Sapna Ni Udaan - 28 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 28

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના ની ઉડાન - 28

આપણે આગળ ના ભાગ માં જોયું કે સીમા પ્રિયા ને બધી હકીકત જણાવે છે.

પ્રિયા : પણ મને એક વાત નો સમજાણી સીમા! કે તમારી સાથે આટલું બધું થયું છતાં તમે હજી આ અંકુશ જોડે કેમ રહો છો?
સીમા : કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હું થાકી ગઈ છું હવે મારાથી લડી શકવાની હિંમત જ નથી.
પ્રિયા : અરે ! એમ કેમ હિંમત નથી ? તમે જો એક વકીલ થઈ ને આવું કહો છો તો એક સામાન્ય સ્ત્રી નું શું જેમની સાથે આવા અત્યાચાર થતાં હશે ? તમે જ હિંમત નહિ દેખાડો તો તે સામાન્ય સ્ત્રી કેવી રીતે હિંમત દેખાડી શકશે ? સીમા જોવો , જો આપણે ડૉ. અનિરુદ્ધ ને સજા નહિ અપાવીએ તો ન જાણે તે આવા કેટલા નિર્દોષ ની જાન લેશે!!
સીમા : હું જાણું છું પણ હું તો બીજું શું કરી શકું?
પ્રિયા : તમે કરી શકો છો , ઘણું બધું કરી શકો છો.
સીમા : હા પણ શું ?
પ્રિયા : તમે અમારા માટે ડૉ.અનિરુદ્ધ ની વિરુદ્ધ કેસ લડો.
સીમા : શું ? હું કેસ લડું ? ના....ના મારાથી એ ના થાય..
પ્રિયા : કેમ ના થાય ? તમે તો એ તકલીફ જાણો છો જે અખિલ દેશમુખ સાથે થયું છે એવું જ તમારી સાથે પણ થયું છે. માત્ર એ અલગ છે કે આમાં મી.અખિલ એ જીવ ગુમાવ્યો છે અને તમારા કેસ માં તમારી દીકરીએ ! મને તો એ સમજાતું નથી કે આટલું થયા પછી પણ તમે ચૂપ કેમ છો ? તમારી અંતરાત્મા ને કષ્ટ નથી થતો ? ચાલો માની લીધું કે એ સમયે તમે કંઈ કરી શકવાની હાલત માં નહોતા પણ હવે શું? હવે તો તમે બિલકુલ ઠીક છો. તો હવે તમને કંઇક કરવાનો મોકો મળે છે તો તમે ના શું કામ પાડો છો?

આ સમયે પ્રિયા ખૂબ ગુસ્સામાં હતી. અચાનક તે બંને ને ડોરબેલ નો અવાજ સંભળાયો. અંકુશ હવે ઘરે આવી ગયો હતો.
અંકુશ : સીમા ! દરવાજો કેમ ખોલતી નથી ?
સીમા : હા આવું ! એક મિનિટ. ( ધીમેથી ) પ્રિયા તમે જલદી થી અહી છુપાઈ જાવ નહીતો અંકુશ તમને જોઈ જશે ! પછી તેમનું ધ્યાન ન હોય ત્યારે અહી થી જતા રહેજો.
પ્રિયા : ( ગુસ્સામાં ) સીમા ! આ અંકુશ થી તમે ડરતા હશો , પણ હું નહિ. હું અત્યારે જ અહીંથી જાઉં છું. જો તમારો વિચાર બદલાય તો મને ફોન કરી જણાવી દેજો. Bye....

આમ કહી પ્રિયા ગુસ્સામાં દરવાજો ખોલે છે. અંકુશ ને પ્રિયા ને અહી જોઈ આશ્ચર્ય થાય છે. તેણે પ્રિયા ને પૂછ્યું,
" ડૉ. પ્રિયા ! તમે અહીંયા ?"
પ્રિયા : ( ગુસ્સામાં ) કેમ અહીં ના અવાય ?
અંકુશ : ( હસતા ) ઓહ્ તો તમે અહી માફી માગવા આવ્યા હશો , કદાચ તમે બચી જાવ એ માટે. પણ તમને હું કહી દવ કે હવે તમારી હાર નિશ્ચિત છે. "

પ્રિયા ને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે એક તમાચો જોર થી અંકુશ ના ડાબા ગાલ પર લગાવી દીધો. તેમાં એટલું જોર હતું કે અંકુશ ના ગાલ પર તેના હાથ ના નિશાન પડી ગયા અને અંકુશ ના કાન માં તમ્મર તો ચડી જ ગયા હશે!
પ્રિયા : ( ગુસ્સામાં ) જીભ સાંભળી ને વાત કરજે !તારી જેવા વ્યક્તિ સાથે તો હું વાત પણ ના કરું તો માફી માંગવાની વાત તો ક્યાંથી આવે! માફી તો તારે તારી પત્ની સીમા ની માગવી જોઈએ. અને હું શું કામ આવી હતી એ તારી વાઇફ ને જ પૂછીલેને !

