Wait - Just think in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | થોભો - જસ્ટ થિંક

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

થોભો - જસ્ટ થિંક





અર્થ બેટા અર્થ જલ્દી તૈયાર થઈ જા ચલ આજે સન્ડે છે, ચીટ્ટી અર્થ ને જગાડ અને એને રેડી કરી દો. જી મેમ ચીટ્ટી ઓન ડ્યુટી આ ચીટ્ટી નો મેઈન ડાયલોગ છે. ચીટ્ટી એક રોબોટ છે જે અર્થ ની સેવા માટે ૨૪ × ૭ ઓન ડ્યુટી છે. આ સાયન્સ ની ગ્રેટ અચીવમેન્ટ છે. આજે સાયન્સે એવા રોબો રેડી કર્યા છે કે વ્યક્તિ ની કોઈ બી જરુરિયાત હોય રોબો એ હર કામ કરી આપે. ચીટ્ટીએ અર્થ ને જગાડ્યો કમ ઓન સર wake up soon & ગેટ રેડી ફાસ્ટ અને અર્થ આળસ મરડીને સોફ્ટ સોફ્ટ મેટ્રેસવાળા આલિશાન બેડ પર બેઠો થયો.
ચીટ્ટીએ તરત જ એને હોટ ન્યુટ્રિશિયસ ડ્રિંક સર્વ કર્યુ અને અર્થ ફટાફટ એ ગટગટાવી બાથ લેવા ગયો. બાથરૂમમાં અર્થ મોં ખોલી દાંત બતાવી એક ગેઝેટ પાસે ઉભો રહી ગયો, સ્વીચ ઓન કરી તરત જ અર્થ નું બ્રશ ઘુમ્યું - તેમાં પેસ્ટ લાગી ગઈ અને બ્રશ અર્થ ના દાંત પર ફરવા લાગ્યું અને અર્થ ના હાથ લગાવ્યા વગર ઓટોમેટિક બ્રશ થઈ ગયું , ગેઝેટમાં એક સાઈડ પાઈપ હતી જેમાંથી ડાયરેક્ટ પાણી અર્થના મોંમાં આવે અને કોગળા કરી લેવાના. ત્યારબાદ અર્થ સ્વીચ ઓન કરી શાવર નીચે ઉભો રહી ગયો દિવાલ પર લગાવેલ ગેઝેટમાંથી તરત જ બે હાથ જેવા મશીન નીકળ્યા અને અર્થ ના શરીર પર રબ કરવા લાગ્યા, પરફ્યુમ્ડ બોડી વોશ લગાવી અર્થ નું બાથ તથા હેર વોશ થઈ ગયા. ત્યારબાદ બાથરૂમમાં બાજુમાં લગાવેલા પીટીશનમાં અર્થ જેવો એન્ટર થયો કે તરત જ હોટ - એર મશીન સ્ટાર્ટ થઈ ગયા અને અર્થ નું બોડી ડ્રાય થઈ ગયું ( લુછાઈ ગયું) અર્થ બાથ ગાઉન પહેરી બહાર આવ્યો અને ચીટ્ટીએ વોર્ડ રોબમાં અર્થ ના ચોઈસ ના કપડાં બતાવ્યા તરત જ અર્થે કપડાં સિલેક્ટ કર્યા અને રેડી થઈ ગયો.
અર્થ બહાર આવ્યો ચાલો મોમ ડેડ, I am ready , શાલિન અને શાલ્વી અર્થ ની wait કરતા હતા. તેણે એલેના રોબોને break fast લગાવવા કહ્યું. Elena એ ડાઈનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ સર્વ કર્યો. ઘરના હોલમાં central oxygen લગાવેલ હતું જેના કારણે આખા હોલમાં તથા ડાઈનિંગ એરિયા માં પર્યાપ્ત ઓક્સિજન મળી રહે. ત્રણેય બ્રેકફાસ્ટ પતાવી બહાર નીકળ્યા. ચીટ્ટી - એલેના ને જરૂરી સૂચનાઓ આપી ને એ લોકો ગાડીમાં ગોઠવાયા.
Start cell આપતાં જ ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને without driver otomatic ચમચમાતા રોડ પર દોડવા લાગી. શાલીને ગાડીમાં સ્ક્રીન પર reach point location set કરી દીધું. ગાડી જાણે પ્લેનની ઝડપે દોડતી હતી. આજે ટ્રાફિક સેન્સમાં ઈન્ડિયા એ ફોરેન ના બધા દેશોને પાછળ રાખી દીધા છે એટલું એડવાન્સ થઈ ગયું છે. ગાડી એક સરસ ગેટ પાસે આવીને ઊભી રહી બધા ઉતર્યા એટલે ગાડી એની રીતે પાર્કિંગ લોન્જ માં જતી રહી. આ એક ઓક્સિજન ફાર્મ હતું. ફાર્મ માં ઘણી ભીડ હતી. અર્થ ખૂબ જ ખુશ થઈ ગયો. આ તેની ફેવરિટ જગ્યા હતી. તેને અહીં ખૂબ જ ગમતું તેણે કહ્યું મમ્મી આ બધા tree કેવા બ્યુટીફૂલ લાગે છે. આમ તો આ બધા tree picture ( photo) માં જ જોવા મળે છે. મને આ રિયલ જોવા ખૂબ જ ગમે છે. કેવી ઠંડી ઠંડી એર આપે છે. આની જે હવા છે એની સામે તો આપણા એસી નું કંઈ જ ન આવે અને આમાંના ઘણા માં તો ફ્રૂટ પણ લાગેલા છે. આપણા ઘરે પણ આવા ટ્રી હોય તો કેટલી મજા આવે!
શાલ્વી નિસાસો નાખતાં બોલી હા બેટા તારી વાત સાચી છે. પણ આ બધા ટ્રી પહેલાં તો ઘરે અથવા તો ઘરની આસપાસ જ રહેતા અને શુદ્ધ ઓક્સિજન પણ મળી રહેતો. પહેલાં તો કોઈ વધારે બીમાર હોય અને શ્વાસ લેવા માં તકલીફ પડતી હોય ત્યારે જ ઓક્સિજન આપવામાં આવતો, તો મમ્મી હવે કેમ ટ્રી આપણી પાસે નથી? આપણે ઘરમાં કેમ ઓક્સિજન ના કનેક્શન લગાવેલા છે?
શાલ્વી બોલી Advanced India બેટા ડેવલપમેન્ટ - વિકાસ ના નામે માણસે એવી આંધળી દોટ લગાવી અને જ્યાં ને ત્યાં બસ રસ્તા અને બિલ્ડિંગો ઊભી કરવાના - શહેર ને વિકસાવવાના મોહ માં વૃક્ષો ને કાપતો ગયો અને ધીરે ધીરે વૃક્ષો નો નાશ થઈ ગયો. પોલ્યુશન વધી ગયું કારણ કે એને શુદ્ધ કરનાર વૃક્ષો ના રહ્યા અને એટલે જ અત્યારે આપણે ઘરમાં ઓક્સિજન કનેક્શન રાખવા પડે છે અને શુદ્ધ હવા માટે દૂર દૂર આવા ઓક્સિજન ફાર્મ માં આવવું પડે છે. કારણકે અત્યારે આપણે ૨૦૫૦ માં જીવી રહ્યા છીએ ને, એકવીસમી નહીં પણ એક વસમી સદીમાં જીવીએ છીએ.
મમ્મી તો તે અને પપ્પાએ ઘણા બધા ટ્રી ઉગાડ્યા હોત તો.... તો મને પણ પ્યોર એર મળત....
મમ્મી હું તો ઘણા બધા ટ્રી ઉગાડીશ આપણા ઘરની આજુબાજુ ઘણા બધા...
શાલ્વી અને શાલિન ની આંખો માં આંસુ આવી ગયા હા બેટા આપણે ટ્રી વાવશું ચોક્કસ વાવશું ઘણા બધા
કાશ આપણી જનરેશન પણ આટલી mature હોત.....