Love Bychans - 6 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 6

Featured Books
Categories
Share

લવ બાયચાન્સ - 6

(મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખનાના ઘણા પ્રયત્ન કરવા છતાં પણ બાળક દત્તક લેવાનો કોઈ મેળ નથી પડતો. એ થોડી નાસીપાસ થઈ જાય છે. એની મમ્મી એને સમજાવે છે. અને અરમાન એને એના વિચારો અને સચ્ચાઈથી અવગત કરાવે છે. જેથી ઝંખનાને પણ એના આ ઉતાવળીયાં નિર્ણયનો એહસાસ થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. )

અરમાનના અને લતાબેનના સમજાવવાથી ઝંખનાએ બાળક દત્તક લેવાનો વિચાર તો માંડી વાળ્યો. પણ ફોઈ દ્વારા કહેવામાં આવેલી વાતો ના પડઘા એના કાનોમાં સંભળાયા કરતા હોય છે. ક્યારેક એ વિચારે છે કે શું હું સાચે મારા પપ્પા જેવી છું ? શું હું પણ બાળકને લાડ પ્રેમ અને સારા સંસ્કાર આપવામાં નિષ્ફળ જઈશ ? પછી પોતે જ એના મનને સમજાવતી કે, કોઈ કંઈ પણ કહે હું જાણુ છું કે હું મારા પપ્પા જેવી બિલકુલ નથી. પણ જ્યારે પણ એ કોઈ મા અને એના બાળકને સાથે જુએ છે ત્યારે એના હ્રદયમાં એક અન્જાની ટીસ ઉપડે છે. એનુ દિલ બેચેન થઈ જાય છે. એને પોતાને પણ સમજ નથી પડતી કે આવુ શું કામ થાય છે.

આજે પણ જ્યારે એ ઓફિસ જતી હતી ત્યારે એ મજૂર સ્ત્રી અને એના બાળકને એકબીજાને વહાલ કરતા જુએ છે. એના હોઠો પર એક મુસ્કુરાહટ આવી જાય છે. પણ સાથે એના આંખોમાંથી આપોઆપ આંસુ પણ વહેવા લાગે છે. અચાનક ગાલ પર ગરમાહટ મેહસુસ થતા એ એના ગાલને સ્પર્શે છે. " આ મારી આંખોમાંથી આંસુ કેમ વહે છે !! કંઈક કચરું પડ્યુ હશે. " અને સિગ્નલ ખૂલતા એ ફરીથી એ મા દીકરા તરફ નજર કરતા એમના વહાલને માણતી એ ઓફિસ જાય છે.

આમ જ એની રૂટીન લાઈફ ચાલ્યા કરે છે. એની મમ્મીને પણ શાંતિ થાય છે કે બાળક દત્તક લેવાનુ ભૂત એના દિમાગ માંથી ઉતરી ગયુ છે. અરમાન સાથે પણ વાતો થયા કરે છે.

એક દિવસ ઝંખનાને પેટમાં બહુ દુઃખતુ હોવાથી એ હોસ્પિટલ જાય છે. એને પિરીયડ્સ વખતે વધારે દુંખતુ હોવાથી એ ગાયનેક પાસે જાય છે. રિસેપ્શન પર જઈને ફાઈલ બનાવડાવે છે અને એના વારાની રાહ જોતા બેંચ પર બેસે છે. એની બાજુમાં એક યુવતી આવીને બેસે છે. એના હાથમાં એકાદ મહિનાની બાળકી હોય છે. એ બાળકી એની માની આંગળી પકડીને સૂતી હોય છે. એ બાળકીના ચેહરા પર એક સૂકુન જોવા મળે છે. ઝંખના વિચારે છે કે માં ના ખોળામા સૂઈને એની આંગળી પકડીને કેટલી નીશ્ચિંત સૂતેલી છે. એ યુવતી પણ જાણે એને કોઈ પણ તકલીફ ના આવે એ રીતે જાણે એને હર તકલીફથી બનાવતી હોય એને ખોળામાં લઈ ને બેઠી હોય છે.

થોડીવારમાં એ બાળકી એના નાના કોમળ હાથોને આમળતી નાની આંખોને વધારે નાની કરીને ઉઠવાની કોશિશ કરે છે. આંખ ખોલતા જ જાણે દુનિયાની સૌથી સુંદર રચના જોતી હોય એમ એની માને જોઈને એના નાના નાના હોઠ પહોળા કરીને એની ખુશી જાહેર કરે છે. એની મા પણ જાણે દુનિયામાં એનાથી વધારે કોઈ કિંમતી નથી એમ એને એની છાતીએ વળગાડીને એને પપ્પી કરીને પોતાનો વહાલ એની પર વરસાવે છે.