આમ કહી પ્રિયા ગુસ્સામાં ત્યાંથી જતી રહી. અહીંયા અંકુશ ગુસ્સાથી લાલ થઇ રહ્યો હતો. તેણે જોરથી દરવાજો ખોલ્યો . આ જોઈ સીમા ગભરાઈ ગઇ. તે આગ ના ધુમાડા કાઢતો સીમા પાસે આવ્યો.
અંકુશ : પેલી ડોક્ટર અહી શું કામ આવી હતી ?
( આ સમયે સીમા કઈ બોલ્યા વગર ચૂપ જ રહી )
અંકુશ : હું તને પૂછું છું સીમા ! અને તે મને માફી માગવાનું શું કરવા કહી રહી હતી ? હું અને તારી પાસે માફી માંગુ !!

આ સાંભળતા જ સીમા ને ગુસ્સો આવ્યો તેણે ગુસ્સા ભરી નજરે અંકુશ સામે જોયું .

અંકુશ : જવાબ આપ ! અને આ આંખ શેની દેખાડે છો?
સીમા : બસ અંકુશ હવે બહુ થયું . હવે તમારી મનમાની નહિ ચાલે ! અને શું ખોટું કીધું એણે ! માફી તો તમારે માગવી પડશે ! જે તમે થોડા વર્ષો
પહેલાં મારી સાથે કર્યું હતું ને તેની !
અંકુશ : શું ? એટલે તે એ વાત આ ડોક્ટર ને જણાવી દીધી ?
સીમા : હા, જણાવ્યું શું કરી લેશો ?
અંકુશ : મને પૂછે છો હું શું કરી લઈશ એમ ? ( આમ બોલી તેણે સીમા ને તમાચો મારવા હાથ આગળ કર્યો. તે જ સમયે સીમા એ તેનો હાથ પકડી લીધો.)
સીમા : તમે મને તમાચો મારશો ? હું એટલી પણ કમજોર નથી કે તમે જે કરો એ હું સહન કરી લઉં ?
અને ડૉ. પ્રિયા અહી શું કરવા આવી હતી તે પણ તમને ખબર પડી જશે. એક મિનિટ ..

આમ કહી સીમા એ પ્રિયા ને ફોન લગાવ્યો .
સીમા : હેલ્લો ! પ્રિયા ..
પ્રિયા : હા , સીમા..
સીમા : હું તમારો કેસ લડવા માટે તૈયાર છું....

આમ કહી સીમા એ ફોન મૂકી દીધો. આ સાંભળતા અંકુશ તો ચોંકી ગયો. તેણે વિચાર્યું પણ નહોતું કે આવું કંઇક થશે. તે ગુસ્સામાં બોલ્યો.
" હાઉ ડેર યુ સીમા !! તારી ઔકાત માં રહેજે !!
આ સાંભળતા સીમા ને ગુસ્સો આવ્યો અને તેણે એક તમાચો જોર થી અંકુશ ના જમણા ગાલ પર લગાવી દીધો. પછી તે બોલી " હું મારી ઔકાત માં જ છું પણ કદાચ તું તારી ઔકાત ભૂલી ગયો છે. આ એક તમાચો તને બધી ઔકાત યાદ અપાવી દેશે! "

આમ કહી તે રૂમ માં ગઈ અને પોતાનો સામાન પેક કરવા લાગી. અંકુશ તો બંને ગાલ ને સસવાળતો જ રહી ગયો. પ્રિયા એ ઘરે જઈ બધી વાત રોહન અને અમિત ને કરી. તે બંને પણ ખુશ થઈ ગયા. આ સમયે પ્રિયા ને સીમા નો ફોન આવ્યો.

સીમા : હેલ્લો ! પ્રિયા !
પ્રિયા : હા સીમા બોલો.
સીમા : હું થોડાક દિવસ માટે તમારી સાથે રહેવા આવી શકું ?
પ્રિયા : હા , જરૂર હું તમને ત્યાં લેવા આવું છું.
સીમા : ઓકે.

આ બાજુ અંકુશ એ બધી વાત અનિરુદ્ધ ને ફોન કરી જણાવી દીધી હતી. હવે સીમા આ કેસ લડવા માટે તૈયાર હતી. તો આગળ જોઈએ છીએ કે સીમા ના આવ્યા બાદ આ કેસ ની સ્થિતિ બદલાઈ છે કે નહિ. આ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.
🙏 ' ધન્યવાદ ' 🙏


To Be Continue...