કે એચઆઈવી શબ્દ એ એટલી સરળતાથી બોલાઈ ગયો કે એ કોઈ સરળ રમતવાત હોય. એનાં પર જાણે કોઈ અસર પણ ન થઈ. પણ આધ્યાને તો રીતસરનું કંઈ થવા લાગ્યું. સાચે જ આવું હોય તો? એનું શું થાય? કોઈ આગળ પાછળ તો છે નહીં અત્યારે તો શકીરા એક એની માઈ છે. જો એને આવું કંઈ પણ હોય તો એની કમાણી બંધ થાય તો શકીરા એને એક જ ઝાટકે તગેડી દે એમાં કોઈ બેમત નથી કારણ કે એ સ્ત્રી જ કદાચ એવી છે.

થોડીવાર તો આધ્યા કંઈ બોલી નહીં. એનાં પગ રીતસરનાં ધ્રુજી રહ્યાં છે. એ માંડ માંડ પોતાની જાતને સંભાળી રહી છે એ કદાચ શકીરાની જાણ બહાર પણ નથી. એને હવે શું કહેવું સમજાયું નહીં.

શકીરા બોલી, " તુ કહેતી હે તો ચલ...બાકી આગે કા તુ સોચ લેના..જો હોગા તુજે ભુગતના પડેગા મેં કુછ નહીં કર પાઉગી. અગર રિપોર્ટ કા કુછ ભી એસા આયા તો સ્ટેમ્પ લગ જાયેગા. તબ તેરી સબ હિસ્ટ્રી માગેગે તું ન ઘર કી રહેગી ન ઘાટ કી."

આધ્યા કંઈ બોલી નહીં વિચારવા લાગી. શકીરાને થયું કે આધ્યા હમણાં ગભરાઈને પેલાં અહીનાં રેગ્યુલર ડૉક્ટર માટેની જ ડિમાન્ડ કરશે‌ એટલે એ બોલી, " તું કહેતી હે તો મેં બુલા દેતી હું. વરના તેરી મરજી..."

શકીરાનાં વિચારની કલ્પના બહાર જ આધ્યા એક આત્મવિશ્વાસ સાથે બોલી, " હા ચલેગા જો ભી હોગા...પર એસે તડપને સે અચ્છા તો કુછ નિદાન હો જાયે...દવાઈ તો ઠીક સે હોગી."

શકીરા હવે શું કહેવું એની અવઢવમાં પડી ગઈ. આધ્યા એનું સૌથી કમાઉ ગાય છે એમ કહી શકાય જો બહાર ગયાં અને કંઈ પણ થયું તો એને કદાચ બહું મોટી ખોટ પડી શકે છે.

શકીરા : " ઠીક હે મેં કુછ સોચતી હું."

આધ્યા તો જતી રહી પણ શકીરાનું મન ગુંચવાઈ ગયું. આધ્યાની તકલીફ તો સાચી જ છે એને સમજાઈ ગયું કારણ કે એક તો એનો ભયંકર તાવ અને બીજું એ અહીં આટલી માંડ માંડ ઉભી રહી હતી એ પણ એને ચોક્ખું દેખાઈ રહ્યું હતું. થોડું વિચાર્યા બાદ એણે એક ફોન લગાડ્યો.

થોડી જ વારમાં રીંગ વાગી. શકીરા બોલી, " યાર એક પ્રોબ્લેમ હો ગયા હે?..."

સામે છેડે એક ઉર્જાસભર પુરૂષનો અવાજ સંભળાયો, " બોલના ડાર્લિગ..ક્યા હુઆ તું ઈતની પરેશાન ક્યુ હે? મેરે રહતે હુએ તુજે પ્રોબ્લેમ કેસે હો શકતા હે? "

શકીરાને રૂમની બહાર કોઈની સહેજ ચહલપહલ થઈ હોય એવો અણસાર આવ્યો એ બોલી," તુમ મુજે આજ અભી મિલ શકતે હો? આજ કલ બડા કુછ અજીબ હો રહા હે યહા પે? મુજે કુછ ઠીક નહીં લગ રહા હે."

"અરે જાના, ઇસમેં પૂછને કી ક્યા બાત હે...તેરે લિયે તો જાન ભી હાજિર હે...બોલ કહા મિલના હે? તુ જરાં ભી ટેન્શન મત કર. મે ભી થોડા ટેન્શન મેં હું તુજે ફોન કરીને હી વાલા થા...એક કામ કે લિયે જાના થા પર કોઈ બાત નહીં બાદ મેં જાઉંગા."

