કલંક એક વ્યથા...7
આપણે આગળ જોયું બંસી સંજયને ગામી અને સગાઈની વાત આગળ ચાલી હતી. ગોળ ધાણાની રસમ થઈ ગઈ હતી. બિંદુ અને સુશીલ એક બીજા પ્રત્યે પહેલી નજરનો પ્રેમ અનુભવે છે, પરંતુ હજુ વાત કરવી શક્ય નથી થઈ, એને એ નજર શામજીભાઈની પારખી બંનેના ઈશારા કળી ગઈ હતી. હવે આગળ.........
સવારે કનુભાઈ ખાટલે બેસી ચા પીતા હતા. એટલામાં દરવાજાનો અવાજ આવતા ત્યાં નજર કરી અને કપ રકાબી એક બાજુ મુકતા ઊભા થતા બોલ્યા,
" આવો..આવો...શામજીભાઈ, રામ...રામ "
" રામ..રામ..ભાઈ...." અને રસોડા બાજુ નજર કરતા બોલ્યા,
" કૈલાસબેન, એક ચા મોકલાવજો."
એ સાંભળી કૈલાસબેન બહાર આવ્યા,
" આવો શામજીભાઈ, હમણાં જ લઈ આવું ચા, "
થોડી વાર આમ તેમ ગામની વાતો કરતા કનુભાઈ અને શામજીભાઈ ધીરે ધીરે વેવાઈ વિષે વાતો કરવા લાગ્યા. એટલામાં કૈલાસ પણ ચા લઈને આવી ગઈ. એણે પણ વેવાઈની વાતોમાં રસ દેખાડતા પુછી લીધુ.
" ભાઈ, માણસો તો સારા છે, હવે આપણે આગળ કેમ કરવું એ સુઝતું નથી, "
" હા બેન, હુ એટલે જ આવ્યો હતો. વેવાઈએ આપણને અમદાવાદ એનું ઘર જોવા બલાવ્યા છે. અને ત્યાજ ચુંદડી ઓઢાડવાની અને બંસીને પગલાં પડાવાની રસમ કરવી છે એમ એ લોકોનું કહેવું છે. તમે શું કયો છો કનુભાઈ...?"
કૈલાસ અને કનુભાઈ તો રાજી થઈ ગયા. પણ આ સાંભળી વધારે ખુશ તો બિંદુ હતી. જે રસોડાની આડશે ઊભી રહી બધુ સાંભળી રહી હતી. અને મનો મન સુશીલ ફરી જોવા મળશે એ વિચારી હરખાય રહી હતી. આ બધુ સામેના ઓરડા માંથી બંસી જોતી હતી. એણે ધીરે થી રસોડામાં બિંદુની પાછળ આવી એની આંખો દાબી દીધી,
" એ..ય..યય... બંસલી....શું કરે છે તું....? " બિંદુએ જરા ગુસ્સામાં કહ્યું.
" હું તો જે તોફાન કરું છુ બધાથી છુપાઈને કરું છું અને નામ તારુ આવે છે, પણ આ વખતે મને લાગે છે કંઈક ઉલટું થવાનું છે....તારા લક્ષણ મને બરાબર લાગતા નથી...." બંસી મોઢુ મચકોડતી બોલી.
" કઈ નહીં તુ પણ ગમે તે વિચારે છે..." વાતને ઝટકી નાખતા
બિંદુ બોલી, એ જોઈ બંસી પણ ઉત્તર આપતા કહ્યુ.
" ઠીક છે નહીં કેહતી... પણ જ્યારે વાત હાથ માંથી નીકળી જાય પછી રોતી રોતી નહીં આવતી, ' બંસી કંઈક કરને ' કેહતી "
અને બંસી હસવા લાગી. અને મસ્તીમાં જ પીઠ પર જોરથી મુકકો મારતી બીજા આરડામાં ભાગી, અને બિંદુ પણ એની પાછળ.....
" બં..સી..ડી.... ....! " ભાગી અને ઉંમરામાં ઠેસ લાગતા "ઉ..ઉ..મા..મા.." કરતા માથે હાથ રાખી બેસી ગઈ.
એ સાથે જ એની આંખ ખુલ્લી ગઈ અને એણે જોયું એના માથે રાખેલો હાથ પણ વાળમાં હતો. અને વાળ પરસેવો અને આખના પાણીથી ભીના હતા. એ જે ખુશીયોને પોતાનામાં પકડીને જકડીને રાખવા મથતી હતી એ તો કયારની એના હાથમાંથી સરી ગઈ હતી. એક સમય જે હકીકતમાં એ જીવનભર જીવવા માંગતી હતી એ હકીકત આજ સપનું બની ગઇ હતી. હજુ મનના કોઈ ખૂણે આશા છેલ્લા શ્ર્વાસો ભરી રહી હતી. એ ઉભી થઈ લથડાતા પગે બાથરૂમ તરફ ગઈ. ગરમ પાણીએ નાહીને સ્વસ્થ થઈ, પણ સાચું કહીએ તો એ આંખોના ખારા પાણીથી જ રોજ નાહીને મનને સ્વસ્થ કરવાની કોશીશ કરતી હતી.
બિંદુએ ઓરડા માંથી બહાર આવી. બહાર મોનિકા ડાઇનિંગ ટેબલ પાસે નીચું માથું કરી બેઠી હતી વ્હીલ ચેરમાં,ગુસ્સો અને અકળામણ એના હાથ અને એના શ્ર્વાસની આવન જાવન પર થી જાણી શકતો હતો. દાદા દાદીના ઓરડેથી મતાજીની આરતીનો અવાજ આવી રહ્યો હતો.
બિંદુ દબાતા પગલે રસોડા તરફ જવા લાગી. નજર ઊંચી કરવાની એનામાં હિંમત ન હતી. એણે બે પગલા આગળ વધી જ હતી,-કે ખ..ન્..ખ..ન્...કાચની ડીશનો સણસણતો ઘા સીધો જ બિંદુના પગમાં આવ્યો. કાચની ડીશ ફુટી અને આખા દિવાનખંડમાં કણી કણી વીખરાઈ ગઈ. થોડી કણીઓ બિંદુના પગમાં પણ ખુંચી ગઇ. પગ માંથી લોહી ટીપુ ટીપુ પડતા એ લંગડાતી લંગડાતી રસોડામાં પહોંચી. એ જાણતી હતી મોનિકાના ગુસ્સાનું કારણ....પરંતુ એના હાથમાં
કોઈ રસ્તો ન હતો. એને તો રાત હોય કે દિવસ બસ સહન જ કરવાનું હતુ.
રાકેશ એના ઓરડામાં સૂતો હતો. બિંદુ ચુપચાપ એનુ કામ કરવા લાગી. થોડી વારમાં દાદા દાદી પણ ડાઇનિંગ ટેબલે આવી ગયા ચા નસ્તા માટે,
બિંદુ ચાની ટ્રે લઈ રાકેશના ઓરડામાં ગઈ. પલંગની બાજુના ટેબલ પર ટ્રે મુકી એણે જોયુ રાકેશ બાથરુમમાં હતો.એણે ધીરે ધીરે એક બે કબાટના ખાના વાખી લીધા.એ આજુ બાજુ જોતી જોતી કબાટમાં કંઈક શોધતી હતી......
હવે આગળના ભાગમાં જોઈશું બિંદુ રાકેશના કબાટમાં શું શોધતી હતી. એને મળ્યુ કે નહીં....
(ક્રમશ...)
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર