Room Number 104 - 10 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 10

Featured Books
Categories
Share

Room Number 104 - 10

પાર્ટ ૧૦

સાંજના સાડા સાત વાગ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં અભયસિંહ પોતાની એક્સપોર્ટ કોન્સ્ટેબલની આખી ટીમ લઇને હોટેલ હિલ્લોકમાં પહોંચી જાય છે જ્યાં મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી પહેલાથી જ અભયસિંહ ની રાહ જોતો રિસેપ્શન પર ઉભા હતા. રોશની મર્ડર કેસને ૪૮ કલાક થવા આવ્યા હતા પરંતુ રોશની મર્ડર કેસની એક પણ કડી સુલઝી ન હતી પરંતુ કેસ વધારે ગુચવાઈને ગંભીર બની ગયો હતો. હવે અભયસિંહ માટે રોશની મર્ડર કેસ ખૂબ જ મહત્વનું કાર્ય બની ગયું હતું. અભયસિંહ પોતાના કાર્ય માટે ખૂબ જ પ્રામાણિક અને નિષ્ઠાવાન હતો. હોટેલના મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણી અભયસિંહ ને આવતા જોતાં જ એકદમ સ્તબ્ધ થઈને તેની સામે જોતા જ રહી ગયા. અભયસિંહનું વ્યક્તિત્વ જોઈને ભલભલાને કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટવા માંડે. મેનેજર રાજકુંવર અને હોટેલના માલિક મુકેશ હરજાણીની પણ એવી જ કંઇક હાલત હતી. મુકેશ હરજાણી એ અભયસિંહ ને જોતા જ ખોંખારો ખાતા કહ્યું કે " ગુડ ઇવનિંગ સર, મેનેજર રાજકુંવર એ કહ્યું કે તમે મને ખાસ મળવા માંગો છો. શું હું પૂછી શકું કે આ મર્ડર કેસમાં મારી શું જરૂર પડી?

અભયસિંહ પોતાના દમદાર કડક અવાજમાં કહે છે કે" હા મને જાણવા મળ્યું છે કે આ હોટેલમાં કોઈ ખુફિયા રૂમ છે.જેની ચાવી ફક્ત તમારી પાસે જ હોય છે.

મુકેશ હરજાણી એ મેનેજર રાજકુંવર સામે મુંજવણ ભરી નજરે જોતા કહ્યું કે" હા હા સર પણ એવા ખુફિયા રૂમ તો અમારે રાખવા જ પડે ક્યારેક કોઈ મિટિંગ ગોઠવવા બદલ કે પછી બિઝનેસ બાબતની મહત્વની ફાઈલો રાખવા માટે પણ રાખવો પડે છે.

અભયસિંહ:- ઓહ હા એ બરાબર છે પરંતુ શું હું જાણી શકું કે જે રાતે રોશનીનું મર્ડર થયું તે રાતે તમે ક્યાં હતા?

મુકેશ હરજાણી:- જી હા સર હું મારા ઘરે જ હતો પણ સર આવું પૂછવાનું કોઈ કારણ?

અભયસિંહ:- બસ તમારી હોટલમાં આટલી મોટી ઘટના ઘટી ગઈ હોવા છતાં પણ બીજે દિવસે તમે હોટલમાં હાજર ન હતા એટલે પૂછ્યું કે તમે અહીંયા આબુમાં જ હાજર હતા કે પછી કોઈ કામ થી બહાર ગયા હતા?

મુકેશ હરજાણી:- જી હા સર મને કાલે જ મેનેજર રાજકુંવર નો ફોન આવ્યો હતો રાજકુંવર એ મને રોશની મર્ડર કેસની વાત જણાવી પણ હતી પરંતુ સર એ વખતે જ હું દુબઈમાં મારી એક મીટીંગ હોવાથી દુબઇ જવા માટે નીકળી ગયો હતો. બસ હમણાં સાત વાગ્યે જ હું એરપોર્ટ પર આવ્યો અને રાજકુંવર નો ફોન આવ્યો કે તમે મને અહીં હાજર રહેવાનું કહ્યું છે જેથી કરીને હું ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયો છું.

