jajbaat no jugar - 5 in Gujarati Fiction Stories by Krishvi books and stories PDF | જજ્બાત નો જુગાર - 5

The Author
Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

જજ્બાત નો જુગાર - 5

અણધારી આફત જ્યારે ચારે બાજુથી અચાનક આવી ને વિંટળાઈ જાય ત્યારે માણસ રણમાં આવેલા તોફાની રેતી જેવો વેરવિખેર થઈ જાય છે અશક્ત ની:સહાય મહેસુસ થવા લાગે છે.....
પ્રકાશભાઈ ની હાલત પણ કંઈક આવી જ હતી, અચાનક રેખાબેન નું મૃત્યુ થતાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પ્રકાશભાઈએ ઘરમાં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું, એટલે તકલીફ વધારે પડતી. બાળકો નું એડમિશન હોય કે ઘરવખરીનો સામાન ઘરના સભ્યો ના કપડાં હોય કે ઘરેણાં બધું જ રેખાબહેન લેવડદેવડ કરતા.

પ્રકાશભાઈ કોઈ દિવસ પૂછ્યું હતું કે ઘરમાં શું જોઈએ છે ને કેટલું બધું રેખાબેન સંભાળી લેતાં.
કલ્પના માત્ર 13 વર્ષની જ હતી.અને બે બહેન હતી આરતી પંદર વર્ષની હતી. અને બે ભાઈઓ હતા.
અચાનક રેખાબેનના મૃત્યુ બાદ પ્રકાશભાઈને ઘરની જવાબદારી વધી ગઈ હતી. રસોડું કામ આરતી સંભાળી લીધી હતી અને વ્યવહારીક હોય પૈસાની લેવડદેવડ કામ કલ્પના સંભાળી લીધી હતી. પ્રકાશભાઈ બંને બહેનો ને આધારે ક્યાં સુધી ઘર ચલાવે....?
ઘરના મોભીનું અચાનક મૃત્યુ એટલે મધ્યહન માં જ સૂર્યનું અસ્ત મધ્યહાન માં સાંજ થવી.
જાણે બધાના જીવનમાં કંઈક ને કંઈક ઊણપ હોય તેવું લાગતુ, લગભગ બધા જ સભ્યો ના ઓશીકા રાતે ભીનાં થતાં પરંતુ દિવસે બધા ખુશ હોવાનો દેખાડો કરીને દિવસ પસાર કરતાં...
જેમ દાવાનળ ના જંગલ ની આગ બુઝાઈ પછી જે દ્રશ્ય ખડું થાય એવું આ ઘર મકાન બની ગયું હતું.
જેને લાગણી વેદના કરુણા આવા શબ્દોની અંજાણ કલ્પના બિન્દાસ ફરતી છોકરી ની જાણે પાંખો કપાઈ ગઈ તે તો અચાનક જ બદલાઈ ગઈ જેના જીવનમાં વેદના શબ્દકોષ માં જ નહતો એનું જીવન જ જાણે વેદના થી ભરપુર હોય તેવું બની ગયું...

પ્રકાશભાઈને સવાર-સાંજ જમવા નું પીરસતાં સમયે જે માઁ ની ઉણપ હતી તે આંખો માં સ્પષ્ટ દેખાઈ આવતી. પ્રકાશભાઈ તથા ઘરના બધા જ સભ્યો આંખમાં આંખ પરોવીને વાત કરવાનું avoid કરતાં કારણ..... કારણકે બધાની આંખોમાં રેખાની ગેરહાજરીની નોંધ દેખાઈ આવતી..

કલ્પના હવે મેચ્યોર થઈ ગઈ હતી અને તે વ્યવહારિક કામોમાં પણ નિપૂર્ણ થઇ ગઇ હતી. તેણે વિચાર્યું કે હવે કંઈક આગળ ભણવા નું વિચારવું જોઈએ
પહેલા તો જાણે (માઁ હતી ત્યારે) મોજશોખમાં જ જીવન વીતાવ્યું હવે તેને કોમ્પ્યુટરમાં ભણવાની ઈચ્છા હતી તેણે તેના પપ્પાને વાત કરી અને પૂછ્યું મારે આગળ કોમ્પ્યુટર ભણવાનો વિચાર છે... પ્રકાશભાઈ પણ પરવાનગી આપી...
પણ........
ઘરના બધા જ સભ્યોની એક જ ચિંતા હતી કે વ્યવહાર મોટો હોવાથી ઘરની સંભાળ કોણ રાખશે...?
હાલ તો આરતી રસોડું સંભાળી લીધી હતી અને વ્યવહારિક લેવડદેવડ કલ્પના બંને ભાઈઓ પણ વ્યસ્ત હતા...

અચાનક જ કુટુંબના એક મોભાદાર કહેવાતા દાદા એ એક સુઝાવ આપ્યો કે પ્રકાશ એ બીજા લગ્ન કરી લેવા જોઈએ..
પણ રેખા બેન ની જગ્યા કોઈ બીજી સ્ત્રી લેશે એ સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા જાણે બધાના મગજ ચગડોળે ચડયા હોય એમ હાલકડોલક ની જેમ એક બીજા ની સામે જોઈ કોઈની આંખોમાં ધૃણા હતી તો કોઇકની આંખ માં સ્નેહ કશું સ્પષ્ટ થતું ન હતું
વાતાવરણમાં જ એક જેમ એક જ વંટોળો આવીને વંટોળો ની રેતી ધીમે ધીમે શાંત થઈ બેસી જાય તેમ બધું થોડીવાર માટે શાંત થયું તેવું વાતાવરણ બધાના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું....

પહેલા તો ખુદ પ્રકાશભાઈ જ વિરોધ દર્શાવ્યો. પછી ઘરના બધા જ સભ્યો એ થોડા દિવસો વિચાર્યું ત્યાર પછી પરિસ્થિતિ અને સમયને અનુકુળ થવા માટે આ પગલા માટે આગળ બધાએ હકારાત્મકતા દર્શાવી
જેમ કુદરતની આગળ કોઈ લેખમાં મૈખ નથી મારી શકતું તેમજ સમય અને સંજોગો ની પરિસ્થિતિ આગળ મનુષ્યે હાર માનવી જ પડે છે