Chakravyuh - The Dark Side of Crime (Part-24) in Gujarati Crime Stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24)

Featured Books
Categories
Share

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24)

" અરેે દવે આવ બેસ." દવેને દરવાજો ખોલી અંદર પ્રવેશતાં જોઈ રાઘવે દવેને કહ્યું.
" વેલ લાગે છે કે કેસ સ્ટડી કરી રહ્યો છે." દવેએ અંદર આવી ખુરશી પર બેસી રાઘવ નાં ટેબલ પર પડેલ કાગળો અને ફાઈલો પર નજર કરતાં બોલ્યો.
" હા બસ છેલ્લી વખત કેસને લગતી તમામ વસ્તુઓ તપાસી રહ્યો છું." રાઘવે ફાઈલોને સરખી કરતાં દવે ને કહ્યું. પછી રાઘવ ચા-વાળા ને ફોન કરી ને બે કપ ચા મંગાવે છે. ચા-વાળો છોકરો થોડી જ વારમાં ચા લઈને આવે છે ત્યાં સુધી રાઘવ પોતાનાં ટેબલ પર થી બધાં કાગળો અને ફાઈલો વ્યવસ્થિત ગોઠવી દે છે.
" શું છે દવે તારી પાસે મારાં લાયક?" રાઘવે ચા-નો ઘૂંટડો ભરી ચા-નો કપ ટેબલ પર મુકતાં દવે ને પૂછ્યું.
" અરે હા! એ તો હું ભૂલી જ ગયો, લે આ રહ્યું." દવેએ ચા-નો કપ ટેબલ પર મૂકી તેનાં ખિસ્સામાંથી એક કવર કાઢી રાઘવ ને આપતાં બોલ્યો.
" શું છે આ C.D.માં?" તે કવર ખોલી તેમાંથી C.D. કાઢી હાથમાં લેતાં રાઘવે દવેને પૂછ્યું.
" તું જાતે જ ચેક કરીલે?" દવેએ ચા-નો કપ હાથમાં લેતાં રાઘવને કહ્યું. રાઘવ તે C.D. ને તેનાં લેપટોપમાં ભરાવીને જુએ છે તો આશ્ચર્યથી તેની આંખો પહોળી થઇ જાય છે. C.D. માં સાફ સાફ દેખાય છે કે વિનયે કામિની નાં ગળાં પર ચપ્પુ મુક્યું હોય છે થોડીવાર પછી તે ચપ્પુ લઈ લે છે અને અચાનક બેહોશ થઈ જાય છે, તેની ૨ મિનિટ પછી એક સ્ત્રી વિનય નાં હાથ માંથી ચપ્પુ લઈ કામિની નું મર્ડર કરી નાંખે છે અને તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ કામિની ની પ્રોફેસર સંધ્યા મિશ્રા જ હોય છે.
" તો વાત એમ છે દવે! આ C.D. નું ફોરેન્સિક કરાવ્યું તે?" C.D. જોઈ રાઘવ બોલ્યો.
" હાં એની જાંચ થઈ ગઈ છે, એ C.D. અસલી છે." દવે એ રાઘવ ને જવાબ આપતાં કહ્યું. આ C.D.મળવાથી રાઘવ અત્યારે ખૂબ જ ખુશ જણાતો હતો.
" તને આ C.D. ક્યાંથી મળી? મતલબ કોણે આપી?" રાઘવ એ સીડી ને તેની બેગમાં મુક્તાં દવે ને પુછ્યું.
" ખબર નથી કોણે આપી, સવારે મારાં ટેબલ પર એક કુરીયર પડ્યું હતું જેમાં આ સીડી હતી, કોઈનું નામ લખ્યું નહતું." દવે રાઘવ ને જવાબ આપતાં કહ્યું. પછી દવે ત્યાંથી નીકળે છે અને રાઘવ પણ ઘરે જમવા માટે નીકળે છે. બપોરે તેનાં કેસની મુદત હોય છે, તે જમી ને બપોરે કોર્ટમાં જવા માટે નીકળે છે, બપોરે 1:30 વાગ્યે રાઘવ કોર્ટમાં પહોંચી જાય છે, 2:00 વાગ્યે કોર્ટ ચાલુ થવાની હોય છે દવે અને જોષી વિનયને લઈને આવી ગયા હોય છે.
" રાઘવ આજે તો તમને ચક્કર નહીં આવે ને?" જશવંતે રાઘવ ની બાજુ માં આવતાં પૂછ્યું. રાઘવને જશવંતની આ વાહિયાત સવાલ પર હસવું આવી રહ્યું હતું.
" ના- ના જશવંત આજે મને નહીં તમને ચક્કર આવશે." રાઘવે જશવંત નો કોટ સરખો કરતાં કહ્યું.
