ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-18)
" યસ મળી ગયું અંજલિ" રાઘવે ખુશ થતાં અંજલિ ને કહ્યું.
" શું મળી ગયું રાઘવ?" રાઘવ ની વાત ન સમજાતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું.
" આ શબ્દો અને અક્ષરોનો અર્થ. એનો મતલબ આવો થાય છે i am kamini please save us for aditya, he kidnap the girls and send all the girls in abroad for prostitution. આમાં કામિની એમ કહેવા માંગે છે કે આદિત્ય છોકરીઓનું અપહરણ કરી તેમને વિદેશ માં દેહ વ્યાપાર માટે મોકલે છે." રાઘવે અંજલિને સમજાવતાં કહ્યું.
" તો જે આ સમાચાર બતાવી રહ્યું છે છોકરીઓના કિડનેપિંગ નું તેમાં આદિત્યનો હાથ છે?" રાઘવની વાત સાંભળી તેને સમજવાનો પ્રયત્ન કરતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું.
" યસ અંજલિ એક્ઝેટલી."
" તો તારે આ વાત ની જાણ પોલીસને કરવી જોઈએ રાઘવ." અંજલિએ રાઘવને પોલીસ પાસે જવા કહ્યું.
" ના અંજલિ, હજી હું પૂરતાં પુરાવા ભેગા કરી લઉ પછી." રાઘવે અંજલિને ઉતાવળ ન કરવાં જણાવ્યું પછી તે અંજલિને ઘરે ઉતારી સીધો જ આદિત્ય ની ક્લિનિકે જાય છે.
" અરે રાઘવ તમે સર તો હમણાં જ નીકળી ગયા." રિસેપ્શનિસ્ટે રાઘવને જોતાં કહ્યું.
" મારે એમનું કામ નથી, હું આ પુસ્તક મૂકી બીજું પુસ્તક લેવાં આવ્યો છું." રાઘવે બુક રિસેપ્શનિસસ્ટને બતાવતાં કહ્યું.
" કંઈ વાંધો નહીં તમે લઈ લો, પણ પ્લીઝ તમે જલ્દી કરજો મારે પણ નીકળવું છે." રિસેપ્શનિસ્ટે રાઘવને કહ્યું.રાઘવ ફટાફટ અંદર જઈ તે બુક તેની જગ્યા પર મૂકી તેના દ્વારા આદિત્ય ના કરેલાં વિડિયો રેકોર્ડિંગ માં જ્યાં આદિત્યએ જે બુક બહાર કાઢી હતી તે બુક બહાર કાઢે છે અને અંદર હાથ નાંખે છે. તેને અંદર એક ખાનું નજરે ચઢે છે જેમાં એક નાનકડી ડબ્બી હોય છે, રાઘવ તે ડબ્બી બહાર કાઢી બૂક પાછી તે જગ્યા પર મૂકી બીજી કોઈ બુક લઈ ત્યાંથી નીકળી સીધો જ તેની ઓફિસે જાય છે.
" શું થયું રાઘવ મળ્યું તું જે શોધવા ગયો હતો તે?" અંજલિએ રાઘવને ઓફિસમાં પ્રવેશતા પૂછ્યું.
" અંજલિ તું ક્યારે આવી." રાઘવે અંદર આવતાં અંજલિ ને પૂછ્યું.
" બસ હમણાં પાંચ મિનિટ પહેલાં." અંજલિએ રાઘવ ને જવાબ આપતાં કહ્યું. રાઘવ અંજલિ ની પાસે જઈ તેના પોકેટમાંથી નાનકડી ડબ્બી કાઢી ખોલે છે, જેમાં એક તદ્દન નાની પેન ડ્રાઈવ હોય છે.
" આતો પેન ડ્રાઈવ જેવું લાગે છે." પેન ડ્રાઈવ જોતાં તેને ઓળખવાનો પ્રયત્ન કરતાં અંજલિ બોલી .
" હા અંજલિ આ પેન ડ્રાઈવ જ છે, આને સંતાડવામાં ઇઝી રહે અને કોઈની નજરે ના ચઢે માટે જ આટલી નાની પેન ડ્રાઈવ રાખી છે." રાઘવે અંજલિ સામે જોતાં કહ્યું અને પછી પેન ડ્રાઈવ ને તેણે તેનાં લેપટોપ માં ભરાવી પેન ડ્રાઇવ ભરાવતા જ તેમાં પાસવર્ડ માંગે છે.
" શું થયું રાઘવ? શું છે એમાં?" રાઘવ ને ચિંતિત જોઈ અંજલિ એ રાઘવ ને પૂછ્યું.