શકીરા : " ગ્રીનપાર્ક‌..." બોલતાં જ અટકી ગઈ. "ચલના એડ્રેસ વોટ્સએપ કરતી હું." કહીને એણે વાત બદલી કાઢી.. બે મિનિટમાં જ ફોન મૂકાઈ ગયો.

બહાર એને જોયું તો હવે કોઈનો પગરવ પણ શાંત થઈ ગયો. એણે ફટાફટ કોઈ છટકી ન શકે એ રીતે ધીમેથી રૂમનો દરવાજો ખોલીને જોયું તો બહાર કોઈ દેખાયું નહીં. પરંતુ એની શંકા હજું ગઈ નહીં...એ એક આંટો મારવાનાં બહાને ધીમેધીમે બધાં રૂમ તરફ નજર કરતી જવા લાગી. પણ એને બધાં પોતપોતાના રૂમમાં કંઈ ને કંઈ કામમાં વ્યસ્ત દેખાયાં. જ્યારે આધ્યા તો એક જગ્યાએ સૂતેલી દેખાઈ. આથી એની શંકા ખોટી પડી એણે વિચારી લીધું કે કદાચ એને એવું લાગ્યું હશે‌ એમ વિચારતી ફટાફટ એ પોતાનાં રૂમમાં આવી ગઈ.

થોડીવારમાં જ એણે પોતાના બહાર પહેરીને જવા કપડાં અને જ્વેલરી બધું બહાર નીકાળ્યા પછી અચાનક એના મનમાં કંઈક વિચાર આવ્યો કે એણે તરત જ સોનાને બોલાવી‌.

સોના જાણે એનાં બોલાવવાની રાહમાં જ હોય એમ એ તરત જ આવી ગઈ. એણે ચોમેર નજર કરી દીધી.

સોના બોલી, " ક્યા હુઆ મેમ? સબ ઠીક તો હે ના? આપ થોડે ચિંતા મેં લગ રહે હો."

" નહીં એસા કુછ નહીં હે. પર સૂન મે એક જરૂરી કામ સે બહાર જા રહી હું તબ તક તું સબ કી નિગરાની રખના. કિસી કો બોલના મત કી મે બહાર ગઈ હું વરના સબકો મજા આ જાયેગા. ઓર જો ભી અપોઈન્ટમેન્ટ આયે તું તેરે હિસાબ સે સબ કો દે દેના. કોઈ કસ્ટમર વાપસ નહીં જાના ચાહિએ."

સોના મનમાં ખુશ થઈ પણ પોતાની ખુશી છુપાવતા બોલી," અરે મેમ જરા ભી ચિંતા મત કરો. પર યે લોગ આપ સે બહુત ગભરાતે હે. મેરી તો કોને સૂનેગા? ફિર ભી ચિંતા મત કરો મેં સંભાલ લૂંગી. આપ શાંતિ સે અપના કામ નિપટાકે આના." કહીને સોના ત્યાંથી બહાર જવા લાગી.

ત્યાં જ શકીરા બોલી, "એક મિનિટ...મે યે પૂછ રહી થી કી યે આધ્યા કા ક્યા ચક્કર હે?"

સોના થોડા એનાં વિરોધમાં હોવાનો દેખાવ કરતાં બોલી, " હા મેમ, વો ભુખાર હે એસા બોલ રહી હે, પર ઉસકી હાલત દેખ કે એસા લગતા હે કી કોઈ અચ્છે ડૉક્ટર કે પાસ લે જાના ચાહિએ. વો ઠીક તો નહીં લગ રહી હે. વેસે ભી રહેગી તો આપકા ધંધે પર ભી અસર પડેગા કિતને દિન તક નુકસાન સહેગે. મુજે તો લગતા હે કિ જો ભી હો ઉસે અચ્છા યે હે કી કોઈ બડે હોસ્પિટલ મેં દિખા દેના ચાહિયે."

શકીરાને સોનાએ આવું કહેતાં એને પણ થોડી વાત સાચી લાગી પણ એણે કોઈ નિર્ણય ન કર્યો. "ઠીક હે સોચતી હું..." કહીને સોનાને જવા માટે કહ્યું.