" હા તો જોઈએ ત્યારે અંદર." જશવંતે મોં ફેરવીને કહ્યું અને ત્યાંથી નીકળી ગયો. બે વાગ્યા માં પાંચ મિનિટની જ વાર હતી, બધાં કોર્ટરૂમમાં હાજર થઈ જાય છે અને જજના આવવાની રાહ જુએ છે. રાઘવે દવે ને કહી સંધ્યા મિશ્રા તથા બીજા 4-5 શંકાસ્પદ વ્યક્તિ ને બોલાવ્યાં હોય છે 2 નાં ટકોરે જજ હાજર થાય છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસની કાર્યવાહી ચાલું કરવામાં આવે." જજે તેમનું સ્થાન ગ્રહણ કરી ફાઈલ ને હાથ માં લઈ ખોલી આદેશ આપતાં કહ્યું.
" માય લોર્ડ છેલ્લી મુદ્દત માં મેં કોર્ટ સમક્ષ એક વિડીયો રજુ કર્યો હતો જેમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે વિનયે જ કામિનીનું મર્ડર કર્યું હતું." જશવંતે જજ સમક્ષ પોતાની દલીલ રજુ કરતાં કહ્યું.
" માય લોર્ડ તે ખૂન મારા મુવક્કીલે નથી કર્યું, તેમને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે." જશવંતની દલીલ નો વિરોધ કરતાં રાઘવ બોલ્યો.
" માય લોર્ડ વિડીયો જોયાં પછી પણ રાઘવ એ માનવા જ તૈયાર નથી કે તેમનાં મુવક્કીલે આ ખૂન કર્યું છે."
" માય લોર્ડ મારાં મુવક્કીલ ને હિપ્નોટાઈઝ કરવામાં આવ્યો હતો." રાઘવ એ જજ ની સામે દલીલ રજુ કરતાં કહ્યું. " માય લોર્ડ આદિત્યએ મારા મુવક્કીલ વિનયને જ્યારે કામિની નાં ઘરે ગયો હતો ત્યારે હિપ્નોટાઈઝ કર્યો હતો."
" પણ શાં માટે રાઘવ?" જજે રાઘવ ની દલીલ સાંભળી ને રાઘવ ને પૂછ્યું.
" માય લોર્ડ તમારાં સવાલનો જવાબ આ વીડિયોમાં છે." રાઘવે તેનાં હાથમાં રહેલ C.D. જજને બતાવતાં ક્હ્યું. પછી રાઘવે C.D. ચલાવવાં પરમિશન માંગી અને તે C.D. નાં ફોરેન્સિક રિપોર્ટ પણ જજને આપ્યાં. તે વિડિયો રાઘવ અને આદિત્યના વચ્ચે થયેલ વાતચીત નું હતું જેમાં આદિત્યએ પોતાનાં કરેલાં બધાં જ ગુનાઓ અને તેણે વિનયને કેમ હિપ્નોટાઈઝ કર્યો અને તે કેવી રીતે છોકરીઓ ને હિપ્નોટાઈઝ કરી ખોટાં કામ કરતો હતો તે બધાની કબુલાત હતી. જે જોઈ બધાં જ આશ્ચર્ય ચકિત થઇ ગયા.
" ઓર્ડર ઓર્ડર." એ કોર્ટમાં વિડિયો જોઈ અવાજ થતાં જજે કોર્ટમાં બધાંન ચુપ કરાવતાં કહ્યું. " ક્યાં છે આદિત્ય?" જજે પોલીસ સામે જોઈ સવાલ કર્યો.
" માય લોર્ડ કાલે રાત્રે જ દવાખાનામાં કોઈએ તેનું મર્ડર કરી નાખ્યું." જોષીએ જજને જવાબ આપતાં કહ્યું.
" માય લોર્ડ માની લઈએ કે આદિત્ય એ વિનયને ફક્ત ડરાવવા માટે હિપનોટાઈઝ કર્યો હતો તો પછી કામિનીનું મર્ડર તેણે કેમ કર્યું?" એ વિડિયો જોઈ જશવંતે દલીલ રજુ કરતાં કહ્યું.
" માય લોર્ડ એનો પણ જવાબ છે મારી પાસે, અગર આપને અનુમતિ હોય તો હું આ ચલાવવા માંગું છું." જશવંતની દલીલ સાંભળી રાઘવે જજને એક C.D. બતાવતાં કહ્યુ અને તેનાં રિપોર્ટ જજને આપ્યાં.
" ઠીક છે." જજે રિપોર્ટ જોઈ રાઘવને અનુમતિ આપતાં કહ્યું. અનુમતિ મળતાં જ રાઘવે તે C.D. ચાલુ કરી જેમાં પહેલાંની જેમ જ વિનય કામિની નાં ગળા પર ચપ્પુ મુકતો દેખાય છે પણ વિનય ત્યારબાદ ચપ્પુ હટાવી લે છે અને અચાનક બેહોશ થઈ જાય છે એની બે મિનિટ પછી એક સ્ત્રી કામિનીનું ગળું કાપીને હત્યા કરી દે છે અને તે સ્ત્રી બીજું કોઈ નહીં સંધ્યા મિશ્રા હોય છે.
