Menka - Ek Paheli - 9 in Gujarati Women Focused by Sujal B. Patel books and stories PDF | મેનકા - એક પહેલી - 9

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

મેનકા - એક પહેલી - 9






હિમાંશુનો એક મિત્ર દારૂની હાલતમાં એક છોકરીને લઈને ઉપર જતો હતો. છોકરીએ પણ દારૂ પીધેલો હતો.બંને લથડિયાં ખાતાં ઉપર જતાં હતાં. ઉપર પહોંચતા જ પહેલો રૂમ અનંત જાદવનો હતો. એ રૂમ ખુલ્લો જોઈને બંને રૂમમાં ઘુસી ગયાં.

"હિમાંશુઉઉઉઉ....." હિમાંશુની લાશ ફર્શ પર પડેલી જોઈને તેનાં મિત્રનાં મોંઢેથી ચીસ નીકળી ગઈ. તેની ચીસ સાંભળીને બધાં લોકો નીચે હોલમાંથી ઉપર આવી પહોંચ્યા.

"શું થયું??" હિતેશે ઉપર પહોંચીને હિમાંશુના મિત્રને પૂછ્યું. તેનાં મિત્રએ હિમાંશુની લાશ તરફ આંગળી ચીંધી. બધાંનાં લાશ જોઈને હોશ ઉડી ગયાં. મેનકાએ તરત જ પોલિસને બોલાવી લીધી. પોલિસે આવીને તપાસ કરી. એક જ અઠવાડિયામાં બે મોટાં ડાયરેક્ટરના મર્ડર થયાં હતાં. પણ તેને કોણે માર્યા, શાં માટે માર્યા, એ પોલિસ જાણી શકી ન હતી. કેમ કે, મર્ડર થયું હતું. એ જગ્યાએ કોઈ સબૂત જ મળ્યું ન હતું.

પોલિસે બધાંની પૂછપરછ કરી. પણ કોઈ પાસેથી કાંઈ ખાસ જાણવાં મળ્યું નહીં. જેથી બધાંને પોલિસે તેમની પરમિશન વગર અમદાવાદ છોડી ક્યાંય નાં જવાની ચેતવણી આપીને પોતપોતાની ઘરે મોકલી દીધાં.

નવાં વર્ષની શરૂઆત જ એટલી ભયાનક રીતે થઈ હતી, કે બધાં આવતી વખતે જેટલાં ખુશ હતાં. તેનાંથી વધું હેરાન પરત ફરતી વખતે હતાં.

"હું તને ઘર સુધી ડ્રોપ કરી જાવ??" હિતેશે મેનકા પાસે જઈને પૂછ્યું. હિમાંશુની ઘરે જે થયું. એ પછી હિતેશને મેનકા થોડી ડરેલી લાગતી હતી. જેનાં લીધે તેને તેની ચિંતા થઈ આવી.

"નાં, હું જતી રહીશ. તું પહેલાં મને મૂકવાં આવે. પછી તું ઘરે જાય. એમાં બહું મોડું થશે." મેનકાએ હિતેશને ખોટું નાં લાગે એ રીતે જવાબ આપી દીધો. પછી તે કારમાં બેસીને ઘરે જવા નીકળી ગઈ.

પોલિસે અનંત જાદવને હિમાંશુ જાદવના મર્ડર અંગે જાણ કરી દીધી હતી. એ જાણ થતાં જ અનંત જાદવ તરત જ અમદાવાદ આવવાં નીકળી ગયાં.

અનંત જાદવે સપનામાં પણ વિચાર્યું ન હતું, કે તેમને એક દિવસ અચાનક જ પોતાનાં ભાઈનાં મૃત્યુના સમાચાર પણ સાંભળવા મળશે. એ પણ નવાં વર્ષના આરંભમાં જ...અનંત જાદવ માટે હિમાંશુનુ મર્ડર ખૂબ જ આઘાતજનક રહ્યું હતું. એ વાત અલગ હતી, કે હિમાંશુએ ક્યારેય તેનાં ભાઈની એક પણ વાત માની ન હતી. પણ અનંત જાદવ હિમાંશુને ખૂબ જ પ્રેમ કરતાં હતાં.

અનંત જાદવે તેનાં મમ્મી-પપ્પાના મૃત્યુ પછી હિમાંશુને મમ્મી-પપ્પા બંનેનો પ્રેમ પૂરો પાડ્યો હતો. પણ હિમાંશુને હંમેશાથી એમ જ લાગતું, કે અનંત જાદવ તેના મમ્મી-પપ્પાના મૃત્યુ પછી બધી જ પ્રોપર્ટી પર પોતાનો હક જમાવીને બેસી ગયાં છે. જેનાં લીધે હિમાંશુ હંમેશા પોતાની અલગ દુનિયામાં જ જીવતો. જ્યાં અનંત જાદવનુ કોઈ સ્થાન ન હતું. જેમાં હિમાંશુ અને માત્ર તેનાં મિત્રો જ હતાં.

અનંત જાદવે જ્યારે જાદવ મેન્શનમા પગ મૂક્યો. ત્યારે એ સાવ પડી ભાંગ્યા. આખો જાદવ પરિવાર હિમાંશુની અંતિમ ક્રિયા માટે આવી પહોંચ્યો હતો. અનંત જાદવ હિમાંશુની લાશ પાસે બેસીને ખૂબ જ રડ્યાં. એ સમયે જ પોલિસ પણ આવી પહોંચી.

"મારાં ભાઈનું મર્ડર કોણે કર્યું?? મારાં ભાઈને મારવાવાળાને પણ મોતની સજા જ મળવી જોઈએ." અનંત જાદવ પોલિસના આવતાંની સાથે જ બોલવાં લાગ્યાં.

"આ એક જ અઠવાડિયામાં બીજાં ડાયરેક્ટરનુ મર્ડર હતું. કોઈ મોટાં ડાયરેક્ટરોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. મર્ડર કરનાર વ્યક્તિ એટલો ચાલાક છે, કે કોઈ સબૂત છોડી નથી જતો. અમારી તપાસ ચાલું છે. પણ તમે તમારું ધ્યાન રાખજો. આ ગંભીર મામલો જણાય છે." પોલિસ હિમાંશુ જાદવને સંભાળીને રહેવાની સલાહ આપીને જતી રહી.

હિમાંશુ જાદવની અંતિમ ક્રિયા બાદ અનંત જાદવ પોતાનાં રૂમમાં હિમાંશુની ફોટો ફ્રેમ હાથમાં લઈને બેઠાં હતાં. તેમનો પરિવાર કહી શકાય એવો એક માત્ર હિમાંશુ જ હતો. જેને ગુમાવી દીધાં પછી તેઓ સાવ એકલાં પડી ગયાં હતાં.

અનંત જાદવ માટે હિમાંશુના મૃત્યુનાં દુઃખમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી હતું. જેનાં માટે તેમણે તરત જ પોતાનું કામ શરૂ કરી દીધું. મેનકા-એક પહેલી ફિલ્મમાં કામ કરતાં બધાં લોકોને કોલ કરીને તેમણે સેટ પર બોલાવી લીધાં.

મેનકા અચાનક જ અનંત જાદવે કરેલાં કોલથી થોડી વિચારમાં પડી ગઈ હતી. આજે નવાં વર્ષનો પહેલો દિવસ હતો. એ સાથે જ હિમાંશુ જાદવ દુનિયા છોડીને વિદાય લઈ ચુક્યો હતો. એવામાં અનંત જાદવે બધાંને શુટિંગ માટે બોલાવ્યાં હતાં. એ વાત મેનકાને પચતી ન હતી.

મેનકા મન નાં હોવાં છતાં વિચારોમાં ખોવાઈને કાર લઈને સેટ પર જવાં નીકળી પડી. મેનકા હંમેશા કામને લઈને તત્પર રહેતી. અભિનેત્રી બનવું એ તેનું સપનું ન હતું. છતાંય મેનકા એવું માનતી, કે કોઈ કામ કરીએ. તો મન અને દિલથી કરવું. બાકી કરવાં ખાતર કરવું. એવું કરવાથી આપણે ખુદને તો ખુશ નાં રાખી શકીએ. સાથે બીજાને પણ ખુશ નાં કરી શકીએ.

મેનકા જ્યારે સેટ પર પહોંચી. ત્યારે અનંત જાદવ એકલાં જ બેઠાં હતાં. મેનકાની પાછળ બધાં લોકો આવી પહોંચ્યા. એ સાથે જ અનંત જાદવે કોઈ પણ જાતની ચર્ચા કે વાતચીત વગર શુટિંગ શરૂ કરી દીધું.

"સર ખૂબ દુઃખી જણાય છે. કદાચ એ દુઃખને ભૂલવા એ પોતાનું મન કામમાં પરોવવા માંગે છે." હિતેશે મેનકાને કહ્યું.

મેનકા આવી ત્યારથી અનંત જાદવની હરકતો નોટિસ કરી રહી હતી. તેમનો ચહેરો જોતાં તે દુઃખી જણાતાં હતાં. પણ મન તો કોઈક બીજાં જ વિચારોમાં ખોવાયેલું હતું.

સાંજના પાંચ વાગ્યે પેક અપ થતાં બધાં પોતપોતાની ઘરે જવા નીકળી ગયાં. મેનકા થોડી પરેશાન જણાતી હતી. પણ તેણે પોતાની પરેશાની કોઈને જણાવા દીધી નહી.

એક અઠવાડિયા સુધી સતત એવું જ ચાલ્યું. ફિલ્મ પૂરી થવાની કતાર પર હતી. બે દિવસનાં શૂટિંગ પછી તેને રિલીઝ કરવાની તારીખ બહાર પાડવાની હતી. બધાં રોજના સમયે શુટિંગ પર પહોંચી ગયાં હતાં. પણ અનંત જાદવ ક્યાંય દેખાતાં ન હતાં. બધાં તેમની રાહ જોઈને બેઠાં હતાં. એ સમયે જ અનંત જાદવ એક પચાસેક વર્ષ વટાવી ચૂકેલા વ્યક્તિ સાથે સેટ પર આવ્યાં.

"આ તુષાર ચૌધરી છે. મુંબઈનાં બહું મોટાં ડાયરેક્ટર...આપણી ફિલ્મ જ્યારે રિલીઝ થશે. ત્યારે બધી તૈયારીઓ આ જ કરવાનાં છે. ફિલ્મની જાહેરાત અને ટિકિટ અંગે બધી જવાબદારી આમની રહેશે." અનંત જાદવે આવતાવેંત જ ફિલ્મ અંગે જાહેરાત કરી.

ટૂંક સમયમાં જ ફિલ્મ રિલીઝ થવાની હતી. એ વાત સાંભળીને બધાં ખુશ હતાં. પણ મેનકા કોઈક વિચારોમાં ખોવાયેલી હતી. તુષાર ચૌધરી તો બધાંને મળીને નીકળી ગયાં. તેમનાં જતાંની સાથે જ શુટિંગ શરૂ થઈ ગઈ.

"તું શું વિચારે છે?? આપણે હવે આપણી મંઝિલની એકદમ નજીક છીએ. તો હવે શું પ્રોબ્લેમ છે??" મધુરિમાએ મેનકાને પૂછ્યું.

"મને કોઈ પ્રોબ્લેમ નથી. તું સાચું જ કહે છે. હવે મંઝિલ એકદમ નજીક છે. હવે વિચારવાનો નહીં. કંઈક કરી બતાવવાનો સમય છે." મેનકાએ ફરી એક પહેલીની માફક જવાબ આપીને મધુરિમાને ચૂપ કરાવી દીધી.

અનંત જાદવ શુટિંગમા એકદમ મશગુલ થઈ ગયાં હતાં. તે પોતાનું કામ સારી રીતે કરી રહ્યાં હતાં. બધાં લોકો તેમનાં સ્વભાવ અને કામથી ખુશ હતાં.

બે દિવસ પછી શુટિંગનો છેલ્લો દિવસ હતો. ત્યારે અનંત જાદવે બધાં લોકોની એક મિટિંગ રાખી હતી. જેમાં ફિલ્મ રિલીઝ કરવાની તારીખ નક્કી કરવાની હતી. જેનાં માટે તુષાર ચૌધરીને પણ બોલાવવામાં આવ્યાં હતાં.



(ક્રમશઃ)