Sapna Ni Udaan - 29 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 29

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 29

સીમા હવે પ્રિયા ના ઘરે આવી ચૂકી હતી. બીજા દિવસે કોર્ટ માં કેસ લડવા માટે સીમા હવે પ્રિયા , અમિત અને રોહન પાસેથી બધી માહિતી મેળવી રહી હતી.

સીમા : પ્રિયા ! આપણે હવે કોર્ટ માં પહેલાં એ સાબિત કરવું પડશે કે ડૉ.અનિરુદ્ધ અખિલ દેશમુખ ના રૂમ માં ગયા હતા. જો એ સાબિત થઈ જાય તો આપણા માટે એ સાબિત કરવું સહેલું થઈ જશે કે અનિરુદ્ધ એ જ તેમનું મર્ડર કર્યું છે.
પ્રિયા : હા, મને યાદ છે જ્યારે હું રાત્રે અખિલ જી ની તબિયત જાણવા ગઈ હતી ત્યારે ડૉ.અનિરુદ્ધ મને મળ્યા હતા. કદાચ એ પહેલાં જ તે મી.અખિલ ના રૂમ માં ગયા હશે.
સીમા : જો તમે જેમ કહો છો એમ હશે તો કેમેરા ની ફૂટેજ માં જરૂર તે બતાઇ જશે. અને હજી સુધી અંકુશ એ તે ફૂટેજ રજૂ નથી કરી જેમાં તમે તે રૂમ માં ગયા હતા. મારા અંદાજ મુજબ આ વખતે તે લોકો તે ફૂટેજ જરૂર રજૂ કરશે. એ સમયે આપણે આ રજૂઆત કરવાની રહેશે.

આવી ચર્ચાઓ પછી બધા સુવા જતા રહે છે. રોહન પોતાના ઘરે જતો રહ્યો હતો. અમિત અને પરી અહી જ રોકાઈ ગયા હતા. પરી ના રૂમ માં અમિત સૂતો હતો અને પરી પ્રિયા ના રૂમ માં જ સૂતી હતી. પ્રિયા ને ઊંઘ આવી રહી નહોતી. તે બીજા દિવસે શું થશે તેની ખૂબ ચિંતા કરી રહી હતી. તે બેડ પર ઘડીક જમણી બાજુ સુવે તો ઘડીક ડાબી બાજુ. આ કારણે પરી હેરાન થઈ ગઈ તે બોલી,
" પ્રિયા ! આ શું કરે છો ?"
પ્રિયા : શું છે તારે ?
પરી : અરે ! આ તું આમ થી તેમ વળ કેમ ખાઈ રહી છો ?
પ્રિયા : ( ઊભી થઈ ને ) પણ હું શું કરું મને ઊંઘ જ નથી આવતી ! ખબર નહિ કાલે શું થશે ?
પરી : અરે યાર આટલી ચિંતા કર માં . બધું સારું જ થશે.
પ્રિયા : ચિંતા તો થાય જ ને. તું સુઈ જા. હું ઘડીક બેઠું છું . એમ પણ મને આજે ઊંઘ તો આવાની નથી.
પરી : ( બગાસું ખાતા ખાતા ) ઠીક છે તું બેઠ , હું તો સુઈ જાવ છું.

આમ કહી પરી સુઈ ગઈ. થોડી વાર થઈ ત્યાં ફરી પરી ની આંખ ખુલી ગઈ. તેણે જોયું કે પ્રિયા રૂમ માં આમ તેમ આંટા મારી રહી હતી. આ સમયે તેને મનમાં એક આઈડિયા આવ્યો તેણે તરત અમિત ને કંઇક મેસેજ કર્યો. આ બાજુ અમિત ને પણ ઊંઘ નહોતી આવતી. તે ફોન માં પ્રિયા નો ફોટો જોઈ રહ્યો હતો. પરી નો મેસેજ વાચતા જ તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. તે ફટાફટ ઉભો થયો અને તૈયાર થઈ ગયો. તે ધીમે ધીમે પ્રિયા ના રૂમ તરફ આગળ વધ્યો. તેણે ધીમેથી દરવાજો ને ધક્કો માર્યો. દરવાજો ખુલ્લો જ હતો. તેણે જોયું તો પ્રિયા આમ તેમ આંટા મારી રહી હતી. અમિત સાવ ધીમેથી બોલ્યો,
" પ્રિયા ... "
પ્રિયા આમ તેમ જોવા લાગી.
અમિત : પ્રિયા અહી દરવાજા પાસે...

