Personality Development in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | Personality Development

The Author
Featured Books
Categories
Share

Personality Development

મિત્રો,
આજે જમાનો હરણફાળ ભરી રહયો છે. ગઈકાલનું પરિણામ આજે જૂનું લાગે છે. અને આવતી કાલે વળી કંઈક જ પરિણામ હશો, વૈશ્વિકરણ અને જેટ યુગના જમાનામાં આપણે પણ આપણા કદમ મિલાવીને સફળતા મેળવવાની છે. આજે જયારે દરેક જગ્યાએ સફળ વ્યક્તિ ની પૂજા થાય છે ત્યારે આપણે
પણ સફળ થવું જરૂરી છે. સફળ એટલે શું? સફળ= સારું ફળ જીવન ના દરેક ક્ષેત્ર મા ચાહે તે વેપાર હોય, સમજ હોય, ઘર હોય, સોસાયટી, કલબ કે પોતાનું અંતરંગ મિત્ર વર્તુળ સારું ફળ મેળવવું હોય તો આપણે ૧૦ આદેશ અપનાવવા પડશો. જીવનમાં સફળતા કોને નથી ગમતી પણ સફળતા માટે એવું કહેવાય છે કે

“ઉમ્મીદો કી દુનિયા મેં તો હરકોઈ બસાતા હે લેકીન પાતા વહી છે જો નસીબ વાલા હોતા હૈ '
સાથો સાથ ઘણા પોતાની આવડતથી પણ સફળતા મેળવતા હોય છે, કારણકે ‘સકસેસ ઈઝ નોટ એન એકસીડેન્ટ ઈટ ઈઝ રીઝલ્ટ ઓફ અવર વીઝન’’ એજ રીતે સફળતાની ગાડી પુરપાટ દોડાવવી હોય તો તેમાં મહેનતનું પેટ્રોલ જોઈએ, હિંમતનું એકસીલીટર જોઈએ, નસીબ જોગ બેઠક જોઈએ, દિવ્ય દ્રષ્ટિરૂપ ફ્રન્ટ ગ્લાસ જોઈએ, તકરૂપી ગીટર જોઈએ, નિષ્ફળતાઓના વરસાદને લુછવા માટે ખેલદિલીનું વાઈપર જોઇએ, યોગ્ય દિશાએ પહોંચવા માટેનું હકારાત્મક સ્ટીયરીંગ જોઈએ, વચનબધ્ધતાનું કાબૌરેટર જોઈએ અને સૌથી મહત્વની એવી નૈતિકતાની બેક જોઈએ. જો આ તમામ આપણે જીવનમાં મેળવવામાં સફળથઇએ તો સફળતા માટે ક્યાંક જવાની કે નિરાશ થવાની જરૂર નથી સફળતા આપોઆપ મળશે તો મિત્રો ચાલો આજે આપણે આપણી જાતને કેટલાક પ્રશ્નો પુછીએ અને જોઈએ કે આપણે કેટલા સફળ થઈ શકીએ છીએ?

પ્રોજેક્ટ પ્લાનીંગ :---

જો બોલતે હૈ વો ધ્યાન સે બોલેંગે
જો બોલેંગે વો કરકે હીં રહેંગે
તમે તમારા જીવનનું નિરીક્ષણ કરીને પૃથ્થકરણ કર્યું છે? તેમાં શુ સુધારો કરવાની જરૂર છે કે શું પગલાં
લઈએ તો સફળ થવાય એવું નક્કી કર્યું છે? તમે તમારા જીવનને સફળ કરવા માટે આયોજન બધ્ધ પગલાં વિચારી રાખ્યા છે? મિત્રો જીવનના દરેક તબક્કા માટે અગાઉથી વિચારીને તેની સફળતા માટે અત્યારે જ આયોજન કરો.

