REIKI - EL ADHYAYAN - 3 in Gujarati Health by Jitendra Patwari books and stories PDF | રેકી - એક અધ્યયન - 3

Featured Books
  • کاغذ

    زندگی کا کورا کاغذ پڑھ سکتے ہو تو پڑھ لو۔ اگر چند لمحوں کی م...

  • خواہشات کا سمندر

    خواہشوں کا سمندر دور دور تک پھیل گیا ہے۔ ایک خواہش نے زمین و...

  • ادا کیا

    آنکھیں بند کر کے پینے کی ممانعت کیوں ہے؟ شراب پینے کی کوئی م...

  • پناہ

    تباہ حال شہروں میں گھر تلاش کرنے کی بجائے۔ لوگوں کے چہروں کا...

  • سرد موسم

    خوشگوار نشہ آور موسم دل کو مائل کر رہا ہے۔ رنگ برنگے پھولوں...

Categories
Share

રેકી - એક અધ્યયન - 3


🌈🌈રેકી ચિકિત્સા 🌈🌈

🌈 રેકી દ્વારા ચિકિત્સક પોતાની જાતને, બીજી વ્યક્તિઓને કે પશુ-પક્ષીઓને સારવાર આપી શકે છે, મૃતાત્માની સદ્દગતિ માટે પણ રેકી પ્રવાહિત કરી શકે છે. સારવાર વ્યક્તિની હાજરીમાં આપી શકાય છે; વ્યક્તિની અનુપસ્થિતિમાં પણ આપી શકાય છે. કાશ્મીર હોય કે કન્યાકુમારી, પૃથ્વીના એક છેડે આવેલું કેનેડાનું વેનકુંવર હોય કે તદ્દન બીજે છેડે આવેલું ન્યુઝીલેન્ડનું વેલીંગટન - કોઈ પણ સ્થળે, કોઈ બીજા જ ગમે તેટલા દૂરના સ્થળે સ્થિત ચિકિત્સક સારવાર આપી શકે. અનેક ચિકિત્સકોએ - આ અધ્યયન નિબંધના લેખક સહિતનાએ, આ પ્રમાણે ચિકિત્સા આપીને ચમત્કારિક પરિણામો મેળવ્યા છે.

🌈 રેકી ચિકિત્સકે સર્વપ્રથમ એ વસ્તુનો ખ્યાલ રાખવાનો હોય છે કે બંને હથેળી કઈ સ્થિતિમાં રાખવી. હાથની આંગળીઓ અને અંગુઠો એકબીજાને જોડાયેલા રહેવા જોઈએ, જાણે કે હાથમાં પગનું મોજું પહેર્યું હોય તેવી સ્થિતિ આવવી જોઈએ. આંગળીઓની આ સ્થિતિને કારણે ચિકિત્સક દ્વારા ચેનલાઇઝ થતી તમામ એનર્જી ઘારેલી જગ્યાએ મોકલી શકાય છે. જો આંગળીઓ છુટ્ટી રહે તો હથેળી અને આંગળીઓના અગ્ર ભાગમાંથી વહેતી શક્તિનો પ્રવાહ આંગળીઓની વચ્ચેની જગ્યામાંથી વાતાવરણમાં ભળી જાય છે, તેથી જોઈતું પરિણામ મેળવવામાં તકલીફ પડે છે.

🌈 સામાન્ય રીતે શરીરના જુદા-જુદા ભાગ પર હાથ રાખીને સારવાર અપાય છે. આમ છતાં અનેક વખત ચિકિત્સક એવું અનુભવે છે કે પગના તળિયામાંથી અથવા તો શરીરના કોઈ પણ ભાગમાંથી રેકીનો પ્રવાહ વહેવો ચાલુ થઈ જાય છે. આ લેખકનો ખુદનો અનુભવ છે કે રેકી ચિકિત્સક થયાનાં શરૂઆતના દિવસોમાં જ પાસે ઉભેલા નાના બાળક તરફ શક્તિનો પ્રવાહ પૂરજોશમાં ખેંચાતો હતો. આમ છતાં જેને Conscious Healing કહી શકાય તે રીતે સારવાર માટે તો હાથનો ઉપયોગ જ કરવાનો હોય છે. વિગતે બાદમાં ચર્ચા કરીશું, અત્યારે એટલું સમજીએ કે આ પદ્ધતિમાં થોડી કુશળતા આવ્યા બાદ તો રેકી ચિકિત્સક ફક્ત નિર્ધારશક્તિ દ્વારા પણ સારવાર આપી શકે છે.

