Absolute Woman in Gujarati Short Stories by Harsha Trivedi books and stories PDF | સ્વયમ સિદ્ધા

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

સ્વયમ સિદ્ધા

સ્વયમ સિદ્ધા by હર્ષા ત્રિવેદી

હિથ્રો ટર્મિનલ 2 માં એક યુવતી પોતાના સામાન અને પ્રામ માં બેસાડેલા એક વર્ષ ના નાના બાળક સાથે ઉભી હતી.એને ભારતીય પોશાક સલવાર કમીઝ પહેર્યા હતા. ગોરો , સુદ્રઢ બાંધો ધરાવનાર 25 વર્ષ ની અંદર ની લાગતી એ યુવતી સુંદર દેખાતી હતી પરંતુ એ પોતાની નજરો આમતેમ ફેરવતી હતી જાણે કોઈને શોધી રહી હતી.થોડી ગભરાયેલી લાગતી હતી પરંતુ આજુબાજુ ગોરા લોકો ને જોઈ ને એ ત્યાંથી નજરો ફેરવતી રહી. ત્યાં જ એની નજર સામે થી આવતી એક ચાલીસી માં લાગતી સ્ત્રી ઉપર પડી. એનો પહેરવેશ વેસ્ટર્ન હતો પણ ચહેરે મોઢે ભારતીય લાગતી હતી. કેટલા આત્મવિશ્વાસ થી પોતાના સામાન ની ટ્રોલી સાથે લઇ ને મોબાઈલ માં વાતો કરતી ચાલતી હતી.એના ચહેરા પર નું સ્મિત એના શ્યામ ચહેરા ને સુંદર બનાવતું હતું.એ ત્યાં જ થોડી દૂર આવી ને ઉભી રહી ગયી.'' ઓહ રબ્બા તું ને મેરી સુન લી '' એમ એ યુવતી મન માં વિચારી રહી પણ અંગ્રેજી માં વાત કરતા એ સ્ત્રી ને સાંભળી ને એની રહી સહી હિમ્મત પણ તૂટી ગયી.


એની આંખો માં આંસુ ઓ ઉભરવા લાગ્યા. કેટલા ઉમંગ થી પરણી ને એ પંજાબ માં થી યુકે આવી હતી અને આજે એક વર્ષ ના સની ને સાથે લઇ હંમેશ માટે દેશ પાછી જઈ રહી છે. '' તું મને ગમતી નથી. તારા દેશ માં તું પાછી જતી રહે'' પોતે બહુ સમજાવા ની પતિ ને કોશિશ કરી, વિનંતીઓ કરી .અંગ્રેજી શીખી લઈશ એવી આજીજીપૂર્વક કાકલૂદીઓ પણ કરી પણ બધું જ નકામું.સાસરિયા વાળા પણ દીકરા સામે ચૂપ.હવે ઇન્ડિયા માં લોકો શું કહેશે ?હજી નાની બે બેનો ના લગ્ન બાકી છે.માંબાપ મને પાછી આવેલી જોઈ ને દુઃખી થશે. મધ્યમ વર્ગ ના હોવા છતાં કેટલા ધામધૂમ થી મને પરણાવી હતી. આખરે હું પરણી ને પરદેશ જવાની હતી.હવે મારુ શું ? આ બાળક નું શું થશે ?આ નિર્દોષ બાળક સની નો શું વાંક? એ યુવતી ની આંખો માં થી આંસુઓ ઉભરવા લાગ્યા. સની એ જ વખતે રડવાનો અવાજ કર્યો અને એ સ્ત્રી નું ધ્યાન એમના તરફ ગયું.


