Menka - Ek Paheli - 5 in Gujarati Women Focused by Sujal B. Patel books and stories PDF | મેનકા - એક પહેલી - 5

Featured Books
Categories
Share

મેનકા - એક પહેલી - 5










બારીનો પડદો ઉડતાં જ પવનની એક લહેરખી મેનકાના રૂમની અંદર પ્રવેશી. એ સાથે જ મેનકાની ઉંઘ ખુલી ગઈ. મેનકા આળસ મરડીને પથારીમાં બેઠી થઈ. આલ્બમને ફરી કબાટમાં મૂકીને, બેડ પરની ચાદર સરખી કરીને તે નહાવા જતી રહી.

ભીનાં વાળમાં ટુવાલ લપેટીને મેનકા બાથરૂમની બહાર નીકળી. એ સાથે જ ઘરનાં દરવાજે કોઈએ બેલ વગાડી. સવાર સવારમાં કોણ આવ્યું હશે. એમ વિચારી મેનકા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતાં જ સામે મેનકાની ઘરે કામ કરવાં આવતી. એ કામવાળી બાઈ ઉભી હતી.

"અરે, માલતિ તું આવી ગઈ!? તું તો બે દિવસ પછી આવવાની હતી ને??" મેનકાએ માલતિને જોઈને ખુશ થતાં પૂછ્યું.

"હાં, આવવાની તો બે દિવસ પછી જ હતી. પણ પછી મારી દિકરી સાજી થઈ ગઈ. તો વહેલી આવી ગઈ." માલતિ મેનકાને જવાબ આપીને તરત જ કિચનમાં ઘુસી ગઈ.

માલતિએ મેનકા માટે કોફી બનાવી દીધી. કોફી મેનકાને આપીને તેણે નાસ્તાની તૈયારી પણ ચાલું કરી દીધી. એ જોઈને મેનકા મલકાતી મલકાતી કોફીનો કપ લઈને તેનાં રૂમમાં જતી રહી. કોફી ખતમ કરીને, તૈયાર થઈને મેનકા માલતિ પાસે કિચનમાં પહોંચી ગઈ.

"તે તો આવતાંની સાથે જ બધું કામ સંભાળી લીધું. એટલે જ તું મને બહું પસંદ છે. એટલે જ મેં તું જતી રહી. તો પણ બીજી કોઈ વ્યક્તિને કામ પર નાં રાખી." મેનકા માલતિ સામે તેનાં વખાણ કરવાં લાગી.

"બસ બસ મેડમ, નહીંતર હું તમારાં માથે ચડીને નાચવા લાગીશ. તો તમે જે મોંઢે મારાં વખાણ કરો છો. એ મોંઢે જ મને ખરાબ પણ કેશો." માલતિ આલૂ પરોઠા બનાવતાં બનાવતાં મેનકા સાથે વાતો પણ કરતી જતી હતી.

"તું શાં માટે એવું કરવાં લાગી!? તું ક્યારેય એવું કરી જ નાં શકે."

"મેડમ, કોઈ ઉપર આટલો ભરોસો નો કરાય. કોક'દી તમારો ભરોસો તમને જ નડે."

ભરોસાની વાત આવતાં જ મેનકાના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. મેનકા કિચનમાંથી બહાર નીકળીને ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસી ગઈ. માલતિ તો તેનાં પરોઠાં બનાવવામાં વ્યસ્ત હતી. પણ મેનકાને જોઈને એ સમજી ગઈ હતી, કે આગળ કાંઈ બોલવાનો કોઈ મતલબ નથી.

"સસસહાઆઆ.." માલતિ બહાર આવીને મેનકાને ગરમગરમ પરોઠુ આપીને ગઈ. મેનકા પરોઠુ ખાવાં લાગી. તેનું ધ્યાન બીજે હતું. એમાં તેની જીભ ગરમ પરોઠાના લીધે બળી ગઈ. એ સાથે જ તેનાં મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

"મેડમ, નિરાંતે ખાવ." માલતિએ કિચનમાંથી સાદ પાડીને કહ્યું.