✝️☯️☸✡🔯✝️☯️☸✡🔯✝️☯️☸


🌈 સારવાર આપવાનાં સ્થાન :

✝️☯️☸✡🔯✝️☯️☸✡🔯✝️☯️☸

પુરા શરીર પર અસર માટે ૨૪ પોઈન્ટ્સ પર રેકી દ્વારા ચિકિત્સા આપવામાં આવે છે. તેમાંથી યોગશાસ્ત્રમાં દર્શાવેલા શરીરના સાત મુખ્ય ચક્રો તે રેકી આપવા માટેના સૌથી મહત્વના સ્થાન છે.. આ ચક્રો વિષે થોડું જાણીએ, દરેક ચક્ર કોઈ ને કોઈ રીતે સમગ્ર શરીરને અસર કરે છે પરંતુ તેનો વિશેષ પ્રભાવ શરીરના ક્યા ભાગ પર છે તે સમજીએ; તેમનું સ્થાન ક્યાં છે, તે જોઈએ.*


🎆 1. મૂલાધાર/રુટ/ બેઇઝ ચક્ર:

બંને પગ જ્યાં મળે છે, જનનાંગ અને ગુદાની વચ્ચેનો ભાગ જેને શિવની - perineum કહે છે, તે મૂલાધાર ચક્રનું સ્થાન છે. શરીરના વિસર્જનતંત્ર તથા અસ્થિતંત્ર સાથે સંકળાયેલ ચક્ર છે. મોટું આંતરડું, પગ, હાડકાં, કરોડરજ્જુ વિગેરે તેનાથી વિશેષ પ્રભાવિત છે.

🎆 2.સ્વાધિષ્ઠાન/ સેક્રાલ / સેક્સ ચક્ર:

નાભિથી નીચે અને જનનાંગથી થોડું ઉપર સ્થિત આ ચક્ર ગોનાડ્ઝ ગ્રંથિ સાથે સંબંધિત છે. જાતીય જીવન, લાગણીઓના ચડાવ-ઉતરાવ, સર્જનાત્મકતા વિગેરે આ ચક્રની સ્થિતિ પર અવલંબિત છે. પ્રજનન તંત્રની સંભાળ આ ચક્ર રાખે છે; ઓછી સંભાળ રાખે તો ગાયનેકોલોજિસ્ટ વધુ કમાણી કરે છે. 😄

🎆 3. મણિપુર/નાભિ ચક્ર / સોલાર પ્લેક્સસ

નાભિથી થોડું જ ઉપર આવેલું આ ચક્ર એડ્રીનલ ગ્રંથિ સાથે સંબંધિત છે; પેટ, લીવર, સ્પ્લીન, આંતરડા, ગોલબ્લેડર તથા સમગ્ર પાચનતંત્ર આ ચક્રની સ્થિતિ પર આધારિત છે.

🎆 4. હ્રદય/હાર્ટ/અનાહત ચક્ર

સ્થાન છાતી પાસે છે, થાઇમસ ગ્રંથિ સાથે સંકળાયેલ છે અને હ્રદય, ફેફસા,રુધીરાભિષણ પ્રક્રિયા વિગેરે પર તેનું રાજ્ય છે.

🎆 5. વિશુદ્ધિ/થ્રોટ ચક્ર:

થાઇરોઇડ ગ્રંથિ સાથે સંકળાયેલ આ ચક્રનું સ્થાન ગળા પર છે; ફેફસાં તથા બંને હાથ પર તેનો વિશેષ પ્રભાવ છે.

