Hidden spring in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | છુપી વસંત

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

છુપી વસંત

અરે! આયુષ આ તો એ જ છે, જે આપણી જોડે કોલેજમાં ભણે છે.
હા... હા... આ તો આપણો ફ્રેન્ડ વૈભવ છે.
જો તો ખરા કેવી હાલત છે.
જ્યુસની લારી પર જયુસ વેચવાનું કામ કરે છે.
નામે વૈભવ અને છે, ગરીબ.
"હા યાર અને કોલેજમાં તો મોટી મોટી ફેકતો હતો હું તો એક મોટો બિઝનેસમેન થવા માંગુ છું."
"હા વાત તો સાચી તારી, તેની જોડે પૈસા નથી હોતા એટલે જ પાર્ટીમા હું નહી આવું કહીને બહાના બનાવતો હતો."
" આપણે આ વૈભવ ની વાત તન્વીને કરવી જ પડશે.
જ્યારે હોય ત્યારે મારો ખાસ ફ્રેન્ડ છે, હું તને પસંદ કરું છું, કહેતી રહેતી હોય છે."
હા ચલ જલ્દી કોલેજ, વાત તો કરવી જ પડશે..
****
હાય તન્વી તું તો બહુ જલદી આવી ગઈ કોલેજ.
અમે તને એક વાત જણાવવા માગીએ છીએ...જેને તું પસંદ કરે છે એ વૈભવ શું કરે છે? તે કોણ છે? તને ખબર પણ છે?
આવી વ્યક્તિને ફ્રેન્ડ બનાવીને કોલેજમાં આપણું સ્ટેટસ ની પથારી ફેરવી નાખી, આ વૈભવે તો.
જો તન્વી આ આયુષ સાચું કહે છે. આ વૈભવ આપણો ફ્રેન્ડ મોટા મોટા બિઝનેસમેનની વાત કરે છે પણ પૈસે ટકે કંગાળ વ્યક્તિ છે.
તું એને પૂછતો ખરા આજે તે કોલેજ કેમ નથી આવ્યો.
તુ કોલ તે હંમેશાંની જેમ જુઠ્ઠું બોલશે.
જો એ ખોટું બોલે તો તારે તેની દોસ્તી છોડી દેવાની કારણ કે કોલેજના બધા તેની કંગાલિયત વિશે જાણશે તો આપણા સ્ટેટસનુ શું! આપણા પર બધા થૂ...થૂ..કરશે..
ઓકે હું કોલ કરું છું.
"હાય' વૈભવ તું આજે કોલેજ કેમ નથી આવ્યો?"
"મારે ઘરે કામ આવી ગયું એટલે હું કોલેજ નથી આવ્યો."
"તારે તો કાયમ કામ આવી જાય છે, એમ કહીને કોલેજમાં ગાપચીઓ મારતો રહે છે તું સાચું બોલે છે.?"
"હા મારે સાચે જ કામ આવી ગયું છે એટલે હું કોલેજ નથી આવ્યો."
"ઓકે..બાય.."
જો તન્વી અમે શું કહેતા હતા તે ખોટું બોલી રહ્યો છે, એને કોઈ કામ નથી અમે કોલેજ આવતા હતા ત્યાં રસ્તામાં જ્યુસ ની લારી લઈને ઊભેલો જોયો હતો.
અમને ખબર નહીં તારી પસંદ આવી થર્ડ કોલેટીની હશે.
"મને એ સારા ઘરનો છોકરો લાગ્યો હતો તમારાથી કોઈ ભૂલ થતી હશે."
તારે જોવું હોય તો ચલ સાચું ખોટું જે પણ હોય બહાર આવી જશે."
અરે! વૈભવ તું તો કહેતો હતો ને હમણાં કે મારે ઘરે કામ આવી ગયું એટલે કોલેજ નથી આવ્યો, આયુષ અને મનીષ મને સાચું કહેતા હતા તારો આ વૈભવ ખોટો વ્યક્તિ છે.
તન્વી આપણા આ ચાર ફ્રેન્ડ વચ્ચે કશું જ મેચિંગ નથી.
આ સડકછાપ ભિખારી છે, જે પોતાની જરૂરિયાત પૂરી નથી કરી શકતો તે તારી જરૂરીયાત કેવી રીતે પુરી કરશે.
વૈભવ: હું પાર્ટ ટાઈમ જોબ કરી મારો ખર્ચો મારી જાતે ચલાવું છું.
તન્વી તું આને છોડી દે આના હાલાત અને ઓકાદ આપણા લેવલના નથી.

