દરવાજા પર બેલ વાગ્યો, એ સાંભળીને નીશા રસોડામા કામ કરતી'તી એ મુકી દરવાજો ખોલ્યો.સામે રીટાને જોઈ ખુશ થઈ ગઈ.
આવ આવ! બહૂં દિવસે બેસ આવું ગેસ બંધ કરીને,"
એમ કહી નીશા રસોડા તરફ ગઈ, ગેસ બંધ કર્યોંને એક ટ્રેમાં
પાણીનો ગ્લાસ ભરીને લાવી રીટા તરફ પણી ધરતા બોલી, "કેમ છે? બધાં મજામાં? બાળકોં શું કરે,,,,,?"
રીટાએ નીશાની બધાં સવાલના જવાબ આપતાં કહ્યું, "બધું બરાબર છે, આતો આજ થોડી ફ્રી હતી તો થયું મળીઆવું એટલે આવી ગઈ."
" સારું થયું આવી મને પણ ગમ્યું. કે' બીજા શું નવીન છે...?"
રીટાએ વાતની શરૂઆત કરતાં કહ્યું, "તને જયુ બાબતે વાત કરવી હતી."
" હા...! બોલ શું થયું એને ? મારે તો ઘણા વરસથી એનો કોઈ કોન્ટેકટ નથી. તારે વાત થાય છે એની સાથે ? " નીશાએ પુછયું.
રીટા કહ્યું, " હા ! હું, મહીને બે મહીને ફોન કરું,.."
નીશા બોલી, " એ મજામા તો છે ને ?
" હા એ તો કહે છે, પણ મને નથી લાગતું કે એ ઠીક હોય." રીટાએ જવાબ આપતાં કહ્યું.
"કેમ તને એવું લાગ્યું ! એણે કઈ કહ્યું તને ?"
નીશાએ ફરી સવાલ કર્યો.
" એ નથી બોલતી, પરંતુ એના અવાજમાં મને દર્દ મેહસુસ થાય છે."
રીટાએ જરા ઉદાસ અવાજ સાથે કહ્યું.
" એતો ખુશ હોવી જોઈએ જે ઈચ્છતી હતી એ એણે કર્યું. અને બધું સારું પણ છે, ઘર સારું છે, બે છોકરા ભગવાને સરસ આપ્યા છે, પતિ પણ સરસ છે, પ્રેમાળ છે, સારું કમાય છે. અને મહત્વની વાતતોએ- કે બધું જ પોતે જે ઈચ્છતી'તી એનાં મુજબ છે .બાકી નાનાં મોટાં પ્રોબ્લમસ તો ચાલ્યાં કરે..."
નીશાએ કોફી બનાવતા વાત આગળ વધારતાં કહ્યું.
" હા ! પરંતુ મને કંઈ બરાબર નથી લાગતું, એ કોઈ મુશ્કેલી અથવાં મુંઝવણંમા છે,"
રીટા નીશાની પાછળ રસોડામાં આવતાં બોલી.
" ઓકે ! તને એવું લાગતું હોય તો આપણે એક વાર મળીયાવીયે એના ઘરે જઈને..."
નીશા કપમાં કોફી કાઢતાં બોલી.
"ના યાર, એના ઘરે તો એ કાંઈજ નહીં બોલે.."
રીટા નિસાસો નાખ્યો, આગળ બોલી
" એ, ફોનમાં પણ કઈં નથી બોલતી. અને બહાર આવી ન શકે શું કરવું નથી સમજાતું..... મને એની બહુ ચીંતા થાય છે."
" એક વાત પૂછું..? "
નીશાએ એમ કહી સવાલ કર્યોં
" એ, એના મમ્મીને ત્યાં જવાં લાગીએ લોકો એને બોલાવે છે ? "
" હા ! જાય પરંતુ અંદર ઘરમાં નહીં બહારથી જ મળીને આવી જાય."
" એના પપ્પા બધીં બહેનો ભાઈ બધાં મજામાં ? "
કઈં જાણવાંની કોશીશ કરતી હોય એમ નીશાએ પુછયું.
" બીચારાં એના મમ્મી મજામાં જ હોયને શું કરે એ.."
રીટા નીરાશ થઈ આગળ બોલી,
" જયુની જીદે એ લોકોના પરિવારને બરબાદ કરી નાખ્યું."
