Debt settlement .... in Gujarati Moral Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | ઋણાનુબંધ....

Featured Books
Categories
Share

ઋણાનુબંધ....

ઋણાનુબંધ

સંબંધ એટલે શું? જેમાં કોઈ બંધન નથી એવી સકારાત્મકતા, અને એમાંય ઋણાનુબંધ થી બંધાયેલા સંબંધને વ્યાખ્યાયિત ન કરી શકાય. પ્રકૃતિ કોને, ક્યારે અને ક્યા ઋણાનુબંધ થી સાંકળી લે છે તે ખુદ પ્રકૃતિ તે ક્ષણ સુધી જાણ થવા દેતી નથી.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


વેદિકા નામ પ્રમાણે જ ગુણ ધરાવતી શાંત, સૌમ્ય અને અનેક રહસ્ય આંખોમાં સમાવીને રિષભ ના જીવનમાં પ્રવેશી. મમ્મી પપ્પાની ઇચ્છાને માન આપી અમેરિકામાં ભણવાનું તો પૂરું કરી લીધું પરંતુ પોતાની ઇચ્છાથી ઇન્ડિયા આવી અને રિષભની કંપનીમાં સહકાર્યકર તરીકે જોડાઈ.

રિષભ આધુનિક અલગારી. રિષભ ની પ્રકૃતિ જ યાત્રિક જેવી. અન્ય સંસ્કૃતિને પણ મનમાં સાથે લઈને સ્પીડ માં વિશ્વાસ ધરાવતો આધુનિક અલગારી. મનમાં અનેક સ્વપ્ન અને નવા ઉદ્દેશ્યો ને સિદ્ધ કરવાની તમન્ના લઈને પપ્પાને કંપનીમાં જોડાઈ ગયો.

વેદિકા અને રિષભ ની વિચારસરણી અલગ-અલગ પરંતુ પ્રકૃતિ આ બંને વિશે કંઈ અલગ જ વિચારતી હતી અને બંનેને કંઈક નવા ઉદ્દેશને સિદ્ધ કરવા એક જ પૃષ્ઠભૂમિમાં સાથે લાવીને મૂક્યા.


પહેલા ઔપચારિક મિત્રતા અને ત્યારબાદ એ મૈત્રી સ્નેહના સંબંધમાં ફેરવાઈ ગઈ. વેદિકા ક્યારે રિષભ જેમઅને રિષભ ક્યારે વેદિકા ના વિચારે વિચારવા લાગ્યા તે ખબર જ નો રહી. ઘણી ભિન્નતા હોવા છતાં બંને કનેક્ટ ધ ડોટ્સમાં બિલિવ
કરતા હતા. બધી જ ક્ષણો એકબીજા સાથે જોડાયેલી છે અને એક પણ ક્ષણ વ્યર્થ નથી...

વેદિકા રિષભ ને જોઈને હંમેશા વિચારતી કે કદાચ ઈશ્વરે જ રિષભ ને મળવા માટે પોતાના વતનમાં મોકલી છે અને એ સુખદ સંભાવનાને હંમેશા રિષભ ના સંવાદોમાં શોધતી.

તો રિષભ ને એવું લાગતું કે કદાચ અન્ય સંસ્કૃતિ ને સ્પર્શીને આવેલી વેદિકા જ ઈશ્વરે પોતાના માટે બનાવી છે. બંને ક્યારેક સાથે વિચારતા, ક્યારેક એકબીજાની દૃષ્ટિએ તો કયારેક સાપેક્ષ ભાવે... બંનેના માતાપિતાએ પણ નિરપેક્ષ ભાવે બંનેના સંબંધને સ્વીકારી લીધા કારણકે બંનેના સંબંધમાં પરિપક્વતા હતી.

વેદિકા અને રિષભ એવા પ્રેમ તંતુ થી બંધાયેલા હતા જેમાં એક બીજા પર વર્ચસ્વ જમાવવા નો નિર્દોષ પેંતરો નહોતો. રિષભ ભવિષ્યની સંભાવના માં વેદિકા જેવી જ દીકરી ઈચ્છતો હતો જેનું નામ રીવા હોય અને બસ તે સ્વપ્ન જ બંનેને આનંદ આપતું.

સગાઈ પછી એક રાત્રે વેદિકા અને રિષભ લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા હતા ત્યાં નિર્જન રસ્તા પર બંનેને એક સફેદ રંગની ગાડી દેખાઈ અને વેદિકા એ તરત જ રિષભને ગાડી રોકવાનો નિર્દેશ કર્યો.

રિષભે ગાડી રોકી ત્યાં તો વેદિકા કોઈ અદ્રષ્ય પ્રેરણાથી ખેચાઈ ગાડી તરફ ધસી ગઈ. રસ્તો સૂમસામ હતો પણ વેદિકા એ ડર્યા વિના ગાડીની અંદર નજર કરી ત્યાં શું દેખાય ? બે માસૂમ આંખો રિષભે મોબાઈલ માંથી ટોર્ચ ચાલુ કરી જોયું ગાડી ખુલ્લી હતી વેદિકા એ ઝડપથી એ માસૂમ બાળકીને સંભાળી લીધી. તેના ફ્રોક ના ખિસ્સા માં એક નાની ચબરખી દેખાણી જેમાં લખ્યું હતું એ બાળકી બહેરી અને મૂકી હતી અને દીકરી હોવાને લીધે સ્વીકાર્ય નહોતી તેથી આવી પરિસ્થિતિમાં છોડી દેવાય હતી.

રિષભ ને ચબરખી વાંચી ગુસ્સો આવી ગયો એવા માતા-પિતા પર જે પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે વેદિકા કંઈ પણ વિચાર્યા વગર બાળકીને પોતાના ઘરે લઈ આવે છે આખી રાત વિચાર્યા પછી વેદિકા સુતેલી નિર્દોષ બાળકીને જોઈ પોતાના ભવિષ્યનો નિર્ણય લે છે અને રિષભ આવે ત્યારે પોતાના વિચારો જણાવે છે.

કંઈક નવું જ વિચારવું અને કરવું છે તો શા માટે તેની શરૂઆત અહીંથી જ ન કરવી?

રિષભ થોડો સંકોચાય છે પણ વેદિકા તેન ' રીવા' નામથી બોલાવે છે અને રિષભ પણ વેદિકા ની આંખો થી જુએ તો પોતાની રિવા જ તેમાં દેખાય છે અને બંનેના મનમાં સહિયારા ઉદ્દેશ્ય નો પાયો નંખાય છે.

વેદિકા અને રિષભ બંન્ને પોતાના લગ્ન સાદાઈથી પતાવી REEVA FOUNDATION
નામની નવીસંસ્થા ઊભી કરે છે જેમાં આવા જ બાળકોના સપનાઓ પૂર્ણ થાય અને પરિવારનો પ્રેમ મળે એવો પરિવાર જ્યાં બધા જ ઋણાનુબંધ ના સંબંધથી બંધાયેલા હોય....


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