તન્વી: આયુષ તારી વાત સાચી છે. મને એમકે લીંબુ કોઈ સારા ઘરનો છોકરો હશે.
વૈભવ:તન્વી તું તો મને સમજ હું મહેનત કરીને તારી જરૂરિયાત પૂરી કરવા તૈયાર છું બસ થોડોક ટાઈમ મને આપ. હું તમારી બધાની જેમ પૈસાદાર બાપની ઓલાદ નથી.. મને તો મારી મા એ કાળી મજૂરી કરીને ઉછેર્યો છે. તેથી મારો અને કોલેજ નો ખર્ચો કરવા આ જ્યુસ ની લારી ચલાવું છું. મારી માએ મને શીખવાડ્યું છે કે પોતાની મહેનત નું જ ખાવું જોઈએ બીજા પર આધારિત ન રહેવું જોઈએ અને મારા બદલે તમને બધાને નીચા જોવા જેવું લાગતું હોય તો તમે મને છોડી શકો છો.. આજથી આપણા રસ્તા અલગ છે.
*****
મેડમ ઉભા રહો...
તમારા પર્સમાં થી પૈસા નીચે પડી ગયા હતા લો આ બે હજાર ની નોટ છે. અને જરા ધ્યાન રાખો મને જ્યુસના પૈસા આપવા જતા આ નોટ નીચે પડી ગઈ હતી.
આ દુનિયામાં ઈમાનદારી જેવું હોય છે ખરું, કહેવું પડે!
એક કામ કરો આ ઈમાનદારી ના નામ પર મારા તરફથી પાચશો રૂપિયાની ગીફ્ટ."
"ના એને જરૂર નથી હું મારી મહેનત સિવાય એક પણ રૂપિયો વધારાનો નથી લેતો.
લેવા જ હોત તો હું તમને આ બે હજારની નોટ પાછી જ ના આપત."
" પણ આજના જમાનામાં આવી ઈમાનદારી બતાવે છે કોણ? આજકાલ લોકો મદદ કરેલા પૈસા લઈને પાછા આપવાનું પણ ભૂલી જાય છે. "
"હા મેડમ હું ગરીબ ભલે છું પણ મારા બિઝનેસમાં ઈમાનદારી રાખું છું."
તારા વિચારો તો ખૂબ ઊંચા છે મારા પપ્પા ને એક આવા બિઝનેસમેન ની જરૂર છે તું કાલે ઇન્ટરવ્યૂ માટે આવી જા..
હું ખુદ મારી કંપનીમાં જોબ કરું છું અને હું જે મહેનત કરું એટલા જ પૈસા મારા પપ્પા મને ચૂકવે છે.. તેઓ તારા જેવી વ્યક્તિ ની શોધ માં છે."
"હાલમાં તો હું એમ બીએ ના લાસ્ટ યર માં છું એટલે હું પાર્ટ ટાઈમ જોબ કરી શકીશ."
ઓકે..આ આમારું વીઝીટીંગ કાર્ડ છે.. મળીએ કાલે..
*****

