શું તમે સાઇકિક છો? - 2
📣 અતીન્દ્રિય શક્તિઓ વિષે થોડું ગયા હપ્તે સમજ્યા. સાઈકિક એટલે આવી શક્તિઓ ધરાવનાર વ્યક્તિઓ, તે જાણ્યું. ચર્ચા તે પણ થઈ કે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે. હવે આગળ વધીએ.
📣 આ વિષય અંગે મોટા ભાગે લોકો અંધારામાં છે તેનું બીજું એક મહત્ત્વનું કારણ છે. આપણા ઋષિ-મુનિઓ જે હજારો વર્ષ પહેલાં પણ જાણતા હતા અને હજી થોડી સદીઓ પહેલાં પણ જે જ્ઞાન સામાન્ય હતું તે બધું જ વિદેશીઓના ભૌતિક આક્રમણ અને ત્યાર બાદ આ જ્ઞાનને ભુલાવી દેવાના તેમના વ્યવસ્થિત પ્રયત્નોને કારણે લુપ્ત થઈ ગયું.
એક વિચારધારા એવી ઉદ્ભવી કે જે આવી વાત પણ કરે તે પછાત ગણાય, તેની ગણતરી Intellectual તરીકે ન થાય. પરિણામે જે વ્યક્તિને આ વિષયમાં જીજ્ઞાશા હોય કે પોતાની આ શક્તિ વિકસાવવાની ઈચ્છા હોય તે પણ કોઈ સાથે આ વિષયમાં વાત કરતા અચકાય. કોરોનાએ જયારે કાળો કેર મચાવ્યો છે ત્યારે તેની એક ઉજળી બાજુ એ છે કે લોકોને હવે ખ્યાલ આવ્યો કે વૈદિક પ્રથાઓ કેટલી બધી સાચી હતી, કેટલા ઉચ્ચ જ્ઞાનનો પરિપાક હતો એ? IQ કે EQ (Emotional Quotient) તો બરોબર પરંતુ ખરેખર જરૂર છે PQ (Psychic Quotient) જાણવાની, તેને વિકસાવવાની.
📣 કમ સે કમ એટલું જાણીએ કે....
🛎️ દરેક વ્યક્તિ સાઈકિક છે.
🛎️વ્યક્તિ ધારે તો પોતાની સાઈકિક શક્તિઓ વિકસાવી શકે.
🛎️સાઈકિક શક્તિઓ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે.
🛎️જેટલી વધુ પ્રેક્ટિસ, તેટલી સાઈકિક શક્તિ વધુ.
📣 આ વિષયમાં અનેક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. તેમાંની થોડી જોઈએ.
1) શરૂઆતમાં વાત થઈ તેમ 'સાઈકિક' એટલે 'ઘનચક્કર'. (X)
સત્ય શું છે તે પહેલા હપ્તામાં આપણે જોયું.
2 અમુક ખાસ વ્યક્તિ જ સાઈકિક હોય:
સત્ય એ છે કે દરેક વ્યક્તિ આવી શક્તિઓ સાથે જ જન્મ લે. ઓશોએ એમના પ્રવચન દરમ્યાન કહેલું કે દરેક બાળક સાઈકિક શક્તિઓ સાથે જન્મ લે છે, યાદ રાખે છે અને એક ઉંમર થતાં જ મોટા ભાગના બાળકો તે શક્તિ ભૂલી જાય છે. આપણું બાળપણ યાદ કરીશું તો કંઈ આવું મળી આવશે કે અજાણતાં જ બોલ્યા હોઈએ અને તે સાચું પડ્યું હોય, કંઈ પ્રેરણા થઈ હોય અને તે મુજબની જ ઘટનાઓ બની હોય વિગેરે. અહીં મારી સાથે જ કોલેજ કાળ દરમ્યાન બનેલી એક સત્ય ઘટના એવી છે કે તે સમયમાં એક તરૂણી પર બળાત્કાર અને ખૂનના કિસ્સાએ સમગ્ર ગુજરાતમાં બહુ જ ચકચાર જગાવેલી. એ તરૂણીની ઓળખ થઈ ન હતી, હું અને મારા મિત્રો ઉભા હતા ત્યાંથી એક જીપ લાઉડસ્પીકર પર જાહેરાત કરતી નીકળી કે આ વિષયમાં કોઈને કંઈ માહિતી હોય તો તે જાણ કરવી. અચાનક જ મારા મોઢે કોઈ એક છોકરીનું નામ આકસ્મિક રીતે આવી ગયું જે મારી નજીક ઉભેલા મિત્રો સિવાય કોઈએ સાંભળ્યું નહિ. 1/2 કલાકમાં જ ખ્યાલ આવ્યો કે તે જ તરૂણીનું ખૂન થયેલું. દાયકાઓ પછી પણ મને એ વિચારતા જ કંપારી છૂટે છે કે પોલીસ કે અન્ય કોઈ એ મારા શબ્દો સાંભળ્યા હોત તો મારું શું થયું હોત ! કઈ રીતે હું સાબિત કરી શક્યો હોત કે મને કોઈ માહિતી ન હતી !
આ પ્રકારની સાઈકિક શક્તિઓ દરેક પાસે હોય, વર્ષો સુધી સુષુપ્ત પડી રહે, સાધના સાથે બહાર આવે અથવા તેને વિકસાવવા માટે ચોક્કસ પ્રયત્નોથી બહાર આવી શકે.