વાત આગળ વધારતાં બોલી રીટા,
" એક હર્યું ભર્યું પુર્ણ વૈષનવ ધર્મ નિષ્ઠ, ઘરમાં જયારે જયુએ પોતાનો નિર્ણય સંભળાવ્યો,-કે ...' હું લગ્ન તો એની સાથે જ કરીશ...' અને અઠવાડિયામાં એક વિધર્મી સાથે ભાગી જઈ લગ્ન કરી લીધા. એ આઘાત એનાં પપ્પા સહન ન કરી શકયા અને એમને હાર્ટ એટેક આવ્યો અને એમણે દેહ છોડી દીધો.બે બહેનોના લગ્ન સમાજમાં બદનામી કારણે બહું મોટીં ઉંમરે થયાંએ પણ પરાણે સાવ ઠીક કહેવાય એવા પરિવાર અને પાત્રો સાથે. નાની બેહેને આ બધું જોઈ લગ્ન નહીં કરી ધર્મમાં ઉતરી ગઈ. ભાઈનાં માથે અચાનક બધી જવબદારી આવતા એ ડિપ્રેશનમાં આવી ગયો હતો, નોકરી છુટી ગઈ. આખું સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરીવાર બરબાદ થઈ ગયો."
"આરે બાપરે....!!!!!!.....શું વાત કરે છે.!!!! મને આ બધીં કંઈ ખબર જ નથી."
નીશાઆ વાત સાંભળી એકદમ આઘાતમાં બોલી. "
"આપડે કયરેયએ બાબત વાતજ નથી થઈ."
" એક વાત સાચું કહું રીટા ....' હવે મને સમજાય છે, જયુનું દર્દ તુ'કે છે એવાત સાચી છે, એણે જે નિર્ણય કર્યો, ' હું લગ્નતો એની સાથે જ કરીશ .' એનો નિર્ણય એના પરિવારની બરબદીનું કારણ બન્યુ. એણે એનો સંસાર ખૂશી થી વસાવી લીધો એના ભાઈ બહેનોના સંસાર ઉજાડી નાખ્યાં. જયાં સુધી પોતાની ખુશી અને પ્રેમના નશામાં હતી પોતે ખુશ રહી.
પરંતુ હવે ઉંમર જતાં પોતાની ભુલ સમજાય- કે એને એની ખુશી માટે કેટલી જીંદગીની બલી ચડાવી. એક વિધર્મી સાથે લગ્ન, નામ બદલ્યુ જયુ માથી ઝરીન થઈ, ધર્મ બલ્યો.
એક વાર પણ માં-બાપની ઈજજતનો, પોતાના ધર્મનો વિચાર નહીં કર્યો. હવેએ ખુશ છે. હર્યૂં ભર્યું ફેમીલી છે. પૈસો સંપત્તિ બધુંજ છે. પરતું એનુ દિલ અંદરથી કોહવાય છે.-કે એના એક નિર્ણયના કારણે કેટલાં જીવન ખીલતાં પેહલા જ મુરજાય ગયાં'...એ દર્દ હવે કોઈને કહીં નથીં શકતીં .
એટલે એ મુંઝાય છે, પણ હવે એ બંધી વાતનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. જે થવાનું હતું તે થઈગયું. "
" હા, તારી વાત સાચીં છે, રીટા એકદમ ઉદાસ અવાજે બોલી. શાયદ એને એ જ દુ:ખ હવે અંદરથી કોરે' છે.
એ કોઈને કહીં નથી શકતીં. અને ખુશ રેહવાંનું નાટક કર્યાં કરે છે. સારું ચાલ હવે હું નીકળું વાતો વાતોમાં બહું મોડું થઇ ગયું,...."
કહી રીટા ઘરે જવાં નીકળી ગઈ.
એક વિચાર્યાં વગરનો નિર્ણય. ઉતાવળે ભરેલું પગલું.
"લગ્ન તો તારી સાથે જ કરીશ "
આપેલું વચન કેટકેટલીય જીંદગીને ભારે પડયું. કેટલા લોકોએ એની કીંમત ચુકવવી પડી.....
🙏જય શ્રી કૃષ્ણ 🙏
✍ડોલી મોદી 'ઊર્જા '
નોંધ :- ભગવાન બધે જ એક છે કોઈ જ્ઞાતિ કે ધર્મની. વિરુદ્ધ મારો કોઈ અભિપ્રાય કે કોઈની લાગણી દુભાવાનો મારો ઈરાદો નથી.આ એક કાલ્પનિક વાર્તા છે. સૌએ નોંધ લેવી.