ટાઈમ મેનેજમેન્ટ અને ટીમ બિલ્ડીંગ :

"સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા,
મિલકર બોજ ઉઠાના"

શું તમે હાથ ઉપર લીઘેલ કામ સમયસર પૂર્ણ કરો છો? કામ શરૂ કર્યા પહેલાં તેનું તબક્કાબાર સમયબધ્ધ
આયોજન કરો છો? તમે તમારૂ કામ સમયસર પૂર્ણ કરવા માટે સહ કાર્યકર પાસે તેની યોગ્યતા પ્રમાણે
તમારે જોઈતું કામ કઢાવી શકો છો? તમારો દેનિક કાર્યક્રમ, કુટુંબ, સમાજ વ્યવહાર વગેરેમાં તમારા કાર્ય,
તમારી ઈચ્છા તથા પસંદગી પ્રમાણે થાય છે? મિત્રો અત્યારથી તમારા કાર્યને અગ્રતાક્રમ આપીને તેનું
સમયબધ્ધ આયોજન કરો. જરૂર પડે યોગ્ય જાણકાર સાથીને સોપોં અને સફળતાનું આયોજન કરો.

મેનર્સ એન્ડ એટીટયુડ :

લાગણી કોઈની ઓછી હોતી નથી,
આપણી અપેક્ષાઓ જ વધારો હોય છે.

શું તમે તમારા વલણ અથવા વર્તન થકી તમારી વિશીષ્ટછાપ ઉપસાવી શકો છો? તમે તમારા વર્તનથી બીજાના
દિલમાં સ્થાન બનાવી શકો છો? તમારી હાજરી થકી વાતાવરણમાં ખુશી પ્રસરાઈ જાય તેવું ઇચ્છો છો તો
અત્યારથી જ તમે તમારા વલણ અને વર્તન તરફ સભાન થઈ બીજા સાથે એવો વ્યવહાર કરો જેવો બીજા
તમારી સાથે રાખવાની તમે અપેક્ષા કરો છો.
પોઝીટીવ થીંકીંગ :
હમને તો માંગી થી એક કલી, નજરે જો હમારી મીલી,
સારે ચમનસે જેસે બહાર ખીલી,

શું? તમે તમારા દુશ્મનને પણ સ્મિત આપી શકો છો? કોઈના માટે ઉત્સાહવર્ધક, પ્રોત્સાહક બે વાક્યો કરી શકો છો? શું તમે કોઈની કલાની સાચા દિલથી પ્રશંસા કરી શકો છો? ચોતરફની નિરાશાઓ વચ્ચેપણ
એક આશાનું કિરણ જોઈ શકો છો? કોઈને પ્રેમથી હકારાત્મક વાક્ય દ્વારા ના કહી શકો છો? ઓફીસ
બહાર પ્રવેશ બંધી માટે તમને કયું વાક્ય ગમશે. “રજા સિવાય અંદર આવવું નહિ'' કે ‘‘રજા મેળવ્યા
બાદ પ્રવેશ કરવો'' તે મિત્રો હકારાત્મક વિચારધારા વડે એક નવી પ્રગતિના દ્વાર ખોલો.

આ ઉપર ના કોઈ પણ પ્રોગ્રામ કોઈ પણ સ્કૂલ, કોલેજ મા free માં કરવા અમારો contact કરો.

ઈફેકટીવ પબ્લીક સ્પીકીંગ :
તારી આંખનો અફીણી, તારી બોલનો બંધાણી,
તારી રૂપની પુનમનો પાગલ એકલો.

શું તમે તમારી વાત તમારા કુટુંબમાં, સમાજમાં, વ્યાપારમાં, નોકરીમાં સામેની વ્યક્તિ અથવા સમુહને સારી રીતે સમજાવી શકો છો? તમે તમારા શબ્દો દ્વારા કોઈ ઉદાસને શાંત્વના આપી શકો છો? તમે તમારા વક્તવ્ય દ્વારા તમારી આગવી છાપ ઉભી કરી શકો છો? તમને કોઈ વારંવાર સાંભળવાની ઉત્સુક રહે તે
તમને ગમે છે? તો મિત્રો અત્યારથી જ નક્કી કરો જે બોલશો તે દિલથી બોલશો અને હંમેશા મીઠું બોલશો અને હમેંશા યાદ રાખશો.
તમારા શબ્દો બકવાસના બદલે કોઈના માટે પ્રેરણાદાયી, પ્રોત્સાહક બને તેવું બોલશો અને હંમેશા યાદ રાખશો.

ભર જાતા હૈ ગહરા ઘાવ જો બના હો લાઠી - ગોલી સે.
પર નહીં ભરતા વો ઘાવ જો બના હો કડવી બોલી સે.

લીડરશીપ

શું તમે કોઈને દોરવણી આપી શકો છો? કોઈપણ જગ્યાએ આગેવાની લઈ શકો છો? જટીલ પ્રશ્નોમાં નિષ્પક્ષ
રહી યોગ્ય અને સાચો નિર્ણય જણાવી શકો છો? તમારા સાથીદારો પાસેથી તમે ધાર્યું કામ કઢાવી શકો છો?
જો આ ગુણો તમારી પાસે હશે તો તમે ચોક્કસ આગેવાન બની શકશો.

સેલ્ફ ડેવલપમેન્ટ

નઝર બદલ ડાલો નઝારે બદલ જાયેગે,સમજ બદલ ડાલો સિતારે બદલ જાયેગે,
નાવ કો બદલને કી જરૂરત નહિં, આપને આપકો બદલ ડાલો કિનારે ખુદબખુદ બદલ જાયેંગે.’

તમારા વ્યક્તિત્વમાં એવું કયું તત્વ છે. જો તેને થોડું પણ વિકસાવો તો તમારૂ વ્યક્તિત્વ નિખરી શકે એમ
છે? તમારી ડ્રેસ સેન્સ, તમારી ચાલવાની સ્ટાઇલ, તમારી બોલવાની કળા, તમારૂ હાજર જવાબીપણું તમારી
વિવિધ ક્ષેત્રની જાણકારી, લેખન કાર્ય, તમારી આવી અનેક શક્તિઓ હશે પણ જો તે યોગ્ય રીતે સમાજમાં
વ્યક્ત નહિ થાય તો તમારી ગણતરી સામાન્ય વ્યક્તિત્વ તરીકે જ થશે. તો તમારા વ્યક્તિત્વને વિકસાવો
અને સમાજમાં આગવી છાપ ઉભી કરો અને વિશીષ્ટ સ્થાન બનાવો.

ગોલ સેટિંગ :
નિશાન ચુક માફ નહી નીચું નિશાન

શું તમે તમને મળેલી જીંદગી સવાર, બપોર, સાંજમાં અને આહાર, નિંદ્રા સ્વપ્નો માં જ પુરી કરવા માંગો છો?
શું તમે તમારા જીવનમાં કોઈ ધ્યેય કે લક્ષ્યાંક લણવાંક નક્કી કયુઁ છે? તમે તમારા ભવિષ્ય માટે ૫ વર્ષ, ૧૦ વર્ષ કે.
૧૦ વર્ષ પછી શું બનવા માંગો છો? શું મેળવવા માંગો છો તમારૂ સ્થાને કુટુંબ, સમાજ, સોસાયટીમાં કયું હોવું જોઈયે તેનું આયોજન અત્યારથી કરી શક્યા છો? મિત્રો આજે જ તમારા જીવનનનું ધ્યેય નક્કી કરો.

પોતાની જાતની ઓળખ :
નાસ્તીક વો નહી જો ખુદા કો નહી જાણતા,
નાસ્તીક વો હૈ જો ખુદ કો નહી જાનતા..
શું તમે તમારી જાતને ઓળખો છો? શું તમે તમારી શક્તિઓને જાણો છો? તમારામાં કઈ ખામી છે કે ,
કામ તમારાથી થઈ શકતું નથી તેનો ખેલદિલી પુર્વક સ્વીકાર કરી છે.
- સમાજમાં તમારૂ સ્થાન શું છે? તમે શા માટે જીવો છો? તમારા ટેકેદારો તમામ પ્રશ્રો આજે તમારી જાત ને પુછીને જવાબ મેળવો અને સ્વને ઓળખીએ.

