Sambandhni saap sidi - 1 in Gujarati Short Stories by Eina Thakar books and stories PDF | સંબંધની સાપ સીડી - 1 - મારુ પોતાનુ આકાશ

Featured Books
  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

  • आई कैन सी यू - 36

    अब तक हम ने पढ़ा के लूसी और रोवन की शादी की पहली रात थी और क...

  • Love Contract - 24

    अगले दिन अदिति किचेन का सारा काम समेट कर .... सोचा आज रिवान...

Categories
Share

સંબંધની સાપ સીડી - 1 - મારુ પોતાનુ આકાશ


સંબધ પ્રેમનો લાગણીનો
સંબંધ વગર જીવન જીવવું અઘરું છે કોઈ સહારો હોય કોઈ સાથી હોય તો સુખ દુઃખમાં એનો ટેકો મળે
આશ્વાસન મળે, પીઠબળ મળે ,સંબંધોની છાયામાં જ તો આપણે આપણુ આખું જીવન પસાર કરતા હોઈએ છીએ
સંબંધોને સાચવવા સમજવા પડે,
એમાં જો થોડી સરખી પણ તિરાડ પડે તો વર્ષોથી બાંધેલા સંબંધો એક ઝાટકામાં તૂટી જાય છે
કારણ શોધવા બેસીએ તો બસ ખાલી સ્વાર્થ , ઈર્ષા અને થોડો અહમ જ હોય છે
ક્યારેક આપણે ખોટા હોઈએ છીએ તો ક્યારેક સામે પક્ષે ભૂલ થાય તેથી શુ?

મોટા ભાગનો સમય હુ સાચો તુ ખોટો આ વિવાદમાં વીતી જાય છે
પછી કાઈ રહેતું નથી
સંબંધ માત્ર કહેવા પુરતા જ રહી જાય છે
પરિણામ એકલતા ,ડિપ્રેશન
મેં જોયેલા
તૂટેલા સાંધેલા સંબંધોની હુ થોડી વાતો કરવા માગુ છુ
થોડી દ્રષ્ટિ કેળવવી એ
ક્યારેક મૌન રહીએ
કયારેક ઝઘડાની ક્ષણ ચુકી જઈએ
Gથોડુ જતુ કરીએ
આખરે તો,
બધી વાત નો એક જ જવાબ છે ,
" જવા દો ને આપણા જ તો છે."
અને અંતે
ઝઘડયા જ કરશુ તો, જીવશુ કયારે.

સંબંધો ના તાંતણે ગૂંથાયેલી અવનવી વાર્તા લઈને મળતા
રહીશુ.
આજ ની વાર્તા

આજે તો એનો જન્મદિવસ છે.એને ભાવતા
પકોડા બનાવી ગુલાબજાંબુ બનાવું
એ બહુ ખુશ થઇ જશે
અને આજે એમને પ્રમોશન પણ મળવાનું છે એટલે ડબલ સેલિબ્રેશન
આરાધ્યા આજે ખૂબ ખુશ હતી. વિરાજને ખૂબ પ્રેમ કરતી હતી વિરાજ પણ તેને ખૂબ ચાહતો પણ મિજાજ થોડો ક્રોધી. જેથી આરાધ્યા કયારેક દુઃખી થતી
વિરાજ સારી કંપનીમાં job કરી રહ્યો હતો વિરાજ અને આરાધ્યાનાલગ્ન કરે પાંચેક વરસ થઇ ગયા હતા. વિરાજ ના મૂડ અને સ્વભાવ પ્રમાણે આરાધ્યા પણ પોતાને ગોઠવી રહી હતી ઘરના બધા જ સભ્યો ના ગમા અણગમાની આરાધ્યાને બહુ સારી પરખ હતી . હસતુ પ્રફુલ્લિત વ્યક્તિત્વ આરાધ્યા નું
બધાય ને ખુશ રાખવાના રાતદિવસ પ્રયત્ન કરતી
સમજણ બુદ્ધિ અને સાહસનો સુમેળ એટલે આરાધ્યા
ડોરબેલ વાગી કંટીન્યુ વાગી રહી હતી .ઘરમાં બીજું કોઇ હાજર નહોતું માત્ર આરાધ્યા રસોડામાં રસોઈ કરી રહી હતી .બા બાપુજી રાહુલને લઇ પાર્કમાં ગયા હતા. આરાધ્યના હાથ ભજીયા લોટમાં બોળેલા હતા.
ડોર બેલ ની ગતિ સાંભળી સમજી ગઈ હતી કે વિરાજ આવ્યો છે.
હાથ સાફ કરતી લટોને એક હાથે કાન પાછળ ગોઠવતી
દુપટ્ટા ને છેડે હાથ લૂછી હાફળી ફાફળી ભાગી
ડોર ખોલવા ઉતાવળે ડાઇનિંગ ટેબલન ના પાયાની ઠેસ જોરથી વાગી લોહીનુ ટસિયો ફૂટી ગયું છતાં તે અજાણ્યુ કરી દોડી ડોર ખોલવા
દરવાજો ખુલતાની સાથે જ ગુસ્સાથી લાલપીળો વિરાજ ભડક્યો
શું કરતી હતી?
"ટીવી ના ફોન ના અવાજો મોટા રાખો, ભલેને કોઈ થાક્યોપાક્યો ડોરબેલ વગાડ્યા કરે".

આરાધ્યા એ તે સમયે કોઈ ખુલાસો ન આપ્યો .વિરાજના ગુસ્સાને સમજી ગઈ કે તે કઈ દિશાથી આવ્યો છે અને કઇ દિશાએ ઠલવાય છે.
બુટ ,મોજા, બેગ ગમે તેમ મૂકી વિરાજ લાંબો નિસાસો લેતો સોફામાં બેઠો .
શર્ટ ની ટાઈ ઢીલી કરી શર્ટ ના બે ત્રણ બટન ખોલી બાયો વાળતો બેડરૂમ તરફ ચાલ્યો ગયો.
આરાધ્યા ઝડપથી પાણી લેવા ગઈ ત્યાં તો વિરાજ ન હતો આરાધ્યા પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ અને બધું કામ પડતું મૂકી બેડરૂમ તરફ ચાલી ગઈ
વિરાજ બેડ પર નિરાશ હતાશ ભાવાવેશે આંખો બંધ કરી કપાળે બંને હાથ ટેકવી સૂતો હતો .
આરાધ્યા ધીમેથી તેની પાસે ગઈ
માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું .
શું થયું ?
મજા નથી, તબિયતતો સારી છે ને
વિરાજ એકદમ જ બેઠો થયો અને બોલ્યો ના ના કાંઈ નઈ બસ એમ જ
વિરાજ મને નહીં કે ,!

આરાધ્ય ફરી પૂછ્યું
કાંઈ નથી એક વાર કીધું ને મારો મૂડ બગાડતી નહી હો, પ્લીઝ ક્રોધથી સહેજ ઉગ્ર સ્વરે વિરાજ એ કહ્યું .
આરાધ્યા તો પણ સ્મિત સાથે જમવા બેસવાનું કહ્યું અને રસોડા તરફ
બધા જ સભ્યો સાથે બેસીને જમીવુ તેવો નિયમ હતો બાપુજી બનાવેલો
બધા સાથે જમ્યા કામકાજથી પરવારી ,રાહુલ ને સુવડાવી આરાધ્યા પોતાના રૂમ તરફ ગઈ વિરાજ ટીવી પ્રોગ્રામ જોઈ રહ્યો હતો.
આરાધ્યા કાંઈ પણ દખલ ન કરી પોતાના રૂમમાં કબાટ મા કપડા સરખા કરવા લાગી .થોડી વાર થઈ વિરાજ ને કોઈ નો કોલ આવ્યો
વિરાજ ખૂબ જ ગુસ્સે થી વાત કરી રહ્યો હતો ,જોબ મૂકી દેવા સુધીની વાત સામેની વ્યક્તિ સાથે થઇ ગઇ હતી.
કોલ પૂરો થયો પણ વિરાજનું બોલવાનું ન બંધ થયુ
મોબાઈલ ને બેડ પર ફેંકી ગુસ્સાથી બોલ્યો
"આવી નોકરી કોણ કરે , હુ રિઝાઇન કરવાનો છું પછી જોવું છું મારી જેમ કોણ તનતોડ મહેનત કરે છે .
તને ખબર છે ને આરુ મેં ક્યારે ઓફિસના વર્કને પારકુ સમજયુ જ નથી હંમેશા મેતો ઓફિસને મારી જ જાણી રાત-દિવસ જોયા વગર કામ કર્યું છે
છતાં પણ મારું પ્રમોશન અટક્યું
વિરાજ પણ બોલતા અટક્યો
થોડી વાર પછી થોડા ઉગ્ર સ્વરે ફરી બોલ્યો:
હવે આજે મેં કંપનીમાં થોડા ફેરફાર ઈચ્છયા ,વર્કર માટે થોડી સેલરી વધુ માંગી તો
બોસે
વિચારીશું કહી દીધું
પ્રમોશન માટે પણ મને લાયક નથી ગણયો .
બોસે મારું થોડુય માન ન જાળવ્યું મારી વર્ક રિસ્પેક્ટ પણ ન કરી આવું હોય કોઈ જોબમાં આરુ મને મારું સન્માન ખૂબ જ વહાલું છે જયા મારું માન નથી ત્યાં મારે મારો બેસ્ટ આપવું મને યોગ્ય લાગતું નથી .
અને હું હવે મારો પોતાનો બિઝનેસ કરવા નુ વિચારી રહ્યો છું તારું શું કહેવું છે આ બાબતમાં આરાધ્ય ને વિરાજને કહ્યું

તમે યોગ્ય વિચારી રહ્યા છો આરાધ્યા એ કહ્યું ,જયા માન નથી
ત્યા
મન ન જ લાગે .
એક વાત કહું ,તમારી જેમ બધા જ જોબ ચેન્જ કરવાનું સાહસ નથી દેખાડી શકતા
અમુક જોબમાં તો પર્સનલ બિઝનેસ જેવા પણ ઓપ્શન નથી હોતા ફરજિયાત એ જોબ કરવી જ પડે એ પણ હસતે મોઢે વગર ફરિયાદ અને વગર સન્માનની આશાએ
વીરાજે કહ્યું ,એ વળી કેવી જોબ ,મૂકી દેવાય એકવાર ડેરીંગ તો કરી જોવાય બધું આપોઆપ ગોઠવાઈ જાય
આરાધ્યાએ ધીમેથી કહ્યું ,પોતાના પાસે ડેરીંગ ન થાય ફક્ત પ્રેમ અને સ્વીકાર જ થાય
શું વાત કરે છે આરું એવી કઈ જોબ જેમા
નોકરી કરવી જ પડે
આરાધ્યા એ કહ્યુ ,
"ગૃહલક્ષ્મી"
પરાણે નહિ વિરાજ પ્રેમ ને કારણે
અને જોબ નહિ કર્મ
કામ કરતા પણ કોમળ શબ્દ
કર્મ એનું કર્તવ્ય
ટ્વેન્ટી ફોર બાય સેવનનો અવર
નો હોલીડે

માન મળે કે અપમાન હસતે મોઢે સહે
વારંવાર અપમાનિત થાય છતાં ન હટે

એક સમયની માગણી પણ ન કરી શકે

હંમેશા સરખામણીથી જ તોળાય

એક સ્ત્રી પોતાના આખા પરિવારને સિંચે તેમના ગમા-અણગમા પ્રમાણે તેમના ખાવા-પીવાની સુખ-સુવિધાની બધી કાળજી રાખે