એ યુવતી અને એ સ્ત્રી ની નજરો મળી અને એ સ્ત્રી સરસ મઝા નું હસી. પરદેશ માં રહેતા ભારતીય લોકો માં એ ખાસિયત છે એક બીજા ને ઓળખતાં ના હોય છતાં સામે મળે તો હાસ્ય ની આપલે જરૂર કરે. '' ઇન્ડિયા જા રહી હો ?'' એ સ્ત્રી એ પૂછ્યું અને ''અમૃતસર '' બોલતા એ યુવતી ના ગળે ડૂમો બાઝી ગયો. ત્યાં જ યુવતી એ પોતાના પતિ ને સામે આવતો જોયો. એને આશા બંધાઈ કે કદાચ એને પસ્તાવો થયો હશે. એને પાછો લેવા આવ્યો પરંતુ એને આવતા જ પૂછ્યું '' હજી તું અહીં જ ઉભી છે ? સમાન લઇ ને લાઈન માં ઉભી રહી જા '' એના પંજાબી માં ધીમા પણ ધમકાવેલા વાક્યો સાંભળી ને એ યુવતી તો ડઘાઈ જ ગયી. એને પોતાના પતિ ને કહ્યું '' હું વોશરૂમ માં જાઉં છું. મારે સની ની નેપી બદલવાની છે'' અને એ વોશરૂમ તરફ જવા લાગી. કશું એને સૂઝતું ના હતું.એક આશા હતી કે પેલી અજાણી સ્ત્રી સાથે વાત કરે , એને પોતાની વાત કહે. આ અજાણ્યા દેશ માં પોતે ક્યાં કોઈને ઓળખતી હતી.પણ એનો પતિ હોશિયાર નીકળ્યો.એને કોઈ મોકો જ ના આપ્યો કે એ કોઈ ની સાથે વાત કરે.એની આંખ માં ફરી અશ્રુઓ ઉભરાવા લાગ્યા અને અચાનક છેલ્લા ઉપાય તરીકે એને પાછળ વળી ને એ સ્ત્રી તરફ એક બેબસ નજર નાખી. આ વખતે એને જોયું કે એ સ્ત્રી પણ એને જતા જોઈ રહી હતી અને બંને ની નજરો થોડી ઘડીઓ માટે ફરી મળી ને એ યુવતી વોશરૂમ તરફ ચાલવા લાગી.

એ સ્ત્રી એ મોબાઈલ માં સમય જોયો અને સામાન ની ટ્રોલી લઇ ને બિઝનેસ ક્લાસ ની સ્વિસ એરલાઇન્સ ના કાઉન્ટર તરફ ગઈ . ત્યાં બહુ ગર્દી હતી નહિ.એને ત્યાં ઉભેલા લોકો ને મૃદુ હાસ્ય સાથે બહુ જ સલૂકાઇ થી પૂછ્યું ''હાયા, આઈ એમ ઈન હરી .વુડ યુ પ્લીઝ અલાઉ મી ટુ ગો ફર્સ્ટ ? '' અને લોકો એ ખસી ને એને આગળ જવા દીધી.'' થેન્ક યુ ઓલ લવલી પીપલ'' કહી ને મધુર સ્મિત સાથે એ આગળ વધી ગયી.એની પાસે બહુ સમાન હતો નહિ એટલે ઝડપ થી કાઉન્ટર નું કામ પતાવી ને ફરીથી બે હાથ જોડી ને નમસ્તે ની મુદ્રા માં '' થેન્ક યુ ઓલ '' કહી ને ત્યાંથી નીકળી ગયી . કસ્ટમ માં જવાને બદલે એક નજર એ યુવતી ના સામાન આગળ ઉભેલા એના પતિ તરફ નાખી . એ ઝડપ થી વોશરૂમ તરફ જવા લાગી.વોશરૂમ માં લોબી ની એક બાજુ એ એને એ યુવતી નો ખાલી પ્રામ ને જોયો. થોડું આગળ વધી ને એને જોયું વોશબેઝિન આગળ ઉભી રહી ને એ યુવતી બાળક ને નવી નેપી પહેરાવી રહી હતી. અત્યારે ધ્યાન થી એને એ યુવતી ને જોઈ. પંજાબી લાગે છે એને મન માં વિચાર્યું . અરે હા ,એને કહ્યું તો હતું અમૃતસર જાઉં છું ને કદાચ કોઈ ટેંશન માં પણ છે એની ચકોર આંખે નોંધ્યું .એની બાજુ માં ના વોશબેઝિન ના મિરર આગળ પોતે ઉભી રહી ને પોતાના ચહેરા ને જોયો. એને પોતાના વાળ ની લટ સરખી કરી ને પર્સ માં થી કાંસકો કાઢી ને ટૂંકા વાળ સરખા કર્યા.લિપગ્લોસ કાઢી ને હોઠ પર ફેરવ્યું .કોહલ પેન્સિલ થી આંખ ની કાજલ લગાડી. ત્યાં જ એ યુવતી નું ધ્યાન એના તરફ ગયું.એ તરત જ બોલી ઉઠી '' આપ ? મુઝે આપ સે કુછ કહના હે.''
એ સ્ત્રી તરત જ એની સામે જોઈ ને હસી ને કહ્યું '' બોલો , મેરા નામ શિવાની ઔર તુમ્હારા ?''
'' મેં અમરદીપ કૌર '' એ યુવતી ઝડપ થી બોલી.

એ એક બાજુ રાખેલું પ્રામ લાવી ને બાળક ને એમાં બેસાડી દીધું. આંખ માં ઝળઝળિયાં સાથે બહુ જ ટૂંક માં કંપતા અવાજે થોડા વાક્યો માં સાવ અજાણી શિવાની ને પોતાની જીવન ગાથા કહી દીધી. એનો બ્રિટિશ પંજાબી પતિ એને હંમેશ માટે બાળક સાથે ઇન્ડિયા પાછો મોકલી રહ્યો છે. હવે શું થશે ? આગળ જિંદગી માં ખબર નથી. કોઈ ને અહીં ઓળખતી નથી. પતિ બહાર એરલાઇન્સ લોબી માં સામાન આગળ એની રાહ જોતો ઉભો છે. એ વાત કરતા રડી પડી.
શિવાની એક ચિતે એને સાંભળી રહી હતી. શિવાની બોલી ''મને કંઈક ગરબડ લાગી એટલે જ હું અહીં તારી પાછળ આવી. મારી શંકા સાચી પડી. તું આગળ શું ઈચ્છે છે અમરદીપ ? તું અહીં બ્રિટિશ ને પરણી ને આવી છે.આ દેશ માં રહેવાનો તારો અને તારા દીકરા નો હક છે. ''
''પણ મારી પાસે કાયમી વિઝા નથી. હું હજી બ્રિટિશ નથી'' એમ રડમસ અવાજે અમરદીપ બોલી .
'' એ ઇસ્યુ નથી. તું જો ઈચ્છે તો તું અહીં રહી શકે છે પણ એ માટે તારે લડવું પડશે.તારા અને તારા બાળક ના હક માટે.અમરદીપ, આ ઇન્ડિયા નથી . અહીં સ્ત્રી ને દેવી ભલે ના માનતા હોય પણ મનુષ્ય જરૂર માને છે.અહીં ની સિસ્ટમ , કાયદો લોકો ને ન્યાય આપે છે. તારી પાસે અત્યારે બહુ સમય નથી. ફોન છે તારી પાસે ? ''

''હા પણ સાદો , સ્માર્ટ ફોન નહિ ને એમાં બેલેન્સ પણ નથી .''
''અમરદીપ ,પહેલો લેસન પોલીસ ને ફોન તું કોઈ પણ ફોન માં થી ફ્રી કરી શકે છે. અહીં ના પબ્લિક ફોન માં થી પણ. 999 નંબર પોલીસ નો લગાડ ને જવાબ મળે ત્યારે પોલીસ એમ કહેજે ને જે લાઈન પર આવે એને તારી વાત કહે .તારો પતિ તને તારી મરજી વિરુદ્ધ ઇન્ડિયા મોકલી રહ્યો છે. ''
''પણ મને અંગ્રેજી આવડતું નથી. '' અચકાતા અમરદીપ બોલી .
''તને જેવું આવડે એવું બોલ પછી હું વાત કરીશ.'' એને હિંમત આપતા શિવાની બોલી .

''પોલીસ ? આખી જિંદગી માં ક્યારેય પોલીસ સાથે વાત નથી કરી.પોલીસ મને ઇન્ડિયા જતા રોકી લેશે પછી ઘરે મારો પતિ મારી સાથે શું કરશે ?'' અમરદીપે પોતાના મન ના ડર ની વાત કરી.
શિવાની હસી ને બોલી ''કશું નહિ થાય. તું એના ઘરે નહિ પણ તારા બાળક સાથે સુરક્ષિત રીતે રેફ્યુજ માં રહી શકીશ.તું ક્યાં હોઈશ ? એની એને ખબર પણ નહિ પડે. ''
એટલા માં જ અમરદીપ ના ફોન ની ઘંટડી વાગી. એના પતિ નો ફોન હતો . ''કિતની દેર ?''

'' મેં આ રહી હું.'' કહી અમરદીપે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. હવે શું કરું ? પ્રશ્નાર્થ નજરે એણે શિવાની સામે જોયું.
'' અપને આપ પે વિશ્વાસ રખો .અપની લડાઈ ખુદ લડની હે.તુમ્હારે ઔર યહ બચ્ચે કે લિયે .તુમ દોનો કે ભવિષ્ય કા સવાલ હે.''
અજાણી શિવાની ની વાત માં એક સચ્ચાઈ , આત્મીયતા એને અનુભવી ને ધ્રુજતા હાથે 999 નંબર ડાયલ કર્યો ને પોલીસ બોલી ને અટકી. થોડી વાર પછી ફોન માં બોલી.'' નો ઇંગલિશ. આઈ હિથ્રો એરપોર્ટ ટર્મિનલ 2 , નેમ અમરદીપ કૌર , એર ઇન્ડિયા.''

વોશરૂમ માં રહેલ અન્ય સ્ત્રીઓ , યુવતીઓ પર અમરદીપે નજર નાખી.શું એ લોકો સાંભળી રહ્યા છે ? એને જજ કરી રહ્યા છે ? પણ કોઈ એવું કરતુ લાગ્યું નહિ. ઉલટું એક ઘરડી સ્ત્રી એ આવી ને શિવાની ને પૂછ્યું '' ઇઝ
શી ઓલરાઇટ ? શી નીડ એની હેલ્પ ?''
''આઈ એમ હિયર. શી વીલ બી ફાઈન . થેન્ક્સ ''. શિવાની એ હસી ને એ સ્ત્રી ને જવાબ આપ્યો .
અમરદીપે પોતાનો ફોન શિવાની ને આપ્યો.શિવાની ફોન માં બોલી ''આઈ એમ વન ઓફ પેસેન્જર. ડોમેસ્ટિક વાયોલેન્સ કેસ.હસબન્ડ વોન્ટ્સ ટુ સેન્ડ હર બેક હોમ વિધાઉટ હર કન્સેન્ટ . શી ઇઝ ઈન વોશરૂમ .થેન્ક્સ.આઈ ગીવ ફોન બેક ટુ હર '' કહી ને શિવાની એને ફોન પાછો આપતા બોલી,
''આ પોલીસ તારી સાથે ફોન માં લાઈન પર જ રહેશે જ્યાં સુધી અહીં તારી પાસે પોલીસ નહિ આવે ત્યાં સુધી એટલે તારે ડરવાની જરૂર નથી. તું પોલીસ જેમ કહે એમ કરજે. એમને તું તારો સમાન ને પતિ છે ત્યાં તું લઇ જજે. હું જાઉં છું '' કહી ને અમરદીપ કશું વધુ બોલે એ પહેલા જ શિવાની ત્યાંથી નીકળી ગયી. એ વિચારી ને અમરદીપે જિંદગી ની લડાઈ જાતે જ લડવાની છે ને એની શરૂઆત અહીં થી જ કરે.

શિવાની અમરદીપ નો પતિ જ્યાં ઉભો હતો ત્યાંથી થોડે દૂર જઈ ને ઉભી રહી ને પોતાના મોબાઈલ માં જોવા લાગી.થોડી વાર માં તીરછી નજરે એને પોલીસ જોઈ ને સાથે અમરદીપ ને વોશરૂમ માં થી બહાર આવતી જોઈ. એને એક નજર અમરદીપ ના વ્યાકુળ, ગુસ્સે દેખાતા પતિ ના ચહેરા પર નાખી ને શિવાની ના ચહેરા પર આછું સ્મિત છવાઈ ગયું.પત્ની ની સાથે પોલીસ ને જોઈ ને જ અમરદીપ નો પતિ નર્વસ થયી ગયો.પોલીસ નજીક આવી ને અમરદીપ ના પતિ ને કહ્યું ''તમે અમરદીપ ની મરજી વિરુદ્ધ એને ઇન્ડિયા પાછી ના મોકલી શકો.'' ભોંઠો પડેલ એના પતિ એ ''ચલો અપને ઘર ચલે'' એવું કહી ને એને પ્રેમ થી અમરદીપ ને ફોસલાવા ની કોશિશ કરી .કોઈ પણ સબંધ માં એક વાર વ્યક્તિ સામે ની વ્યક્તિ પર નો વિશ્વાસ ગુમાવે છે ત્યારે ફરી જલ્દી એ વ્યક્તિ પર વિશ્વાસ કરતી નથી. '' આપ જાઈએ અપને ઘર . મેં ઔર મેરા બચ્ચાં ઇસી દેશ મેં અપના ઘર ખુદ બનાયેંગે.'' અમરદીપે દ્રઢતા થી પતિ ને કહ્યું. અમરદીપ ના પતિ એ ત્યાંથી વિલા ચહેરે ચાલતી પકડી.


પોલીસે ફોન માં કોઈ સાથે વાત કરી ને અમરદીપ ને કહ્યું ''તમારા ને બાળક ના રહેવાની વ્યવસ્થા થયી ગયી છે. ચાલો અમે તમને ત્યાં પહોંચાડી દઈએ.''
સામાન ને પ્રામ માં બેસેલ સની ને લઇ ને અમરદીપ શિવાની પાસે આવી ને બે હાથ જોડી ને હર્ષ ના અશ્રુ સાથે બોલી ''દીદી થેન્ક યુ.'' એના માટે શિવાની એની પ્રાર્થના સાંભળેલ ઈશ્વર નો જવાબ હતો.
અમરદીપ ના જોડેલા બે હાથ ને બંને હાથ થી પકડી ને હસીને શિવાની બોલી ''તારી નવી જિંદગી ની શરૂઆત ની શૂભેચ્છાઓ. તારો રસ્તો સહેલો નહિ હોય પણ એ તારી મરજી થી પસંદ કરેલ રસ્તો ને જિંદગી હશે. તારી જિંદગી તું પોતે બનાવીશ. સ્વયમ સિદ્ધા બની ને.''

એરપોર્ટ માં થી બે માનુનીઓ જુદા રસ્તે ચાલી રહી હતી .એક નવી મંઝિલ તરફ ને બીજી પોતાની ફ્લાઇટ માટે કસ્ટમ ના કાઉન્ટર તરફ. અચાનક બંને એ પાછળ વળી ને જોયું તો એ નજરો ફરી ઘડી ભર મળી .એ નજરો માં સ્ત્રીત્વ નું ગૌરવ ,સ્મિત , આનંદ છલકાતો હતો ને હાથ ‘બાય ‘ માટે બંને બાજુ એ થી ઊંચા થયા.

......................................................................The End.............................................................................