અભયસિંહ:- ઑહકે ગુડ તો કેવી રહી તમારી મીટીંગ?

મુકેશ હરજાણી:- સર એઝ યુઝઅલ બીઝનેસ મીટીંગ હતી એટલે સારી જ ગઈ છે.

અભયસિંહ:- ઓકે ગુડ! તો હવે એ ખુફિયા રૂમની ચાવી તો તમારી પાસે જ હશે ને?

મુકેશ હરજાણી:- હા સર હું સાથે જ રાખું છું એ રૂમની ચાવી.

અભયસિંહ:- અને તમારા સિવાય એ રૂમની ચાવી કોની પાસે હોય છે?

મુકેશ હરજાણી:- જી ના સર એ રૂમની જરૂર ફક્ત મને જ પડે છે હા આ રૂમ વિશે મારા મેનેજર ઉપરાંત મારા અંગત મિત્રોને ખબર હોય છે પરંતુ ચાવી તો ફકત મારી પાસે જ હોય છે.

અભયસિંહ:- અને આ રૂમનો કોઈ બીજો દરવાજો?

મુકેશ હરજાણી:- જી હા સર આ હોટેલની પાછળ એક વિશાળ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી દેખાઈ છે હકીકતમાં એ પાણીની ટાંકી નથી પરંતુ આ ખુફિયા રૂમનો દરવાજો છે. પરંતુ સર ત્યાં પણ હું તાળુ મારીને જ રાખું છું અને ચાવી પણ મારી પાસે જ હોય છે.

અભયસિંહ:- ઠીક છે તો પાછળના દરવાજાની ચાવી અમારા પોલીસ કોન્સ્ટેબલ ને આપી દો અને હોટેલની અંદરના દરવાજાની ચાવી લઈને તમે મારી સાથે ચાલો અને દરવાજો ખોલો મારે એ રૂમની તપાસ કરવી પડશે..

અભયસિંહ હાથનો ઇશારો કરીને પોતાના એક કોન્સ્ટેબલને ચાવી લઈને ખુફિયા રૂમ ના પાછળના દરવાજા તરફ જવાનું કહે છે. અને પોતાની સાથે બીજા ચાર-પાંચ પોલીસ કોન્સ્ટેબલને લઈને રાજકુંવર અને મુકેશ હરજાણી સાથે કિચનના ભોયરા તરફ આગળ વધે છે. કિચનમાં અંદર જતા જ જમણી બાજુ એક નાનકડો સ્ટોરેજ રૂમ હોય છે અને એ સ્ટોરેજ રૂમમાંથી જ એ ભોયરા સુધી જવાનો રસ્તો હોય છે. જેમાં હોટેલનો બારેમાસ નો અનાજ પડેલો હોય છે. એ ભોંયરા નો દરવાજો ખોલતા જ ભોંયરા માંથી તીવ્ર વાસ આવવા લાગી. એ વાસ આવતા જ મુકેશ હરજાણી એ તરત કહ્યું "લાગે છે અંદર કોઈ ઉંદર મારી ગયો હશે એટલે આટલી વાસ આવે છે" એમ કહેતા તરત તેને પોતાના ખિસસામાંથી રૂમાલ કાઢી નાક ઢાંકવાનો પ્રયાસ કર્યો.

અભયસિંહ:- એક નહીં પરંતુ હજારો ઉંદરો મરી ગયા હોય તેવી તીવ્ર વાસ આવે છે. તમે સૌ પોતાના રૂમાલ વડે નાક ઢાંકીને મારી પાછળ પાછળ આવો.

