31 Decemberni te raat - 1 in Gujarati Detective stories by Urvil Gor books and stories PDF | 31 ડિસેમ્બરની તે રાત - 1

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

31 ડિસેમ્બરની તે રાત - 1

31-12-2013, અહમદાબાદ

31st ડિસેમ્બરની રાત. જેમ 12 વાગ્યા પછી એક નવો જીવ આવવાનો હોય તેમ આખી દુનિયા 12 ના ટકોરાની રાહ જોતી હતી.

અહમદાબાદનો એસ.જી હાઇવે સૌ કોઈ જાણે તે હાઈફાઈ ઇલાકો.

લગભગ રાત ના 11:25 વાગતા હતા.

એસ.જી હાઇવે એરિયા ના મોંઘા ડાટ હવેલી જેવા બંગલાઓમાંથી એક બંગલો "સમાજ- સેવા" નામની પાર્ટી ના અધ્યક્ષ એવા રામજીભાઈ ચૌહાણનો હતો.
રામજીભાઈ ના બંગલા માં બધા તહેવારોની પાર્ટીઓ મોટા પાયે થતી અને આતો આખરે 31st ની પાર્ટી હતી.

બંગલાના બીજા માળે મોટો હૉલ જે ખાલી પાર્ટી માટે બનાવવામાં આવ્યો હતો અને ઉપર કાંચ થી ઢંકાયલી છત હતી જેમાં થી રાત નો ચાંદો અને ટમટમતા તારાની મઝા માણી શકાય.

રાકેશ ગેલેરીમાં ઉભો ઉભો ઠંડી હવા ખાતો હતો અને તે મોઢાંમાં સિગારેટ મૂકીને લાઇટર સળગાવવા જ જતો હતો કે તરત જૈમિન આવ્યો.

'અરે આવને ભાઈ... આજ તો રાત છે મોજની ' જૈમિને રાકેશ નો હાથ ખેંચતા કહ્યું.

'હા ભાઈ પણ એક સિગારેટ તો પીવા દે જો તો ખરી કેટલી સરસ ઠંડી હવા આવે છે. ગરમી તો જોઈએ ને તું પણ લે લે પકડ ' રાકેશે એક સિગારેટ જૈમિન ને આપતા કહ્યું.

' પછી પી લેજે કઉ રચના ને કે બઉ સિગારેટ પીવે છે? અને ગરમી તો પછી લઇ લેજે રચના પણ ના નઈ પડે ' જૈમિને હસતા હસતા રાકેશ ને ડબલ ટોને કીધું.

રાકેશ પણ સિગારેટ ખિચામાં મુકી ના..ના.. કરતો
જૈમિન,રિંકુ, રચના ,અવધ અને નિશા સાથે ડીજેના તાલે ઝૂમવા લાગ્યો.

જૈમિન જે રામજીભાઈનો એકલો સુપુત્ર અને એની સાથે તેની થવા વાળી વાઇફ રીંકુ.તેમણે ગયા મહિને જ સગાઈ કરી.

સાથે સાથે કૉલેજના મિત્ર એવા અવધ,રચના અને નિશા.

આ બધા કૉલેજ ના દિવસથી મિત્રો.

આ પાર્ટી મા જૈમિન અને રામજીભાઈના મિત્રો ની સાથે સાથે વિદ્યાબહેન જે રામજીભાઈના વાઇફ એમની પણ ખાસી સહેલીઓ આવી હતી. મોડર્ન લાઈફ સ્ટાઈલ જીવતા વિદ્યા બહેન એમની સહેલીઓ સાથે તાશ રમતા હતા.

' શું વિદ્યા બહેન હવે જૈમિનના લગ્ન ક્યારે લેવાના છે ' એક સહેલી એ પૂછતા કહ્યું.

'લગ્ન નું તો એવું છે કે કાલે રાખી દઈએ પણ એ બે તૈયાર હોવા જોઈએ ને!' વિદ્યા બહેને વાઇનનો એક ઘૂંટ પીતા જવાબ આપ્યો.

'અને હું તો કઉ છું કે અહીંયા ધ્યાન આપો 3 બાજી હારી ચૂક્યા છો તમે ' વિદ્યા બહેને પત્તું નાખતાં કહ્યું અને બધા હસવા લાગ્યા.

'અરે આવો આવો પી.આઈ સાહેબ ' રામજીભાઈ એ સામેથી ત્યાંના પી.આઈ ને આવતા જોઈ એમનું સ્વાગત કરતા કહ્યું.