" આ પેન ડ્રાઈવ સિક્યોર છે આમાં પાસવર્ડ નાંખેલો છે, જો આમાં ત્રણ ખોટા પાસવર્ડ નંખાઈ ગયા તો આ પેન ડ્રાઈવ કંઈ જ કામની નહીં રહે, આમાં રહેલ તમામ માહિતી ડીલીટ થઈ જશે માટે આ નો પાસવર્ડ ગમે તે રીતે આદિત્ય પાસેથી મેળવવો પડશે." રાઘવે પેન ડ્રાઈવ કાઢી પાછી તેના ડ્રોવર માં મુકતાં અંજલિ ને કહ્યું.
" પણ કેવી રીતે?" રાઘવ ની વાત સાંભળી અંજલિ એ રાઘવ ને પૂછ્યું. રાઘવ અંજલિને જવાબ આપવા જતો હતો ત્યાં જ તેના ઓફિસનો બેલ વાગે છે, રાઘવ ઉભો થઇ દરવાજો ખોલે છે.
" એક્સક્યુઝ મી ઓફિસ નંબર C-105 ક્યાં આવી?" દરવાજે ઉભેલ વ્યક્તિએ રાઘવ ને પૂછ્યું.
" અરે તમે ખોટા બ્લોક માં આવી ગયા છો તે ઓફિસ તો અમારાં બાજુનાં બ્લોકમાં આવી." રાઘવે તે વ્યક્તિને ઓફિસ બતાવતાં કહ્યું.
" હું દુરથી આવ્યો છું, મને તરસ લાગી છે પાણી મળશે?" તે વ્યક્તિએ રાઘવ પાસે પાણી માંગતા કહ્યું.
" હા કેમ નહીં તરસ્યાને પાણી પીવડાવવું એ તો આપણી ફરજ છે." રાઘવે તે વ્યક્તિને કહ્યું અને અને પાણી લેવાં માટે જાય છે.
" સર તમે તકલીફ શું કરવા લો છો હું જાતે પી લઇશ." તે વ્યક્તિએ રાઘવને અટકાવતાં કહ્યું અને તે પાણીના જગ તરફ આગળ વધી જાતે પાણી પીવે છે,તેણે ફોન કાઢી કોઈને ફોન કર્યો , દરમિયાન તેનું સંપૂર્ણ ધ્યાન રાઘવ અને અંજલિની વાતચીત પર જ હતું.
" પણ તું આદિત્ય પાસેથી પાસવર્ડ કેવી રીતે મેળવીશ? મને તો ખબર નહોતી કે આદિત્ય આવો હશે."
" તે હું જોઈ લઈશ અંજલિ, મિત્ર તમે પાણી પી લીધું હોય તો પ્લીઝ અહીંથી નીકળશો અમારે મોડું થાય છે." રાઘવ ને ઉતાવળ હોવાથી તે વ્યક્તિને કહ્યું. તે વ્યક્તિ બહાર નીકળે છે પાછળ-પાછળ રાઘવ અને અંજલિ પણ બહાર નીકળે છે.
" સરજી પપ્પુ બોલું રાઘવને આદિત્ય વિશેની જાણ થઈ ગઈ છે. તેના વિશે ના વધુ પુરાવાની તપાસ કરવાં રાઘવ જઈ રહ્યો હોય તેમ મને લાગે છે." તે વ્યક્તિ જે રાઘવ ની ઓફિસમાં આવ્યો હતો એ બીજું કોઈ નહિ પણ પપ્પુ જ હતો. રાઘવને આદિત્યની ઓફિસે ફરી થી જવાથી પપ્પુને તેનાં પર શક હતો અને એટલે જ તેની ઓફિસે બહાનું કાઢી આવ્યો હતો અને રાઘવ ની વાત સાંભળી સરજી ને ફોન કરી માહિતી આપી.
" સરસ પપ્પુ ગુડ જોબ અને તું આમ જ તારી નજર એની પર બનાવેલી રાખજે." સરજી એ પપ્પુ ના વખાણ કરતાં કહ્યું અને ફોન કટ કરી દીધો.
" રાઘવ હું પણ તારી સાથે આવીશ." રાઘવ નાં ઘરે પહોંચતા જ અંજલિએ જીદ કરતાં કહ્યું.
" તારે આવવાની જરૂર નથી અંજલિ, તે વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે માટે હું તને મુશ્કેલીમાં નહીં મૂકી શકું પ્લીઝ મારી વાત માન." રાઘવે અંજલિ ને સમજાવતાં કહ્યું.
" આ બધું શું છે રાઘવ? માંથા પર કેપ, આ ગોગલ્સ અને મોં પર રૃમાલ બાંધી શું કરી રહ્યો છે તું?" રાઘવ ને આમ તૈયાર થયેલો જોતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું.
