Rakta Charitra - 8 in Gujarati Fiction Stories by Rinkal Chauhan books and stories PDF | રક્ત ચરિત્ર - 8

Featured Books
Categories
Share

રક્ત ચરિત્ર - 8

આખું ગામ ગરબા ના તાલે ઝૂમી રહ્યું હતું, દેવજીભાઈ વયસ્ક ગામવાસીઓ સાથે ટોળા માં ઉભા રહી ને ગરબા જોઈ રહ્યા હતા, સાથે એમની નજર ચારેય તરફ ફરી રહી હતી. ફરી કોઈ દુર્ઘટના ન થાય એ બાબત પર એમનું વિશેષ ધ્યાન હતું.

મોહનલાલ ના માણસો પુરી તૈયારી સાથે યોજના મુજબ ગોઠવાઈ ગયા હતા, લાખો મોહનલાલ નો ખાસ માણસ હતો, તેના બધા કાળા ધંધા માં આવતી દરેક મુશ્કેલી દુર કરનાર લાખો જ હતો. લાખો ધીમા પગલે દેવજીભાઈ તરફ આગળ વધી રહ્યો હતો.


દેવજીભાઈ ની બરોબર પાછળ પહોંચી એણે મોહનલાલ તરફ જોયું, મોહનલાલ એ અંગુઠો ઉપર કરી આગળ વધવા નો‌ ઈશારો કર્યો અને એણે તેના હાથ માં જે ખંજર હતું એ દેવજીભાઈ ની પીઠ માં મારવા ઉગામ્યું.


"આટલી બધી ઉતાવળ શાની છે?" સાંજ એ લાખા નો હાથ મજબૂતાઇ થી પકડી રાખ્યો હતો.


લાખા એ આજુબાજુ નજર કરી, સાંજ ના માણસો બંદુક સાથે એની આજુબાજુ જ ઉભા હતા.


"હું એક ઈશારો કરીશ અને તું તારા માલિક સાથે આ દુનિયા માંથી હંમેશા માટે ગાયબ થઈ જઈશ, એટલે કોઈ જ ચાલાકી કરવાનો પ્રયત્ન પણ ન કરતો. ચલ થોડી વાતચીત કરી લઇએ...." સાંજ લાખા ને ખેંચી ને ભીડમાંથી દુર લઇ ગઈ.


દેવજીભાઈ એમના માણસો સાથે સાંજ ની પાછળ ગયા, સુરજ ધર્મશાળા માં થી ટોળા ની જમણી બાજુ થી ચોકમાં દાખલ થયો અને સાંજ ડાબી તરફ થી ધર્મશાળા માં ગઈ.


સાંજ દોડતી ધર્મશાળા માં થી આવી ત્યારે જ એની નજર ખંજર લઈને જઈ રહેલા લાખા પર પડી હતી.


બધા અહીં જ હાજર છે એવું વિચારીને લાખો કોઈ ચિંતા વગર આગળ વધ્યો હતો. મોહનલાલ અને‌ તેના દોસ્તો નું ધ્યાન દેવજીભાઈ તરફ હતું તેથી સાંજ પર એમની નજર ન પડી, એક દુર્ઘટના ટળી ગઈ હતી. સાંજ ને લાખા સાથે બહાર જતા જોઈ ને જ મોહનલાલ તેના દોસ્તો સાથે ઉત્સવ માંથી છટકી ગયો હતો.


"કાકા તમે જ ક્યો હવે, આનું શું કરવું જોઈએ?" સાંજ એ દેવજીભાઈ તરફ ફરી ને પુછ્યુ.


"તને આ પહેલી અને છેલ્લી વાર જીવતો છોડી રહ્યો છું, તારા માલિકો સુધી સંદેશો પહોંચાડી દેજે કે કોઈ પણ ભોગે એ લોકો બચશે નહીં. એક એક ને સજા મળશે અને ભયાનક સજા મળશે, ચલ જા અહીં થી....." દેવજીભાઈ ના માણસો એ ધક્કો મારી ને લાખા ને ધર્મશાળા માં થી બહાર ફેંકી દીધો.


"હું ઘરે જઉં છું, કાકા તમે ખાસ ધ્યાન રાખજો કે ઉત્સવ શાંતિ થી પુરો થાય." સાંજ એક માણસ સાથે ત્યાં થી જ ઘરે જતી રહી.


"આજે ઉત્સવ પુરો થઈ જશે, એક અઠવાડિયા પછી અમે પાછા વડોદરા જતા રહીશું. પણ હું તને છોડી ને ક્યાંક નથી જવા માંગતી નિરજ, હું શું કરું?" શિવાની એ ચોળી પહેરતાં પુછ્યું.


"હજુ એક અઠવાડિયું છે ને, આપણે કંઈક વિચારી લઈશું." નીરજ એ શિવાની ને નજીક ખેંચી.


"કોઈ આવી જશે નીરજ છોડ મને..." શિવાની એ નીરજ ની બાંહો માંથી છુટવા ની ખોટી કોશિશ કરી.


"હા સાચી વાત છે, આપણે કલાક થી અહી છીએ. એક કામ કર તું ગરબે જા, હું હવે સીધો ઘરે જઈશ." નીરજ એ શિવાની ના કપાળ પર હળવું ચુંબન કર્યું અને ત્યાં થી બહાર નીકળી ગયો. શિવાની ચોકમાં આવી ભીડમાં જોડાઇ ગઈ.


"તું ક્યાં હતી? તારા ગાલ આટલા લાલ કેમ છે? અને‌ આટલી ખુશ કેમ છે?" શાંતિ એ શિવાની ને જોતાં જ પુછી લીધું.


