આખરે પાંખી અને રુદ્ર ની સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ અને બીજા મહિને લગ્ન. એમ સારા ચોઘડિયા ના મુહર્ત નીકળ્યા. પાંખી બોવ જ ખુશ હતી. નવજીવન ના કેટ કેટલાય સપના તેણે જોયા હતા. રુદ્ર માં તેને એ જ સાપના નો રાજકુમાર દેખાતો હતો. અમીર અને રાજપરિવાર જેવા રાજશી કુટુંબ ની એક ની એક દીકરી ત્રણ ભાઈઓ ની એક ની એક બહેન પાંખી માટે પણ રુદ્ર જેવા ઊંચા ઘરના દીકરાને તેના પરિવારે હીરા ની જેમ પસંદ કરેલો હતો.
રજવાડી મહેલો જેવા ઘરો અને રાજપાટ .ખૂબ લાડકોડ માં ઊછેરેલી પાંખી બધાની બોવ જ લાડકી હતી અને ખાસ તો તેના કાકા કાકી ની. રુદ્ર માટે પણ તેના કાકા કાકી ની જ છેલ્લી હા પછી હા કીધી હતી. રુદ્ર પણ એક સારા અને પ્રતિષ્ઠિત કુટુંબ નો દીકરો હતો. માતા પિતા નો લાડકો અને કુટુંબ માં બધા ભાઈ બહેન માં સૌથી નાનો હતો . આમ બંને પરિવાર માં શાદી અને સગાઈ ની તૈયારી ખૂબ જોર શોર થી ચાલવા લાગી હતી. ખૂબ ધૂમ ધામ થી લગ્ન થશે આવું છોકરાવાળા એ પેહલે થી જ કઈ દીધેલું અને પાંખી ના પરિવાર વાળા એ પણ હા પાડી દીધી.
ચારે તરફ ખૂબ ચહલ પહલ હતી પણ રુદ્ર ખુશ ન હતો. તે તો જાણે કોઈ બીજી જ દુનિયા માં હતો.તેને એક જ વાર પાંખી ને જોઈ હતી અને તે પણ જોવા ગયો ત્યારે મળ્યો હતો પછી કોઈ વાત કે મુલાકાત થઈ ન હતી. અને હવે તો સગાઈ ની તારીખ નક્કી થઈ ગઈ હતી .તૈયારી અને કામ કાજ માં સમય ક્યા પસાર થયો તેની ખબર જ પડતી ન હતી. રુદ્રએ તેનો ફોન લીધો તેમાં ક્યારનો કોઈ નો ફોન આવતો હતો પણ તે ફોન નો કોઈ જવાબ આપતો ન હતો. રુદ્ર વારંવાર ફોન જોયા કરતો હતો પણ સામે કોઈ પ્રત્યુતર દેવા માંગતો ન હતો. તે શું કરે તે તેને સમજાતું ન હતું.
આખરે સગાઈ નો દિવસ આવ્યો. મહેમાનો ,કુટુંબીઓ અને ખાસ લોકો થી પાંખી નું ઘર ભરેલું હતું. સાજ શણગાર તો એવો જાણે બધા ની આંખો જ ચકાચોન થઈ જાય. પાંખી પણ રજવાડી લેંઘા માં સુંદર લાગતી હતી ખુશી અને શરમ ને લીધે તેનો ચેહરો લાલ થઇ ગયો હતો.બધા તેને જોઈ તારીફ કરતા થાકતાં ન હતા. પણ રુદ્ર એ તેની તરફ જોયું પણ ન હતું .બંને પોતાની પેલી મુલાકાત પછી આજે જ મળ્યા હતા. રુદ્ર નું આવું વર્તન જોઈ પાંખી ને અજીબ લાગતું. પાંખી ના મન માં ઘણા સવાલો હતા પણ તેની ભાભી યે તેને સમજવી દીધી કે બીજું કય હોત તો તે હા જ શું કામ પાડે.તું ખોટી શંકા કરે છે.
સગાઈ થઈ ગઈ બધાએ ખૂબ આશીર્વાદ આપ્યા,વધામણી લીધી પણ આં શું રુદ્ર ના ચેહરા પર કોઈ ભાવ નહિ તેણે તો જાણે કઈ કીધું જ નહિ. આટલો સમય વિતી ગયો હતો બંને સાથે હતા પણ રુદ્ર કઈ જ બોલ્યો ન હતો પાંખી ના મન માં હવે આશંકાઓ થવા લાગી હતી .ડર હતો કે મારાથી કોઈ ભૂલ તો નહિ થઈ હોય ને કેમ શું થયું હશે. રુદ્ર ની બહેનો તો કહેતી કે રુદ્ર બોવ હસમુખો છે પણ અહી તો તે કઈ બોલતો જ નથી.
સગાઈ પછી બધાએ બંને ને ફરવા જવાનું કહ્યું . બધાના જોર પછી બન્ને નીકળ્યા આથી પાંખી ને થયું કે હવે તે એકાંત માં કઈક બોલશે પણ આં શું રુદ્ર તો હજી શાંત જ હતો. આખરે પાંખી એ બોલવાની શરૂઆત કરી પણ રુદ્ર જવાબ સિવાય કઈ જ નહિ, બંને ગાર્ડન ની એક બેન્ચ પર આવી બેઠા. એક સન્નાટો જાણે બંને ની વચ્ચે હતો . થોડી વાર પછી રુદ્ર સામે એક આઇસ્ક્રીમ પાર્લરમાં થી આઈસ્ક્રીમ લેવા ગયો. ત્યાજ રુદ્ર નો ફોન જે બેન્ચ પર પડ્યો હતો તેની ની રીંગ વાગી પાંખી એ સ્ક્રીન તરફ નજર કરી . પાંખી એ જોયું તો કોઈ જીવા નામની છોકરી નો મેસેજ હતો, પાંખી એ શંકા સાથે તે મેસેજને ખોલ્યો અને મેસેજ વાંચતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. જેમાં લખ્યું હતું કે," રુદ્ર હું તારા વગર નહીં જીવી શકું મારા મનને ઘણું સમજાવવા છતાં હું તને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરતા જોઈ નહી શકું મેં ખુબ પ્રયત્ન કર્યો કે હું તને ભૂલી શકું પણ આ શક્ય નથી તારા પરિવાર વાળા તારા અને મારા લગ્ન માટે સંમતિ ક્યારેય નહીં આપે આથી જો તું સાથ આપે તો આપણે બંને અહીંથી દૂર ભાગી જઈએ અને કંઈક નવી જ દુનિયા ફરી વસાવી લઈએ."
પાંખી ના કદમો નીચેથી જમીન ખસી ગઈ. રુદ્ર આવતા તેણે પુછી જ લીધું કે આં શું છે બધું ? પાંખીએ રડતા રડતા રુદ્ર ને પૂછ્યું કે, "જો તે કોઈ બીજી છોકરી સાથે પ્રેમ કરતો હતો તો મારી સાથે લગ્ન માટે હા કેમ પાડી મારા મનમાં તમારા આ વર્તન માટે ઘણા સવાલો હતા છતાં હું મારા મનને એમ કહી સમજાવતી રહી કે તમે થોડા શાંત અને શરમાળ સ્વભાવના છો. તમને કોઈ હક્ક નથી કે તમે આ રીતે મારો અને મારા પરિવાર નો ભરોસો તોડો શું તમારો પરિવાર તમારા આ વિશે કંઈ જાણે છે ખરો ??"
બધી ખબર પડ્યા પછી રુદ્ર એ તેનો મૌન તોડ્યું તે બોલ્યો કે," જીવાને તે કોલેજ સમયથી ખૂબ ચાહતો હતો પરંતુ બંનેના લગ્ન માટે તેનો પરિવાર સહમત થયો નહીં. જીવા મારા કરતાં નીચી જાતિના કુટુંબની છોકરી હતી અને મારા પરિવારના લોકો તેની બરાબરી બિરાદરીમાં મારા લગ્ન કરવા માંગતા હતા. ખૂબ પ્રયત્ન કરવા છતાં પરિવારની સંમતિ મળી નહીં. આથી હું અને પાંખી અલગ થવા મજબૂર થઈ ગયા અમારા આ સંબંધની જાણ થયા પછી મારા પરિવારના લોકોએ તો મારું બીજે છોકરી ગોતવાનું શરૂ કરી દીધું . મારા મનને ખૂબ સમજાવવા છતાં હું જીવા ને ભૂલી શકતો નથી મને તમારા પ્રત્યે ખૂબ જ આદરભાવ છે તમે એક ખૂબ જ સારા વ્યક્તિત્વના છો પણ હું તમને એક પત્નિ તરીકે દરજ્જો આપી નહીં શકું.
બધું જાણ્યા પછી પાંખી જાણે અવાક બનીને ઉભી રહી તેને હવે એ નહોતું સમજાતું કે બધું સત્ય જાણ્યા પછી તે હવે રુદ્ર સાથે લગ્ન કઈ રીતે કરી શકે જે તેને પ્રેમ કરતો નથી તેને લગ્ન માટેની પણ હા એ મજબૂરી છે પરિવારના દબાણમાં આવી તે જો મારી સાથે લગ્ન પણ કરશે તો તેનો કોઈ અર્થ નથી. બંને પાછા ઘરે આવ્યા. અહીં મહેમાનો અને કુટુંબના લોકોની વાતો ની મેફીલ જામી હતી. બધા બહુ જ ખુશ હતા પણ પાંખી નો ચહેરો ફિક્કો પડી ગયો હતો શું કરવું તે તેને સમજાતું ન હતું તે કઈ રીતે બધાને રુદ્ર સાથે લગ્ન ન કરવાનું કહે અને કારણ શું આપવું તે પણ તે જાણતી ન હતી ઘરે આવતા મહેમાનો હોવાથી તે શાંત રહી અને બધું શાંતિથી પતી ગયું હોવાથી છેવટે બધા આદર્ સત્કાર સાથે છુટા પડ્યા.
બીજે જ દિવસથી પાંખીના ઘરમાં ખૂબ જ દોડધામ હતી લોકો શાદીની તૈયારીઓમાં મશગુલ હતા ખૂબ વિચાર્યા પછી પાંખી એ જીવા ને મળવાનું નક્કી કર્યું તેણે રુદ્ર ને ફોન કરી જીવા ને મળવાની ઈચ્છા બતાવી રુદ્ર એ પણ અચકાતા મને હા તો પાડી પણ પાંખી જીવા ને શું કે છે તેના વિચારો થી તે ડરી ગયો આટલું બધું જાણ્યા પછી પણ પાંખી એ કોઈને કશી વાત કરી ન હતી આથી તેને એ નહોતું સમજાતું કે હવે પંખી શું કરશે. રુદ્ર જીવા અને પાંખી એક કોફી શોપમાં મળ્યા જીવા પાંખી કરતા કંઈક અલગ જ હતી. એક જ મુલાકાતમાં પાંખી એ તો સમજી ગઈ હતી કે જીવા રુદ્ર થી નહીં પરંતુ તેના પૈસાથી પ્રેમ કરે છે આથી તેને લગ્ન અને અહીંથી દૂર ભાગી જવા માટે દબાણ કરે છે. પરંતુ પાંખી ને એ નહોતું સમજાતું કે તે આ વાત રુદ્ર અને કઈ રીતે સમજાવે જો તે કંઈપણ આડુંઅવળું કહેશે તો રુદ્ર અને ખોટું લાગી જશે કારણ કે તે જીવા ને સાચા દિલથી પ્રેમ કરતો હતો. આથી સત્ય જાણ્યા પછી પણ પંખીએ આ વાત કોઈને કરી નહીં અને લગ્ન માટે પણ ના કહી નહીં અને આ બાજુ રુદ્ર પોતાના પરિવારની ઈજ્જત ને બેઆબરૂ થવા દેવા માંગતો ન હતો પરંતુ તેને હતું કે હવે બધું સત્ય જાણ્યા પછી પાંખી તો લગ્ન નહિ કરે પણ આં શું ? તેણે હજી લગ્ન માટે ના કેમ નથી પડી તે સમજાતું ન હતું.
લગ્નના આગલે દિવસે રુદ્ર પાંખીને મળ્યો તેના મનમાં ચાલતા બધા સવાલો અને મૂંઝવણો તેણે પાંખી ને પૂછી નાખી અને પાંખી નો જવાબ સાંભળી રુદ્ર એ પાંખી સાથે જ લગ્ન કરવાનો ખરા અર્થમાં વિચાર કરી લીધો. જે જવાબ એ હતો કે," તમે અત્યારે મારી સાથે લગ્ન કરી લો હું આટલા બધા મહેમાનો વચ્ચે તમારા અને મારા પરિવારને બે આબરૂ થતાં નહીં જોઈ શકું સત્ય જાણ્યા પછી મારા પરિવાર ના લોકો તમારા પર અને તમારા પરિવારના લોકો પર ગુસ્સે થશે અને વાત ખૂબ આગળ વધી જશે. સંબંધોમાં મીઠાશ પહેલા જ કડવાશ આવી જશે અને દુશ્મની થઈ જશે આપણા સમાજમાં જે તમાશો તમારો અને અમારો થશે તે તો જુદું જ આથી લગ્ન પછી મારા અને તમારા વચ્ચે સુમેળ બંધાતો નથી તેમ બહાનું કાઢી આપણે બંને તલાક લઈ લેશું અને પછી તમે જીવા સાથે લગ્ન કરી લેજો જે માટે તમારા અને એનો પરિવાર તમને સંમતિ આપી દેશે આ વાત જાણ્યા પછી રુદ્ર અને સમજાઈ ગયું પાંખી વગર કોઈ વાકે પણ તેના માટે અને તેના પરિવારના લોકો માટે આટલું બધું વિચારે છે જયા બીજી તરફ જીવા આ બધું મુકી કઈ બાજુ ભાગી જવાનું કહે છે જેને પરિવારની ઈજ્જતનો કોઈ વિચાર નથી તો હું સાચા મનની પાંખી ને કેમ છોડી શકું ? આટલું ખરાબ તેની સાથે કેમ કરી શકું ?
આખરે પાંખીનો વિજય થયો તેની મન ની સત્યતા એ તેને અને રુદ્ર ને લગ્નના પવિત્ર બંધનમાં બાંધ્યા અને રુદ્ર એ તેની સાથે નવી શરૂઆત કરી લીધી.