" હું આદિત્ય નો પીછો કરવાં જઉ છું, મને કોઈ ઓળખે નહીં અને કદાચ આદિત્યની નજર પણ પડે તો તેને ખ્યાલ ન આવે માટે મેં આ બધું કર્યું છે." રાઘવ અંજલિ ના સવાલ નો જવાબ આપતાં બોલ્યો. રાઘવ ત્યાંથી નીકળી અંજલિને ઘરે ઉતારી પછી આદિત્ય નો પીછો કરવા જાય છે.
" હલ્લો તું શું ધ્યાન રાખે છે? રાઘવને આદિત્યના વિશે ખબર પડી ગઈ છે એને ફોન કર અને એને જણાવ કે તે અંડરગ્રાઉન્ડ થઈ જાય કોઈનાં હાથ ન લાગે અને હા એને કહેજે કે રાઘવ તેનો પીછો કરી રહ્યો છે." મનોહરે ફોન કરતાં તે સ્ત્રીને જણાવ્યું મનોહર અત્યારે ખૂબ જ ગુસ્સે હતો.
" પણ કેવી રીતે ખબર પડી રાઘવ ને?"
" એ મને શું ખબર, મેં તને કહ્યું હતું કે આદિત્ય પર ધ્યાન રાખજે. હવે મારે કંઈ નથી સાંભળવું તું હમણાં જ એને ફોન કર અને પછી મને જણાવ." મનોહરે તે સ્ત્રીને તેની ભૂલ સુધારવા કહ્યું. મનોહર નો ફોન મૂકી તે સ્ત્રી આદિત્યને ફોન કરે છે પણ આદિત્ય નો ફોન આઉટ ઓફ રિચ બતાવે છે.
" હા મનોહર આદિત્ય નો ફોન બંધ આવે છે." અંતે તે સ્ત્રીએ મનોહર ને ફોન કરી કહ્યું.
" મને ખબર હતી તે હરામખોર કંઈક આવું જ કરશે, હવે એને મરવું પડશે." આદિત્ય ની હરકત પર ગુસ્સે થતાં મનોહર બોલ્યો અને ફોન કટ કરી દીધો તેણે જેવો ફોન મુક્યો તરત જ પપ્પુ નો ફોન આવ્યો.
" હા બોલ પપ્પુ." ફોન રિસીવ કરતાં મનોહર બોલ્યો.
" સરજી એક પ્રોબ્લેમ થયો છે." ગભરાતાં સ્વરમાં પપ્પુ બોલ્યો. પ્રોબ્લેમ શબ્દ સાંભળીને મનોહર નો ગુસ્સો ફરી ટુકડી ઉઠ્યો.
" હવે પાછું શું થયું?"
" સરજી રાઘવ ક્યાં ગયો ખબર નથી એ મારી નજરો થી ક્યારે અને ક્યાં ગાયબ થઈ ગયો મને ખબર નથી."
" નથી ખબર મતલબ તું શું જખ મરાવતો હતો ત્યાં, તમે બધાં નકામા છો તમારાથી એક કામ ઢંગથી નથી થઈ શકતું હરામખોરો, મારે રાઘવ ની પળેપળ ની માહિતી જોઈએ નહીંતર સમજી લે તારું કામ હું તમામ કરાવી દઈશ." પપ્પુ ની વાતથી ગુસ્સે ભરાયેલાં મનોહરે તેને ધમકાવતા કહ્યું અને ફોન કટ કરી દીધો.
" કોઈજ ચાલાકી નહીં ચલ સાઈડમાં." પપ્પુ ની પાછળ થી આવી કોઈએ તેની ગરદન પર ચપ્પુ મૂકતાં કહ્યું.
" કોણ છે તું? છોડી દે મને નહીંતર તારું શું થશે એ તને ખબર પણ નહીં પડે, તને ખબર નથી તે કોની ગરદન પર હાથ નાંખ્યો છે." પપ્પુ ની ગરદન પર ચપ્પુ હોવાં છતાં નીડરતાથી પપ્પુ બોલ્યો.
" અબે તારી ગરદન પર ચપ્પુ છે અને તું મને ધમકી આપે છે, એક વાત યાદ રાખ થોડો પણ હલ્યો છે તો તારી ગરદન જતી રહેશે."
" મેં તારું શું બગાડયું છે? તને મારાથી શું તકલીફ છે?"
" તકલીફ તું મારો પીછો શું કરવા કરી રહ્યો છે?" પપ્પુ ના બંને હાથ પાછળ લઈ દોરડાથી બાંધતા તે વ્યક્તિ એ પપ્પુ ને કહ્યું. એ વ્યક્તિ રાઘવ જ હતો હતો જેણે પપ્પુની ગરદન પર ચપ્પુ રાખ્યું હતું.
To be continued............
મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.