વિરલ સાહેબ જે પી.આઈ હતા. ઉંમર એમની હજુ માત્ર 29 વર્ષ હશે. 6 ફૂટ ઊંચાઈ ધરાવતા એકદમ આકર્ષિત થવાય એવો બાંધો અને ગોરો વર્ણ સાથે સાથે ભૂરી ચમકદાર આંખો.

'કેમ છો રામજીભાઈ?' પી.આઈ એ રામજીભાઈના બંને હાથ પકડતા કહ્યું જેમ આપડે સાલ મુબારક કહીએ તેમ.

રામજીભાઈ :- બસ વિરલ સાહેબ તમારા સાથમાં જલસા આ જોવો આખી પાર્ટી.

' મારા સાથમાં નઈ પરંતુ તમારી પાર્ટીની સત્તા ને કારણે ' પી.આઈ વિરલ સાહેબે હસતા હસતા જવાબ આપતા કહ્યું.

'હા...હા...હા... એ પણ છે આવો આવો બેસો ' રામજીભાઈ એ કીધું.

બંને ટેબલ પર બેઠા.

"વિરલ સાહેબ એક પેગ લેસો ને? કે મને અંદર નાખશો? કાયદા મુજબ" રામજીભાઈ એ એક હળવી હસી થી પી.આઈ ને કીધું.

' છેલ્લે મારું ટ્રાન્સફર 4 વર્ષ પહેલાં થયું હતું ' વિરલ સાહેબે કટાક્ષ મા કીધું કે આખેર તેને સત્તા ના હાથ નીચે જ કામ કરવાનું છે.

બંને હસવા લાગ્યા અને વેઇટરે બંનેના પેગ બનાવીને ગ્લાસ ટેબલ પર મૂક્યા.

'હજુ એક થઈ જાય?' રામજીભાઈ એ વિરલ સાહેબને પૂછતા કહ્યું.

'ના..ના.. ઓન ડ્યુટી છે આતો તમે કીધું હતું એટલે હાજરી આપવા આવ્યો!' વિરલ સાહેબે છેલ્લો ઘૂંટ પીને ગ્લાસ ટેબલ પર મુકતા જવાબ આપ્યો.

જૈમિન :- અરે રચના ત્રિશા આવી નઈ હજુ? એ કહેતી હતી કે આવશે.

'હું 6 કોલ કરી ચુકી છું પણ હજુ ઉપાડતી નથી.' રચના એ જવાબ આપતા કહ્યું.

અવધ :- ચિંતા નઈ કરો હજુ 10 મિનિટ છે 12 વાગવામાં આવતી જ હશે.

ત્રિશા પણ આજ ગ્રૂપ ની એક મિત્ર.

12 વાગવામાં 5 જ મિનિટની વાર હતી એટલામાં સામેથી ત્રિશા નો ફોન આવ્યો.

રચના :- હેલો! ત્રિશા ક્યાં રહી ગઈ તું? આવ જલ્દી.

"શું? ના હોય" રચના એ ત્રિશાની વાત સાંભળતા આશ્ચર્ય સાથે કહ્યું.

જૈમિને તરત રચનાને પૂછ્યું કે શું થયું.

રચના એ તરત ફોન જૈમિન ને આપ્યો.

'પી.આઇ સાહેબ અહીંયા જ છે હું કઉ છું એમને તું ત્યાં કોઈ જ વસ્તુને અડતી નઈ' જૈમિને ત્રિશાને કીધું અને તરત જ ચાલુ ફોન હાથ માં રાખી વિરલ સાહેબ પાસે દોડતો પહોંચ્યો.

વિરલ સાહેબે ત્રિશા સાથે વાત કરી અને એને ફરીથી ચેતવી કે કોઈજ વસ્તુને તમે અડતા નઈ. હું હાલ જ મારી ટીમ ને લઈને "સ્કાય બ્લુ એપાર્ટમેન્ટ મા પહોંચું છું.

અચાનક ડીજે ના તાલ સાથે જુમતી પાર્ટી માં ગમગીની છવાઈ ગઈ.

12 ના ટકોરે જ પાર્ટી ના ગીતો બંધ થયા અને ઉપર કાંચ વાળી છત માંથી ઉપર ન્યૂ યરના ફટાકડા ફૂટતા દેખાયા.

સરસ ચાલતી પાર્ટી મા અચાનક બ્રેક વાગી.

જૈમિને રામજીભાઈ અને વિદ્યા બહેન ને કીધું કે "સ્કાય બ્લુ એપાર્ટમેન્ટ" મા એમના ગ્રૂપ નો ખાસ મિત્ર એવા કેશવે આત્મહત્યા કરી દીધી છે.

'તો તમે એને બોલાવ્યો ન હતો બેટા?' રામજીભાઈ એ જૈમિન અને બીજા મિત્રો ના મોઢા પર જોતા કહ્યું.

' અમે બોલાવ્યો હતો અંકલ પણ એને કામ હતું જેથી તે આવી શક્યો નઈ ' નિશા એ જવાબ આપતા કહ્યું.

પી.આઈ વિરલ સાહેબ રામજીભાઈ ના બંગલા માંથી ચાલતા ચાલતા તરત જ પોલીસ સ્ટેશનમાં મા કોલ કરીને તેમની ટીમને સ્કાય બ્લુ એપાર્ટમેન્ટમાં બોલાવી.

'અને હા રામજીભાઈ આ દારૂ નું કામ કરી નાખજો કદાચ ટીમ ને લઈને ફરી આવવાનું થાય અને જૈમિન તમે અને તમારા પાર્ટી મા હાજર બધા મિત્રો ચાલો અમારી સાથે જરૂર પડશે તમારી.' વિરલ સાહેબે પાછા વળીને કહ્યું.

'મમ્મી અને પપ્પા તમે ચિંતા ના કરશો તમે પાર્ટી ફરીથી શરૂ કરી શકો છો અથવા ઈચ્છા ના હોય તો સૂઈ જજો ' જૈમિને નીકળતા નીકળતા કહ્યું.

'ના બેટા ના કરાય તમારો ખાસ મિત્ર હતો એ અને એમ પણ મૂડ જતો રહ્યો અને 12 વાગી ગયા દર વર્ષે કરીએ જ છીએ. તમે જાઓ અને કંઈ પણ તકલીફ પડે તો કોલ કરજો. ' વિદ્યા બહેને જૈમિનના ખભા પર હાથ મુકતા નિરાશ મોઢે કહ્યું.

વિરલ સાહેબ , જૈમિન અને બીજા મિત્રો બધા કેશવના ફલેટે પહોંચી ગયા.

કેશવના ફ્લેટના દરવાજા આગળ , ફ્લોર તેમજ ફ્લેટના બાકીના લોકોનો જમાવડો થઈ ગયો હતો.

ત્રિશા એ બધા ને રોકી રાખ્યા હતા.

'ચાલો ખસો.. થોડા ખસો...' રાવ જે કોન્સ્ટેબલ હતો તેને લોકો ને ખસેડતા કહ્યું.

પાછળ વિરલ સાહેબ અને એની પાછળ જૈમિન અને બાકી મિત્રો.

પોલીસ કેશવ ના મિત્રો ને અંદર લઇ ગઈ અને કેશવ ના ઘરના દરવાજા પર "DO NOT CROSS POLICE LINE " ની પટ્ટી પણ લગાવી દીધી.

વિરલ સાહેબ બેડરૂમ માં પહોચ્યા. કેશવ પંખા સાથે જાડા એવા દોરડા જે રોયલ એનફીલ્ડ બાઇક ના પાછળ શો માટે લગાવવામાં આવે છે તેનાથી લટકેલો હતો . તેનું શરીર સાવ ઢીલું થઈને લટકી રહ્યું હતું.

તેની એક આંખ અડધી બંધ અને એક આંખ ખુલેલી હતી. એની આકર્ષિત આછી લીલા કલરની આંખની કીકી ત્રાંસી થઈ ગઈ હતી . કોઈ પણ જોઈને ભાવુક થઈ જાય તેવી હાલત માં કેશવ લટકેલો હતો.

જૈમિન અને તેના બધા મિત્રોની આંખ આ દ્રશ્ય જોઈને ભીની થઇ ગઈ.

' તમને કેવી રીતે ખબર પડી કે કેશવ એ આત્મહત્યા કરી ' વિરલ સાહેબે એમની ભૂરી માંજરી આંખો ત્રિશા તરફ ફેરવતા પૂછ્યું.

'હું થોડી મોડી પડી હતી જેથી હું ઘરે થી નીકળતી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે કેશવ ને પૂછી લઉં એકવાર એ આવવા ઈચ્છતો હોય. મેં એને લગભગ 7 કોલ કર્યા પણ જવાબ ના આવ્યો તેથી હું એના ફ્લેટ પર આવી .દરવાજો જોયો તો ખુલો હતો હું કેશવ... કેશવ...કરીને અંદર આવી તો જોયું તે ... '. આટલું બોલતા જ ત્રિશા ડૂસકે ને ડૂસકે રડવા લાગી.

