Of compassion in Gujarati Philosophy by Yuvrajsinh jadeja books and stories PDF | ક કરૂણાનો ક

Featured Books
Categories
Share

ક કરૂણાનો ક

મિત્રો આપણે કેટલા નસીબદાર છઈએ , નહીં..? . આપણે આ ભારત ભુમિ ના રહેવાસી છીયે જ્યાં આટલી વિકસિત સંસ્કૃતિ છે જ્યાં અધ્યાત્મ છે જ્યાંની જમીન સદગુણો થી છલોછલ ભરેલી છે જ્યાં ગણી ન શકાય એટલા મહાન પુરુષોએ જન્મ લીધો છે . જ્યાં ભૌતિક સુખોથી આગળની વાત થાય છે . જે માનવને આવી સંસ્કૃતિ મળી હોય આટલા સંસ્કાર મળ્યા હોય એ માનવની માનવતા પ્રત્યે જવાબદારી પણ વધારે હોય છે . માત્ર મોજશોખ જ કોઈ ભારતીયના જીવનનો ધ્યેય ન હોય શકે . તો અહીંનો બાળક કે અહીંનો યુવાન કેવો હોવો જોઈએ ? એની વર્ણમાળા કેવી હોવી જોઈએ ? ચાલો એ આજે થોડી અલગ રીતે જોઈએ.....

(1) ક - ક કરૂણાનો ક...

(2) ખ - ખ ખુમારીનો ખ

(3) ગ - ગ ગૌરવનો ગ

(4) ઘ - ઘ ઘર્ષણનો ઘ

(5) ચ - ચ ચીવટનો ચ

(6) છ - છ છાંયડાનો છ (શીતળતા આપવી)

(7) જ - જ જોશનો જ

(8) ઝ - ઝ ઝરણાનો ઝ (કાયમ વહેતુ અને નિર્મળ)

(9) ટ - ટ ટેવનો ટ (નિયમિતતા)

(10) ઠ - ઠ ઠાઠનો ઠ (રહેણી કરણી)

(11) ડ - ડ ડહાપણનો ડ

(12) ઢ - ઢ અઢળકમાં આવતો ઢ (ભરપૂર)

(13) ણ - ણ સદગુણીમાં આવતો ણ

(14) ત - ત તેજનો ત

(15) થ - થ થનગનાટનો થ (ઉત્સાહ , ઉમંગ)

(16) દ - દ દયાનો દ

(17) ધ - ધ ધર્મનો ધ

(18) ન - ન નીતિનો ન

(19) પ - પ પવિત્રતાનો પ

(20) ફ - ફ ફળદ્રુપનો ફ (સારા વિચારો વાવી શકે તેવું)

(21) બ - બ બહાદુરીનો બ

(22) ભ - ભ ભક્તિનો ભ

(23) મ - મ મહેનતનો મ

(24) ય - ય યૌવનનો ય ( કાયમ ઉત્સાહમાં હોવું)

(25) ર - ર રમુજનો ર (નિર્દોષ હાસ્યથી પ્રફુલ્લિત રહેવું)

(26) લ - લ લજ્જાનો લ

(27) વ - વ વિનયનો વ

(28) શ - શ શીલનો શ (ચારિત્ર)

(29) ષ - ષ નિર્દોષમાં આવતો ષ

(30) સ - સ સરળતાનો સ

(31) હ - હ હોશિયારીનો હ

(32) ળ - ળ અચળમાં આવતો ળ

(33) ક્ષ - ક્ષ ક્ષમાનો ક્ષ

(34) જ્ઞ - જ્ઞ જ્ઞાનનો જ્ઞ

જોયુંને મિત્રો ભારતના યુવાનની વર્ણમાળા કેવી હોવી જોઈએ . તો આપણે બધા આમાંથી બની શકે તેટલા ગુણો ઓછા-વતા અંશે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ . આ ગુણો બધાં માં હોય જ એવું નથી . કે કાલથી મારી ઠોકીને આ ગુણો જીવનમાં લાવવા એવું પણ નથી . પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે જીવન કઈ દિશામાં લઈ જવાનું છે ? જ્યારે કોઈ વ્યસન કે કુસંગ સામે આવે ત્યારે આપણે એને ઘસીને ના પાડી શકવા જેટલા સમર્થતો હોવા જોઈએને ? જ્યારે ડિપ્રેશનનો સમય આવે ત્યારે રામ , કૃષ્ણ કે મહાવીર સ્વામીના દુખો અને એમાં તેઓની સમતા . શીવાજી કે મહારાણા પ્રતાપ નું મનોબળ વગેરે વાતો આપણને ખબર હોવી જોઈએને ? બસ તો આપણી જાતને ધીમે ધીમે આવી જ રીતે કેળવવાની છે . તો ફરી મળીશું આવી જ કોઈ નવી વાત સાથે....ત્યાં સુધી એક કવિતા સાથે વિરમું છું....

ભારત તરફ આવવું પડશે...

વિશ્વને સાધનો મળશે , સગવડતાઓ મળશે..
પણ શાંતિ શોધવા ભારત તરફ આવવું પડશે...

વિશ્વને સત્તા મળશે , ને શક્તિઓ પણ મળશે..
પણ કરુણા શોધવા ભારત તરફ આવવું પડશે...

વિશ્વને આકર્ષણ મળશે , અને આશક્તિ મળશે..
પણ ખરો પ્રેમ શોધવા ભારત તરફ આવવું પડશે..

વિશ્વને સુખ-સાહ્યબીઓ થી ભરેલું જીવન મળશે..
એની સાર્થકતા શોધવા , ભારત તરફ આવવું પડશે...

વિશ્વ વિશાળ ગ્રહો અને સીતારાઓ જોઈ શકશે..
પોતાની અંદર જોવા ભારત તરફ આવવું પડશે...