" સંધ્યા મિશ્રા ને વિટનેસ બોક્સમાં બોલાવવા માંગું છું." રાઘવે વિડીયો પૂરો થતાં જજ ની પરમિશન માંગતા કહ્યું.
" સંધ્યા મિશ્રા વિટનેસ બોક્સમાં હાજર થાય." જજે સંધ્યાને વિટનેસ બોક્સમાં બોલાવતાં કહ્યું.
" આભાર માય લોર્ડ, હા તો મિસ. સંધ્યા તમારી અને આદિત્યની વચ્ચે કેવો સંબંધ હતો? મતલબ બિઝનેસ પાર્ટનર કે પછી બીજો?"
" તમે શું બોલો છો એ મને નથી સમજાતું અને આ વિડિયો વાહિયાત છે મેં કોઈ નું મર્ડર નથી કર્યું મને ફસાવવામાં આવી છે." રાઘવની વાત સાંભળી સંધ્યાએ રડવાનો ડોળ કરતાં કહ્યું.
" સંધ્યા તમે કોર્ટનો સમય બગાડ્યા વગર સાચું બોલો એમાં જ તમારી ભલાઈ છે કોર્ટમાં ખોટું બોલવાનો પ્રયત્ન કર્યો તો તમને સખત સજા થશે. આ વિડીયો નાં રિપોર્ટ છે મારી પાસે કે તે અસલી છે માટે સાચું બોલો નહીંતર તમને આકરામાં આકરી સજા કરીશ." સંધ્યાની આ વાતથી ગુસ્સે થતાં જજે સંધ્યાને ચેતવણી આપતાં કહ્યું.
" હા તો સંધ્યાજી કામિની નું મર્ડર કરવાં પાછળ તમે અને આદિત્ય હતાં કે પછી બીજું કોઈ હતું સામેલ આમાં તમારી સાથે? અને તમે કામિનીનું મર્ડર શાં માટે કર્યું?" રાઘવે સંધ્યાને સવાલ કર્યો.
" ના આમાં હું અને આદિત્ય જ હતાં, કામિની અમારાં માટે ખતરો બનતી જતી હતી અમે જે કરતાં હતાં એ ધંધા માટે, આથી મેં તેનું ખુન કરી નાખ્યું."
" તમે ક્યાં ધંધા કરતાં હતાં?" સંધ્યા ની વાત સાંભળી રાઘવે સંધ્યા ને પૂછ્યું.
" છોકરીઓને નશીલો પદાર્થ આપી તેમનાં સેક્સ નાં વીડિયો ઉતારી તેમને બ્લેકમેઈલ કરી તેમને અમે અમારા કસ્ટમર પાસે મોકલતાં અને નાની છોકરીઓ ને કિડનેપ કરીને બહાર મોકલાવતા."
" શરમ આવી જોઇએ તમને એક સ્ત્રી થઈને આવાં ખરાબ ધંધા કરતાં એક સ્ત્રી ના નામે કલંકને છો તમે." ગુસ્સે ભરાયેલાં જજે સંધ્યા ને કહ્યું.
" બસ આ જ તમારાં ધંધા હતાં અને આદિત્ય જ તમારો ભાગીદાર હતો?" રાઘવે સંધ્યાની સામે પ્રશ્ન સુચક નજરે જોતાં પૂછ્યું.
" હા." સંધ્યાએ ટૂંકમાં જવાબ આપ્યો, સંધ્યાના કપાળે પરસેવો વળી ગયો હતો.
" માય લોર્ડ મિસ. સંધ્યા ખોટું બોલે છે તેમનાં ઘણાં કાળા ધંધાઓ છે અને તેમનાં ઘણાં બધાં સાથીદારો છે, જેનું લિસ્ટ તમારાં ટેબલ પર છે અને તેનો પુરાવો આ રહ્યો." રાઘવે સંધ્યા નો જવાબ સાંભળી ને એક પેન ડ્રાઈવ બતાવતાં જજને કહ્યું.
" શું છે એમાં રાઘવ?" પેન ડ્રાઈવ જોઈ જજે રાઘવને સવાલ કર્યો.
" માય લોર્ડ આમની કાળી કરતૂતો નાં પુરાવા છે આમાં." રાઘવે જજને જવાબ આપતાં કહ્યું અને પેન ડ્રાઈવ ચાલું કરવાં માટે પરમિશન માંગી. પરમિશન મળતાં જ રાઘવ પેન ડ્રાઈવ ચાલું કરે છે જેમાં તેમના ઘણાં બધાં કાળા ધંધાઓ અને કાળાં નાણાં ની પૂરી માહિતી.


To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.