અભયસિંહ ના આદેશ પ્રમાણે બધા ભોંયરામાં નીચે ઉતરે છે જ્યાં ભોંયરામાં ઊતરતા જ ડાબી બાજુએ બારેમાસના તેલના ડબ્બા પડ્યા હોય છે ને જમણી બાજુએ અનાજ કરિયાણાના ભંડાર પડ્યા હોય છે. અભયસિંહ પોતાના હાથના ઇશારે ખુફિયા રૂમ ક્યાં છે તેવું મુકેશ હરજાણીને પૂછે છે. મુકેશ હરજાણી તેલના ડબ્બા પાછળ ઇશારો કરે છે. અભયસિંહ ના આદેશ પ્રમાણે તેમની સાથે આવેલા કોન્સ્ટેબલ ત્યાંથી તેલના ડબ્બા ખસેડે છે. પરંતુ ત્યાં કોઈ દરવાજો ના દેખાતા સૌ કોઈ મૂંઝવણ માં પડે છે. એટલામાં મુકેશ હરજાણી પોતાના ખિસ્સામાંથી એક નાનકડું રિમોટ કંટ્રોલ કાઢીને સ્વીચ ઓન કરતાં જ સામે દીવાલમાંથી દરવાજો ખુલવાનો અવાજ આવે છે. દરવાજો ખોલતા જ સામે એક નાનકડી લોબી દેખાય છે.3 મીટર ની એ નાનકડી લોબી પૂરી થતાં જ ખુફિયા રૂમનો દરવાજો દેખાય છે. અભયસિંહ મુકેશ હરજાણીને આગળ જઈને દરવાજો ખોલવાનુ કહે છે.

ખુફિયા રૂમનો દરવાજો ખૂલતાં જ અંદરનો નજારો જોઇને બધા સ્તબ્ધ થઈ જાય છે.આખો રૂમ વેર વિખેર પડ્યો હોય છે. રૂમની હાલત જોતા એવું કળી શકાય કે કોઈ એ કોઈ ખાસ વસ્તુ ગોતવા માટે આખા રૂમને વેર વિખેર કરી નાખ્યો હસે. એક બાજુ બિઝનેસ ફાઈલો વેરવિખેર પડી હોય છે તો બીજી બાજુ દારૂની બોટલો ફૂટેલી પડી હોય છે. અને રૂમ ના પલંગ પર એક પુરુષની લાશ ઊંઘી પડી હોય છે. અભયસિંહ એ પોતાના કોન્સ્ટેબલને પુરુષની લાશ ને સીધી કરી ચેહરો બતાવવાનો આદેશ આપે છે. એ પુરુષની લાશ જોતા જ મેનેજર રાજકુંવર બોલી ઊઠે છે કે આ તો નીલેશ ચૌધરી છે.

અભયસિંહ આ સાંભળીને એકદમ અવાચક થઈ જાય છે. ને એકદમ આશ્ચર્યથી બોલી ઊઠે છે કે" શું આ લાશ નીલેશ ચૌધરીની છે?

મેનેજર રાજકુંવર:- હા સર આ જ નીલેશ ચૌધરી છે.

અભયસિંહ:- પરંતુ કુંવર નીલેશ ચૌધરી ને તો કોઈ સમશેર નામ ના માણસે પોતાના ટ્રકમાં જયપુર સુધી લિફ્ટ આપી હતી. ને જો આ નીલેશ ચૌધરી હોય તો પછી એ કોણ હતું?

અભયસિંહ નિલેશ ચૌધરી ની લાશ જોઈને એકદમ જ મુંજવણમાં પડી જાય છે. અને વિચારવા લાગે છે કે " જો આ નીલેશ ચૌધરી હોય તો પછી આજે મને જે સમશેર નો ફોન આવ્યો ને એને કહ્યું કે તેને નીલેશ ને જયપુર સુધી લિફ્ટ આપી છે એ કોણ હશે?. શું એ સમશેર ની કોઈ ભૂલ થઈ હશે કે પછી પોલીસ ને ગુમરાહ કરવા માટે આવો ખોટો ફોન કર્યો હશે. થોડી વાર કઈક ઊંડાણમાં વિચાર્યા પછી અભયસિંહ સુરેશને ફોન લગાડે છે. અને સુરેશને ખુફિયા રૂમ માંથી મળેલ નીલેશ ચૌધરી ની લાશ વિશે જણાવે છે અને તેને એમ્બ્યુલન્સ સહિત આખી ફોરેન્સીક વિભાગની ટીમને લઇને હોટેલ હિલ્લલોક માં હાજર થવાનો આદેશ આપે છે. અને સાથે સમશેર એ જે નંબર પર થી ફોન કર્યો હતો એ નંબર ને તપાસવાનો આદેશ પણ આપે છે..

ક્રમશ...