A vishvash in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | એ વિશ્વાસ

Featured Books
Categories
Share

એ વિશ્વાસ

*એ વિશ્વાસ* લઘુકથા.... ૨૭-૭-૨૦૨૦ સોમવાર.....

અજય લોકડાઉન પછી ખુબ જ ટેન્શન માં ‌રેહતો હતો એ જે સ્કૂલમાં હતો ત્યાંથી ત્રણ મહિના નો પગાર થાયો નહોતો..
પલક નાં ‌પગાર પર ઘર ચાલતું ‌હતુ એમાં ગાડીનાં લોનના હપ્તા અને છોકરાઓ નાં ખર્ચ...
મકાન પોતાનું હતું એ શાંતિ હતી પણ પલક નો‌ પગાર એનાં પગાર કરતાં ઓછો હતો અને ઘરમાં પાંચ સભ્યો નો જમવાનો તથા બીજા ખર્ચ...
પ્રવીણભાઈ પિતા નો નાનો મોટો દવાનો ખર્ચ...
દિકરી ઝીલ અને દિકરો ‌કિશન એ બન્ને સમજુ હતાં પણ ઘરમાં જમવાનું તો સરખું જોઈએ...!!!
એમાંય પાછી આ રક્ષાબંધન નજીક આવી રહી છે મોસમી વર્ષમાં એક જ દિવસ સાસરેથી પિયરમાં આવે...
સવારે વેહલી આવી જાય અને રાખડી બાંધી ને જમવાનું પતાવી..
પપ્પા પાસે કલાક બેસે અને પછી રાત્રે સાસરે પાછી જતી રહે...
એક જ શહેરમાં હતી પણ એ શેહર નાં બીજા છેડે‌ રેહતી હતી..
અજય વિચારી રહ્યો કે દર વખતે એ મોસમીને કવર આપતો પણ આ વખતે શું આપું???
એમ તો પલક પાસે‌ માગું પણ આખાં ઘરની જવાબદારી માં એની પાસે જ રૂપિયા બચતા નથી ...
શું કરું??? એમ વિચારોમાં ને વિચારોમાં રક્ષાબંધન આવી ગઈ અને સવારે મોસમી આવી અને ઘર ભર્યું ભર્યું થઈ ગયું...
મોસમી એ અજય ને રાખડી બાંધી પછી બોલી કે ભાઈ એક વચન આપ કે‌ ગમે એવી પરિસ્થિતિમાં પણ કોઈ અવિચારી પગલું નહીં ભરે...
મને ખબર છે કે જ્યારથી લોકડાઉન થયું તારી સ્કૂલ તરફથી પગાર થયો નથી...
તું ચિંતા ‌ના કરીશ ભાઈ... બધું સારું થઈ ‌જશે...
મને વિશ્વાસ છે બધું પેહલા જેવું થઈ જશે ભાઈ...
અજય મોસમી ને માથે હાથ મૂકીને હા દિદી...
મોસમી પિતાનાં રૂમમાં ગઈ અને પછી વાતચીત કરી ને બહાર આવી અને એણે અજય ને કહ્યું ભાઈ મમ્મી નાં દાગીના પડ્યાં છે એ તું જરૂર હોય તો વેચીને નાનું મોટું પોતાનો ધંધો કે એવું ચાલું કર જે પપ્પા સાથે વાત થઈ ગઈ છે...
અજય પણ દિદી એ દાગીના પર તો તારો પણ હક્ક છે...
મોસમી મારો એ‌ હક્ક ભાઈ હું તને આપું છું મારે કોઈ તકલીફ નથી...
તું તારું વિચાર...
સારું થાય ત્યારે તું પ્રેમથી આપજે એ લઈ લઈશ એમ કહીને હસીને કહ્યું તને શું લાગે છે હું મારો ભાગ છોડી દઈશ....
પ્રવીણભાઈ એ આવો એકબીજા નો પવિત્ર પ્રેમ જોઈને બન્ને ને ગળે લગાડી દીધા.....
અને બોલ્યા સદાય તમારો પ્રેમ આવો જ રહે કોઈ ની બૂરી નજર નાં લાગે.... આ વિશ્વાસ સદાય અંખડ રહે‌ એવી ઈશ્વને પ્રાર્થના....
એ વિશ્વાસ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌રગ લાવ્યો ભાઈ બહેન નાં પ્રેમમાં.... રક્ષાબંધન નો પવિત્ર પ્રેમ...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

૨ ) *જીવનસંગિની* લઘુકથા..

અનિલ નાં લગ્ન નાનાં ગામડાંમાં રેહતી સંજના સાથે થયા લગ્ન નાં પાંચ વર્ષમાં બે બાળકો જન્મ્યા..
અચાનક જ અનિલને ધંધામાં ખૂબ ખોટ ગઈ અને માથે દેવું થઈ ગયું એટલે ધંધાની જ્ગ્યા વેચીને દેવું ભરપાઈ કરી દીધું અને મોટા બંગલામાં થી નાનાં મકાનમાં રેહવા જતાં રહ્યાં પણ અનિલ ને પોતાનો ધંધો હોવાથી એ નવ ધોરણ જ ભણ્યો હતો એટલે હવે ગુજરાન ચલાવવા નોકરી શોધી રહ્યો પણ ભણતર નાં હોવાથી નાં મળી..
સંજના ગામડાની હતી પણ ભણેલી હતી એણે નોકરી માટે પ્રયત્ન કર્યા એને નોકરી મળી એટલે એણે અનિલ ને ઈલેક્ટ્રીક નાં કામકાજ શીખવા માટે વગર પગારે મૂક્યાં અને એ ઘર ચલાવી રહી...
આમ અનિલ ની સાચી જીવનસંગિની બનીને પરિવાર ને સંભાળીને અનિલ ને નોકરી મળે એ માટે મદદરૂપ બની અને સુખ દુઃખની સાચી જીવનસંગિની બનીને રહી....
આમ એકમેકનાં વિશ્વાસ થી જીવન ની બાજી જીતી ગયા...
ભાવના ભટ્ટ અમદાવાદ....