નિશા તેને શાંત કરાવતા કરાવતા બહાર લઈને જઈ રહી હતી ત્યારેજ વિરલ સાહેબે તેને રોકી.

'અને એક વાત કહેજો તમારા મિત્રો તમને ફોન કરતા હતા કદાચ 5-6 કોલ કર્યા હતા કેમ ઉપાડ્યા ન હતા '
વિરલ સાહેબે જેમ તેઓ અપરાધી ને શંકા ની દ્રષ્ટીએ પૂછે તેમ પૂછ્યું.

હું પાર્ટી માટે સ્કર્ટ પહેરીને આવવાની હતી જેમાં મોબાઈલ રાખવા માટે પોકેટ ન હતું જેથી મે ફોન એક્ટિવા ની ડિક્કી મા મુકી દિધો હતો અને એ પણ સાઈલેંટ પર હતો જેથી ખબર ના પડી. પછી કેશવ ના ફ્લેટ ના નીચે આવી ને મે જોયુ કે રચના ના 6 મિસ્કોલ. મને થયું કે પહેલા કેશવ ને પૂછી લઉં પછી કોલ કરું પરંતુ કેશવે કોલ ના ઉઠાવ્યો જેથી હું ઉપર આવી અને પછી તરત જ મે રચના ને ઘટનાની જાણ કરી. ' ત્રિશા એ ભીની આંખે વિરલ સાહેબને જવાબ આપતા કહ્યું.

વિરલ સાહેબે તેમની ભૂરી આંખો ઝીણી કરી અને તેમની આઈબ્રો ઊંચી કરીને બધા મિત્રો તરફ નજર ફેરવી.

પણ સર અમે તો તમને આ વાત કીધી જ ન હતી તમને કઈ રીતે ખબર પડી?' અવધે આશ્ચર્ય સાથે વિરલ સાહેબ ને પૂછ્યું.

'મારી કમજોરી છે કે જે ના જોવાનું હોય તે અને જે ના સાંભળવાનું હોય તે ઝડપ થી પકડી પાડુ છું. ' વિરલ સાહેબે જવાબ આપતા કહ્યું.

' બોડી નીચે ઉતારો અને જોવો કંઈ મળે છે અને જે મળે એ લઈને બોડી પોસ્ટમોર્ટમમાં મોકલી દો ' વિરલ સાહેબે ફટાફટ નિર્ણય લેતા તેમના કોન્સ્ટેબલ રાવને કહેતા કહ્યું.

'અને તમે બધા હાલ ઘરે જાઓ. કાલે સવારે 8 વાગે બધા પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જજો. તમારો મિત્ર છે એટલે પૂછપરછ કરવી પડશે અને હા કોઈ પણ અમારી મંજૂરી સિવાય અહમદાબાદ ની બહાર નઈ જાય.' વિરલ સાહેબે જૈમિન અને બધા મિત્રો ને ચોખ્ખો આદેશ આપતા કહ્યું.

'પરંતુ આવું થોડી હોય નવા વર્ષનો પહેલો દિવસ અમે પોલીસ સ્ટેશનથી થોડી શરૂ કરીશું? આ યોગ્ય નથી. જૈમિન કશુંક બોલો તો ખરી ' રિંકું જેની જૈમિન સાથે સગાઇ થયેલી છે તે વિરલ સાહેબના આદેશ ને નકારતા જૈમિન તરફ જોતા કહ્યું.

'આ રામજીભાઈ ની પાર્ટી નથી સમજ્યા?' વિરલ સાહેબે ડાબા હાથ ની ચપટી વગાડી જૈમિનને બોલતા બોલતા ટોકતા કહ્યું.

'તમે બધા જઈ શકો છો કાલે સવારે હાજર થઈ જજો બધા ' વિરલ સાહેબ પાછળ ફરીને પોતાની પીઠ દેખાડતા તે લોકો ને જવાનો આદેશ આપતા કહ્યું.

'સર કદાચ સુસાઇડ નોટ મળી પેન્ટ ના ગજવામાંથી ' રાવે ચિઠ્ઠી વિરલ સાહેબ ને આપતા કહ્યું.

(ક્રમશ...)

તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

- Urvil Gor