Ascent Descent - 11 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 11

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 11

પ્રકરણ - ૧૧

મિસ્ટર પંચાલ જાણે કર્તવ્યની જાળમાં બરાબર ફસાઈ ગયાં હોય એવું લાગતાં એ બોલ્યાં, " કર્તવ્ય બેટા એવું તું કંઈ વિચારીશ નહીં પણ તે આ જે જગ્યાએ કહ્યું એ જગ્યાઓ તો મેં ક્યાંય જોઈ નથી. નામ પણ સાંભળ્યું નથી. બાકી કંઈ વાંધો નથી."

" એડ્રેસ તો છે જ ને થઈ જશે. એવું હોય તો હું લોકેશન ટ્રેસ કરીને મોકલી દઉં. આમ હારી ન જાઓ. તમે વડીલો જ અમને જુવાનિયાઓને પ્રોત્સાહન આપી શકો અને તમે જ આમ કરશો તો?"

મિસ્ટર પંચાલ : " ઠીક છે.."

કર્તવ્ય : " ઠીક છે પ્રયત્ન કરો‌. નહીંતર તમે વધારે વ્યસ્ત હોય તો આપ આ મિશનમાંથી નીકળી પણ શકો છો. કોઈ ફોર્સ નથી આપને." ને ફોન મૂકાઈ ગયો.

 

થોડી જ વારમાં કર્તવ્યની એક વિશાળ એસીવાળી કેબિનમાં એક યુવાન પ્રવેશ્યો એને જોતાં જ કર્તવ્ય હસીને બોલ્યો, " ઓહ ગ્રાન્ડ વેલકમ ભાઈ... સાર્થક! શું હાલચાલ છે બાકી?"

બસ ભાઈ મજા. હજું વહેલાં સવારે પાંચ વાગ્યે જ આવ્યો ઘરે. બહું સમય ઓસ્ટ્રેલિયા રહ્યાં બાદ થોડાં દિવસ અહીં ઈન્ડિયામાં સેટલમેન્ટ થવામાં જશે ખાસ તો એટમોસફિઅર...! પણ યાર તે તો કામ બહું જોરદાર રીતે શરું કરી દીધું છે એ સાંભળ્યું. મમ્મી ના કહેતી હતી કે કાલે થાક ઉતારીને જજે પણ હું તો દોડી આવ્યો. મને બધું જાણવાની ઉતાવળ આવી ગઈ.

કર્તવ્ય : " યાર ખરેખર સરસ પ્રોજેક્ટ છે જ્યાં સુધી હું તને ઓળખું છું તને ગમશે જ એટલે જ મેં તને પૂછ્યાં વિના જ તારું નામ લખાવી દીધું છે. આખરે મારો દોસ્ત મારાં જેવો જ વિચારોવાળો હોય ને?"

સાર્થક : "એ તો મને ખબર છે કે તને યોગ્ય લાગ્યું હશે તો જ આ બધું કર્યું હશે. પણ પ્રોજેક્ટ બતાવ તો ખરાં? મને તો પુરો સબ્જેક્ટ પણ ખબર નથી કે એક્ઝેક્ટલી શું શું ગોલ છે મિશનનાં?"

કર્તવ્યએ એક પછી એક બધું પ્રેઝન્ટેશન બતાવ્યું. સાર્થક તો જોઈ જ રહ્યો.

"યાર જોરદાર મિશન છે‌. આમ પણ કોલેજથી જ તું કોઈ પણ મિશન નામથી માસ્ટરમાઈન્ડ છે એ તો બધાંને ખબર છે. તને સોંપ્યું એટલે એની પાછળ પડી જાય..."

સાર્થક હસીને બોલ્યો, " અને એમાં જે સામેલ થાય એ બધાંની પાછળ પણ‌...પણ એકવાત કહું શું મિશન સક્સેસ થશે ખરાં? અને આ માટે ફંડીગનું શું?"

કર્તવ્ય : " એ માટે શામેલ લોકોનું લિસ્ટ તો જો પહેલાં?"

સાર્થક લિસ્ટમાં એક પછી એક નામ જોતો ગયો એની આંખો પહોળી થઈ ગઈ. છેલ્લે એક નામ પર એની આંગળી અટકી ગઈ... મિસ્ટર આર્યન ચક્રવર્તી? આવાં પ્રોજેક્ટ માટે? "

" ઝાટકો લાગ્યો ને? બધાંને જ લાગ્યો. પણ આ વ્યક્તિ છે મિશનમાં એટલે પૈસાની કોઈ તકલીફ નહીં પડે બાકી તો બધાં મોટા મોટા માથાઓ જ છે ને?"

સાર્થક થોડોક વિચાર કર્યા બાદ બોલ્યો, " પણ આ મોટા લોકો પાસેથી રૂપિયા કઢાવવા કંઈ નાની સૂની વાત નથી. પણ આ આર્યન ચક્રવર્તી કે જેનાં માટે આ બહું નાનકડું મિશન કે એવું સામાન્ય કામ કહી શકાય એવું આમાં શામેલ થવું એ જરૂર કંઈક વિચિત્ર લાગી રહ્યું છે. અને આમાંથી ઘણાં લોકોને હું ઓળખું છું કે જે લોકો આમાં જોડાયાં છે એ બહું વિચિત્ર વાત છે. શું બધાંને આવાં કામમાં રસ હશે? કદાચ આમાંથી જ અડધાં લોકો તો આ લોકો પાસે જઈને પોતાની ભૂખ સંતોષનારા પણ હશે.. કારણે કે આ બધાં માટે પૈસા આપી શકનાર અમીરો જ હોય, નહીં કે મિડલ ક્લાસ કે ગરીબ લોકોને આ પરવડી શકે."

કર્તવ્ય: " હમમમ... એ તો મને પણ લાગ્યું. પણ આપણે કદાચ એમના જ હકારાત્મક નકારાત્મક પાસાઓની માહિતી મેળવી એમનાં દ્વારા જ કામ કઢાવવાનું છે‌. ટોટલ જે વસ્તુઓ છે એ બધાંની જાણ ફક્ત આપણને બંનેને જ હશે એ સિવાય કોઈ પણ નહીં. હું તને સમજાવીશ‌ બધું...ચાલ આપણે એક જગ્યાએ જવાનું છે. પછી બંનેએ કંઈક એકબીજાં સાથે આંખોથી જ વાત કરી અને બેય જણાં ઓફિસમાંથી બહાર નીકળી ગયાં...!

**********

રાત્રે શકીરા રૂમમાં જતાં આધ્યા , સોના, અકીલા અને નેન્સી ચારેય સાથે મળીને એક રુમમાં એકઠા થયાં. બધાંની ઉંઘ આમ પણ હરામ થઈ ગઈ છે. બધાંએ સાથે મળીને એક યોજના ઘડી કાઢી.

સોના: " આધ્યા હવે બહું સહન કર્યું. મને એમ થાય છે કે આપણે સાથે મળીને કંઈ કરવું જોઈએ. આ બધું ક્યાં સુધી સહન કરીશું? તમને કોઈને સામાન્ય લોકો જેવી જિંદગી જીવવી નથી? મને તો ઘણીવાર એમ થાય છે કે અહીંથી ભાગી જાઉં."

બધાં થોડીવાર ચૂપ રહ્યાં. સોના બોલી, " કેમ હું કંઈ વધારે બોલી? મને જે મનમાં હોય એ કહેવાની આદત છે."

આધ્યા: " ના ના. પણ મને એમ થાય છે કે હું તો તને કેટલી ખરાબ સમજતી હતી. પણ તું કેટલી નિખાલસ છે‌. કોને આ જેલમાં રહેવું ગમે? આપણો પણ એક માતા-પિતા ,ભાઈ બહેન, પતિ, બાળકો એવો પરિવાર હોય. શું આપણે અહીંથી નીકળી ન શકીએ? ખેર, પણ મેં વાર પ્રયાસ કર્યો હતો પણ હું નિષ્ફળ રહી હતી."

સોના: " કદાચ હવે પ્લાનિંગ સાથે‌...?"

બધાં સાથે મળીને બોલ્યાં, " હમમમ..."

આધ્યા કંઈ વિચારતાં બોલી, "સોના, મને એ થયું કે તારી પાસે દવાઓ ક્યાંથી આવી? બાકી પેલો ઢોર ડૉક્ટર તો એક પણ દવા આપીને જતો નથી અને આપણને તો બહાર પણ નીકળવાની પરમિશન નથી."

સોના : " તું બહું ભોળી છે આધ્યા. થોડાં ચાલાક બનીને જીવવું પડે. એ તો બધાં કસ્ટમર હોય એમની પાસે જ પટાવીને મંગાવી દેવાની‌. બે કલાક આપણાં જ હોય છે દરેક કસ્ટમર પાસે‌."

"પણ અહીંનો તો નિયમ છે ને કે કોઈ પાસેથી કંઈ મંગાવી ન શકાય. કે આપી પણ ન શકાય તો‌...?"

સોના: " નિયમ બધાં ના માનવાના હોય. આપણે સામેવાળા વ્યક્તિને કોઈ ઓળખાણ, સંબંધ વિના સર્વસ્વ આપી શકીએ તો શું આટલું કામ ન કરાવી શકાય? શકીરા એક બહું ચાલાક અને સ્વાર્થી સ્ત્રી છે એને આપણા જીવવા મરવાથી કોઈ ફરક નથી પડતો આપણાંથી થતી કમાણી જ એને વ્હાલી છે‌ વળી રૂમમાં શું કરવું એ આપણા હાથની વાત છે."

આધ્યા: " હમમમ...ચાલ આપણી યોજના સવારથી શરૂ થશે‌...હવે શકીરાને હંફાવવાની છે...હવે હું ચૂપ નહીં રહું ... બાકીનું પછી આગળ વિચારીએ..." ને બધાં પછી થોડીવારમાં સૂઈ ગયાં...!

*********

સવાર પડતાં જ આધ્યા ઉઠી પણ ફરીવાર દવાની અસર પૂરી થતાં એને ફરીવાર તાવ આવી જ ગયો છે ને અશક્તિ પણ એટલી જ વર્તાઈ રહી છે. જે હકીકત છે પણ શકીરાને આધ્યાની તબિયત ખરાબ છે એનો કોઈ ફેર નહોતો પડ્યો‌ એટલે આધ્યા પોતે જ શકીરા પાસે ગઈ.

શકીરા આધ્યાને જોઈને બોલી, " ક્યા હુઆ અબ? ઇતની સુબહ સુબહ?"

આધ્યા: " માઈ, મુજે ઠીક નહીં લગ રહા હે અભી ભી. મુજે ડૉક્ટર કે પાસ દિખાને કે લિયે જાના હે."

શકીરા બેફિકરાઈથી બોલી, " મુજે સમજ નહીં આ રહા હે કિ તું સચ બોલે રહી હે યાર ફિર નાટક હે તેરા"

આધ્યા : " છૂ લો આપ. પતા ચલ જાયેગા. સરદર્દ, પેટ કા દર્દ હો તો આપ કહ શકતી હે કી મેં જૂઠ બોલી રહું પર યે ભૂખાર તો નાટક કેસે હો શકતા હે? જો કામ મુજે કરના હી હે ઉસમેં મેં ક્યુ પીછે હટૂગી?"

શકીરાએ આધ્યાનો હાથ પકડ્યો એ ખરેખર જે પ્રમાણે ગરમ છે એ મુજબ એને ત્રણ ચાર તાવ તો હોવો જ જોઈએ એ કોઈ સામાન્ય વ્યક્તિ પણ અનુમાન લગાવી શકે.

શકીરા છતાં પણ એક નફ્ફટાઈની હદ વટાવતી બોલી, " વો તો અચ્છા હો જાયેગા. વો હમારા ડૉક્ટર હે ઉસકો બુલા લેતી હુ વો દવાઈ ઓર ઇન્જેક્શન દેગા તું ઠીક હો જાયેગી દોડને લગેગી. એસા તો હોતા રહેતા હે ઉસમેં કોઈ બડી બાત નહીં હે."

આધ્યા : " મુજે નહીં લગતા યે કોઈ સિમ્પલ ફીવર હે કુછ અજીબ થકાન મહેસૂસ હોતી હે. મુજે કોઈ બહાર અચ્છી હોસ્પિટલ મેં લેકે ચલોના પ્લીઝ..."

" મતલબ તુજે એઈડ્સ હે એસા તુજે લગતા હે ? યે દુનિયા કે સામને સાબિત કરીને કે લીયે જાના હે? વેસે ભી તેરી વજહ સે તેરી દો અપોઈન્ટમેન્ટ કેન્સલ કરવી પડી હે ઉસકા પૈસા કોન દેગા?"

એઈડ્સનું નામ સાંભળીને આધ્યાના પગ નીચેથી ધરતી સરકી ગઈ...! કારણ કે કદાચ એક કોલગર્લ માટે આ અનુમાન દુનિયાની નજરમાં સૌથી પહેલું હોઈ શકે.

સાચે આધ્યાને એવો કોઈ રોગ થયો હશે? શકીરા આધ્યાની વાત માનશે કરી? કર્તવ્ય અને સમર્થની જોડી હવે શું કરશે? ખરેખર મિસ્ટર આર્યન કોઈ મકસદ સાથે આ મિશન સાથે જોડાયા હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૨