Pollen 2.0 - 17 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની 2.0 - 17

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પરાગિની 2.0 - 17

પરાગિની ૨.૦ - ૧૭



નવીનભાઈને ખબર પડે છે કે તેમની પહેલી પત્ની લીના મરી નહોતી ગઈ.. પણ તેમને છોડીને જતી રહી હતી અને આ વાત દાદીએ હમણાં સુધીને છુપાવીને રાખી હતી.. તેઓ દાદીને પૂછે છે, કેમ મમ્મી તમે છૂપાવીને રાખ્યું? અને તે લેટર લખીને ગઈ હતી તો તમે મને પણ ના જણાવ્યું? અને છેક હમણાં પરાગનાં હાથમાં તે લેટર કેમનો પહોંચ્યો? લીના જીવે છે હજી?

દાદી- મને કંઈ ખબર નથી... લીના જીવે છે કે નહીં તે.. અને એ લેટર મેં ફેંકી દીધો હતો.. ખબર નહીં પરાગ સુધી કોણે પહોંચાડ્યો?

શાલિની નવીનભાઈ અને દાદીની વાત સાંભળતી હોય છે અને તેમને આમ હેરાન થતાં જોઈ ખુશ થાય છે.


પરાગ આ જાણીને ખૂબ જ દુ:ખી થાય છે કે તેની મમ્મી તેને મૂકીને જતી રહી... વીસ વર્ષ સુધી પરાગ આમ જ તેની માઁ વગર રહ્યો... તે હંમેશા તેની માઁને યાદ કરતો... પરાગએ નાનપણથી જ ઘણું દુ:ખ જોયું હતુ... પરંતુ તેને હંમેશા દાદીની હૂંફ રહેતી... પરંતુ શાલિનીના આવ્યા બાદ પરાગને એવું હતું કે તેને માઁનો પ્રેમ મળશે પરંતુ એ પણ નસીબમાં નહોતો... શાલિની હંમેશા સમર માટે જ બધુ કરતી... અને અત્યારે પણ તે સમર માટે થઈને પરાગને હેરાન કરતી..!


આ બાજુ રિની સોફા પર સૂઈ ગઈ હોય છે. પરાગ નીચે આવે છે રિનીને જોવા માટે... જોઈ છે તો રિની ત્યાં જ સૂઈ ગઈ હોય છે. પરાગ તકીયો અને ઓઢવાનું લઈ આવે છે. રિનીનું માથું સહેજ ઊંચું કરી તકીયા નીચે રાખે છે અને પછી તેને ઓઢાડે છે. પરાગ ત્યાં જ રિની પાસે બેસીને રિનીનાં માથે હાથ ફેરવતાં કહે છે, સોરી રિની... મારે તારી સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું.. પણ શું કરું... મને જે વસ્તુથી નફરત છે તે જ મારી સાથે થાય છે.. મને જૂઠથી બહુ જ નફરત છે... જૂઠ્ઠું શું કામ બોલવાનું? મમ્મી અને દાદી બંનેએ મારી સાથે આવું કર્યું।..! પ્લીઝ તું આવું ના કરતી..!

પરાગ રિનીને કપાળ પર કિસ કરે છે અને તેનો હાથ પકડી ત્યાં જ બેસી રહે છે. પરાગ આંખી રાત સૂતો નથી હોતો..!


પરાગ સવારે વહેલો તૈયાર થઈ ઓફિસ જવા નીકળી જાય છે. ઘણાં દિવસથી ઓફિસ નથી જવાયું... અને ઘણું કામ પેન્ડીંગ હોય છે. ઓફિસ જઈ પરાગ તરત કામ ચાલુ કરી દે છે.

રિની ઉઠે છે પણ પરાગ નથી હોતો... આખા ઘરમાં જોઈ આવે છે.. કિચનમાં રિની જાય છે જ્યાં ફ્રીજ પર સ્ટીકર નોટ લગાવી હોય છે જેમાં પરાગે લખ્યું હોય છે, સોરી રિની... છેલ્લા ઘણા દિવસથી ફેમીલી પ્રોબ્લમનાં લીધે ઓફિસ નહોતું જવાતું... અગત્યની મીટિંગ પણ છે. બ્રેકફાસ્ટ કરી લેજે..! સાંજે ઘરે મળીએ..! લવ યુ માય વાઈફ..!

ઘણાં સમય બાદ રિનીનાં ચહેરા પર સ્માઈલ આવે છે તે પણ વાઈફ વાંચીને..! રિની ફ્રેશ થવાં જતી રહે છે.


વાસુદેવ દાદા ઊઠીને તરત સોફા પર આવીને બેસી જાય છે. આશાબેન, રીટાદીદી અને નિશા ત્યાં જ બેઠા હોય છે.

દાદા- મને આજે સારૂ નથી લાગતું...

આશાબેન- શું થયું બાપુજી? તબિયત તો ઠીક છેને?

દાદા- માથું ભારે લાગે છે... છાતીમાં દુખે છે.

આશાબેન- એય નિશા... દાદાનું બી.પી. ચેક કર તો... બરાબર તો છે ને..?

નિશા- હા..

નિશા બ્લડ પ્રેશર ચેક કરવાનું મશીન લઈ આવે છે અને ચેક કરે છે તો બી.પી. લો હોય છે. નિશા બી.પી. ચેક કરતી જ હોય છે કે દાદા ત્યાં જ ઢળી પડે છે. બધા ગભરાય જાય છે.. તેઓ ફટાફટ ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર ઘરે આવી દાદાને ચેક કરે છે અને કહે છે, કંઈ ગભરાવા જેવી બાબત નથી.. બી.પી. લો છે તેના લીધે ચક્કર આવી ગયા હતા... બીજું કંઈ ખાસ નથી પણ ધ્યાન રાખજો..!

નિશા તરત રિનીને ફોન કરે છે અને દાદાની તબિયત વિશે કહે છે. રિની તરત જ તેના ઘરે જવા નીકળી જાય છે.

પરાગને યાદ આવે છે કે ઘરમાં જમવાનું બનાવવા માટે અમુક વસ્તુ નથી.. રિની સાંજે જમવાનું કેમનું બનાવશે તેથી તે માનવને ફોન કરી બધી વસ્તુ પહોંચાડવાનું કહે છે.

માનવ બધી ગ્રોસરી લઈ ઘરે જાય છે.. ડોરબેલ વગાડે છે પણ કોઈ દરવાજો ખોલતું નથી... માનવ ઘણી વખત ડોરબેલ વગાડે છે. દરવાજો ના ખોલતા તે પરાગને ફોન કરીને કહે છે, કોઈ દરવાજો નથી ખોલતું...

પરાગ- રિની ઘરે જ છે... વેઈટ ફોન કરું હું એને...

માનવ- સામાન નીચે સોફા પર મૂકી દઉં છું..!


રિની દાદા પાસે બેઠી હોય છે.

રિની- દાદા તમે ઠીક તો છોને...?

દાદા- તું ઘરે આવી ગઈને એટલે હવે મને સારું છે...

રૂમમાં આશાબેન, રીટાદીદી, એશા અને નિશા બધા જ હોય છે. દાદા બધાને બહાર મોકલી દે છે અને કહે છે, મારે રિની સાથે વાત કરવી છે તમે બહાર જાઓ..

બધાનાં બહાર ગયા બાદ... દાદા સૂતા હોય છે પણ એકદમ બેઠા થઈ જાય છે જાણે કે એમને કંઈ થયું જ ના હોય..!

રિની- દાદા.... તમને તો સારુ નહોતું ને?? અચાનક સારું થઈ ગયું??

દાદા- મને તો કંઈ નહોતું થયું બસ કાલે બી.પી.ની ગોળી નહોતી લીધી એટલે... બાકી આ તો નાટક હતું તને અહીં બોલાવવાનું...

રિની- દાદા... મને ફોન કરીને કહ્યું હોત તો પણ આમ જ આવી જતે એમાં આવું નાટક નહોતું કરવું જોઈતું...

એટલાંમાં જ રિનીનો મોબાઈલ રણકે છે. રિની ફોન લેવા જતી હોય છે પણ દાદા તેના હાથમાંથી ફોન લઈ લે છે અને તેઓ ફોન ઉપાડીને કહે છે, બોલો પરાગ શાહ...

પરાગ- રિની ક્યાં છે? રિનીનો ફોન તમારી પાસે કેમનો?

દાદા- રિની મારા સાથે છે. હવે તે અહીં રહેશે...

પરાગ- દાદા, રિની મારી વાઈફ છે... એટલે હવેથી મારી સાથે રહેશે..

દાદા- રિની કશે નહીં જાય...

આટલું કહી દાદા ફોન મૂકી દે છે.

રિની- દાદા આ શું કર્યું તમે?

દાદા- મારે જે કરવું હતું તે...


સિવિલ મેરેજ બાદ પરાગ ઈચ્છતો હતો કે હવેથી રિની તેની સાથે જ રહે.. પરંતુ રિનીની જ ઈચ્છા હતી કે બધુ સરખુ થઈ જશે.. બધા માની જશે પછી સાથે રહીશું... હવે રિની સામેથી જ પરાગ સાથે રહેવા ગઈ હોય છે પણ દાદા તેને પાછી બોલાવી લે છે.


પરાગ ઓફિસથી સીધો રિનીનાં ઘરે જાય છે. દાદા પહેલા પરાગને એક જગ્યાએ લઈ જવાનું કહે છે. જતાં પહેલા દાદા રિનીને તેની રૂમમાં જ રહેવાનું કહે છે અને સાથે કહેતા જાય છે કે હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધા કશે જવાનું નથી. પરાગ દાદાને તે જગ્યાએ લઈ જાય છે અને કહે છે, આ બધી જમીન મેં અને તારા દાદાએ સાથે ભાગીદારીમાં લીધી હતી પણ તારા દાદાએ મને અંધારામાં રાખી બધી પોતાના નામે કરી લીધી... અને સાથે મારા પ્રેમને પણ છીનવી લીધો..!

પરાગ- મારી દાદીની વાત કરો છો?

દાદા- બહુ હોશિયાર છે તું....

પરાગ- જુઓ તમારા અને મારા દાદા વચ્ચે શું પ્રોબ્લમ્સ થયા હતા તે મને નથી ખબર હું દાદી સાથે વાત કરી લઈશ અને જો એવું કંઈ પણ હશે તો હું બધુ સરખુ કરી લઈશ..!

દાદા- મારે કંઈ નથી જોઈતું... બસ મારી છોકરીને કંઈ ના થવું જોઈએ...!

પરાગ- રિની મારો જીવ છે... અને જેમ બધાને પોતાનો જીવ વ્હાલો હોય એમ મને મારો જીવ ઘણો વ્હાલો છે... તમને હું ઘરે મૂકતો જઉ અને રિનીને મારી સાથે લેતો જઈશ..!

પરાગ અને દાદા ઘરે પહોંચે છે.

દાદા પહેલા રિનીની રૂમમાં જઈ કહે છે, રિની તુ જઈ શકે છે..

રિની- હેં... દાદા?

દાદા- લગ્ન પછી છોકરીનું ઘર તેના પતિનું જે ઘર હોય તે હોયને..!

રિની- દાદા તબિયત તો સારી છેને? હમણાં થોડીવાર પહેલા તો ના કહેતા હતા અને હવે કેમ હા કહો છો?

દાદા- જા બેટા....

રિની એશા, નિશા અને તેની મમ્મીને મળીને પરાગ સાથે ગાડીમાં બેસી જાય છે.

પરાગ- તને ઘરે મૂકીને હું ઓફિસ જઈશ...

રિની- મને એક વાત કહેશો... આખરે બધુ થઈ શું રહ્યું છે? તમે કાલે રડતાં હતા.. શું થયું હતું? હજી કહ્યું નથી તમે મને... અને અત્યારે દાદા સાથે એવી તો શું વાત થઈ કે આવીને મને એવું કહ્યું કે તારે તારા પતિના ઘરે રહેવુ જોઈએ..!

પરાગ- કાલ કેમ રડ્યો એ વાત તને અત્યારે ના કરી શકુ અને પ્લીઝ મને એ વાત પર આગળ સવાલ ના કરતી... દાદાની વાત એવી છે કે તારા અને મારા દાદા વચ્ચે કંઈ પ્રોબ્લમ થયો હશે જમીન બાબતે... જે મને નથી ખબર નથી પણ હમણાં તેઓ કહેતા હતા... દાદીને સાથે વાત કરવી પડશે..!

રિની- ઓકે..

પરાગ રિનીને ઘરે મૂકી ઓફિસ જાય છે.

રિની ઘરે જઈ થોડી વાર આરામ કરે છે અને પછી રાતનું જમવાનું બનાવવાનું ચાલુ કરે છે. રિની બધી અલગ અલગ ડિશ બનાવવાનું વિચારે છે. મેરેજ પછી બંને એ સાથે રોમેન્ટિક ડિનર નથી કર્યુ હોતું તેથી રિની સરપ્રાઈઝ આપવાનું વિચારે છે.

આ બાજુ પરાગ તેની મીટિંગમાં વ્યસ્ત થઈ જાય છે. પરાગને આજે બે મીટિંગ હોય છે.

રિની અમેરિકન સ્પેગેટી અને વેજ. લઝાન્યા બનાવે છે. ત્યારબાદ રિની ડાઈનીંગ ટેબલને ફૂલોથી સજાવે છે. ઘરમાં બધે કેન્ડલ્સ મૂકે છે. વાઈનની બોટલ પણ કાઢી રાખે છે.

સાડા સાત વાગતા રિની બધી કેન્ડલ્સને પ્રગટાવે છે. એકદમ રોમેન્ટિક વાતાવરણ બનાવી દે છે. તે પણ વ્યવસ્થિત તૈયાર થઈ જાય છે. આઠ વાગી ગયા હોય છે અને રિની પરાગની રાહ જોઈને બેઠી હોય છે. રિની પરાગને ફોન કરે છે પણ પરાગ મીટિંગમાં હોવાથી ફોન નથી ઉપાડતો...!

નવ વાગી જાય છે... રિની આમ જ ટેબલ પાસે બેસી રહે તે પરાગની રાહ જોતા.... બરાબર નવ વાગ્યે જ પરાગની મીટિંગ પતે છે અને તે ફટાફટ ઘરે જવા નીકળે છે. ઘરે જતાં તેના ફોન પર કોઈ અજાણ્યા માણસનો ફોન આવતો હોય છે.. ફોન નહીં પણ મીસ્ડ કોલ કરતો હોય છે. પરાગને રિની પાસે પહોંચવું હોય છે તેથી તે ફોન પર ધ્યાન નથી આપતો.. અને ઘરે પહોંચે છે.

રિની ઊભી થઈને બધી કેન્ડલ્સ બૂઝાવવા જ જતી હોય છે કે ડોરબેલ વાગે છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ જ હોય છે.



રિનીનું સરપ્રાઈઝ કેવું રહેશે? પરાગનું કેવું રિએક્શન હશે?

પરાગને કોણ ફોન કરતું હશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૮