Armano na vavetar in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અરમાનો નાં વાવેતર

Featured Books
Categories
Share

અરમાનો નાં વાવેતર

*અરમાનો નાં વાવેતર* ટૂંકીવાર્તા... ૨૮-૭-૨૦૨૦ મંગળવાર..

લતાબેન ને લખવાનો અને વાંચવાનો ખુબ શોખ હતો...
રોજ સાંજે એમની બહેનપણી સાથે ચાલતાં ચાલતાં નજીકના બગીચામાં જાય અને રોજ કલાક બગીચામાં બેસીને પાછાં આવતાં...
આમ સરળતાથી જિંદગી જીવતાં હતાં..
લતા બેન નાં પતિદેવ જનકભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં..
એક નો એક દિકરો હતો લોકેશ...
લતાબેન અને જનકભાઈ એ નોકરી કરીને એને ભણાવ્યો ગણાવ્યો... એ ભણીગણીને શિક્ષક બન્યો...
એક ખાનગી સ્કૂલમાં નોકરી મળી.. સરકારી સ્કૂલમાં પ્રયત્ન કર્યો પણ નાં મળી..
આ બાજુ લોકેશ ને નોકરી મળી અને લતાબેન ની તબિયત બગડતાં એમણે નોકરી છોડી દીધી અને ઘરમાં જ રહીને પોતાના લખવાનાં શોખને આગળ વધાર્યો....
લતાબેન સાહિત્યમાં દિલથી વાવેતર કરતાં હતાં...
વોટ્સએપ નાં વિવિધ ગ્રુપમાં હરિફાઈ માં ભાગ લેતાં અને અન્ય વિવિધ એપ માં પણ મૂકતાં...
ન્યૂઝ પેપરમાં પોતાની રચનાઓ મોકલતા અને મેગેઝીનો માં પણ મોકલતાં આમ એમણે સાહિત્ય માં વાવેતર કર્યું..
લોકેશ ને સ્કૂલમાં નોકરી કરતા હજું તો એક વર્ષ જ થયું હતું એટલે પગાર પણ એનો સાવ ઓછો જ હતો...
પણ ઘર શાંતિથી ચાલતું હતું..
પણ કુદરતી આફત થી કોણ બચી શક્યું છે...
અચાનક જ આખાં વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો અને એનાં પગલે માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યમાં લોકડાઉન થયું એટલે સ્કૂલો બંધ થઈ ગઈ...
હવે ખાનગી સ્કૂલોના સંચાલકો, ટ્રસ્ટી ઓ શિક્ષકોનાં પગાર આપ્યા નહીં...
મધ્યમવર્ગીય માણસ હતાં એવી કોઈ બાપ દાદાની મિલ્કત હતી નહીં એટલે લતાબેન નાં પરિવાર ને તકલીફ પડવાં લાગી જ્યાં ત્યાં કરી મે મહીનો ખેંચ્યું...
કારણકે જનકભાઈ ને પણ અડધો જ પગાર આવતો હતો..
લતાબેન ને એમ કે સાહિત્ય માં વાવેતર કર્યું છે તો લાવ ગ્રુપમાં બે ચાર જણાને વાત કરું એમણે અલગ-અલગ ગ્રુપમાં બે ચાર મોટા લેખકો ને ફોન કર્યો અને કહ્યું કે આ લોકડાઉન માં અમારી પરિસ્થિતિ બહું ખરાબ થઈ ગઈ છે તો મારી વાર્તા, કવિતા, કે લેખ નાં મને ક્યાંયથી રૂપિયા મળી શકે એમ થાય???‌ કોઈ દિવસ કોઈ પાસે હાથ નથી ફેલાવ્યો એટલે સંકોચ થાય છે જો આપ મદદરૂપ બનો તો...!!!
આવું ચાર પાંચ લેખકોને કહેતાં એક બે એ તો મોં જ તોડી લીધું કે અત્યારે મફત કોઈ ન્યુઝ પેપરમાં કે મેગેઝિન માં છાપતાં નથી તમને‌ કોણ રૂપિયા આપે આવાં બકવાશ વિચારો ક્યાંથી આવે છે તમને???
લતાબેન થોડા નાસીપાસ થઈ ગયા પણ એમની પાસે બીજું કોઈ વાવેતર નહોતું જે લણી શકે..!!!
બીજા એક બે એ ઉંમર પૂછી...
અને કહ્યું કે તમારું કામ નહીં ફરી ફોન નાં કરશો...
એક ગ્રુપમાં લેખિકા બહેન ને કહ્યું તો એમણે એક લેખ ખરીદતા ભાઈ નો નંબર આપ્યો...
લતાબેન ને થોડી આશા બંધાઈ...
એમણે તરતજ લેખ વાળા ભાઈ નો નંબર સેવ કર્યો અને ફોન કર્યો અને પોતાની આપવીતી જણાવી...
લેખ વાળા ભાઈ કહે તમે વોટ્સએપ પર લેખ મોકલો જોઈ લઉં પછી ફોન કરું...
લતાબેને ઉત્સાહ માં ફટાફટ ત્રણ ચાર લેખ મોકલ્યા પણ પેલાં ભાઈ એ નાં કહી કે આવાં નાં ચાલે...
લતાબેન નિરાશ થઈ ગયા એમણે મરણિયો પ્રયાસ કર્યો કે તમે કહો એવું લખી આપું..
એટલે પેલા ભાઈ કહે ગૌ મૂત્ર નાં ફાયદા... યુવાન છોકરાં છોકરી ની મુલાકાત ઉપર પાંચસો શબ્દો માં લેખ મોકલો...
પછી જોઈ જવાબ આપું..
લતાબેન તો મચી પડ્યા અને બે લેખ મોકલ્યા પાંચસો, પાંચસો શબ્દો નાં...
એમાં છોકરાં, છોકરી વાળો લેખ પસંદ કર્યો અને કહ્યું કે એક લેખ નાં હું પચાસ રૂપિયા આપીશ...
પણ શર્ત કે તમારો લેખ અપ્રકાશિત હોવો જોઈએ...
લતાબેન ભલે મંજૂર..
એ ભાઈ એ એક એપ ચલાવતા હતા એમાં લેખ મૂકયો ફોટા સાથે... અને લીંક મોકલી લતાબેન ને...
લતાબેને લીંક ઓપન કરી જોયું તો લેખ એમનો જ હતો એ લોકો એ એને અનુરૂપ ફોટા સાથે મૂક્યો હતો પણ લેખની નીચે એમનું નામ નહોતું...
એમણે લેખ વાળા ભાઈ ને ફોન કર્યો કે બહું સરસ ફોટા સાથે મૂક્યું છે પણ મારું નામ નથી ક્યાંય???
લેખ વાળા ભાઈ કહે તમને હું રૂપિયા આપું છું તો તમારું નામ તો ક્યાંક નહીં આવે...
લતાબેન તો આવું થોડું ચાલે ભાઈ???
પેલાં ભાઈ તમારાં લેખ અમે ખરીદીએ છીએ એટલે નામ તો નહીં જ આવે...
લતાબેન તો વિસામણમાં પડી ગયાં કે પચાસ રૂપિયા માં પાંચસો શબ્દો નો લેખ નામ કાઢીને એ બીજી કેટલી જગ્યા એ મૂકે શી ખબર પડે...
એમણે પેલાં ભાઈ ને વિચારીને જવાબ આપું કહ્યું...
લતાબેને ઘરમાં વાત કરી...
જનકભાઈ અને લોકેશે કહ્યું કે કંઈ નહીં રોજ નો એકાદ લખી મોકલજે...
લતાબેને પેલાં ભાઈ ને ફોન કર્યો પણ એ ભાઈ તો એવાં વિચિત્ર લેખ લખવાનાં કહ્યા કે લતાબેન ને થયું આ સાહિત્ય કહેવાય????
એમણે એ ભાઈને નાં કહી દીધી કે મારાથી આવું નહીં લખાય...
લતાબેન નાં અરમાન નાં વાવેતર એમ જ રહી ગયાં...
સાહિત્ય માં કરેલાં વાવેતર નું કોઈ મૂલ્ય નાં મળતાં એ ઘોર નિરાશામાં ડૂબી ગયા.....
ભાવના ભટ્ટ અમદાવાદ....