Khajana Ni Chori Chapter 6 in Gujarati Fiction Stories by Samir Mendpara books and stories PDF | ખજાના ની ચોરી : પ્રકરણ ૬ : સેબ્રિના

Featured Books
Categories
Share

ખજાના ની ચોરી : પ્રકરણ ૬ : સેબ્રિના

ખજાના ની ચોરી : પ્રકરણ ૬ : સેબ્રિના

અમુક દિવસો વીતી જાય છે સ્પેન માં ખજાનો સલામત છે લુટારા અને રાજા વચ્ચેનો સોદો કામ કરી રહ્યો છે.

બ્રાન્ડ બધી માહિતી એકઠી કરી બર્નેટ પાસે મહેલમાં આવ્યો છે "રાજા જી તમારો કહેલો શબ્દેશબ્દ સાચો છે તમે તો અંતર્યામી છો તમે તો સર્વ જ્ઞાતા છો..." બ્રાન્ડ જી હજુરી કરતો રહે છે
"મુદ્દાની વાત કર" બર્નેટ ચિડાય છે.

"એ જ કહું છું રાજાજી આ સોનાના અલંકારો મોટા પ્રાચીન ઇજિપ્તના ખજાનાનો ભાગ છે જેને ઇજિપ્તથી સ્પેન પહોંચાડવામાં આવી રહ્યો હતો ત્યારે આપણા માણસોએ માત્ર એક ગાડી લૂંટી છે સ્પેનના કોઈ રાજા લુઇસ એ ખજાનો શોધ્યો છે"

બર્નેટ ને એક શબ્દ બરોબર સંભળાયો "માત્ર એક ગાડી... મતલબ...."

"જી હા રાજા જી માત્ર એક ગાડી...... જાણવા મળ્યું છે કે આવી અંદાજિત ૬૦ જેટલી ગાડીઓને સ્પેન પહોંચાડવામાં આવી છે."

બર્નેટ ની આંખો ચમકે છે "મતલબ આપણે તો માત્ર સાપની પૂંછડી પકડી છે જે સાપ તો ઘણો મોટો નીકળ્યો"

"જી હા રાજા જી સાપ ઘણો મોટો છે અને એની પૂંછડી આપણે જોઈ ગયા છીએ તો સાપના મો સુધી જરૂર પહોંચીશું"

"આજે જ જાસૂસોને સ્પેન મોકલો એક ખજાનો કોની પાસે છે કેટલો છે એ બધી વાત મારે જાણવી છે" બર્નેટ જુસ્સા માં બોલી રહ્યો છે.

"કામ થઈ ગયું છે રાજાજી"

"એ પહેલા મારા રાજા આમને મળો આ છે....."બ્રાન્ડ એક ઇજિપ્તની યુવતીને આગળ કરી બોલી રહ્યો છે

"મારે કોઈ અરબી દાસી ની જરૂર નથી...." બર્નેટ બ્રાન્ડને અડધી વાત કાપી ધમકાવે છે.

આ સાંભળતા જ એ યુવતી પોતાની કમર પર બાંધેલ ખંજર કાઠી બર્નેટ પર ફેંકે છે જે બર્નેટ ના ચહેરા પાસેથી પસાર થઈ પાછળ લાકડામાં અડધે સુધી ખૂંપી જાય છે બર્નેટ ની તો જાણે ઊંઘ ઉડી જાય છે એની આંખો પહોળી થઈ જાય છે બ્રાન્ડ પણ આવું જોઈ અચંભિત રહે છે.

"હું કોઈ દાસી નથી.....મારું નામ સેબીના છે" એમ કહેતી ચપળતાથી એ યુવતી બર્નેટ પાસે પહોંચી જાય છે એની આંખમાં ઘુરી પાછળથી ખંજર ને ઉખાડી લે છે અને પોતાની કમર માં ખોસી દે છે બર્નેટ હવે એ યુવતીને પૂરી જુવે છે પુરૂષો ને શરમાવે એવી ઊંચાઈ ક્રોધથી જળતી પણ કોમલ આંખો મોટા હોઠ સુડોળ શરીર સુંદર ઘઉંવર્ણો ચહેરો યોદ્ધા જેવી ચપળતા જરૂરથી એ કોઈ દાસી ન હતી.

"કોણ સેબ્રીના....? આ શું છે....?તું જાણે છે હું કોણ છું....? બ્રાડ, આને અહીં કેમ લાવ્યો....? બર્નેટ ગુસ્સાથી બોલી રહ્યો છે.

"રાજાજી શાંત થાઓ એ કામની છે, સેબ્રીના માંડીને બધી વાત કર" બ્રાડ વાતાવરણને ઠંડું પાડવાની કોશિશ કરે છે.

"હું સેબ્રીના છું તે ખજાનો મેં શોધેલો છે એના પર મારો અધિકાર છે" સેબીના પણ હજુ ગુસ્સામાં છે.

બ્રાડ ફરી પરિસ્થિતિને કાબુમાં કરવા બધી વાત કરે છે "હા રાજાજી આ સેબીના એ ખજાનો શોધેલ છે જેનાથી છેતરપિંડીથી સ્પેનના રાજા લુઈસ એ છીનવી લીધો છે એ ખજાનો પાછો મેળવવા માગે છે અને એ રાજાને બરબાદ કરવા માગે છે એની પાસે કોઇ સેના તો છે નહીં એટલે એને આપણી મદદની જરૂર છે એ મને ઇજિપ્તમાં મળેલી અને ખજાના વિશે ઘણું જાણે છે"

બ્રાડ ફરતો ફરતો બર્નેટ પાસે આવી કાનમાં કહે છે "અને હા રાજા લુઈસ અને સેબીના બંને એકબીજાને પ્રેમ કરતા હતા લુઈસે એને દગો દીધો છે એટલે જ તો એ કામની છે."

"પણ હું એકલો ખજાનાને લૂંટી શકું એમ છું હું એને કોઈની સાથે વહેંચીશ નહીં" બર્નેટ સેબીના ની આંખોમાં જોઈ કહે છે.

"મને હવે ખજાના ની લાલચ રહી નથી હું લુઈસને બરબાદ કરવા માગું છું ત્યારબાદ હું થોડો હિસ્સો લઈ જતી રહીશ" સેબરીના નું લુઈસ માટેનો ગુસ્સો સાફ દેખાઈ આવ્યો.

બર્નેટને હવે આમાં લાભ દેખાઈ રહ્યો છે લુઇસ અને ખજાનાનો જાણકાર લુઇસ નો દુશ્મન સામેથી મદદ માટે આવ્યો છે તો ના શું કામ કહેવી.

"ભલે તું અહીં રહી શકે છે બ્રાડ ખજાના ની બધી માહિતી મળે એટલે આપણે ચોરીની યોજના બનાવીશું" બર્નેટ આટલું કહી ત્યાંથી નીકળી જાય છે.

સેબીના ના મનમાં અસમંજસ ચાલી રહી છે શું એ જે કરે છે એ બરાબર કરે છે એ પ્રશ્ન એને મૂંઝવે છે લુઈસ ના વિચારો કરી એનું મન હંમેશાં ઉદાસ અને ગુસ્સે રહે છે.