બદલામાં શુ માગે થોડું સન્માન જેનો હક છે એને
જેને મળવું જ જોઈએ
ન મળે
તો પણ કાંઈ નહિ પણ તેના ઉમંગથી કરેલા કાર્યોને અપમાનિત કરી તેના આખા અસ્તિત્વને થંભાવી દેતા શબ્દ બાણ મારવા એ ક્યાં સુધી યોગ્ય છે.

તું નવી નવાઈની કામ નથી કરતી બધાએ કરે છે

થાય એટલું કર ન થાય તો મૂકી દે

ખોટી કટ ના કર
તારું ધ્યાન રાખ તુ અટકીશ તો ઘર અટકી જશે

દિવસ ઉગે ત્યાં સુધી તો સ્ત્રીએ સુવાય જ નહીં

ફલાણા ફલાણા ની વહુ કેવું કામ કરે છે

તેમ કર

તને કાંઈ યાદ જ નથી રહેતું

આખો દિવસ શું કરતી હોય છે કોણે જાણે, આટલું કામ એ ન થાય તારાથી

આવા તો કેટલાય પ્રશ્નો પૂછાયા હશે ,પણ આમાંનો એકેય જવાબ નથી મળતો સ્ત્રીને તમે જ વિચારી જૂઓ.

આજે ઊઠવામાં મોડું થયું તારી તબિયત તો સારી છેને

એક વિકેન્ડ ન તુ આરામ કર આજે અમારો વારો

આજે તને ભાવે તે બનાવો

ચલ આજે તને રસોઈમાં થોડી મદદ કરાવુ

આજે તુ સુઈ જા બાળકોના હુ સુવડાવી દઈશ

તુ ઘર મા બધા જ સભ્યો સુખ સગવડ નું ધ્યાન રાખે છે love you lots

વગર બોલે તુ બધા ની દરેક જરૂરિયાત ને સમજે છે તુ ખરે જ મારા ઘરની ગૃહલક્ષ્મી છે

શું થયું વિરાજ કેમ અટકી ગયો
વિરાજ થોડો ઝંખવાયો
હું તને કોઈ ફરિયાદ નથી કરી રહી છે કે નથી તારા પર ગુસ્સો ઠાલવી રહી
હુ તો તને સ્ત્રી સન્માન કરતા શીખવુ છુ જે તને આવડવું જ જોઈએ કારણ જેવું વર્તન વ્યવહાર તુ મારી સાથે કરીશ આપણો દીકરો પણ એ જ જોઈ મોટો થશે
એ પણ તારી જેમ ગમે ત્યારે ગમે તેને વગર કારણે અપમાનિત કરતા નહિ ચેતે
તે સ્ત્રી નુ માન જાળવે ,તેના સમઁપણ ને સમજે
સ્ત્રી શક્તિ છે બુદ્ધિ અને બળ છે તેને બીજા પાસેથી ક્યારેય કશાની આશા નથી રાખી
પણ હા પોતે સ્વમાની છે

જે સ્ત્રી અપમાન મૂંગે મોઢે સહે અપમાનિત થાય અને તેનો કોઇ પ્રતિકાર ન કરે તો તે બે વખત પોતાને અપમાનિત કરે છે

એક તો જે તે વ્યક્તિ થી

અને બીજા સ્વયં પોતાના થી

વિરાજ ઊંડા વિચારમાં પડી ગયો આરાધ્યા એવા જ હસતા મોઢે વિરાજ ના ખભે હાથ મૂકીને થોડીવાર મૌન રહી, તેણે વિરાજ ની આંખો વાચી .

વિરાજે તેના આરાધ્યા પ્રત્યે ના વર્તન પર વિચાર કયૉ