"શું તું પણ, હું ખુશ છું કેમકે હું ગરબા કરી રહી છું. બાકી ની વાત આપણે ઘરે જઈને કરશું ઠીક છે?" શિવાની એ હાલ પુરતી વાત ટાળી દીધી, પણ એ જ જાણતી હતી કે આ ખુશી નું કારણ તેના પ્રિય પુરુષ સાથે નો સહવાસ છે. શિવાની એ આખી જિંદગી જેને પ્રેમ કર્યો એને પામીને એ સાતમા આસમાને વિહરી રહી હતી.


બીજા દિવસ ની સવાર દરેક જણ માટે ખાસ હતી.


શિવાની ગઈકાલ રાત ના સહવાસ પછી નીરજ ને મળવા અધીરી થઈ હતી, હજુય તેના રોમ રોમમાં નીરજ ની ખુશ્બુ હતી. નીરજ સાથે આખી જિંદગી વિતાવવા નો નિર્ણય તે લઈ ચુકી હતી અને આ નિર્ણય નીરજ ને જણાવવા તે અધીરી થઈ હતી.


નીરજ શિવાની સાથે વિતાવેલી રાત ને લઈને પસ્તાઈ રહ્યો હતો, એ શિવાની ને પ્રેમ નહોતો કરતો અને કાલે જે થયું એ ખોટું થયું આ વિચાર એને સતાવી રહ્યો હતો.


"ગુડ મોર્નિંગ નીરજ!" શિવાની હસતાં મોઢે નીરજ ની સામે ઉભી હતી. શિવાની ને જોઈ ને પળવાર પહેલા આવેલો પસ્તાવો ગાયબ થઈ ગયો, તેને જોતાં જ નીરજ તેની તરફ ખેંચાણ અનુભવી રહ્યો હતો.


શિવાની એ દરવાજો બંધ કર્યો અને નીરજ ને ગળે લાગી.


"અરે તું શું કરે છે? દરવાજો કેમ બંધ કર્યો? કોઈએ જોઈ હશે તને અહીં આવતા તો?" નીરજ ને ચિંતા થઈ.


"મને કોઈ એ નથી જોઈ, હું સાવચેતી થી અંદર આવી છું ડોન્ટ વરી." શિવાની એ નીરજ ના વાળ માં હાથ ફેરવ્યો.


નીરજ એ તેને પોતાની બાહુપાશમાં જકડી, શિવાની પોતાનું અસ્તિત્વ ભુલી ધીરે ધીરે નીરજમય બની રહી હતી.


નીરજ ની ભિંસ વધી રહી હતી અને સાથે શિવાની ના ઉંહકારા પણ.


બન્ને ના ચહેરા પર સંતુષ્ટિ ના ભાવ આવ્યા, હાંફતો નીરજ થાકીને શિવાની ઉપર જ ઉંઘી ગયો. શિવાની એ નીરજ ને આલિંગન આપ્યું અને બોલી,"તું મારી સાથે લગ્ન ક્યારે કરીશ? હું હંમેશા હંમેશા માટે તારી બની જવા માંગું છું."


શિવાની ની વાત સાંભળી નીરજ ને ઝટકો લાગ્યો એ લગ્ન માટે તૈયાર નહોતો, કે ના એ શિવાની ને પ્રેમ કરતો હતો. પણ એ શિવાની પ્રત્યે ના તેના ખેંચાણ ને રોકી નહોતો શકતો.


"મને થોડો સમય જોઈએ છે, આટલો મોટો નિર્ણય સાંજ ની મંજુરી વગર હું ન લઈ શકું. તું સમજે છે ને?" નીરજ એ હાલ પુરતી વાત ટાળી દીધી.


"હા સમજું છું, સાંજ તારી એકમાત્ર બેન છે અને એકમાત્ર પરીવાર પણ, તો એની મંજુરી તો સૌથી પહેલા જોઈએ... તું સારો સમય જોઈ ને જલ્દી થી જલ્દી સાંજ સાથે વાત કરવાનો પ્રયત્ન કરજે, હું જઉં છું." શિવાની એ કપડાં પહેર્યા અને ઓરડા ની બહાર નીકળી ગઇ.


સુરજ આખી રાત ઊંઘી શક્યો નહોતો, રાત્રે ચોકમાં સાંજ ક્યાંય નજરે નહોતી ચડી. સુરજ સાંજ ને મળીને એને પોતાના દિલની વાત કરવા માંગતો હતો, એને થયેલી ગેરસમજ બદલ માફી માંગવી હતી તેને અને તેથી જ તે સવાર પડતાં જ સાંજ ના ઘરે જવા નીકળ્યો.


"સંજુ....." સાંજ ને આંગણામાં જોઈ સુરજ ત્યાં જ આવી ગયો.


"મારું નામ સાંજ છે સંજુ નથી. મને સંજુ કહીને બોલાવનાર બાળપણમાં જ મરી ગયો હતો, સમજી ગયો તું? અને તું અહીં શું કરે છે? ભાઈ ને મળવા આવ્યો છે ને જેમ હોસ્પિટલમાં આવ્યો હતો ભાઈને મળવા." સાંજ એ કટાક્ષ કર્યો.


સુરજ કંઈ બોલ્યા વગર એકીટશે સાંજ ને જોઈ રહ્યો, સાંજ અકળાઈ ને ત્યાં થી જવા લાગી.
પોતાના મન ની વાત કરવી કે નહીં એ અવઢવમાં પડેલો સુરજ છેલ્લે પડશે તેવા દેવાશે એવા નિર્ણય પર આવ્યો અને બોલ્યો,"હું તારા માટે આવ્યો હતો સંજુ, માત્ર અને માત્ર તારા માટે. હું.... હું તને પ્રેમ કરું છું સંજુ, ખુબ ખુબ ખુબ જ પ્રેમ....."

ક્રમશ: