Snake Island in Gujarati Adventure Stories by Parixit Sutariya books and stories PDF | સર્પ ટાપુ

Featured Books
Categories
Share

સર્પ ટાપુ

નામે : સર્પ ટાપુ

લેખક : પરિક્ષીત સુતરીયા

સ્ટોરી : નવલકથા

તારીખ : 25 માર્ચ 2021



કાન માંથી ઠંડા પવન ના સુસવાટા મારી રહ્યા હતા આજુ બાજુ પાણી સિવાય કશું દેખાતું ન હતું કાને બોટ નો અવાજ અને દરિયા માંથી અજીબ અવાજ નજરે પડતો હતો. (ઓ..ઉ...ઓ...ઉ..) ત્યાં એક અવાજ સંભળાયો એન્ટોનિયો અહીંયા શુ ઉભો છે ચાલ અંદર તારી રાહ જોઈએ છીયે.

આ ડેનિયલ હતો જે જહાજ ની અંદર નકશો, નાની નાની બોટલો વગેરે ભરી રહ્યો હતો અને હું એન્ટોનિયો જહાજ ના કિનારા પર ઉભો દરિયાઈ વાતાવરણ માં ખોવાઈ ગયો હતો.

હું ડેનિયલ સાથે જહાજ માં નીચે ગયો ત્યાં મારિયા અને ફિલિપ બન્ને બેગ પેક કરી રહ્યા હતા મારિયા મને જોતા જ ગુસ્સા માં બોલી ટોની જલ્દી બેગ પેક કર હમણાં જ આપણે પહોંચી જઈશુ ખાસ ટેપપટ્ટી લેવાનું ના ભૂલતો. મારિયા મને ટોમી કહીને બોલાવતી હું પણ બેગ લઇ બધો સામાન ભરવા લાગ્યો.

બસ અમે નજીક જ હતા દૂર થી કાલા વાદળો અને દૂર દૂર દરિયા માં એક જમીન જેવું નજરે પડતું હતું.


અમે એક અજીબ ટાપુ પર જઇ રહ્યા હતા કે જ્યાં કોઈ માણસ નું અસ્તિત્વ નથી ત્યાં બસ એક જ જીવ છે અને તેનું જ રાજ છે !!

તો અમે એક બ્રાઝીલ ની રિચર્ચ ટીમ છીએ અમારા સિનિયર બ્રુનો સિલ્વા એ અમને એક ટાર્ગેટ આપેલો છે કે સર્પ ટાપુ પર જઇ ને ત્યાં રહેલા સર્પો નો ડેટા એકત્ર કરવાનો છે અને ખાસ કરીને તેમના ઝેર નું સેમ્પલ પણ લેબ માં ટેસ્ટિંગ માટે લેતું આવવાનું છે.

અમે કિનારા પર પહોંચી ગયા અમારા પહેલા અહીં ઘણા લોકો આવી ગયા પણ કોઈ હજુ સુધી અહીંથી પાછું ઘરે ફર્યું નથી. આ એક ડેડલીસ્ટ ટાપુ હતો સરકાર દ્વારા આ ટાપુ પર જવા માટે બેન લગાવ્યો હતો જોકે અમે રિચર્ચ પરમિશન પર હતા અમે જીવન અને મોત નો ખેલ ખેલવા જઇ રહ્યા હતા. અમારા માંથી કોઈ નથી જાણતું કે તેની સાથે આ ટાપુ પર શુ થવાનું છે એ પણ ખબર નતી કે બધા જીવતા પાછા ફરશે કે નહીં !!!

અમે જહાજ કિનારા પર ઉભું રાખ્યું જેમાં જરૂરી સામાન અને કામની વસ્તુ ઓ હતી. અમે પોતપોતાના બેગ સાથે સર્પ ટાપુ પર નીકળી પડ્યા.

હું આગળ ચાલતો હતો મારી પાછળ ડેનિયલ અને તેની પાછળ મારિયા અને ફિલિપ બધા પોતાના હાથ માં સર્પ લાકડી હતી.


જેનાથી સાપ પકડવામાં આસાની રહે ઘણા વર્ષો પહેલા અહીંયા સાપ હોવાનું ઉલ્લેખ થયા કરતો પણ હજુ સુધી કોઈ એ હકીકત માં આ ટાપુ ની મુલાકાત નહોતી લીધી અને જે લોકો આ ટાપુ પર આવ્યા હતા એ લોકો પાંછા ફર્યા નહોતા.

અમે ઘણો સફર ખેડી નાખ્યો પણ કોઈ સાપ દેખાયું નહીં એ ટાઈમ હતો બપોર નો પણ વાદળ છાયું વાતાવરણ હતું જેના લીધે કોઈ ના દર્શન ન થયા !! સાંજ પડવાની જ હતી અને ખતરો હજુ મારા મનમાં ગગૂંચવાતો હતો ત્યાં મારિયા એ બૂમ પાડી ટોમી અહીં સામે..

અમારી નજર એક લાઈટ હાઉસ પર પડી કે જે ઘણી જૂની હતી ઘણા વર્ષો પહેલા ત્યાં કોઈ રહેતું હશે ધીમે ધીમે સાપો ની વસ્તી એટલી વધી ગયી કે બધું જ પોતાનો ખોરાક બનાવી ગયું હતું કોઈ જાત નું જીવ ત્યાં જોવા ન મળે.!!!

મેં ડેનિયલ ને લાઈટ કાઢવા કહ્યું અને બેવ લાઇટ હાઉસ માં દાખલ થયા ત્યાં જ સાપ ની સ્મેલ આવવા લાગી...