3. સાઈકિક શક્તિઓ હોવી તે ખરાબ વાત છે: (X)
કોઈ વ્યક્તિ પાંચ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય તેના કરતા વધુ જાણી શકે, તે પણ કુદરતી રીતે જ, તો તેને શું કહીશું? સારું કે ખરાબ? આવી શક્તિઓ તો ખરેખર એક અમૂલ્ય ભેટ છે.
ઇન્દ્રિયોથી ન સમજી શકાય તેવી આ શક્તિઓ છે. મનુષ્ય સ્વભાવ છે કે જે ના સમજાય તેને કોઈ 'અકુદરતી' કહે, તો કોઈ ડરે. કોઈ એવા પણ હોય કે જે આ વિષય સમજવાની કોશિશ કરે, પોતાની શક્તિઓને ચકાસવાની અને વિકસાવવાની કોશિશ કરે. એક વસ્તુ ગાંઠે બાંધી લેવાની છે કે આ સંપૂર્ણ કુદરતી શક્તિઓ છે, જો આપણે વિકસાવી શકીએ તો તે મનુષ્ય જાતિના વિકાસ તરફનું પગલું હશે.
4. દરેક સાઈકિકની શક્તિઓનો પ્રકાર એક સરખો હોય: (X)
ના જી. દરેક એથ્લેટ અલગ-અલગ રીતે પોતપોતાના ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા હોય તેમ આ શક્તિઓ પણ વિવિધ વ્યક્તિઓમાં જુદી-જુદી રીતે બહાર આવે. આ જ વસ્તુ સંતોને પણ લાગુ પડે. શક્તિઓના પ્રકાર પરની વિસ્તૃત ચર્ચા દરમ્યાન આ મુદ્દાને આવરીશું.
5. સાઈકિક શક્તિઓ ધરાવનાર આપણું બધું જાણી જાય. (X)
પહેલાં વાત થઈ તેમ શક્તિઓનો પ્રકાર અલગ-અલગ હોય. બીજું, સાઈકિક પોતાની શક્તિઓ જાસૂસી કરવા માટે ન વાપરે સિવાય કે તે કાર્ય તેને સોંપાયેલું હોય. વિવિધ દેશોમાં સાઈકિક ડિટેક્ટિવની મદદ પોલીસ ડિપાર્ટમેન્ટ લે છે. અમેરિકા અને નેધરલેન્ડની આવી ડિટેક્ટિવના પરિચયમાં હું છું તેથી વિશ્વાસથી કહી શકું છું. આવી જવાબદારી સોંપાયેલી ન હોય ત્યારે કોઈ સાઈકિક પોતાની શક્તિઓનો ઉપયોગ બીજું કંઈ જાણવા માટે કરે નહિ કારણ કે તેને પોતાના માટે એ થકાવનારું હોય, ડ્રેઇન કરી દેનારું હોય. તેને પોતાની પણ જિંદગી તો હોય ને ! કોઈની પ્રાઇવસીમાં તે દખલ ન કરે, કાર્મિક જવાબદારી ઉભી થાય. જયારે રીડિંગ માટે કોઈ તેની પાસે જાય તેનો મતલબ એ થયો કે જે તે વ્યક્તિની માહિતી મેળવવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.
6. સાઈકિકને બધી ખબર જ હોય. (X)
વિદેશમાં સાઈકિક માટે, ભારતના સંદર્ભમાં સંતો માટે આવી ભ્રામક માન્યતા રહે છે. લોટરીનો નંબર કઢાવવા પણ સંત પાસે લોકો પહોંચી જાય! ભવિષ્ય ઘણું બદલતું રહે, બદલી શકાય પણ ખરું, કોઈ સમયે આકાશિક રેકોર્ડ વિષે ચર્ચા કરીશું તો તે વાત આવરી લઈશું. અત્યારે એટલું સમજવું જરૂરી કે 'કોઈ ને બધી ખબર ન હોય, ઘણી ખબર હોઈ શકે
📣 સાઈકિક શક્તિના અનેક પ્રકાર હોય, કદાચ 50થી પણ વધુ. તેમાંના જે મુખ્ય છે તેની ચર્ચા કરીશું. પહેલાં એ જોઈએ કે તે પ્રકાર ક્યા છે.
1) ક્લેયરવોયન્સ.
2) ક્લેયરએમ્પથી
3) કલેયરઓડિયન્સ
4) ક્લેયરગૅસ્ટન્સ
5) ક્લેયરકોગ્નિઝન્સ
6) ક્લેયરસેન્ટીનન્સ
7) ક્લેયરએલિયન્સ
8) ઓરા રીડિંગ
9) એનર્જી હીલિંગ
10) એસ્ટ્રાલ પ્રોજેકશન
11) ચેનલિંગ
12) પ્રિકોગ્નીશન
13) સાઈકિક સર્જરી
14) સાઈકોમેટ્રી
15) રીટ્રોકોગ્નીશન
16) ટેલિકાઈનેસીસ
17) સ્ક્રાઈંગ
18) ટેલીપથી
19) સાઈકોગ્રાફિ
20) આકાશિક રેકોર્ડ રીડિંગ
📣 આ તમામ પ્રકારો બાદમાં વિગતે સમજીશું. આજે અહીં વિરામ લઈએ.
(ક્રમશ:)
✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾
FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: