Sapsidi - 15 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી.... - 15

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સાપસીડી.... - 15

સાપસીડી 15 …

મોટા સાહેબ આવશે એ બાબતે પ્રતિકે બહુ આશા રાખી નહોતી. સાહેબ 9 વાગ્યા પછી આવશે એવો મેસેજ ઓફીસ મારફતે પ્રતિકના પપ્પાને પહોંચી ગયો હતો. આગલે દિવસે અને એ જ દિવસે પોલીસ ને સિક્યુરિટી વાળા ઓ આવી ગયા હતા .સિક્યુરિટીનું ચેકીંગ કરી ગયેલા. જો કે પ્રતીક બીજા કામે હતો એટલે તેના ધ્યાનમાં પછી આવ્યું.

ત્યારે પણ સાહેબ આવી શકે છે એમ જ માનવામાં આવ્યું હતું. આમ પણ સાહેબને ઓળખતા બધા જાણતા કે સાહેબનું આવા પ્રસંગોમાં આગમન બહુ ચોક્કસ ન માની લેવું. અનુકૂળતા હોય તો જ આવે.


મીતા અને મનોજ તો રlસ ગરબા માં પણ પહોંચી ગયા હતા અને લગ્નમાં પણ હાજરી આપી હતી. અlખર બિઝનેસ રિલેશન પણ હતા. મદાકીની બેનની છોકરી હોવા છતાં એને એનl અલગ સંબધ પણ હતા. જ્યારે મોટાભાગના મત્રીઓ અને મંદlકીનીબેને માત્ર રીસેપશનમાં હાજરી પુરાવી.


મોટlસlહેબ 9 વાગ્યા પછી સોહનપંડ્યા

ની સાથે આવી પહોંચ્યા. સિક્યુરિટીવાળા તો હોય જ ..

પ્રતિકના પપાને પીઠમાં હળવો ધબો અભિનંદનનો મારી ને પ્રેમથી હાથ મિલાવ્યો. તો પ્રતીક સામે જોયા વગરજ ,ધ્યાન આપ્યા વગર જ તેનો હાથ મિલાવ્યો. કહો કે પપાડ્યો પ્રેમથી …..દરમ્યાન વાતો તો તેમની સોહન પંડ્યા અને પ્રતિકના પપ્પા સાથે ચાલુ જ રહી. જાણે પ્રતીકને તેના વિજયના અભિનંદન ન આપતા હોય.


પહેલીવાર પ્રતીકને પોતે વિજયી બન્યો હોય અને કઇક હાંસલ કર્યું હોય તેમ લાગ્યું.

પ્રતીકને આ મોટા સાહેબ ક્યારેય સમજાયl નહોતા.


તેમણે પણ ખાસ જમવામાં સમય ન ફાળવ્યો. નવદંપતિ ને આશીર્વાદ આપ્યા ,ભેટમાં પુસ્તકો આપ્યા અને યજમાને આગ્રહ કરીને ડીશ આપી એમાંથી થોડુંક પસંદ કરીને માત્ર લીધું.


બીજા મહેમાનો એ લગ્ન ને અન્ય પ્રસંગો પોતપોતાની રીતે માણ્યા.


જમવામાં વિવીઆઈપીઓ એ ઓછો રસ લીધો. હાજરી આપી, વ્યવહાર માત્ર કર્યો ,જાણે નવા ચૂંટાયેલા યુવા નેતા નું મlન જાળવવા તેના પ્રસંગમાં હાજરી પુરાવતા હોય તેમ મોટા નેતાઓ આવ્યા .

પાર્ટીના લોકો ને પ્રતિકનું ગ્રુપ તો પહેલેથીજ બધા પ્રસંગો માં મહાલતું હતું. સેવા સમાજના ,યુવા મંચના પ્રતિકના મિત્રો ને વડીલો પણ શરૂઆતથી જ હતા .


બિઝનેસના સાથીઓ, કમ્પનીના બધાજ અને મીડિયાવાળા મિત્રો પણ હાજરી પુરાવી ગયા. તો તેનો આખો સમાજ ,નાત અને ગામના લોકો ખાસ બોલાવેલા એ પણ બધા નવદંપતિ ને આશીર્વાદ આપીને સામેલ થયા હતા.

તૃપ્તિ અને તેના મિત્રો ,ભાઈ વગેરે તો લગ્નના બે ત્રણ દહાડા અમદાવાદ જ રોકાઈ ગયા. બધા બે ચાર ગાડીઓમાં વડોદરાથી આવેલા. પ્રતિકે જોકે આ બધાની વ્યવસ્થા માટે હોટલ માં કહ્યું .પણ સો સોના સગાઓ ,મિત્રો શહેરમાં જ હતા એટલે ત્યાંજ રોકાયા ..વડોદરlવાળા ઓએ તો લગ્ન ખૂબ માણ્યા. પ્રતિકે તૃપ્તિને કામે લગાડેલી રાખી બહેન સાથે અને ક્યારેક બનેવી સાથે કે મમી સાથે.


ભારે ધામધૂમથી બહેન ના લગ્ન તેણે કરેલા . પોલિટિકલ કારકિર્દી માટે આ જરૂરી છે તેમ તેણે બહુ પહેલાથી જ નક્કી કર્યું હતું. એ પ્રમાણે જ બધી વ્યવસ્થા થઈ શકી એનો એને સંતોષ હતો. ખાસ નોંધપાત્ર તો એના માટે રહી હતી મોટા સાહેબની હાજરી અને આશીર્વાદ…


અઠવાડિયાથી કેટરરો અને ભોજન ચl નાસ્તા વગેરેના બંદોબસ્ત તો મહેમાનોના ઉતારlથી મંlડીને ઘર માં ચાલુ જ હતા. ખાસ મહેમાનો માટે તો હોટલો જ બુક કરી હતી. પડોશીઓના, સગાઓના રસોડા પણ એણે 4 દિવસથી લગભગ બંધ કરlવી દીધા હતા.

દુબઈ થી પોતાની અને મયૂરની ઓળખાણ થી ખાસ માણસો કુક અને ખાનસlમાં, કેટરર વગેરે ને રજા પર અહીં બોલાવી લીધા હતા. જોકે આ એની અલાયદી વ્યવસ્થા હતી. બધાજ પ્રસંગોના મેન્યુ ખાસ બનાવેલા . લગ્ન માં ને રિસેપશનમાં પંજlબીની સાથે ગુજરાતી અને કાઠિયાવાડી ડીશ ખાસ મુકાવેલી મેન્યુમાં...લગ્નમાં ફાઈવસ્ટાર હોટલનું મેન્યુ રહ્યું તો રિસેપશનમાં ઘણી વેરાઇટીઝ રહી.


પ્રતિક માટે આ બહુ બીઝી સમય હતો. લગ્ન ની તૈયારી સાથે સાથે ચૂંટણી , નવી પોસ્ટ ને એનl વિજયનો મહોત્સવ બધું જ સાથે થયું હતું.તેમાં મિત્રો અને કેટલાક સંબંધીઓ અને સાથીઓએ પણ તેના જેટલીજ મહેનત કરી અને મદદ પણ કરી.

રંગેચંગે લગ્ન પતી ગયા , જેની તૈયારીઓ લગભગ છેલા એકાદ વરસથી ચાલી રહી હતી. લગનની દોડાદોડ અને ચૂંટણીની દોડાદોડી લગભગ સરખાજ છે. બને માંથી ક્યાં વધુ કામ હોય તે તો જેણે અનુભવ કર્યો હોય તે જ જાણે .


ખાસ તો આ વિજય પછી અને મ્યુનિ ના હોદા પછી પ્રતિકનું સર્કલ કહો કે ગ્રુપ કહો

બહુ મોટા પ્રમાણમાં વિસ્તરી ચૂક્યું હતું.


માયા અને મયુરે લગ્ન પછી હનીમૂન ઇન્ડિયા મlજ, સીમલlમાં માણવાનું નક્કી કર્યું હતું. દુબઈ જવા નો પ્રોગ્રામ તો મહિના પછીનો હતો.

દરમ્યાન પ્રતીક વિચારતો હતો કે રિલેક્સ થવા લગ્નની ધમાલ પછી સાપુતારા ચારપાંચ દિવસ જઇ આવું. . પરંતુ માતાના આગ્રહથી પરિવાર સાથે કુળદેવીના ને પાવાગઢ મહાકાળીના દર્શન કરવાનો પ્રોગ્રામ થયો.