પ્રિયા એ તેની સામે જોયું તો તે ગભરાઈ ગઇ અને તરત ત્યાં જઈ અને અમિત ને રૂમ માં ખેંચી લીધો અને દરવાજો બંધ કરી દીધો.
પ્રિયા : ગાંડા થઈ ગયા છો તમે ? આ સમયે અહીં કેમ આવ્યા? કોઈક જોઈ જશે તો શું સમજશે ?
અમિત : જેને જે સમજવું હોય એ સમજે. પ્યાર કિયા તો ડરના ક્યા ?
પ્રિયા : અને આ તૈયાર થઈ ને કેમ ફરો છો ?
અમિત : અરે હું તમને બોલાવવા આવ્યો છું. ચાલો બાર જઈએ. ના તો પાડતા જ નહિ મને ખબર છે તમને ઊંઘ તો આવતી નથી.
પ્રિયા : પણ અત્યારે... બહાર ?
અમિત : હા , અત્યારે જ ચાલો તૈયાર થઈ જાવ.

આ સમયે પરી જે સૂવાનું નાટક કરી રહી હતી તે ઊભી થઈ ને બોલી , " અરે પ્રિયા ! જા ને .... તારું મન પણ ફ્રેશ થઈ જશે... "
પ્રિયા : એટલે તું સૂવાનું નાટક કરી રહી હતી અને અમારી વાતો પણ સાંભળતી હતી !! તને તો હું નઈ છોડૂ.
આમ બોલી તેણે એક ઓશીકું લઈ પરી પર ફેંક્યું. પરી એ પણ બીજું ઓશીકું પ્રિયા પર ફેંક્યું પણ તે પ્રિયા ના બદલે અમિત ને વાગ્યું. અમિત ઓશીકું લઈ , " અરે ! ભાભી આ કંઈ જગડવાનો સમય છે!! અને પ્રિયા ..... તમે જલ્દી તૈયાર થઈ જાવ આપણે જવું પણ છે ને...!
પ્રિયા : હા .

પ્રિયા અને અમિત તૈયાર થઈ ગાડી માં બેસે છે. અમિત પ્રિયા ને રિવર ફ્રન્ટ પર લઈ જાય છે. ત્યાં નું દૃશ્ય ખૂબ જ રમણીય હતું. સુંદરતા ની સાથે શાંતિ ચારે બાજુ પ્રસરેલી હતી. આ સમયે અહી થોડા થોડા માણસો જોવા મળતા હતા જે આ સુંદરતા નો લાભ ઉઠાવવા આવ્યા હતા. આ સ્થળ ચારે બાજુ રંગબેરંગી રોશની થી ઝળહળી રહ્યું હતું. નદી માં જોતા આ દ્રશ્ય મન ને મોહક કરી દે એવું લાગતું હતું. અમિત અને પ્રિયા નદી બાજુમાં જે રેલીંગ કરી હતી ત્યાં ઊભા રહી આ દૃશ્ય જોઈ રહ્યા હતા. તે બંને આ સમયે બધી જ ચિંતા ભૂલી ગયા હતા. આ રાત તે બંને માટે ખૂબ રોમેન્ટિક બનતી જતી હતી.

અચાનક અમિત ને કંઇક સૂઝ્યું અને તેણે પ્રિયા નો હાથ પકડી લીધો અને પછી પ્રિયા ના ચહેરા પર એક લટ ઉડી રહી હતી તેને તેના કાન પાછળ કરી અને એક ગીત ગાવાનું શરૂ કર્યું...

" યે શામ મસ્તાની..... મદહોશ કિયે જાય...
મુજે દોર કોઈ ખિંચે.. તેરી ઔર લીયે જાય... "

અમિત આ ગીત સુર માં ગાતા ગાતા પ્રિયા ની નજીક આવી રહ્યો હતો. પ્રિયા પણ તે ક્ષણ ને માણી રહી હતી. પછી તરત પ્રિયા અમિત નો હાથ છોડી આગળ જઈ રેલીંગ પકડી ચાલવા લાગે છે અને સાથે સાથે એક રંગીન હાસ્ય કરતી જાય છે. અમિત તેની પાછળ પાછળ આવે છે અને ફરી આગળ ગાવાનું શરૂ કરે છે,
" દૂર.... રહેતી હૈ ક્યું ... મેરે પાસ આતી નહીં..
હોઠો પે તેરે કભી પ્યાસ આતિ નહીં, એસા લાગે
જેસે કી તુમ .... હસકે ઝહર કોઈ પીએ જાએ.."

હવે પ્રિયા એ ગાવાનું શરુ કર્યું...
" યે શામ મસ્તાની..... મદહોશ કિયે જાય...
મુજે દોર કોઈ ખિંચે.. તેરી લીએ જાય... "

પછી બંને એક જગ્યા એ બેસી જાય છે અને આ પળ ને મહેસૂસ કરતા જાય છે. પ્રિયા અમિત ના ખંબા પર માથું રાખીને નદી તરફ જોઈ રહી હતી. અમિત પણ પ્રિયા નો હાથ પકડી આ સુંદર પળો ની મજા માણી રહ્યો હતો. ત્યાં પ્રિયા એ બીજું એક ગીત ગાવાનું શરૂ કર્યું..
" યે ક્યા બાત હૈ આજ કી ચાંદની મેં..
કી હમ ખો ગયે પ્યાર કી રાગની મે..."
હવે અમિત ગાય છે...
" યે બાહો મેં બાહે યે બહેકી નીગાહે..
લો આને લગા જીંદગી કા મઝા..."
હવે બંને સાથે
" યે રાતે યે મૌસમ નદી કા કિનારા...યે ચંચલ હવા..
કહા હમ દો દિલો ને કે મિલકર કભી હમ ના હોંગે જુદા... યે રાતે યે મૌસમ નદી કા કિનારા યે ચંચલ હવા..... "

આમ બંને પ્રેમ ના નશા માં ખોવાઈ જાય છે. તે બંને ને સમય નું ધ્યાન રહેતું નથી. ધીમે ધીમે બંને ની આંખ લાગી જાય છે. ત્યાં પરી નો ફોન આવે છે.
પરી : હેલ્લો ! પ્રિયા તમે હજી નથી આવ્યા. સવાર થવા આવી છે.. બધા ઉઠે તે પહેલાં આવી જાવ.
પ્રિયા : હા , પરી આવીએ જ છીએ.
પછી બંને ઘરે જતા રહે છે. તે બંને માટે એકબીજાની સાથે વિતાવેલી આ રાત ખૂબ જ ખાસ હતી અને કદાચ આખરી પણ.....

આજે કોર્ટ નો ત્રીજો દિવસ હતો. બધા હાજર હતા. હવે કેસ ની શરૂઆત થાય છે.
અંકુશ : જજ સાહેબ , ડૉ.પ્રિયા ની ખિલાફ હજી એક સબૂત અમારી પાસે છે. આ ફૂટેજ .. ( સીડી દેખાડતા ) હું આ વિડીઓ દેખાડવા માટે આપની મંજૂરી માગું છું ..
જજ : મંજૂરી છે...

હવે તે વિડીઓ આગળ કરી પ્રિયા જ્યારે તે રૂમ માં જતી હતી તે સમય થી શરૂ કરે છે. આ વીડિયો માં પ્રિયા રૂમ માં દાખલ થઈ જાય છે પછી મી.અંકુશ વિડીઓ સ્ટોપ કરી દે છે.

અંકુશ : જજ સાહેબ , તમે જોઈ રહ્યા છો કે રાત ના એક વાગે ડૉ.પ્રિયા મી અખિલ ના રૂમમાં જઈ રહ્યા છે. તો એ સમયે તેઓ ત્યાં શું કરી રહ્યા હતા ?
સીમા : જજ સાહેબ , ડૉ .પ્રિયા એ સમયે મી.અખિલ ની તબિયત તપાસવા તેમના રૂમ માં ગયા હતા.
અંકુશ : નહિ, હું તમને કહું છું જજ સાહેબ.... ડૉ.પ્રિયા ને પોતાની ભૂલ નો ખ્યાલ આવી ગયો હતો તેથી તે રાત્રે મી.અખિલ ની તબિયત તપાસવા ગાય હતા કે તેમની આ ભૂલ થી મી.અખિલ ને કંઈ થઈ તો નથી ગયું ને...!
સીમા : જજ સાહેબ આ વાત એકદમ અસત્ય છે. હું આ વિડીઓ દ્વારા બીજો એક સબૂત રજૂ કરવા માંગુ છું , જો તમારી મંજૂરી હોય તો ?
જજ : મંજૂરી છે..