માં દિકરીનો આ અદ્ભૂત પ્રેમ જોઈ ઝંખના ખૂબ ખુશ થાય છે. એના દિલમા પણ કેટલાક અરમાન જાગે છે. અને એ કંઈક વિચારીને જાણે કોઈ ફેસલા પર આવી હોય એમ નિશ્ચિત થાય છે.

પોતાનો વારો આવતા એ ડોક્ટરની કેબીનમાં જાય છે. ડોક્ટર એમને થોડા પ્રશ્ન પૂછે છે. અને એને ચેક કરે છે. પછી કેટલીક દવાઓ લખતા લખતા ઝંખનાને કહે છે. " ચિંતા કરવાની જરૂર નથી. બસ હોર્મોન્સ ચેન્જીસના કારણે આવુ થાય છે. આ દવાઓ લખી આપુ છું જેને રેગ્યુલર લેવાની છે. અને હા સ્ટ્રેસ વધારે નહી લેવાનુ એની અસર મેન્સીસ પર વધારે પડે છે. ડોક્ટર પાસે prescription લઈને એ બહાર આવે છે. હોસ્પિટલના મેડિકલમાંથી દવા લઈ ઘરે આવે છે.

રાતે જ્યારે અરમાનનો મેસેજ આવ્યો ત્યારે એણે ટૂંકમાં જવાબ આપ્યો. અરમાનને પણ થોડો ખ્યાલ આવે છે કે ઝંખના થોડી મુંઝવણમાં છે. એટલે એ સામેથી જ પૂછી લે છે.

અરમાન : શું થયું છે ઝંખના ? કેમ આજે મુડ નથી કે શું ?

ઝંખના : ના ના એવું કંઈ નથી. બસ થોડી અસમંજસમાં છું. શું કરુ શું ના કરું કંઈ સમજ નથી પડતી.

અરમાન : કેમ શું થયુ છે ? મમ્મી સાથે ઝઘડો થયો છે ?

ઝંખના : ના

અરમાન : તો પછી પ્રોબ્લેમ શું છે.

ઝંખના : અરમાન તુ મારો ઘણો સારો દોસ્ત છે. પણ કેટલીક વાત હોય છે જે હુ તારી સાથે નથી કરી શકતી. અને મારી બીજી કોઈ ફ્રેન્ડ પણ નથી. એટલે હું જે વિચારુ છું એ બરાબર છે કે નહી ? મે જે નિર્ણય કર્યો છે યોગ્ય છે કે નહી?

અરમાન : ઝંખના હુ જાણું છું તુ શું કહેવા માંગે છે. પણ સાચુ કહું તો ભલે બીજા એમ માને કે એક છોકરો બીજા છોકરાને સારી રીતે સમજે છે. કે એક છોકરીના મનની વાત બીજી છોકરી સારી રીતે જાણી જાય છે. પણ મને તો લાગે છે કે એક છોકરાને કોઈ સારી રીતે તો જાણી શકે તો એ છોકરી જ હોય છે. એ જ રીતે છોકરીને પણ એક છોકરો વધારે સારી રીતે સમજી શકે છે. બંને એકબીજાની લાગણીને સારી રીતે સમજી શકે છે. પણ આ સમાજે પેહલેથી જ એવી માનસિકતા પ્રસ્થાપિત કરી દીધી છે કે છોકરીઓએ છોકરીની દોસ્ત બનવાનું અને છોકરાએ છોકરા સાથે જ દોસ્તી કરવી. એટલે છોકરા - છોકરી એકબીજા સાથે એટલા સહજ મેહસુસ નથી કરી શકતા. બાકી સમજણ અને લાગણી કંઈ શરીરની રચનાથી નથી આવતી. આપણા બંનેના હ્રદય સરખા જ છે. તો જરૂરી નથી કે જે વિચાર અને લાગણી એક છોકરીમાં ઉદ્ભવે એ જ લાગણી કોઈ બીજી છોકરી સમજી શકે. બની શકે કે એ વાત છોકરો પણ વધુ સારી રીતે સમજી શકે.

ઝંખના : હમ્મ..

અરમાન : અરે આટલુ લાંબુ લચાક ભાષણ આપ્યુને જવાબમાં ખાલી હમ્મ.. બીજી કોઈ વાત નથી કરવી.

ઝંખના : હા મને તારી વાત સમજાય છે. અને હુ એને સ્વીકારુ પણ છું. પણ... સાચુ કહું મે જે વિચારુ છું એ વાત મારુ દિમાગ જ સ્વીકારવા નથી માંગતુ તો તુ કેવી રીતે સમજશે !! બસ આ જ મૂંઝવણમાં છું.

અરમાન : મારી સમજ એ મારી છે. તુ વાત તો કહે.. હું મારી સમજ પ્રમાણે એને સમજીશ અને તને સલાહ આપીશ. પછી તારે એ સલાહ માનવી કે ના માનવી એ તારી સમજ પર નિર્ભર છે.

ઝંખના : હે ભગવાન.. અહી એમ જ મગજનુ દહી થાય છે અને તુ એને વધારે ઘુમાવીને છાશ બનાવી રહ્યો છે.

અરમાન : 😀😀😀 અરે વાહ તારુ સેન્સ ઓફ હ્યુમર તો બહુ સારુ છે ને..

ઝંખના : એ તો તારી સાથે રહીને.. બાકી મને ક્યા આ બધી આવડત હતી.

અરમાન : આવડત હતી જ. પણ તુ એને બહાર નોહતી કાઢતી. સારુ એ બધુ છોડ. એ કહે કે કંઈ વાત આટલી પરેશાન કરે છે તને ?

ઝંખના : હમ્મ.. આજે મે એક માં અને બાળકના પ્રેમને કંઈક અલગ જ નજરીયાથી જોયો છે. મતલબ કે આજે મને એક બાળક અને એના બેબીને જોઈને અલગ જ એહસાસ થયો. અને એ સિગ્નલ અને હોસ્પિટલની ઘટના કહે છે.

અરમાન : એ તો સારુ કહેવાયને. તારો જિંદગી જીવવાનો અને જોવાનો નજરિયો બદલાયો. તુ બધા એહસાસોને પોતાની સાથે જોડશે તો આ દુનિયા અને એના લોકોને જોવાનો નજરિયો પણ બદલાશે. અને એમા તને હકારાત્મક ઊર્જા મળશે.

ઝંખના : હા પણ કંઈ બીજુ પણ મેહસુસ કરુ છું.. એક કામ કર આપણે ફોન પર વાત કરીએ. તો મારી વાત વધુ સારી રીતે સમજાશે.

અરમાન : હા હું હમણાં જ કરુ છું.

ઝંખના : ok...

અરમાન ના ફોન કરતા જ તરત ઝંખના ફોન ઉપાડે છે.

અરમાન : હા તો તુ શું કેહતી હતી ?

ઝંખના : હું એ કેહતી હતી કે આજે જે મે જોયુ એનાથી હુ કંઈક અલગ જ મેહસુસ કરુ છું.

અરમાન : એટલે ? એક મીનીટ.. એક મીનીટ.. શું તને લવ સવ તો નથી થઈ ગયો ને !! કોઈ પસંદ તો નથી આવી ગયો ને !! હાહાહા..

ઝંખના : થોડા ગુસ્સામાં અરમાઆઆઆન.. હુ અહી આટલી મહત્વની વાત કરુ છુ અને તને મજાક સૂજે છે..

અરમાન : સોરી.. સોરી.. બોલ શું મેહસુસ કરે છે. ?

ઝંખના : તુ કેહતો હતો ને કે હું જ્યારે દિલથી ઈચ્છા રાખુ કે હવે મારે બેબી જોઈએ છે અને હુ એને દિલથી અપનાવી શકુ. ત્યારે જ હું બેબી એડોપ્ટ કરવાનુ વિચારું.

અરમાન : હા.. તો શુ તુ દિલથી ઈચ્છે છે ?

ઝંખના : હા પણ આ વખતે હું બેબી એડોપ્ટ નથી કરવાની. હું આ વખતે મારુ પોતાનુ બેબી ઈચ્છુ છું.

અરમાન : એટલે તુ મેરેજ કરવા રેડી છે એમ.. ?

ઝંખના : ના હવે મે એવુ ક્યા કહ્યું કે હુ મેરેજ કરવાની છું. હું તો બસ એ જ કહું છું કે હું પોતે માં બનવા માંગુ છું. હું IVF ટ્રીટમેન્ટથી મા બનવા માંગુ છું.

અરમાન : ( હાથમાંથી ફોન છટકી જતા તરત જ પકડી લે છે અને ) શુઉઉઉઉઉઉ... એના મોઢેથી બસ આ એક જ શબ્દ નીકળે છે.

** ** ** ** **

વધુ આવતા ભાગમાં..

** ** ** ** **

મિત્રો શું ઝંખનાની વાત અરમાન સમજી શકશે ? શું એની મમ્મી એ સ્વીકારી શકશે ? ઝંખનાનો આ નિર્ણય એના જીવન મા કંઈક નવો ઠેરાવ લાવશે કે પછી કોઈ નવો ઝંઝાવાત લાવશે એ જોઈશું આવતા ભાગમાં..

✍Tinu Rathod - તમન્ના