બે ગાડીમાં બધા બે દિવસ કુળદેવીના કડીમાં દર્શન કરી પાવાગઢ જઇ આવ્યા . ચૂંટણીમાં વિજય મળ્યો સાથે હોદો પણ અને બહેનના લગ્ન બહુ સારી રીતે પત્યા એટલે મહાકાળી ને વંદન તો કરવા જ જોઈએ.


દિલ્હી સરકારના લગ્નના ને સાધુ થવાના કાયદાને વિરોધીઓ અને રૂઢિચુસ્તો એ સુપ્રીમમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટ સ્ટે આપવા નનૈયો ભણ્યો. ઊલટું શીખ આપી કે નવા જમાનાને ઓળખી તેની સાથે ચાલતા શીખો. સાધુ નાની ઉંમરે થવાની વાતને તો સુપ્રીમે લાલ આંખ કરી, આ ધૂર્તતા સિવાય બીજું કાંઈ નથી, કહી કડકાઈ દાખવી .

સવાલ મોટો એ થયો હતો કે નાની ઉંમરે 12 કે 15 વર્ષે પણ ઘણાને સાધુ બનlવી દેવાય છે . આ સગીરો નું શુ ? એમને ક્યાં રાખવા ?

આ સમસ્યા મોટું સ્વરૂપ પકડે તે પૂર્વે જ ગવનમેંટ દ્વારા ઠરાવ કરી દેવાયો .તે મુજબ 20 વરસ થી નાની ઉંમરે સાધુ થનારા બાળ સાધુ તરીકે ગેરકાયદેસર અપાયેલી દીક્ષા લેખાશે. આવા સાધુઓ પરિવાર પાસે પરત ફરી શકે છે. વિકલ્પે તેઓ હોસ્ટેલમાં રહીને તેમનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.જરૂર પડે તેમની આર્થિક જવાબદારી સરકાર ઉપlડશે. વળી તેઓ તેમના ધર્મ ગુરુઓ કે શિક્ષકોને પણ મળી શકે છે .

ત્યારબાદ ઉંમરલાયક થતા એટલેકે 20 વરસ પુરl થતા તેઓ જો સાધુ જીવનમાં પરત ફરવા માંગે તો જઇ શકશે. અને સંસારમાં રહેવા ઇચ્છતા હોય તો સામાન્ય નાગરિક ની જેમ જ નોકરી કે ધંધા વ્યવસાયમાં જોડl ઈ શકશે. ઉચ્ચ અભ્યાસ કરી શકે કે વિદેશ જઇ શકે કે લગ્ન જીવનમાં પણ જઈ શકે .એમ તમામ વિકલ્પો ખુલા રહેશે. સરકાર તરફથી કાઉન્સેલરો તેમની મદદ કરશે જરૂર જણાય.

આવા વિકલ્પો ને વ્યવસ્થા લગભગ સ્વીકાર્ય રહ્યા.દેશમાં આવા સાધુઓની ચોક્કસ સંખ્યા જાણવી મુશ્કેલ હતી .પણ એક અંદાજ લlખેક ની સંખ્યાનો નિર્દેશ કરતી હતો.

સરકારના આ ઠરાવને સર્વમાન્ય ગણાયો .અદાલતે પણ સ્વીકૃતિ આપી. અને વિવિધ ધર્મના ને સંપ્રદાયો ના પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યl. એટલે બાળ સાધુઓનું દેશમાં ચાલી રહેલું દુષણ કહો કે શોષણ અને ષડ્યંત્ર તેના પર લાગેલી આ કાયદાકીય મોટી બ્રેક બની જશે એમ મીડિયા ના મંતવ્યો કહેતા હતા.

સુપ્રીમમાં થયેલી કારમી હlર પછી રૂઢિચુસ્ત અને ધર્માંધ લોકો ના મતે તો આ તેમના ધર્મના સ્વતંત્ર પર મુકાયેલી તરાપ જ માત્ર રહી. પણ સુપ્રિમના આદેશ આગળ સમ સમીને બેસી રહેવા સિવાય બીજો કોઈ ઉપl ય પણ નહોતો. દેશમાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી હતી અને સિઘ સરકાર માટે સામો પવન વાઈ રહ્યો હોય તેવા સંજોગો થયા હતા.