સોના પણ વિચારવા લાગી કે કદાચ શકીરા માની જશે...ને રૂમની બહાર નીકળી ગઈ.

થોડી જ વારમાં શકીરા ફટાફટ એક રેડ ફેન્સી ગાઉન પહેરીને તૈયાર થઈ ગઈ. પોતાનાં હેર સેટ કર્યાં. મોટી ઈયરિગ્સ, હાથમાં કડું, ચહેરા પર મેકઅપ અને આખરે લાલ રંગની લિપસ્ટિક કરીને ચહેરાને આગવો ઓપ આપ્યો‌. પછી એ અરીસામાં પોતાની જાતને નીહાળવા લાગી.

અરીસામાં જોઈને પોતાનાં કર્લ્સને સેટ કરતાં બોલી, " વાહ આજ શકીરા તું બહોત ખુબસુરત લગ રહી હે. આજ તો કોઈ ફીર સે ફીદા હો જાયેગા. આજ શાયદ બહોત સાલો કે બાદ એસા તૈયાર હોને કા મન હુઆ હે...ચલો દેખતે હે...ક્યા હોતા હે..." કહીને ફટાફટ એક મેચિંગ પર્સ અને હિલ્સ પહેરીને ફટાફટ રૂમની બહાર નીકળી ત્યાં બહાર જ એક મોટી કાર ઉભેલી દેખાઈ. એ સાથે જ શકીરાએ કદાચ કોઈ દેખતું નથી ને એમ ચારેકોર એક તીક્ષ્ણ નજર કરી અને પછી સીધી કારમાં બેસીને નીકળી ગઈ...!

સોના ફટાફટ દોટ મૂકતી રૂમમાં આવી. એણે પોતાનો મોંઢા પર બાંધેલો દુપટ્ટો ઊતાર્યો. હજું પણ એ હાંફી રહી છે. અકીલા એને જોઈને બોલી, " ક્યા હુઆ મેમ? ઈતના ભાગ કે કહાં સે આ રહી હો?"

"બતાતી હું" કહીને એણે ત્યાં બોટલમાંથી પાણી પી લીધું.

સોના બોલી, " શકીરા બાહર ગઈ હે કહી...બહોત સજ ધજ કે.. મેં ખુદ દેખ કે આઈ. કુછ ના કુછ જરૂર હે. પર સમજ નહીં આયા. આજ પહેલીબાર મેને ઉસકો એસે દેખા જાતે હુએ દેખા હે‌. થોડી ટેન્શન મેં થી પર ચહેરે પે કિસી કો મિલને કી લાલી ભી દિખાઈ રહી થી."

આધ્યા : " મને એ ખબર છે કે કોઈ તો છે. પણ રાત્રે જ જાય છે આ તો બહું વર્ષોથી છે પણ આજે એ દિવસે કેમ ગઈ કંઈ સમજાયું નહીં."

"સોના હું ખબરીને બરાબર તૈયાર કરીને આવી છું જોઈએ શું થાય છે. આધ્યા તું આરામ કર. એ આવશે ત્યારે જોયું જશે પણ એ કદાચ તને હોસ્પિટલ લઈ જશે ખરી એવું લાગે છે. મેં એને થોડી એ માટે તૈયાર કરી દીધી છે. "

આધ્યા: " મને સમજાતું નથી કે જવું કે ના જવું બહાર કોઈ હોસ્પિટલમાં..."

સોના: " કેમ હવે પાછું શું થયું તને? કેમ ઢીલી પડી ગઈ પાછી?"

" એણે મને કહ્યું કે તને એચઆઇવી પોઝિટિવ આવશે તો?"

સોના: " એણે કહ્યું અને તે માની લીધું. તાવ એનાં કારણે જ આવી શકે છે? બીજાં પણ ઘણાં કારણો હોય. એ તને આવું કહીને ગભરાવીને તું બહાર જવાની ના કહી દે એવું જ ઈચ્છે છે."

"મેં એને જવાની તો હા જ કહી છે" કહેતાં પણ આધ્યાના મનમાં એક એઈડ્સની શંકા તો ઉંડે ઉંડે ચૂભવા લાગી...!

શું આધ્યાને એવો કોઈ રોગ હશે? શકીરા કોને મળવા ગઈ હશે? આધ્યાને મલ્હાર ફરીથી મળશે ખરાં? કર્તવ્ય સમર્થને લઈને ક્યાં ગયો હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૩