સોરી સર.. દોડવાની સ્પીડ વધારે હોવાથી મેં જોયું નહીં.
અરે વૈભવ તું.
ઓહ! આયુષ અને તન્વી.. કેમ છો બંને જણા?
આયુષ: અમે બંને જણ તો મજામાં છીએ પણ આજ એક વર્ષ થવા આવ્યું કોલેજ પૂરું થયે... તું જ્યુસની લારી પર પણ દેખાતો નથી?
તન્વી: છોડો એ બધું કાલે અમે બંને જણાં ઇન્ટરવ્યૂ માટે જવાના છીએ તું પણ તે કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે અમારી ઘણી મોટી ઓળખાણ છે... તારું પણ કામ જોડે જોડે થઈ જશે શું કહેવું આયુષ બરાબરને.
આયુષ:હા સાચી વાત છે તું પણ યાદ કરીશ કે તારા ફ્રેન્ડ્સ કઈ જેવા તેવા નથી.
વૈભવ: તમે બંને જણ હજુ પણ એવાને એવા જ છો. હવે તમારી જોડે એના વિશે વાત કરીને કોઈ મતલબ નથી..બાય.
*****
તન્વી:વૈભવ તું અહીંયા..
કાલે તો અમને પાર્કમાં ભટકાઈ ગયો ત્યારે તો કોઈ જવાબ આપ્યો નહીં કે હું પણ ઇન્ટરવ્યૂમાં આવવાનો છું.
આયુષ: સારું કહેવાય આખરે તું અમારી વાત માની ગયો.. આવી જોબ માટે તો મોટી મોટી ઓળખાણ જોઈએ તારા જેવા ગરીબને આવી ઓળખાણ ક્યાંથી હોય.
તન્વી: અહીં અમારી જોડે બેસ તુ આ કેબીન તરફ કેમ જઈ રહ્યો છે..
વૈભવ: આ શું વૈભવ... વૈભવ... કરી રહ્યા છો તમને ખબર નથી આ ઓફિસ છે... તમે બંને ઓફિસમાં બેઠા છો અને એક ડાયરેક્ટર જોડે વાત કરી રહ્યા છો, આ કોઈ જોકિંગ પાર્ક નથી.
તો ચલો મારી કેબિનમાં આવી જાવ ઇન્ટરવ્યૂ માટે.
હું મારી મેહનતથી અહીં સુધી પહોંચ્યો છું તમે મારી જેવી જિંદગી જીવી પણ ના શકો. કેમકે મારી જેવી જિંદગી જીવવા માટે મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. તમારા બન્નેની જેમ વારસામાં અમને અમીરી નથી મળી
તન્વી: સોરી સર અમે તમારી અંદર છુપાયેલી કાબેલિયતને ઓળખી ના શક્યા..
આયુષ: અમે ખૂબ જ મોંટી ભૂલ કરી છે... અમે તમને ઓળખી ના શક્યા... અમે માફી માગીએ છીએ..પણ અમારી ભૂલ ની સજા અમને નોકરીમાં ફેલ કરીને તો નહીં આપો ને.
વૈભવ: હું કોઈનો પણ સાથ નથી છોડતો એક મોકો તમને બંને ને જરૂર આપવામાં આવશે.. તમારુ પરફોર્મન્સ જોઇને આગળ શું કરવું એ ડીસાઇડ કરવામાં આવશે..
તન્વી: સોરી હું તને ઓળખી ન શકી.
વૈભવ: તને શું લાગે છે હું હજુ પહેલા જેવો છું. તો હા આજે પણ હું પહેલા જેવો છું...ઈન્ડીપેનડ, હાર્ડ વર્કિંગ અને ખુદ પર ભરોસો કરનારો... તુ પણ આજે એવી જ છે...સેલફીસ.. જરૂરિયાત મુજબ બદલાઈ જનારી.. પણ હું એ વ્યક્તિ નો ખુબ આભારી છુ જેને મારી અંદર છુપાયેલી છુપી વસંતને, કાબિલિયતને પારખી લીધી હતી..

"તમે બધા જ ગુલાબો ને કચડી નષ્ટ કરી શકો,
છતાંય વસંતને આવતી રોકી નહીં શકો."