અસરકારક નિર્ણય--

' 'સુખનું ક્ષણ માત્ર ઝાંઝવું, રણના છે બાકી બારેમાસ’’

શું તમે તમારી ફુટુંબમાં તનાવભરી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ શકો છો? શું તમે તમારા માટે છે
નોકરીમાં વિપરીત સંજોગોમાં સમય પ્રમાણે વર્તનને અસરકારક નિર્ણય લઈ શકો છો? કે લયી શક્વા સક્ષમ છો?
ક્ષેત્રમાં જ્યારે નિર્ણાયક ઘડી આવે અને નિર્ણય લઈ શકયા છો?
નિર્ણય શક્તિ કેળવો અને તમારી જાતને સજજ બનાવો .
મિત્રો તમને કદાચ થશે કે જો આ બધા ગુણ આપણો આત્મસાત કરીશું તો આપણે પૂર્ણ માનવી બની
જઈશું પણ યાદ રાખો કે ભગવાન રામ પણ મર્યાદા પુરુષોત્તમ હતા વળી આજ સુધી કોઈ ઉચ્ચ કક્ષાની
પરીક્ષામાં બધાજ વિષયમાં ૧૦૦% માર્કસ મેળવી શકતા નથી પણ આપણે સામાન્ય માનવી બની ને બેસી રહેવાનું નથી જે ફક્ત ૩૫ માર્કસ મેળવી જેમતેમ પાસ થાય છે. આપણે આપણા દૃઢ નિશ્ચય ઘ્વારા 60% કે
ઉપર ફર્સ્ટ ક્લાસ કે ડીસ્ટ્રીકશન માર્કસ મેળવીને સમાજ માં આપણી આગવી ઓળખ ઉભી કરવાની છે એની
સફળતા મેળવવાની છે. આધ્યાત્મિક જગતમાં જે સંત ઉચ્ચ કોટી પ્રાપ્ત કરે છે તેનો પ. પુ. ધ. ધ એટલે કે
પરમ પૂત્ર ધર્મ ધુરંધર કહેવાય છે અને તે વંદનીય બની જતા હોય છે. જયારે આ પણ એસટી, ગાજર
રહીને પ. પુ. ધ. ધુ. નું એક વિશિષ્ટ અર્થઘટન કરીને પથ, પુરુષાર્થ, ધગશ, ધુન દ્વારા ઉચ્ચ સ્થાન મેળવવાનું
છે, આપણા જીવનની હાલની સ્થિતિનું બારીક અવલોકન કરી, આપણે આપણી સફળતાની પથ નકકી
કરવાનો છે. તેમાં આપણી શકય તેટલો તમામ પુરુષાર્થ કરવાનો છે. હૈયા માં કદી ઓટ ન આવે એવી ધગશ
રાખવાની છે અને મગજ માં આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધુનનું સતત રટણ કરવાનું છે અને સફળતા
મેળવવાનું છે. અને એમાં નિષ્ફળતા મળવાની નથી કારણ કે “મુમકીન દે આસમાં મે ભી સુરાગ હો શકતા હૈ
પત્થર તો તબિયત સે ઉછાલો યારોં" હા મિત્રો ની આસમાનમાં પણ સુરાગ થઇ શકે છે. આપણા માં થી
ફેંકવાની તાકાત હોવી જોઈએ અને તમે જ કરી શકે એમ છો તમારે ફક્ત હા કહેવાની જ રાહ છે.
"કૌન કહેતા હૈ કતરા દરિયા નહી હો શકતા,
શર્ત યે હૈ તુમ મુશકરા કે હા કહે દો "
You become billionare.
Ashish Shah
9825219458
MADwAJS : MAKING A DIFFERENCE with ASHISH J SHAH