હવે આ કહેતા અંકુશ રિમોટ સીમા ના હાથ માં આપે છે. સીમા પ્રિયા ના આવવા ની થોડીક મિનિટ પહેલા થી વિડીઓ શરૂ કરે છે તેમાં તેમને અનિરુદ્ધ તે રૂમ માં જતો દેખાય છે. હવે સીમા વિડીઓ સ્ટોપ કરી કહે છે,
" જજ સાહેબ , તમે જ જુઓ ડૉ.અનિરુદ્ધ પણ એક વાગ્યા આસપાસ મી.અખિલ ના રૂમ માં ગયા છે તો શું હું જાણી શકું કે તેઓ અહી શું કરી રહ્યા હતા ? " આ પ્રશ્ન ના જવાબ માટે હું ડૉ અનિરુદ્ધ ને વિટનેસ બોક્સ માં બોલાવા માંગુ છું.

સીમા : તો ડૉ અનિરુદ્ધ આપ એ સમયે મી.અખિલ ના રૂમ માં શા માટે ગયા હતા?
અનિરુદ્ધ : હું ,પણ તેમની તબિયત તપાસવા જ ગયો હતો.
સીમા : ઓહ. સાચે ? મને એ વાત નથી સમજાતી ડૉ અનિરુદ્ધ કે તમને અચાનક મી અખિલ ની તબિયત ની આટલી ચિંતા કેમ થવા લાગી કે તમે રાત્રે એક વાગે તેમની તબિયત તપાસવા ગયા? જો તમને એટલી જ ચિંતા હતી તો સર્જરી માટે ના શું કામ પાડી દીધી?
અંકુશ : ઓબજેકશન માય લોર્ડ, મિસ સીમા કેસ નો વિષય બદલી રહ્યા છે.
જજ : ઓબજેકશન ઓવરરુલડ‌‍‍. મિસ સીમા તમે બોલો.
સીમા : જજ સાહેબ , હોસ્પિટલ ના બધા લોકો જાણે છે કે ડૉ.અનિરુદ્ધ સાત વાગ્યા સુધી જ ડયુટી પર રહે છે. તો એ દિવસે રાત્રે એક વાગ્યે તેઓ હોસ્પિટલ એ શું કરવા હાજર હતા ? તેનો જવાબ એ છે કે ડૉ. અનિરુદ્ધ રાત્રે જ્યારે કોઈ ના હોય ત્યારે મી.અખિલ પાસે જઈ તેમને મારવા માગતા હતા એ સમયે તેમણે ઇન્જેક્શન આપી કે બીજી કોઈ રીતે મી.અખિલ નું મર્ડર કર્યું. અને એ જ સત્ય છે.
અંકુશ : પણ જજ સાહેબ ડૉ.અનિરુદ્ધ મી.અખિલ નું મર્ડર શા માટે કરે ?
સીમા : પૈસા માટે જજ સાહેબ . કોઈએ પૈસા આપ્યા હશે તેમને . મી.અખિલ એક રિપોર્ટર હતા અને રિપોર્ટર ના તો ઘણા દુશ્મન હોય.. તેમાંથી કોઈએ આપ્યા હશે પૈસા...
અંકુશ : જજ સાહેબ.., તેમની પાસે સબૂત શું છે કે ડૉ . અનિરુદ્ધ એ અંદર જઈ રૂમ માં કઈ કર્યું કે નહિ તેનો ?
સીમા : પણ જજ સાહેબ .... !
જજ સાહેબ : મિસ સીમા ! તમારા સબૂત થી એ સાબિત થતું નથી કે ડૉ.અનિરુદ્ધ એ જ મી.અખિલ નું મર્ડર કર્યું. વિડિયો મુજબ તો ડૉ.પ્રિયા પણ રૂમ માં ગયા હતા. તમે કોઈ ચોક્કસ સબૂત કોર્ટ સામે રજૂ કરો . આ માટે તમને બે દિવસ નો સમય આપવા માં આવે છે .. .. જો તમે કોઈ સબૂત રજૂ નહિ કરો તો ડૉ.પ્રિયા ને દોષી ગણવામાં આવશે .. ત્યાં સુધી કોર્ટ મુલતવી રાખવામાં આવે છે...

આ રીતે કોર્ટ નો ત્રીજો દિવસ પૂરો થાય છે. તો હવે પ્રિયા , અમિત , રોહન અને સીમા સબૂત કઈ રીતે મેળવે છે એ જાણવા માટે વાચતા રહો....
' સપના ની ઉડાન '. જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો મને પ્રતિભાવ આપી જરૂર જણાવજો.


To Be Continue...