મેનકા જીભ બળ્યાં પછી માલતિની વાત સાંભળીને પરોઠાનો ટુકડો કરી. તેને ફૂંક મારીને ખાવાં લાગી. ત્યાં અચાનક જ તેને કંઈક યાદ આવ્યું. તે ઉભી થઈને રૂમ તરફ દોડી. રૂમમાં પહોંચી, બાલ્કનીમા જઈને તેણે બારીનો પડદો હટાવ્યો. જ્યાં એક નાનકડું ગુલાબનાં છોડનું કૂંડુ હતું. જેમાં એક કળી આવી હતી. એ જોતાં જ મેનકા ખુશ થઈ ગઈ. તેણે કિચનમાંથી પાણી લાવીને એ કૂંડામાં રેડી દીધું.

"તો આખરે તમે જે માગ્યું. એ તમને મળી જ ગયું." પાછળથી માલતિએ આવીને કહ્યું.

"હજું તો ઘણું મેળવવાનું બાકી છે. આ તો બસ એક નાની એવી શરૂઆત હતી." મેનકાએ પોતે કોઈ પહેલી કહેતી હોય. એમ વાત કરતાં કહ્યું.

"તો આ ગુલાબ કોને આપવાનો વિચાર છે??" માલતિએ નેણ નચાવતાં પૂછ્યું.

"છે કોઈ ખાસ...ક્યારેક જરૂર જણાવીશ." માલતિએ ફરી જવાબ આપવાને બદલે વાતને અલગ જ દિશા આપી દીધી.

માલતિ એકલી એકલી જ કંઈક બોલતાં બોલતાં જતી રહી. મેનકા ગુલાબનાં છોડમાં આવેલી કળીને જોતાં જોતાં બાલ્કની પાસે ઉભી ઉભી હસતી રહી. જાણે એ કળી સાથે પોતાનાં દિલની વાત કરીને, મનનો બોજ હળવો કરતી હતી.

અનંત જાદવ અમદાવાદની બહાર ગયાં. તેને આજે બીજો દિવસ હતો. હિમાંશુ બે દિવસમાં કાંઈ કરી શક્યો ન હતો. મેનકા તેનો કોલ પણ રિસીવ કરી રહી ન હતી. આગલાં દિવસે ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. એ વિચારે જ હિમાંશુનું મન ચકડોળે ચડ્યું હતું. કેમ કે, તેણે સ્ક્રીપ્ટમા જે બદલાવ કર્યા. એ વિશે અનંત જાદવને જાણ પણ ન હતી. અને ફિલ્મમાં કામ કરતાં અભિનેત્રી અને અભિનેતાને તે બદલાવ પણ પસંદ આવ્યાં ન હતાં.

હિમાંશુ સ્ક્રીપ્ટમાં ફેરફાર કર્યા એ મુજબ જ શુટિંગ શરૂ કરવી કે જૂની સ્ક્રીપ્ટ મુજબ જ ચાલું રાખવું. એ અંગે વિચાર કરતો હતો. બધાં લોકોને સ્ક્રીપ્ટથી પ્રોબ્લેમ હતો. પણ મેનકા કાંઈ બોલી ન હતી. એ વાત યાદ કરતાં જ હિમાંશુના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

હિમાંશુ તેનાં રૂમનાં બેડ પર બેઠાં બેઠાં મેનકાના વિચારોમાં ખોવાઈ ગયો. પછી અચાનક જ તે કારની ચાવી લઈને ઘરની બહાર નીકળી ગયો. તેણે કારમાં બેસીને કારને સેટેલાઈટ વિસ્તાર તરફ આગળ ચલાવી. મેનકાનુ ઘર આવતાં જ હિમાંશુએ તેનાં ઘર આગળ કાર ઉભી રાખી.


(ક્રમશઃ)