🎆 6. આજ્ઞા/થર્ડ આય/ શિવનેત્ર ચક્ર:

ત્રીજું નેત્ર જ્યાં કહેવાય છે ત્યાં, કપાળમાં, બંને ભૃકુટિનાં મધ્ય ભાગમાં આ ચક્રનું સ્થાન છે, પીનીઅલ પીચ્યુટરી ગ્લેન્ડ, મગજનો નીચેનો ભાગ, ડાબી આંખ, કાન, કરોડરજ્જુ તેની હકુમતમાં છે

🎆 7. સહસ્ત્રાર/ક્રાઉન ચક્ર:

માથાંનાં તાળવાંમાં તેનું સ્થાન છે, પીનીઅલ તથા પીચ્યુટરીગ્રંથિ સાથે સંકળાયેલ આ ચક્ર છે. મગજનો ઉપરનો ભાગ અને જમણી આંખ તેના મુખ્ય કાર્યક્ષેત્રમાં છે.


🌿🌲🌿🌳🌿🌴🌿🌲🌿🌳🌿🌴🌿🌲🌿🌳

🌈 ચક્રોનાં ઉપરોક્ત સ્થાન અને કાર્યક્ષેત્ર ઉપરાંત આ ચક્રો વિશેની થોડી સમજણ અને સારવારની અસર જોઈએ.


🎆 મૂલાધાર ચક્ર : પૃથ્વીમાંથી યોગ્ય પ્રમાણમાં પ્રાણતત્ત્વ ખેંચવા માટેનું આ કેન્દ્ર ભારતીય યોગશાસ્ત્રમાં પણ ઘણું જ અગત્યનું ગણવામાં આવ્યુ છે. જાપાનીઝ ભાષામાં આ સ્થાન ને 'HUI YIN' કહે છે. આ ચક્ર પર ચિકિત્સક જ્યારે સારવાર આપે છે અથવા તો પોતાની જાત પર લે છે, ત્યારે અનેક વખત ઉષ્ણ પ્રવાહ કરોડરજ્જુ તરફ જતો હોય અથવા તો પગના તળિયામાંથી બહાર જતો હોય તેવું અનુભવી શકાય છે.

🎆 સ્વાધિષ્ઠાન ચક્ર : રેકીની એક ગોડ ગીફ્ટેડ સાધક / ચિકિત્સક ડાઇના સ્ટેઇન નામની અમેરિકન લેખિકા છે. તેના પુસ્તક 'Essential Reiki' માં તેણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પ્રથમ મુલાકાત ની છાપ અને જૂની લાગણીઓના ચિત્રો અજ્ઞાત રીતે આ કેન્દ્રમાં સાચવી રાખે છે. આ સ્થળ પર અપાતી સારવાર વ્યક્તિને ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવોની છાપને મીટાવવામાં મદદ કરે છે; પ્રજોત્પતિને લગતા પ્રશ્નો પણ સારવાર દ્વારા દૂર થાય છે. / ઓછા થાય છે.

🎆 મણિપુર ચક્ર : આ ચક્રની આસપાસ જ શરીરની તમામ એનર્જી ભેગી થાય છે. યોગમાં આગળ વધેલો સાધક આ જગ્યાએથી એનર્જીને ખસેડી, શરીરના નીચેના ભાગ તરફ લઈ જઈ, શરીરના પાછળના ભાગોમાં એનર્જી લઈ જઈ, સહસ્ત્રારમાં લાવીને શરીરના અન્ય ચક્રોમાં ફેરવતા-ફેરવતા ફરીથી મૂળ જગ્યાએ લાવીને એનું ચક્ર પૂર્ણ કરે છે. રેકીમાં આગળ વધેલો ચિકિત્સક (સાધક કહેવું વધુ યોગ્ય રહેશે, કારણકે રેકી એક સાધના જ છે) આ રીતે શરીરમાં વધુ ઊર્જા પ્રવાહિત કરવામાં પ્રવીણ થઈ વધુ સારી રીતે ચિકિત્સા કરી શકે છે; પોતે પણ સાધનામાં આગળ વધી શકે છે.

🎆 અનાહત ચક્ર : લાગણીઓ હ્રદયમાંથી ઉદ્ભવે છે. માટે લાગણીઓ પર ઘાવ થતાં જ આ ચક્ર દુષિત થાય છે. લાગણીઓ ઘવાઈ જ ના હોય તેવી વ્યક્તિઓ સમાજમાં ક્યાંથી શોધીશું? લગભગ અશક્ય તેવું કાર્ય છે. માટે આ ચક્રની સારવાર પણ તમામને માટે ખૂબ જ ઉપયોગી છે. આધુનિક વિજ્ઞાને ઘણા સમયથી સ્વીકારી લીધું છે કે મોટા ભાગનાં દર્દો સાઇકોસોમેટીક હોય છે. માટે આ ચક્રની સારવારથી અનેક દર્દોની સારવાર તો થાય છે, સાથે જ વ્યક્તિ એકદમ હળવાશ અનુભવે છે.

🎆 વિશુદ્ધિ ચક્ર : સમાજમાં રહેવાને કારણે મનુષ્યને અનેક મર્યાદાઓ માં જીવવું પડે છે. ઘણું બધું બોલવું હોય છતાં બોલી શકાતું નથી. ઘરમાં ઓફિસમાં કે મિત્રો વચ્ચે પણ લાગણીઓ અભિવ્યક્ત કરી શકાતી નથી. આ બધાની અસર વિશુદ્ધિ ચક્ર પર થાય છે, તે દુષિત થઈ જાય છે. લગભગ તમામ વ્યક્તિઓને આ ચક્ર પર સારવારની જરૂર હોય છે. રેકી ચિકિત્સકો ને અનેક વખત એવા અનુભવ થાય છે કે આ ચક્ર તથા અનાહત ચક્ર પર સારવાર મળતા જ તે વ્યક્તિ ચિકિત્સક પાસે જ પોતાનું દિલ ખાલી કરવા માંગે છે, અથવા તો આંસુ દ્વારા દિલનો ઊભરો બહાર કાઢી નાખે છે.

🎆 આજ્ઞાચક્ર : શિવનેત્ર તરીકે ઓળખાતા આ સ્થાન વિષે યોગશાસ્ત્રમા ધણી ચર્ચા થયેલી છે. આજ્ઞાચક્ર ખુલવાથી થતા અનુભવો વિષે વૈજ્ઞાનીક સંશોધનો પણ થઈ રહ્યા છે. રેકી, યોગથી જુદી વસ્તુ જ નથી. માટે યોગશાસ્ત્રમા આજ્ઞાચક્ર વિષે ચર્ચાયેલી તમામ વાતો અહીં લાગુ પડે છે. રેકીની સારવાર આ સ્થાન પર લેવાથી નર્વસ સિસ્ટમને મળતી ફીઝીકલ સારવાર ઉપરાંત આજ્ઞાચક્ર ખુલવા તરફની દિશાએ આગળ વધી શકાય છે.

🎆 સહસ્ત્રાર ચક્ર : આ ચક્ર આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ગણવામાં આવ્યું છે. ચિકિત્સકને આ કેન્દ્ર દ્વારા ઊર્જા મળે છે, ત્યાર બાદ તેના શરીરનાં બીજા ચક્રોમાંથી પસાર થઇને, સારવાર લેનાર વ્યક્તિ સુધી પહોંચે છે.


🌈 ઉપરના સાત ચક્રો સિવાયનાં અનેક ગૌણ ચક્રો શરીરમાં આવેલા છે. *ખરેખર તો એક્યુપ્રેશર-એક્યુપંક્ચર માટેના દરેક પોઈન્ટ્સ ને ગૌણ ચક્ર ગણી શકાય. આ અનેક ચક્રો મનુષ્યની આંતરિક ઇલેક્ટ્રિકલ સરકિટ નો એક ભાગ છે. જે અગત્યના બીજા ચક્રો છે તેમાં પગના તળિયામાં આવેલ પોઇન્ટ્સ તથા હથેળીમાં આવેલ પોઇન્ટ ગણી શકાય. પગના તળિયામાં આવેલ પોઇન્ટ્સ પરથી તો રીફ્લેક્સોલોજીની સંપૂર્ણ પદ્ધતિ વિકસી છે.

🌈 આ ચક્રો પર તથા શરીરના અન્ય ભાગ પર સારવાર કઈ રીતે આપી શકાય, તે હવેના લેખમાં સમજીશું.

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: